/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/allu-arjun-2.jpg)
અભિનેતા અલ્લુ અર્જૂન - photo - X
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 December 2024, આજના તાજા સમાચાર: તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી હતી. જોકે તેમને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાસભાગમાં એક 39 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું..પોલીસે સંધ્યા થિયેટર મેનેજમેન્ટ, અભિનેતા અને તેની સુરક્ષા ટીમ સામે કેસ દાખલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસને અગાઉથી કોઈ સૂચના ન હતી કે ફિલ્મની ટીમ પ્રીમિયર માટે આવશે.
રશ્મિકા મંદાનાએ ટ્વિટ કરીને અલ્લુ અર્જુનની ધરપકડ પર હેરાની વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું શું જોઈ રહી છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખ પહોંચાડનારો હતો. જોકે એ જોવું પણ દુઃખની વાત છે કે બધો દોષ એક જ વ્યક્તિ પર ઢોળાઈ રહ્યો છે. સ્થિતિ પરેશાન કરનારી અને દિલ દુભાવનાર બંને છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 'પુષ્પા 2: ધ રૂલ'ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં એક મહિલાના મોતને લઈને હૈદરાબાદ પોલીસ દ્વારા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ પર કહ્યું કે મને જાણવા દો, પછી હું તમને કહીશ.
RBI ને બોમ્બે થી ઉડાવી દેવાની ધમકી, મુંબઇ પોલીસ દ્વારા તપાસ શરૂ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુરુવારે આરબીઆઈના સત્તાવાર ઇમેલ મારફતે આ ધમકી મળી હતી. ધમકીને ગંભીરતાથી લઇ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી છે. ધમકી ભર્યો ઇમેલ રશિયન ભાષામાં હતો. આરબીઆઈ દ્વારા ગુરુવારે બપોરે મુંબઇના માતા રામબાઇ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિના નામે પોલીસ ફરિયાદ નોંધી આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
શેરબજારમાં ફરી બ્લેડ ફ્રાઇડે, સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો
શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે બની રહ્યો છે. ભારે વેચવાલીથી સેન્સેક્સમાં 1200 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો છે. સાર્વત્રિક વેચવાલીના દબાણથી બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 800 પોઇન્ટ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 550 પોઇન્ટ, સ્મોલકેપ ઈન્ડેક્સ 750 અને મિડકેપ ઈન્ડેક્સ 600 પોઇન્ટ તૂટ્યા હતા. શેરબજારમાં મોટા કડાકાથી વોલેટાઇલ ઇન્ડેક્સ એટલે કે VIX ઇન્ડેક્સ 9 ટકા વધ્યો હતો.
દિલ્હીની શાળાઓને ફરીથી બોમ્બની ધમકી મળી
દિલ્હીની ખાનગી શાળાઓને ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા દિલ્હી પબ્લિક સ્કૂલ, સલવાન સ્કૂલ, મોડર્ન સ્કૂલ અને ઈસ્ટ ઑફ કૈલાશની કેમ્બ્રિજ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ પુષ્ટિ કરી કે ભટનાગર ઈન્ટરનેશનલ સ્કૂલ માટે સવારે 4.21 વાગ્યે, કેમ્બ્રિજ સ્કૂલ માટે સવારે 6.23 વાગ્યે અને ડીપીએસ અમર કોલોની માટે સવારે 6.35 વાગ્યે બોમ્બ કોલ આવ્યો હતો. એટલું જ નહીં, તેણે કહ્યું કે હજુ પણ ઘણા કોલ આવી રહ્યા છે.
તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ
તમિલનાડુની ખાનીગ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલમાંથી ઓછામાં ઓછા 29 દર્દીઓને ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
નલિયામાં બે ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું
ગુજરાતમાં પડી રહેલી ઠંડીના પગલે જનજીવન ઉપર અસર થઈ રહી છે. ગુજરાતમાં ગુરુવારે નોંધાયેલા તાપમાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.5 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 13, 2024 23:28 IST
today live news : જમ્મુ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગેરકાયદેસર રોહિંગ્યા વસાહતીઓની કોઈ હાજરી નથી - બીએસએફ
સુરક્ષા એજન્સીઓની જાણ બહાર અજાણ્યા શખ્સો ફરી રહ્યા હોવાની શક્યતાને નકારી કાઢતા બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે જમ્મુ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગેરકાયદેસર રોહિંગ્યા વસાહતીઓની કોઈ હાજરી નથી. બીએસએફના જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ ડી.કે.બૂરાએ જણાવ્યું હતું કે જમ્મુ સરહદ હંમેશા સંવેદનશીલ રહી છે અને અમે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીએ છીએ, પછી ભલે તે બાંગ્લાદેશમાં હોય કે અન્યત્ર. અમારી પાસે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક (જમ્મુમાં) રહેતા રોહિંગ્યાઓ વિશે કોઈ માહિતી નથી. બીએસએફ અને અન્ય એજન્સીઓ સમગ્ર સરહદ પર કડક નજર રાખી રહી છે, જ્યારે સરહદી પોલીસ પણ અંતરિયાળ વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
- Dec 13, 2024 22:03 IST
today live news : સંધ્યા થિયેટર દુર્ઘટના રાજ્ય અને સ્થાનિક વહીવટનો ખરાબ વ્યવસ્થાનો સ્પષ્ટ મામલો - અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કર્યું કે કોંગ્રેસના મનમાં સર્જનાત્મક ઉદ્યોગ માટે કોઈ સન્માન નથી અને અલ્લુ અર્જુનની ધરપકડથી તે ફરી સાબિત થયું છે. સંધ્યા થિયેટર દુર્ઘટના એ રાજ્ય અને સ્થાનિક વહીવટનો ખરાબ વ્યવસ્થાનો સ્પષ્ટ મામલો છે. હવે આ દોષને હટાવવા માટે તે આ પ્રકારના પ્રચારના સ્ટંટમાં લિપ્ત છે.
- Dec 13, 2024 20:01 IST
today live news : કેનેડિયન મીડિયા દ્વારા ભારતને બદનામ કરવાનું વધુ એક ઉદાહરણ - રણધીર જયસ્વાલ
કેનેડાના લોકોને ભારતીય વિઝા આપવા અંગેના અહેવાલો પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું અમે આ સંબંધમાં મીડિયા અહેવાલો જોયા છે. આ કેનેડિયન મીડિયા દ્વારા ભારતને બદનામ કરવા માટેના ખોટા પ્રચાર અભિયાનનું વધુ એક ઉદાહરણ છે. ભારતીય વિઝા આપવા એ અમારું છે સાર્વભૌમ કાર્ય છે અને અમારી પાસે તેમને વિઝા આપવાથી ઇન્કાર કરવાનો કાયદેસરનો અધિકાર છે, જે અમારી ક્ષેત્રીય અખંડતાને કમજોર કરે છે. આ મામલે કેનેડાના મીડિયામાં જે ટિપ્પણીઓ અમે જોઈ છે તે ભારતના સંપ્રભુ મામલામાં વિદેશી હસ્તક્ષેપ સમાન છે.
- Dec 13, 2024 18:03 IST
today live news : અભિનેતા અલ્લુ અર્જુનને હાઇકોર્ટમાંથી જામીન, લોઅર કોર્ટે 14 દિવસની જેલ મોકલ્યો હતો
અભિનેતા અલ્લુ અર્જુનને હાઇકોર્ટમાંથી જામીન મળતા રાહત થઇ છે. આ પહેલા લોઅર કોર્ટે 14 દિવસની જેલ મોકલ્યો હતો. ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં એક મહિલાના મોતને લઈને હૈદરાબાદ પોલીસ દ્વારા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.
- Dec 13, 2024 16:48 IST
today live news : અલ્લુ અર્જુનને ઝટકો, લોઅર કોર્ટે 14 દિવસ માટે જેલમાં મોકલ્યો
અલ્લુ અર્જુનને 14 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. સુનાવણી બાદ લોઅર કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પુષ્પા 2 સ્ટાર માટે આ મોટા ઝટકો માનવામાં આવી રહ્યો છે. સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અભિનેતા અલ્લુ અર્જુનની સાથે સાત લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બે દિવસ પહેલા જ તેમની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. હાલ પૂરતું તો અભિનેતાના વકીલે એવો આગ્રહ સેવ્યો છે કે તમામ કાનૂની વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હાલ પૂરતું આ કેસમાં નીચલી કોર્ટનો ઝટકો લાગતાં હાઇકોર્ટમાં તાકીદે અરજી કરવામાં આવી છે. ત્યાં હજુ સુનાવણી ચાલી રહી છે.
