Gujarati News 12 October 2024 : હરિયાણાના કેથલમાં નહેરમાં કાર ખાબકતાં 7 લોકોનાં મોત

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 October 2024: હરિયાણાના કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નહેરમાં કાર ખાબકવાને લીધે કારમાં હાજર મહિલાઓ અને બાળકો મૃત્યુ થયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
road accident, accident

અકસ્માત ન્યૂઝ

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 October 2024 LIVE, આજના તાજા સમાચાર:

Advertisment

હરિયાણાના કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નહેરમાં કાર ખાબકવાને લીધે કારમાં હાજર મહિલાઓ અને બાળકો મૃત્યુ થયા હતા. કારમાં કુલ 8 લોકો સવાર હોવાની પણ ચર્ચા છે. ઘટનાની જાણ થતાં જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીપીના અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમના બાંદ્રા વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તેમના પર 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી તેમને ત્રણ ગોળીઓ વાગી હતી. તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કડી તાલુકામાં મોટી દુર્ઘટના, દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 8 લોકોનાં મોત

Advertisment

મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 8 લોકોનાં મોત નીપજ્યા છે.

હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર, ભારતીય ટીમની જાહેરાત

ભારત 1 નવેમ્બરથી 3 નવેમ્બર દરમિયાન હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે. આ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ભારતીય ખેલાડી રોબિન ઉથપ્પાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઉથપ્પાની સાથે, ભારતે ટૂર્નામેન્ટ માટે છ સભ્યોની ટીમમાં મનોજ તિવારી, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સ્ટુઅર્ટ બિન્ની, કેદાર જાધવ અને ભરત ચિપલીને સ્થાન આપ્યું છે.

શાહના આવાસ પર મોડી રાત્રે મીટિંગ અને હરિયાણામાં સૈની સરકારના શપથ ગ્રહણ ટળ્યા

હરિયાણામાં ભાજપનો સતત ત્રીજી વખત વિજય થયો છે. ભાજપે હેટ્રીક લગાવી છે. ત્યારે આગામી દિવસોમાં સૈની સરકારનો શપથ ગ્રહણ હતો. જોકે, મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર મોડી રાત્રે એક મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ હરિયાણામાં સૈની સરકારનો શપથ ગ્રહણ ફરીથી ટળ્યો છે. ત્રીજી વખત આ પોસ્ટપોન કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે 17 ઓક્ટોબરે નવી સરકારનું ગઠન થશે.

  • Oct 12, 2024 23:36 IST

    Today News Live : એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા, બે આરોપીની ધરપકડ

    મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીપીના અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમના બાંદ્રા વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તેમના પર 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી તેમને ત્રણ ગોળીઓ વાગી હતી. તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  • Oct 12, 2024 22:52 IST

    Today News Live : ત્રીજી ટી-20માં ભારતનો 133 રને વિજય, બાંગ્લાદેશનો 3-0થી વ્હાઇટવોશ કર્યો

    સંજુ સેમસનની સદી (111) અને સૂર્યકુમાર યાદવના આક્રમક 75 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી-20 મેચમાં 133 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 297 રન બનાવ્યા હતા. ભારત તરફથી સંજુ સેમસને સૌથી વધારે 111 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ 20 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવી શક્યું હતું.

  • Oct 12, 2024 20:19 IST

    Today News Live : સંજુ સેમસને ટી-20માં ભારત તરફથી બીજી સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારી

    બાંગ્લાદેશ સામેની ત્રીજી ટી-20માં સંજુ સેમસને 40 બોલમાં 9 ફોર 8 સિક્સર સાથે સદી ફટકારી. ટી-20માં ભારત તરફથી બીજી સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારી. ટી-20માં રોહિત શર્મા સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય છે. તેણે 35 બોલમાં સદી ફટકારી હતી.

