Gujarati News 13 January 2025 : ગાંદરબલથી લેહ સુધીનો પ્રવાસ સરળ બનશે, PM મોદીએ Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 January 2025: PM નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું. ગાંદરબલથી લેહ સુધીની સફર ઘણી સરળ બનશે. ટનલ 6.5 કિલોમીટર લાંબી છે. 2700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે

Written by Ankit Patel
Updated : January 13, 2025 23:21 IST
Gujarati News 13 January 2025 : ગાંદરબલથી લેહ સુધીનો પ્રવાસ સરળ બનશે, PM મોદીએ Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું
Z ટર્ન ટનલ - photo X @OmarAbdullah

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 January 2025, આજના તાજા સમાચાર: PM નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ-કાશ્મીરમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું છે, ગાંદરબલથી લેહ સુધીની સફર ઘણી સરળ બનશે. પ્રાદેશિક વિકાસને ધ્યાનમાં રાખીને, આ એક ટનલને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવી રહી છે, કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ ઘણો સુધારો થશે. સોનમર્ગમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઝેડ મોડ ટનલ 6.5 કિલોમીટર લાંબી છે. 2700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કેરળના યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં કેરળના એક યુવાનનું મોત થયું છે અને તેનો સંબંધી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મૃતકની ઓળખ બિનિલ ટીબી (32) તરીકે થઈ છે. બિનિલ ટીબી કેરળના થ્રિસુર જિલ્લાના વડક્કનચેરીનો રહેવાસી હતો. ઇજાગ્રસ્તની ઓળખ જૈન ટીકે (27) તરીકે થઈ છે, જે પણ આ જ વિસ્તારનો રહેવાસી છે. થોડા દિવસ પહેલા બિનિલના પરિવારને જાણતારી મળી હતી કે ડ્રોન હુમલામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે પરંતુ પરિવારના લોકો તેમના સુધી પહોંચી શક્યા ન હતો.

જાપાનમાં 6.6 તીવ્રતાનો ભૂકંપના આંચકો

જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. EMSC ના મત જાપાનના ક્યુશુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 37 કિલોમીટર (23 માઇલ) હતી.

નલિયામાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યું, ઠંડુગાર

ગુજરાતમાં બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં 5.6 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છ ડિગ્રી તાપમાન ઘટીને 5.6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Live Updates

Today Live news : રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહાર કર્યો

રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની સીલમપુર રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ઉપર પણ પ્રહાર કર્યો હતો. તેમણે દિલ્હીમાં મોંઘવારી માટે આ બંને નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આ બંને નેતાઓ અદાણી અને અંબાણી વિરુદ્ધ કંઈ બોલતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશમાં ગરીબ લોકોની ભાગીદારી નથી. મોદીજી અને કેજરીવાલજીએ મોંઘવારી ઘટાડવાનો વાયદો કર્યો હતો પરંતુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. શ્રીમંત લોકો વધુ શ્રીમંત બની રહ્યા છે અને ગરીબ લોકો વધુ ગરીબ થઈ રહ્યા છે. અદાણી અને અંબાણી જેવા કેટલાક અબજોપતિઓ દેશને નિયંત્રિત કરી રહ્યા છે. શું તમે ક્યારેય મોદીજી અને કેજરીવાલજીને તેમની વિરુદ્ધ બોલતા જોયા છે? તેઓ એક શબ્દ પણ બોલતા નથી.

Today Live news : પીએમ મોદીએ લોહડી સમારોહમાં ભાગ લીધો

પીએમ મોદીએ દિલ્હીમાં નારાયણા વિહારમાં આયોજીત લોહડી સમારોહમાં ભાગ લીધો

Today Live news : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કેરળના યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં કેરળના એક યુવાનનું મોત થયું છે અને તેનો સંબંધી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મૃતકની ઓળખ બિનિલ ટીબી (32) તરીકે થઈ છે. બિનિલ ટીબી કેરળના થ્રિસુર જિલ્લાના વડક્કનચેરીનો રહેવાસી હતો. ઇજાગ્રસ્તની ઓળખ જૈન ટીકે (27) તરીકે થઈ છે, જે પણ આ જ વિસ્તારનો રહેવાસી છે. થોડા દિવસ પહેલા બિનિલના પરિવારને જાણતારી મળી હતી કે ડ્રોન હુમલામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે પરંતુ પરિવારના લોકો તેમના સુધી પહોંચી શક્યા ન હતો.