- Dec 13, 2024 16:24 IST
today live news : અલ્લુ અર્જુનની ધરપકડ પર તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ શું કહ્યું
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 'પુષ્પા 2: ધ રૂલ'ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં એક મહિલાના મોતને લઈને હૈદરાબાદ પોલીસ દ્વારા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ પર કહ્યું કે મને જાણવા દો, પછી હું તમને કહીશ.
watch दिल्ली: तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने 'पुष्पा 2: द रूल' के प्रीमियर पर संध्या थिएटर में एक महिला की मौत पर हैदराबाद पुलिस द्वारा अभिनेता अल्लू अर्जुन की गिरफ्तारी पर कहा, "मुझे पता लगाने दीजिए, फिर मैं आपको बताऊंगा।" pic.twitter.com/ixL4qB2TIc
— ANI_HindiNews (@AHindinews) December 13, 2024
- Dec 13, 2024 13:16 IST
today live news : પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ
તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી છે.નાસભાગમાં એક 39 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના પુત્રની હાલત ગંભીર હતી.પોલીસે સંધ્યા થિયેટર મેનેજમેન્ટ, અભિનેતા અને તેની સુરક્ષા ટીમ સામે કેસ દાખલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસને અગાઉથી કોઈ સૂચના નહોતી કે ફિલ્મની ટીમ પ્રીમિયર માટે આવશે.
- Dec 13, 2024 11:22 IST
today live news : શેરબજારમાં ફરી બ્લેડ ફ્રાઇડે, સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો
શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે બની રહ્યો છે. ભારે વેચવાલીથી સેન્સેક્સમાં 1100 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો છે. સાર્વત્રિક વેચવાલીના દબાણથી બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 800 પોઇન્ટ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 550 પોઇન્ટ, સ્મોલકેપ ઈન્ડેક્સ 750 અને મિડકેપ ઈન્ડેક્સ 600 પોઇન્ટ તૂટ્યા હતા. શેરબજારમાં મોટા કડાકાથી વોલેટાઇલ ઇન્ડેક્સ એટલે કે VIX ઇન્ડેક્સ 9 ટકા વધ્યો હતો.
- Dec 13, 2024 11:22 IST
today live news : RBI ને બોમ્બે થી ઉડાવી દેવાની ધમકી, મુંબઇ પોલીસ દ્વારા તપાસ શરૂ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુરુવારે આરબીઆઈના સત્તાવાર ઇમેલ મારફતે આ ધમકી મળી હતી. ધમકીને ગંભીરતાથી લઇ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી છે. ધમકી ભર્યો ઇમેલ રશિયન ભાષામાં હતો. આરબીઆઈ દ્વારા ગુરુવારે બપોરે મુંબઇના માતા રામબાઇ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિના નામે પોલીસ ફરિયાદ નોંધી આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
- Dec 13, 2024 10:04 IST
today live news : સેન્સેક્સમાં 570 પોઇન્ટનો કડાકો, શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી
શેરબજાર સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના છેલ્લા દિવસે જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 81289 સામે શુક્રવારે ફ્લેટ 81212 ખુલ્યો હતો. જો કે બેન્કિંગ અને સ્ટીલ શેરમાં ભારે વેચવાલીના દબાણથી માર્કેટ તૂટ્યું હતું. સેન્સેક્સ 580 પોઇન્ટથી વધુના કડાકામાં 80700 લેવલ નીચે ઉતરી ગયું હતું. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24548 સામે આજે 24498 ખુલ્યો હતો. નિફ્ટી 175 પોઇન્ટના ઘટાડે 24373 લેવલ સ્પર્શ્યો થયો હતો. વેચવાલીના દબાણથી બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બેંક નિફ્ટી 463 પોઇન્ટ અને નિફ્ટી આઈટી 160 પોઇન્ટ ડાઉન હતા.
- Dec 13, 2024 10:02 IST
today live news : નલિયામાં બે ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું
ગુજરાતમાં પડી રહેલી ઠંડીના પગલે જનજીવન ઉપર અસર થઈ રહી છે. ગુજરાતમાં ગુરુવારે નોંધાયેલા તાપમાન અંગે વાત કરીએ તો ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.5 ડિગ્રી, રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 13, 2024 10:01 IST
today live news : દિલ્હીની શાળાઓને ફરીથી બોમ્બની ધમકી મળી
દિલ્હીની ખાનગી શાળાઓને ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા દિલ્હી પબ્લિક સ્કૂલ, સલવાન સ્કૂલ, મોડર્ન સ્કૂલ અને ઈસ્ટ ઑફ કૈલાશની કેમ્બ્રિજ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ પુષ્ટિ કરી કે ભટનાગર ઈન્ટરનેશનલ સ્કૂલ માટે સવારે 4.21 વાગ્યે, કેમ્બ્રિજ સ્કૂલ માટે સવારે 6.23 વાગ્યે અને ડીપીએસ અમર કોલોની માટે સવારે 6.35 વાગ્યે બોમ્બ કોલ આવ્યો હતો. એટલું જ નહીં, તેણે કહ્યું કે હજુ પણ ઘણા કોલ આવી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us