/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/pm-narendra-modi-poland-and-Ukraine-visit.jpg)
પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 November 2024 LIVE, આજના તાજા સમાચાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16થી 21 નવેમ્બર વચ્ચે ત્રણ દેશોની મુલાકાત લેશે. આ દેશોમાં બ્રાઝિલ, નાઇજીરિયા અને ગુયાનાનો સમાવેશ થાય છે. પીએમ મોદી બ્રાઝિલમાં જી-20 સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી નાઈજીરિયાની મુલાકાત લેશે. આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે 17 વર્ષમાં પહેલી વખત કોઇ ભારતીય પ્રધાનમંત્રી નાઇજીરિયાનો પ્રવાસ કરશે. તે નાઇજિરિયાના રાષ્ટ્રપતિ અહેમદ ટિનબુ સાથે મુલાકાત કરશે.
પ્રથમ વખત નાઇજિરીયાની મુલાકાત લેનાર પીએમ મોદી ભારત અને નાઇજીરિયા વચ્ચેની રાજકીય ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવા દિશા નિર્દેશ પર ચર્ચા કરશે. પીએમ મોદી નાઈજીરિયામાં ભારતીય સમુદાયના સંમેલનને સંબોધિત પણ કરશે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં 17 સ્થળો પર દરોડા
ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડ્યા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.
તપાસ એજન્સીની ઝારખંડ ઓફિસના અધિકારીઓ બે પડોશી રાજ્યોમાં કુલ 17 સ્થળોએ સર્ચ ચલાવી રહ્યા છે. ઝારખંડમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓની કથિત ઘૂસણખોરી અને તસ્કરીના કેસની તપાસ માટે EDએ સપ્ટેમ્બરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે ઘૂસણખોરી અને દાણચોરી દ્વારા ગુનાહિત આવક ઊભી કરવામાં આવી હતી.
મુકેશ અંબાણીને રૂ.25 કરોડના દંડમાંથી રાહત
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણીને લગતા કેસમાં સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)ના આદેશ સામે સેબીની અરજીને ફગાવી દીધી હતી. આ કેસ શેરમાં કથિત હેરાફેરીના કારણે 25 કરોડ રૂપિયાના દંડ સાથે સંબંધિત છે.
નવેમ્બર 2007 માં ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ તત્કાલિન રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ) ના શેરમાં કથિત હેરાફેરી સંબંધિત કેસમાં અંબાણી અને અન્ય બે પક્ષો પર દંડ લાદ્યો હતો, જેને SAT દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ જે. બી. જસ્ટિસ પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કહ્યું કે તે SATના આદેશમાં દખલ કરવા માંગતી નથી.
ગાંધીનગર બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે સોમવારે ગુજરાતમાં એકંદરે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં 18 ડિગ્રીથી લઈને 26.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંઘાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 26.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 20-22 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Nov 12, 2024 22:39 IST
Today Live News : પીએમ મોદી 5 દિવસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે, બ્રાઝિલમાં આયોજિત જી-20 સંમેલનમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16થી 21 નવેમ્બર વચ્ચે ત્રણ દેશોની મુલાકાત લેશે. આ દેશોમાં બ્રાઝિલ, નાઇજીરિયા અને ગુયાનાનો સમાવેશ થાય છે. પીએમ મોદી બ્રાઝિલમાં જી-20 સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી નાઈજીરિયાની મુલાકાત લેશે. આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે 17 વર્ષમાં પહેલી વખત કોઇ ભારતીય પ્રધાનમંત્રી નાઇજીરિયાનો પ્રવાસ કરશે. તે નાઇજિરિયાના રાષ્ટ્રપતિ અહેમદ ટિનબુ સાથે મુલાકાત કરશે.
પ્રથમ વખત નાઇજિરીયાની મુલાકાત લેનાર પીએમ મોદી ભારત અને નાઇજીરિયા વચ્ચેની રાજકીય ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવા દિશા નિર્દેશ પર ચર્ચા કરશે. પીએમ મોદી નાઈજીરિયામાં ભારતીય સમુદાયના સંમેલનને સંબોધિત પણ કરશે.
- Nov 12, 2024 20:45 IST
Today Live News : પીએમ મોદીએ કહ્યું - અમારી સરકારે મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો આપ્યો
મહારાષ્ટ્ર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના લોકો દાયકાઓથી મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસની સરકારોએ, અઘાડી નેતાઓએ હંમેશા તેની અવગણના કરી. અમારી સરકારે મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો આપીને પોતાની જવાબદારી પૂરી કરી છે.
