/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/kolkata-doctor-death.jpg)
કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડોક્ટરની ઘાતકી હત્યાનો મામલો ગરમાયો છે . (ફોટો: X)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 September 2024, આજના તાજા સમાચાર: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં હોસ્પિટલના કોલેજ વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટરો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બંગાળ સરકારે ફરી એકવાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સીએમ સાથે બેઠક કરવા માટે બોલાવ્યા હતા, પરંતુ ડોક્ટરો વાતચીતનું લાઇવ પ્રસારણ કરવાની માંગ પર અડગ રહ્યા હતા. બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તેઓ રાજીનામું આપવા માટે તૈયાર છે. કોલકાતાની ઘટનાને લઈને તેમણે રાજ્યની જનતાની માફી માંગી છે.
જાણકારી અનુસાર સીએમ મમતા બેનર્જી સાથે વિદ્યાર્થીઓ અને જૂનિયર ડૉક્ટરોની આ બેઠકનું લાઈવ પ્રસારણ થવાનું ન હતું. આ અંગે આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ લાઇવ પ્રસારણમાં વાત કરવા માગે છે. મમતા બેનર્જીએ બેઠક અંગે કહ્યું કે વાતચીત બાદ જ સમાધાન શક્ય છે. તેમણે કહ્યું કે તેમણે બેઠક માટે ડોકટરોની બે કલાક રાહ જોઈ. જોકે આ અંગે તેમને કોઇ જવાબ મળ્યો નથી. બેનર્જીએ જણાવ્યું હતું કે બેઠકના રેકોર્ડિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ પાસે શંકાસ્પદ બેગ મળી
કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલ અને કોલેજમાં જુનિયર ડોકટરોની ખાલી જગ્યા પર એક શંકાસ્પદ બેગ મળી આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. દરમિયાન, જુનિયર ડોકટરોએ પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગની ઓફિસની બહાર તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને એક હોસ્પિટલમાં એક યુવાન ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં 'વર્ક સ્ટોપેજ' માટે પણ હાકલ કરી હતી.
કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન ઘણી દુકાનોને આગ ચાંપી દેવામાં આવી
ગુજરાત બાદ કર્ણાટકમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગણેશ વિસર્જન દરમિયાન ઘણી દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને વાહનોને પણ આગ લગાવવામાં આવી હતી. આજ તકના અહેવાલ મુજબ, પહેલા ગણેશ પંડાલ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તણાવ વધી ગયો હતો અને ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી.
કર્ણાટકમાં ગણેશ વિસર્જન વખતે શું થયું?
અહેવાલ છે કે બુધવારે રાત્રે કર્ણાટકના બદરીકોપ્પાલુ ગામમાં ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આરોપ છે કે જ્યારે એક મસ્જિદ નજીકથી સરઘસ પસાર થયું ત્યારે કથિત રીતે પથ્થરમારો થયો. તે પથ્થરબાજી પછી જ બે સમુદાયો સામસામે આવી ગયા અને આ હિંસા જોવા મળી. ઘણી દુકાનોને આગ ચાંપવામાં આવી હતી અને નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટનાસ્થળે પહોંચતા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, ત્યારબાદ જ તણાવ ઓછો થયો હતો અને સ્થિતિ સામાન્ય બની હતી.
- Sep 12, 2024 23:23 IST
Today News Live : ક્વાડ સમિટનું આયોજન 21 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના વિલમિંગટનમાં થશે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન 21 સપ્ટેમ્બરના રોજ વિલમિંગટન, ડેલાવેયરમાં ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ બિડેન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનિજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયોનું સ્વાગત કરવા આતુર છે. આગામી ક્વાડ સમિટનું આયોજન ભારત કરશેઃ વ્હાઇટ હાઉસ
https://twitter.com/AHindinews/status/1834273737623175254
- Sep 12, 2024 20:50 IST
કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસ : સીએમ મમતા બેનર્જી માફી માંગી, કહ્યું - જનતા માટે રાજીનામું આપવા માટે તૈયાર
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં હોસ્પિટલના કોલેજ વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટરો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બંગાળ સરકારે ફરી એકવાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સીએમ સાથે બેઠક કરવા માટે બોલાવ્યા હતા, પરંતુ ડોક્ટરો વાતચીતનું લાઇવ પ્રસારણ કરવાની માંગ પર અડગ રહ્યા હતા. બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે તેઓ રાજીનામું આપવા માટે તૈયાર છે. કોલકાતાની ઘટનાને લઈને તેમણે રાજ્યની જનતાની માફી માંગી છે.
