/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Arvind-Kejriwal-Case-Updates.jpg)
અરવિંદ કેજરીવાલ કેસ અપડેટ્સ (ફોટો - એક્સપ્રેસ, પીટીઆઈ)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 July 2024 LIVE, આજના તાજા સમાચાર: લોકસભા ચૂંટણી બાદ દેશ વધુ એક ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આજે એટલે કે 13મી જુલાઈએ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવાના છે.તો હવામાન વિભાગ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ પણ વધી રહી છે
દિલ્હીના કથિત એક્સાઈઝ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ આમ આદમી પાર્ટીનું સંકટ સમાપ્ત થઈ રહ્યું નથી કારણ કે કેજરીવાલ જામીન મળ્યા બાદ પણ જેલમાંથી બહાર આવી શક્યા નથી. કેજરીવાલની જામીન અરજી પર 17 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 6 મહિના બાકી છે. આવી સ્થિતિમાં જો કેજરીવાલ જલ્દીથી જેલમાંથી બહાર નહીં આવે તો વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કમાન કોણ સંભાળશે તે એક મોટો પ્રશ્ન છે.
7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકનું આજે પરિણામ
લોકસભા ચૂંટણી બાદ દેશ વધુ એક ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આજે એટલે કે 13મી જુલાઈએ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવાના છે. ફરી એકવાર NDA અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ગાઢ મુકાબલો છે, ઘણી સીટો પર રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે.
દેશમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ચોમાસાના વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
- Jul 13, 2024 14:39 IST
નાઈજિરિયામાં સ્કૂલની ઈમારત ધરાશાયી થતાં 22 વિદ્યાર્થીના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
અંદાજે 8 લાખ જેટલાં ભારતીયોની વસતી ધરાવતા નાઈજિરિયાથી દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં એક સ્કૂલની ઈમારત ધરાશાયી થઈ હતી. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22થી વધુ વિદ્યાર્થી મૃત્યુ થયા છે. જ્યારે 100થી વધુને રેસ્ક્યૂ કરાયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- Jul 13, 2024 13:29 IST
AAPનું સંકટ ઓછું નથી થઈ રહ્યું, અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ પણ વધી રહી છે
દિલ્હીના કથિત એક્સાઈઝ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ આમ આદમી પાર્ટીનું સંકટ સમાપ્ત થઈ રહ્યું નથી કારણ કે કેજરીવાલ જામીન મળ્યા બાદ પણ જેલમાંથી બહાર આવી શક્યા નથી. કેજરીવાલની જામીન અરજી પર 17 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.
- Jul 13, 2024 13:20 IST
જમ્મુ-કાશ્મીરના એલજીને મળી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર જેવી સત્તા
જમ્મુ-કાશ્મીરમાં સંભવિત વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે હવે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019માં સુધારો કરીને લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે લેફ્ટનન્ટ ગવર્નરને પોલીસ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબતોમાં વધુ સત્તા મળશે અને તેમના કામનો વ્યાપ પણ વધશે.
- Jul 13, 2024 11:29 IST
આજે નવસારીમાં વરસાદની તોફાની બેટિંગ, ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે આજે સવારથી જ વરસાદે દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને નવસારીમાં મેઘરાજેએ ધબધબાટી બોલાવી દીધી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કૂલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને નવસારીના ગણદેવીમાં પોણા છ ઈંચ વરસાદ પડ્યો હતો.
- Jul 13, 2024 10:17 IST
આજનો શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Saturday-horoscope.jpg)
આજે શનિવાર, 13 જુલાઈ 2024 નો દિવસ તમારા માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Jul 13, 2024 10:10 IST
દેશમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ અને વીજળી સાથે ચોમાસાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ચોમાસાના વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
- Jul 13, 2024 10:09 IST
7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકનું આજે પરિણામ
લોકસભા ચૂંટણી બાદ દેશ વધુ એક ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આજે એટલે કે 13મી જુલાઈએ 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવાના છે. ફરી એકવાર NDA અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ગાઢ મુકાબલો છે, ઘણી સીટો પર રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us