Today Live news :જાપાનમાં 6.6 તીવ્રતાનો ભૂકંપના આંચકો

જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. EMSC ના મત જાપાનના ક્યુશુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 37 કિલોમીટર (23 માઇલ) હતી.

Today Live news : પીએમ મોદીએ Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યા પછી તેનું નિરીક્ષણ કર્યું

જમ્મુ અને કાશ્મીર: સોનમર્ગમાં Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.

Today Live news :તમે ક્રાઉડફંડિંગ વિશે કેટલી પ્રામાણિકતા સાથે વાત કરો છો: સંદીપ દીક્ષિત

દિલ્હીના સીએમ અને AAP નેતા આતિશીએ વિધાનસભા ચૂંટણી લડવા માટે ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કર્યા પછી, નવી દિલ્હી સીટના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે ANIને જણાવ્યું કે ક્રાઉડફંડિંગનો અર્થ શું છે. દીક્ષિતે કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા પેઇડ સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી દરેક બૂથ પર 11-12 સ્વયંસેવકો છે. દરેક સ્વયંસેવકને 500-700 રૂપિયા આપવામાં આવે છે. આ ખર્ચ દરેક સીટ પર 3-4 કરોડ રૂપિયા છે. આમ આદમી પાર્ટી મર્યાદા કરતા 3-4 ગણો વધુ ખર્ચ કરી રહી છે, તો તમે કઈ પ્રામાણિકતા અને ક્રાઉડફંડિંગની વાત કરો છો?

ડોલર સામે રૂપિયા 27 પૈસા તૂટી ઐતિહાસિક તળિયે, 2 વર્ષનો સૌથી મોટો ઘટાડો

ડોલર સામે રૂપિયામાં 2 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોમવાર 13 જાન્યુઆરીના રોજ યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 27 પૈસા ઘટી 86.31 થયો હતો. જે ડોલર સામે રૂપિયામાં બે વર્ષનો સૌથી મોટો એક દિવસયી ઘટાડો અને અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 18 પૈસા ઘટી 86.04 બંધ થયો હતો. આજે સોમવારે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ પર ડોલર સામે રૂપિયો 86.12 ખુલ્યો હતો. માર્કેટ ખુલવાની સાથે જ રૂપિયો તૂટ્યો અને 86.31 ઓલટાઇમ લો થયો હતો.

શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 76000 નીચે, ઝોમેટો 3 ટકા તૂટ્યો

શેરબજાર માટે સોમવાર ફરી બ્લેક મન્ડે બની શકે છે. શેરબજારમાં કડાકા સાથે ડોલર સામે રૂપિયો 23 પૈસા તૂટી 86.27ના ઐતિહાસિક તળિયે ગયો હતો. સોમવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 77378 સામે મોટા ઘટાડે આજે 76629 ખુલ્યો હતો. ખુલતાની સાથે સેન્સેક્સ નીચામાં 76535 થયો હતો, જે પાછલા બંધ સામે 843 પોઇન્ટનો ઇન્ટ્રા ડે કડાકો છે. જો કે નીચા લેવલથી માર્કેટ રિકવર થયું 350 પોઇન્ટના ઘટાડે 77000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી પાછલા બંધ 23431 સામે આજે 23195 ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી નિફ્ટી 250 પોઇન્ટ તૂટી 23172 સુધી ઘટ્યો હતો. સેન્સેક્સના ટોપ લૂઝરમાં ઝોમેટો 3 ટકા, મહિન્દ્રા ઓટો, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા અને કોટક બેંકના શેર 1 થી 2 ટકા સુધી તૂટ્યા હતા.

Today Live news : પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું

મહાકુંભની શરુઆત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પોષ પુર્ણિમા પર પવિત્ર સ્નાનની સાથે જ આજે પ્રયાગરાજની પુણ્યભૂમિ પર મહાકુંભનો શુભારંભ થયો છે. આપણી આસ્થા અને સંસ્કૃતિથી જોડાયેલો દિવ્ય અવસર પર હું શ્રદ્ધાળુઓનું હૃદયથી વંદન અને અભિનંદન કરું છું. ભારતીય આધ્યાત્મિક પરંપરાના આ વિરાટ ઉત્સહ પર દરેકને જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે એવી કામના કરું છું.