જાણકારી અનુસાર સીએમ મમતા બેનર્જી સાથે વિદ્યાર્થીઓ અને જૂનિયર ડૉક્ટરોની આ બેઠકનું લાઈવ પ્રસારણ થવાનું ન હતું. આ અંગે આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ લાઇવ પ્રસારણમાં વાત કરવા માગે છે. મમતા બેનર્જીએ બેઠક અંગે કહ્યું કે વાતચીત બાદ જ સમાધાન શક્ય છે. તેમણે કહ્યું કે તેમણે બેઠક માટે ડોકટરોની બે કલાક રાહ જોઈ. જોકે આ અંગે તેમને કોઇ જવાબ મળ્યો નથી. બેનર્જીએ જણાવ્યું હતું કે બેઠકના રેકોર્ડિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
- Sep 12, 2024 20:25 IST
ગોલ્ડ મેડલ વિજેતા જ્વેલિન પેરા-થ્રોઅર નવદીપ સિંહે પીએમ મોદી સાથે મુલાકાત કરી
ગોલ્ડ મેડલ વિજેતા જ્વેલિન પેરા-થ્રોઅર નવદીપ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન તેમને કેપ ભેટમાં આપી. આ દરમિયાન નવદીપે પીએમના ઓટોગ્રાફ લીધા હતા.
https://twitter.com/AHindinews/status/1834217619370717384
- Sep 12, 2024 17:39 IST
Today News Live : પીએમ મોદીની રશિયાની મુલાકાત પછી 35 ભારતીયોને રશિયન સૈન્યમાંથી ડિસ્ચાર્જ કરાયા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની જુલાઈમાં રશિયાની મુલાકાત પછી 35 ભારતીયોને રશિયન સૈન્યમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. વડા પ્રધાનની મુલાકાત પહેલાં 10 ભારતીય નાગરિકોને ડિસ્ચાર્જ કરાયા હતા. લગભગ 50 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન આર્મીમાં છે અને અમે તેમને જલ્દીથી જલ્દી ડિસ્ચાર્જ કરાવવાનો પુરતો પ્રયાસો કરી રહ્યા છીએ.
#WATCH विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा, "जुलाई में प्रधानमंत्री मोदी के रूस दौरे के बाद से अब तक 35 भारतीयों को रूसी सेना से डिस्चार्ज किया जा चुका है। प्रधानमंत्री के दौरे से पहले 10 भारतीय नागरिकों को डिस्चार्ज किया जा चुका था। करीब 50 भारतीय नागरिक अभी भी रूसी… pic.twitter.com/WrRBa9wyZL
— ANI_HindiNews (@AHindinews) September 12, 2024
- Sep 12, 2024 16:12 IST
Today News Live : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને દિલ્હીની એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીપીઆઈ(એમ)એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે એઈમ્સના આઈસીયુમાં સારવાર લઈ રહેલા 72 વર્ષીય સીતારામ યેચુરી એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. તેમને 17 ઓગસ્ટના રોજ એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Sep 12, 2024 14:43 IST
Today News Live : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ પાસે શંકાસ્પદ બેગ મળી
કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલ અને કોલેજમાં જુનિયર ડોકટરોની ખાલી જગ્યા પર એક શંકાસ્પદ બેગ મળી આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી છે અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. દરમિયાન, જુનિયર ડોકટરોએ પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગની ઓફિસની બહાર તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને રાજધાનીની એક હોસ્પિટલમાં એક યુવાન ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં 'વર્ક સ્ટોપેજ' માટે પણ હાકલ કરી હતી.
સોલ્ટ લેક સ્થિત 'સ્વાસ્થ્ય ભવન'ની આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને ટ્રાફિકની અવરજવરને નિયંત્રિત કરવામાં આવી છે. રાજ્ય સરકારે આંદોલનકારી ડોક્ટરોને બુધવારે સાંજે 6 વાગ્યે રાજ્ય સચિવાલય નબન્નામાં બેઠક માટે બોલાવ્યા હતા, પરંતુ મમતા બેનર્જી તેમાં હાજરી આપશે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.
- Sep 12, 2024 10:51 IST
Today News Live : ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ચિખલીમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. ગણદેવીમાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Sep 12, 2024 09:40 IST
Today News Live : ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
આજે 12 સપ્ટેમ્બર 2024, ગુરુવાર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Sep 12, 2024 09:35 IST
Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ પડ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઇંચ વરસાદ, ભરૂચના નેત્રંગમાં દોઢ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
- Sep 12, 2024 09:35 IST
Today News Live : સેન્સેક્સ 400 પોઇન્ટની તેજી સાથે ખુલ્યા, નિફ્ટી 25000 ઉપર
સેન્સેક્સ નિફટી ગુરુવારે વધીને ખુલ્યા છે. બીએસઇ સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 81930 ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ લેવલથી 141 પોઇન્ટ વધીને 25000 ઉપર 25059 લેવલ પર ખુલ્યો હતો. ગઇકાલ બુધવારે સેન્સેક્સ 81523 અને નિફ્ટી 24918 લેવલ પર બંધ થયા હતા. આજે ગિફ્ટી નિફ્ટી ઈન્ડેક્સ સહિત એશિયાના સ્ટોક માર્કેટમાં મજબૂત ટ્રેન્ડ જોવા મલ્યો છે.
- Sep 12, 2024 09:34 IST
Today News Live : કર્ણાટકમાં ગણેશ વિસર્જન વખતે દુકાનોમાં આગચંપી
ગુજરાત બાદ કર્ણાટકમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગણેશ વિસર્જન દરમિયાન ઘણી દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને વાહનોને પણ આગ લગાવવામાં આવી હતી. આજ તકના અહેવાલ મુજબ, પહેલા ગણેશ પંડાલ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તણાવ વધી ગયો હતો અને ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us