/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/PM-Narendra-Modi-NSA-Ajit-Doval.jpg)
પીએમ નરેન્દ્ર મોદી અને અજીત ડોભાલ (Express Photo by Anil Sharma)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 June 2024 Highlight, આજના તાજા સમાચાર: લોકસભા ચૂંટણીમાં બનાસકાઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. જોકે, આ સમયે તેઓ વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. જોકે, ગેની બેને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. સાંસદ બનતા ગેનીબેને ધારાસભ્ય પદથી રાજીનામું આપીને હવે સંસદમાં તેઓ પ્રતિનિધિત્વ કરશે.
પીએમ મોદીની કોર ટીમમાં કોઈ ફેરફાર નહીં, ડોભાલ NSA ચીફ, પીકે મિશ્રા PM ના સચિવ તરીકે યથાવત્
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજી ટર્મમાં પણ કોર ટીમમાં કોઈ ફેરફાર થવાનો નથી. અજીત ડોભાલ સતત સતત ત્રીજી વખત NSA ચીફ તરીકે યથાવત્ રહેશે. બીજી તરફ પીકે મિશ્રા પીએમના સચિવની ભૂમિકા નિભાવશે.
જમ્મુ કાશ્મીરમાં ચોથા દિવસે પણ આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા હંમેશા ચિંતાનું કારણ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ ઘાટીમાં ઘણી જગ્યાએ ફરી આતંક ફેલાવ્યો છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 4 દિવસમાં ચાર આતંકવાદી ઘટનાઓ સામે આવી છે. આ ચાર આતંકવાદી હુમલામાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો અને બે આતંકીઓ માર્યા ગયા હતા. ચારેય આતંકી હુમલામાં સેનાના જવાનો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. ખીણમાં 4 દિવસમાં આ ચાર આતંકવાદી ઘટનાઓ ક્યાંથી પ્રકાશમાં આવી છે તે અહીં જાણો.
કુવૈત ક્રાઉન પ્રીન્સે આપ્યા તપાસના આદેશ
કુવૈતના અમીર શેખ મેશલ અલ- અહમદ અલ- જબર અલ સબાહે આગની દુર્ઘટનામાં અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં જવાબદાર લોકોને દોષી ઠેરવવાની વાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કુવૈત આગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 49 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના ભારતીય નાગરિક છે. એજન્સી પ્રમાણે દુર્ઘટનાના પીડિતોના પરિવારોને મોકલવામાં આવેલા શોક સંદેશમાં અમીરે પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ્ય થવાની દુઆ કરી હતી.
- Jun 13, 2024 23:29 IST
ભાજપે 3 રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી
ભાજપે હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
भाजपा ने हिमाचल प्रदेश, मध्य प्रदेश और उत्तराखंड विधानसभा उपचुनावों के लिए उम्मीदवारों की सूची जारी की। pic.twitter.com/Jx77nyk4yG
— ANI_HindiNews (@AHindinews) June 13, 2024
- Jun 13, 2024 22:19 IST
26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે
સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની છે. મોદીએ 9 જૂને વડાપ્રધાન પદના શપથ લીધા હતા. હવે લોકસભાના સ્પીકરની ચૂંટણી પર પણ સૌની નજર ટકેલી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. આ પછી રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન 27 જૂને સવારે 11 વાગ્યે શરૂ થશે. એટલે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પહેલા લોકસભાના તમામ સાંસદોને શપથ લેવડાવવામાં આવશે અને નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. 24 અને 25 જૂને પ્રોટેમ સ્પીકર તમામ નવા સાંસદોને શપથ લેવડાવશે.
- Jun 13, 2024 21:25 IST
બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર
બેંગલુરુની એક અદાલતે ગુરુવાર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી સામે સગીર છોકરીની છેડતી કરવા બદલ FIR નોંધવામાં આવી હતી. યેદિયુરપ્પાએ આ કેસમાં કર્ણાટક હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી શુક્રવારે થશે.
- Jun 13, 2024 19:14 IST
પીએમ મોદી ઇટાલી જવા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી જવા રવાના થયા છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર પીએમ મોદી 14 જૂને G7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા ઇટાલીના અપુલિયા જશે. સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी इटली के लिए रवाना हुए।
इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी के निमंत्रण पर प्रधानमंत्री मोदी 14 जून को जी7 आउटरीच शिखर सम्मेलन में भाग लेने के लिए इटली के अपुलिया जा रहे हैं। शिखर सम्मेलन के दौरान दोनों नेताओं के बीच द्विपक्षीय बैठक होगी। pic.twitter.com/CuQjALyvpn— ANI_HindiNews (@AHindinews) June 13, 2024
- Jun 13, 2024 18:38 IST
નાગપુર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5 લોકોના ઘટના સ્થળે જ મોત
નાગપુરની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. ચામુંડા ગનપાઉડર કંપનીમાં તે સમયે બ્લાસ્ટ થયો જ્યારે કામદારો વિસ્ફોટક સામગ્રી પેક કરી રહ્યા હતા. હવે આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ત્યાં જોરદાર અવાજ આવ્યો હતો, તેમાં 10 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. અત્યાર સુધીમાં પાંચ કામદારોના મોત થયાના અહેવાલ છે.
- Jun 13, 2024 17:39 IST
પીએમ મોદીની કોર ટીમમાં કોઈ ફેરફાર નહીં, અજીત ડોભાલ NSA ચીફ, પીકે મિશ્રા PM ના સચિવ તરીકે યથાવત્ રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજી ટર્મમાં પણ કોર ટીમમાં કોઈ ફેરફાર થવાનો નથી. અજીત ડોભાલ સતત સતત ત્રીજી વખત NSA ચીફ તરીકે યથાવત્ રહેશે. બીજી તરફ પીકે મિશ્રા પીએમના સચિવની ભૂમિકા નિભાવશે.