Today Live news : 60 લાખ લોકોએ લગાવી આસ્થાની ડુબકીઃ ડીજીપી પ્રશાંત

ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે મહાકુંભ 2025 આજથી શરુ થયો છે. લગભગ 60 લાખ લોકોએ આસ્થાની ડુબકી લગાવી છે. આ વખતે આસ્થા અને આધુનિક્તાનો સંગમ છે.અમે પારંપરિક પોલીસ વ્યવસ્થા ઉપરાંત શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા આપી છે. વધુમાં વધુ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પુષ્પ વર્ષા પણ થશે. બધુ સુચારુ અને નિર્બાધ રૂપથી ચાલી રહ્યું છે. આ વખત કુંભ ભવ્ય, દિવ્ય, ડિજિટલ અને સુરક્ષિત રહેશે. અને આ માટે દરેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Today Live news : સપ્તાહની શરૂઆતમાં જ સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો

આજે જ્યારે સેન્સેક્સ ખુલ્યો ત્યારે આ આંકડો 77,378.91 પર ચાલી રહ્યો હતો એટલે કે 749.01 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ થોડીવારમાં જ 834 પોઈન્ટનો ઘટાડો સીધો 76,535 પર પહોંચી ગયો હતો. નિફ્ટીની વાત કરીએ તો, તે 23,432.50 પર બંધ થયો હતો, પરંતુ આજે તે લપસી ગયો અને 23195.40 પર શરૂ થયો, ત્યારબાદ આ આંકડો વધુ ઘટ્યો અને 23,172.70 સુધી તૂટી ગયો.

Today Live news : ડોલર સામે રૂપિયો 23 પૈસા ઘટ્યો, અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર

ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સારા સમાચાર નથી, ડોલર સામે રૂપિયો ઘણો નબળો થઈ ગયો છે, હવે તે સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ડૉલરના મુકાબલે રૂપિયો 23 પૈસા ઘટીને 86.27 પર પહોંચી ગયો છે. આની ઉપર શેરબજારમાં પણ મોટો ડૂબકી લગાવી દીધી છે, ખુલતાની સાથે જ બજાર તૂટ્યું છે. એક તરફ સેન્સેક્સ 830 પોઈન્ટ્સ અને નિફ્ટી 247 પોઈન્ટ્સ તૂટ્યો છે.

Today Live news : ગાંદરબલથી લેહ સુધીનો પ્રવાસ સરળ બનશે, PM મોદી આજે Z મોડ ટનલનું ઉદ્ઘાટન કરશે

PM નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ-કાશ્મીરમાં ઝેડ મોર ટનલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, ગાંડાબલથી લેહ સુધીની સફર ઘણી સરળ થઈ રહી છે. PM મોદી સવારે 10 વાગ્યે શતકડી પહોંચશે, તેમની સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ સ્થળ પર હાજર રહેશે. પ્રાદેશિક વિકાસને ધ્યાનમાં રાખીને, આ એક ટનલને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવી રહી છે, કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ ઘણો સુધારો થશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઝેડ મોડ ટનલ 6.5 કિલોમીટર લાંબી છે. 2700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. સીએમ ઓમરે કહ્યું છે કે તેઓ પીએમ મોદીનું દિલથી સ્વાગત કરશે, ઝોજિલા ટનલ જલ્દી બને તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સોનમર્ગને ગુલમર્ગની જેમ વિકસાવવો જોઈએ, જે કાશ્મીરમાં બીજું સ્કીઇંગ સ્થળ બની રહ્યું છે.

Today Live news : નલિયામાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યું

ગુજરાતમાં બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં 5.6 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છ ડિગ્રી તાપમાન ઘટીને 5.6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Today Live news : આજે મહાકુંભનું પ્રથમ સ્નાન, ભક્તો સંગમમાં ડુબકી લગાવશે

વિશ્વની સૌથી મોટી ધાર્મિક ઘટના અને સનાતન આસ્થાના મહાન તહેવાર મહા કુંભ 2025નો આજથી પ્રારંભ થયો છે. લગભગ દોઢ મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશ અને દુનિયામાંથી લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવવાની આશા છે. આ ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં અમૃત સ્નાન કરશે. યોગી સરકાર ભક્તો પર ફૂલ વરસાવશે. આ સાથે સંગમના કિનારે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ કલ્પવાસ કરશે, જે એક પ્રાચીન પરંપરા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