- Nov 12, 2024 19:06 IST
Today Live News : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
ગોંદિયા (મહારાષ્ટ્ર): કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મન બનાવી લીધું છે કે જેટલા પૈસા પીએમ મોદી અરબપતિઓને આપશે તેટલા પૈસા અમે મહારાષ્ટ્રના ખેડૂતો, મજૂરો અને ગરીબોને આપીશું. તેથી અમારી પ્રથમ યોજના મહાલક્ષ્મી યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા તમારી બેંકમાં આપવામાં આવશે. મહિલાઓને બસમાં મફત યાત્રા. ખેડૂતોનો 3 લાખ રૂપિયા સુધીનો ખર્ચ માફ કરવામાં આવશે અને MSP પર ખરીદી થશે.
- Nov 12, 2024 15:55 IST
Today Live News : જેપી નડ્ડાએ કહ્યું - જ્યાં જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી છે ત્યાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે જ્યાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ પાર્ટી, આરજેડી છે ત્યાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભત્રીજાવાદ, પરિવારવાદ છે. આ પરિવારવાદના સૂચક છે, આ તે લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે. આ તે લોકો છે જે તમારો હક છીનવી લે છે. તમારો અવાજ દૂર દૂર સુધી પહોંચવો જોઈએ.
- Nov 12, 2024 13:09 IST
Today Live News : અમદાવાદમાં ખ્યોતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, બે દર્દીના મોત
અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
- Nov 12, 2024 12:12 IST
Today Live News : શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારની રાયપુરથી ધરપકડ કરાઈ
આ દિવસોમાં બોલિવૂડમાં સ્ટાર્સને સતત ધમકીઓ મળી રહી છે. જ્યાં સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. તેમની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી, જે બાદ મુંબઈ પોલીસે આ મામલાની સંજ્ઞાન લીધી હતી અને ધમકી આપનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. આ મામલો 2 નવેમ્બરે પોલીસમાં નોંધવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે મુંબઈ પોલીસને આ મામલે મોટી સફળતા મળી છે. પોલીસે ધમકીના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલુ છે.
- Nov 12, 2024 10:31 IST
Today Live News : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં 17 સ્થળો પર દરોડા
ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડ્યા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.
તપાસ એજન્સીની ઝારખંડ ઓફિસના અધિકારીઓ બે પડોશી રાજ્યોમાં કુલ 17 સ્થળોએ સર્ચ ચલાવી રહ્યા છે. ઝારખંડમાં કેટલીક બાંગ્લાદેશી મહિલાઓની કથિત ઘૂસણખોરી અને તસ્કરીના કેસની તપાસ માટે EDએ સપ્ટેમ્બરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે ઘૂસણખોરી અને દાણચોરી દ્વારા ગુનાહિત આવક ઊભી કરવામાં આવી હતી.
- Nov 12, 2024 09:20 IST
Today Live News : શેરબજાર વધીને ખુલ્યા, સેન્સેક્સ 150 પોઇન્ટ મજબૂત
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે વધીને ખુલ્યા છે. સેન્સેક્સ 79496 પાછલા બંધ સામે વધીને આજે 79644 ખુલ્યો હતો. આઈટી અને બેન્ક શેરમાં તેજીથી સેન્સેક્સ 150 પોઇન્ટ વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 24141 પાછલા બંધ સામે વધીને આજે 24225 ખૂલ્યો હતો. નિફ્ટી 100 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો હતો.
- Nov 12, 2024 09:19 IST
Today Live News : ગાંધીનગર બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે સોમવારે ગુજરાતમાં એકંદરે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં 18 ડિગ્રીથી લઈને 26.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંઘાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 26.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 20-22 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Nov 12, 2024 09:19 IST
Today Live News : મુકેશ અંબાણીને 25 કરોડ રૂપિયાના દંડમાંથી રાહત
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણીને લગતા કેસમાં સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)ના આદેશ સામે સેબીની અરજીને ફગાવી દીધી હતી. આ કેસ શેરમાં કથિત હેરાફેરીના કારણે 25 કરોડ રૂપિયાના દંડ સાથે સંબંધિત છે.
નવેમ્બર 2007 માં ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) એ તત્કાલિન રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ) ના શેરમાં કથિત હેરાફેરી સંબંધિત કેસમાં અંબાણી અને અન્ય બે પક્ષો પર દંડ લાદ્યો હતો, જેને SAT દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ જે. બી. જસ્ટિસ પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કહ્યું કે તે SATના આદેશમાં દખલ કરવા માંગતી નથી.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us