- Jun 13, 2024 16:57 IST
જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વચ્ચે પીએમ મોદીએ રિવ્યૂ મિટિંગ કરી
જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમે વર્તમાન સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી વાતચીત કરી છે. આ સિવાય એલજી મનોજ સિન્હા સાથે ચર્ચા કરી છે.
- Jun 13, 2024 15:40 IST
નીતિન ગડકરીએ લાલા કૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
#WATCH केंद्रीय मंत्री नितिन गडकरी ने भारत रत्न और वरिष्ठ भाजपा नेता लालकृष्ण आडवाणी से नई दिल्ली स्थित उनके आवास पर मुलाकात की।
(सोर्स: नितिन गडकरी का सोशल मीडिया) pic.twitter.com/V9EAYjquUw— ANI_HindiNews (@AHindinews) June 13, 2024
- Jun 13, 2024 14:29 IST
ગેનીબેન ઠાકોરનું ધારાસભ્ય પદેથી રાજીનામું
લોકસભા ચૂંટણીમાં બનાસકાઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. જોકે, આ સમયે તેઓ વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. જોકે, ગેની બેને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે.
- Jun 13, 2024 13:19 IST
અજીત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભાની પેટા ચૂંટણીમાં બીનહરીફ ચૂંટાયા
અજીત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્ર રાજ્યસભાની પેટા ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. તેઓ આ ચૂંટણીમાં બીનહરીફ ચૂંટાયા હતા. બારામતીમાં ચૂંટણી હારી ગયા બાદ હવે રાજ્યસભા માટે માર્ગ મોકળો થયો છે.
- Jun 13, 2024 12:10 IST
જમ્મુ-કાશ્મીરમાં 4 દિવસમાં 4 આતંકી હુમલા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા હંમેશા ચિંતાનું કારણ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ ઘાટીમાં ઘણી જગ્યાએ ફરી આતંક ફેલાવ્યો છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 4 દિવસમાં ચાર આતંકવાદી ઘટનાઓ સામે આવી છે. આ ચાર આતંકવાદી હુમલામાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો.
- Jun 13, 2024 12:08 IST
NEET પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
NEET પરીક્ષા પરિણામ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. NEET પરીક્ષા (NEET પરીક્ષા કૌભાંડ)માં ગોટાળા અંગે દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. NTA એ NEET માં ગ્રેસ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપ્યો છે. આ રીતે હવે 1563 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે.
- Jun 13, 2024 10:59 IST
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પર છેતરપિંડીનો આરોપ
એક વેપારીએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મુંબઈ સેશન્સ કોર્ટે પોલીસને બંને સામેના આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
- Jun 13, 2024 09:26 IST
G7 સમિટમાં ભાગ લેવા ઈટલી જશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 50મી જી7 સમિટમાં ભાગ લેવા માટે ઈટલી જવા રવાના થશે. ઈટલી પ્રવાસ દરમિયાન તેઓ યજમાન પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે. સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા પછી વડાપ્રધાન મોદીનો પહેલો વિદેશી પ્રવાસ છે.
- Jun 13, 2024 09:24 IST
કુવૈત રવાના થયા MoS કીર્તિવર્ધન
કુવૈતમાં બિલ્ડિંગમાં લાગેલી ભયાનક આગમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થયા છે. આગમાં મોટભાગના ભારતીય લોકોના મોત થયા છે. જેના પગલે વિદેશ મંત્રાલયના એમઓએસ કીર્તિ વર્ધન સિંહ નવી દિલ્હીથી કુવૈત જવા માટે રવના થયા છે.
- Jun 13, 2024 09:06 IST
આજે અમદાવાદમાં 42 ડિગ્રી સુધી પહોંચશી ગરમીનો પારો
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહશે. શહેરમાં મેક્સીમમ યુવી ઈન્ડેક્સ 5 મોડરેટ રહેશે.
- Jun 13, 2024 08:40 IST
રાષ્ટ્રપતિએ લાલ કિલ્લા પર હુમલો કરનારા આતંકીએ દયાની અરજી નકારી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના લાલ કિલ્લા પર હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાકની દયા અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે મુર્મુએ તેમના કાર્યકાળમાં બીજી વખત દયા અરજી ફગાવી હતી.
- Jun 13, 2024 08:08 IST
ગુરુવારનો દિવસ 12 રાશિના લોકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/thursday-horoscope-.jpg)
આજે 13 જૂન 2024 ગુરુવારનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું તમારું રાશિફળ.
- Jun 13, 2024 08:01 IST
કુવૈત ક્રાઉન પ્રીન્સે પીડિત પરિવારનો પાઠવી સાંત્વના
એજન્સી પ્રમાણે દુર્ઘટનાના પીડિતોના પરિવારોને મોકલવામાં આવેલા શોક સંદેશમાં અમીરે પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ્ય થવાની દુઆ કરી હતી.
- Jun 13, 2024 08:00 IST
કુવૈત ક્રાઉન પ્રીન્સે આપ્યા તપાસના આદેશ
કુવૈતના અમીર શેખ મેશલ અલ- અહમદ અલ- જબર અલ સબાહે આગની દુર્ઘટનામાં અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં જવાબદાર લોકોને દોષી ઠેરવવાની વાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કુવૈત આગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 49 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના ભારતીય નાગરિક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us