  • Oct 12, 2024 19:09 IST

    Today News Live : રાવણ દહનના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી હાજર રહ્યા

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લાલ કિલ્લાના માધવદાસ પાર્કમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

    https://twitter.com/AHindinews/status/1845081384303591806

  • Oct 12, 2024 17:47 IST

    Today News Live : દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું - અમે પરિણામ પર વિશ્લેષણ કરી રહ્યા છીએ

    હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે જે પરિણામો આવ્યા છે તેણે બધાને ચોંકાવી દીધા છે. અમે તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છીએ. ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમે ચૂંટણી પંચ સામે પણ મુદ્દા ઉઠાવ્યા છે અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. અમે રાજ્યના લોકોનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું.

  • Oct 12, 2024 15:51 IST

    Today News Live : કડી તાલુકામાં મોટી દુર્ઘટના, દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોનાં મોત

    મહેસાણા જિલ્લાનાં કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જાસલપુર ગામમાં આવેલી એક કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે, હજુ પણ કેટલાક મજૂરો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના સ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરાઈ છે.

  • Oct 12, 2024 13:09 IST

    Today News Live : હરિયાણાના કેથલમાં નહેરમાં કાર ખાબકતાં 7 લોકોનાં મોત

    હરિયાણાના કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નહેરમાં કાર ખાબકવાને લીધે કારમાં હાજર મહિલાઓ અને બાળકો મૃત્યુ થયા હતા. કારમાં કુલ 8 લોકો સવાર હોવાની પણ ચર્ચા છે. ઘટનાની જાણ થતાં જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

  • Oct 12, 2024 12:07 IST

    Today News Live : હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર, ભારતીય ટીમની જાહેરાત

    ભારત 1 નવેમ્બરથી 3 નવેમ્બર દરમિયાન હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે. આ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ભારતીય ખેલાડી રોબિન ઉથપ્પાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઉથપ્પાની સાથે, ભારતે ટૂર્નામેન્ટ માટે છ સભ્યોની ટીમમાં મનોજ તિવારી, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સ્ટુઅર્ટ બિન્ની, કેદાર જાધવ અને ભરત ચિપલીને સ્થાન આપ્યું છે.

  • Oct 12, 2024 11:35 IST

    Today News Live : બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ દુર્ગા પૂજા પંડાલમાંથી ઇસ્લામિક ક્રાંતિની હાકલ કરી

    બાંગ્લાદેશમાં હિંદુઓ સાથેના ભેદભાવના કિસ્સાઓ અટક્યા નથી કે હવે દુર્ગા પૂજા દરમિયાન પણ હિંદુઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1 ઓક્ટોબરથી દેશભરમાં ચાલી રહેલી દુર્ગા પૂજાની ઉજવણી સાથે સંબંધિત 35 ઘટનાઓ બની છે. આમાં 11 કેસ નોંધાયા છે અને 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કટ્ટરવાદીઓએ દુર્ગા પૂજા પેવેલિયનમાંથી ઇસ્લામિક ક્રાંતિની હાકલ કરી છે.

  • Oct 12, 2024 11:26 IST

    Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 53 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં અઢી ઈંચ ખાબક્યો હતો. આ ઉપરાંત નવસારીમાં દોઢ ઈંચ, સુરતના મહુવામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

  • Oct 12, 2024 11:26 IST

    Today News Live : શાહના આવાસ પર મોડી રાત્રે મીટિંગ અને હરિયાણામાં સૈની સરકારના શપથ ગ્રહણ ટળ્યા

    હરિયાણામાં ભાજપનો સતત ત્રીજી વખત વિજય થયો છે. ભાજપે હેટ્રીક લગાવી છે. ત્યારે આગામી દિવસોમાં સૈની સરકારનો શપથ ગ્રહણ હતો. જોકે, મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર મોડી રાત્રે એક મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ હરિયાણામાં સૈની સરકારનો શપથ ગ્રહણ ફરીથી ટળ્યો છે. ત્રીજી વખત આ પોસ્ટપોન કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે 17 ઓક્ટોબરે નવી સરકારનું ગઠન થશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