Gujarati News 13 March 2024 Highlights: હરિયાણાના પૂર્વ સીએમ ખટ્ટરે કરનાલ સીટ પરથી રાજીનામું આપ્યું, નાયબ સિંહ સૈની પેટા ચૂંટણી લડશે

India Gujarat Today Latest News in Gujarati Highlights , Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 March 2024 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રૂ. 1.25 લાખ કરોડના મૂલ્યના 3 સેમિકન્ડક્ટર ઉદ્યોગોનો શિલાન્યાસ કર્યો. અહીં વાંચો આજના તાજા સમાચાર

India Gujarat Today Latest News in Gujarati Highlights , Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 March 2024 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રૂ. 1.25 લાખ કરોડના મૂલ્યના 3 સેમિકન્ડક્ટર ઉદ્યોગોનો શિલાન્યાસ કર્યો. અહીં વાંચો આજના તાજા સમાચાર

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Haryana CM Manohar Lal Khattar

હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર - photo - X @mlkhattar

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 13 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 13 માર્ચ 2024, બુધવાર છે. આજના દિવસના મુખ્ય સમાચારોની વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાની બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતમાંથી સાત ઉમેદવારો જાહેર થયા છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ શીટ શેયરિંગ ફોર્મૂલા નક્કી થઈ છે. બીજી તરફ સીએએ લઈને દેશમાં કેટલાભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. આજે રાજ્ય અને દેશ દુનિયામાં બનતી તમામ ઘટનાઓની અપડેટ્સ અહીં વાંચો.

Advertisment

PM મોદીએ ₹1.25 લાખ કરોડના 3 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રૂ. 1.25 લાખ કરોડના મૂલ્યના 3 સેમિકન્ડક્ટર ઉદ્યોગોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે દેશના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી, આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ગુજરાતના સાણંદ અને આસામના મોરીગાંવમાં ટેસ્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.

caa rules, modi government ,caa rules notification
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

સીએએ લાગુ કર્યા બાદ દેશમાં ક્યાંક ક્યાંક વિરોધ

લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકારે દેશમાં સીએએ લાગુ કરી દીધો છે. જેના પગલે કેટલાક રાજ્યોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશના મુસલમાનોને આશ્વાસન આપ્યું છે કે સીએએથી તેમનો કોઈ નુકસાન થવાનું નથી. ભારતીય મુસ્લિમોએ સીએએ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેનાથી તેમની નાગરિકતા પર કોઈ અસર થશે નહીં.

Advertisment

હરિયાણાના પૂર્વ સીએમ ખટ્ટરે કરનાલ સીટ પરથી રાજીનામું આપ્યું, નાયબ સિંહ સૈની પેટા ચૂંટણી લડશે

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બુધવારે ગૃહમાં કરનાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે નવા સીએમ નાયબ સૈની માટે આ સ્થાન ખાલી છે. વિધાનસભા દરમિયાન તેમણે કહ્યું કે હું કરનાલનો ધારાસભ્ય છું જ્યારે નાયબ સૈનીએ હજુ સુધી વિધાનસભાની ચૂંટણી લડી નથી. તેમણે પણ ચૂંટણી લડવાની છે. તેથી હું આજે આ ગૃહમાં જાહેરાત કરું છું કે હું કરનાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપું છું. હવે નાયબ સૈની કરનાલ મતવિસ્તારની સંભાળ લેશે.

  • Mar 13, 2024 23:48 IST

    નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદે જેપી નડ્ડા સાથે મુલાકાત કરી

    ઉત્તર પ્રદેશના મંત્રી અને નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) March 13, 2024



  • Mar 13, 2024 22:41 IST

    મહારાષ્ટ્ર - નીતિન ગડકરીની ઉમેદવારીની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી

    નાગપુર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઉમેદવારીની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) March 13, 2024



  • Mar 13, 2024 21:42 IST

    અફઘાનિસ્તાનમાં 5.3 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ

    અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી

    — ANI_HindiNews (@AHindinews) March 13, 2024



  • Mar 13, 2024 19:26 IST

    લોકસભા ચૂંટણી 2024 : ભાજપની બીજી યાદી જાહેર, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ

    lok sabha election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નીતિન ગડકરીને નાગપુરથી ટિકિટ આપી છે. જ્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતના 7 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, વડોદરાથી રંજન ભટ્ટ, વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

    — BJP (@BJP4India) March 13, 2024



  • Mar 13, 2024 18:56 IST

    જો તેઓ અમારા 200 થી 300 કરોડ રૂપિયા રોકશે તો ચૂંટણી કેવી રીતે થશે - મલ્લિકાર્જુન ખડગે

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમારી પાર્ટીનું ખાતું બંધ કરી દેવામાં આવ્યું છે. જો તેઓ અમારા 200 થી 300 કરોડ રૂપિયા રોકશે તો ચૂંટણી કેવી રીતે થશે. આ સિવાય અમારી પાસે ચાર ખાતા છે. યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, દિલ્હી અને AICC. , જો તમામ ખાતા બંધ કરી દેવામાં આવે તો શું તે નિષ્પક્ષ ચૂંટણી છે?

    — ANI_HindiNews (@AHindinews) March 13, 2024



  • Mar 13, 2024 18:06 IST

    બિહારમાં ચિરાગ પાસવાન સાથે ભાજપની સીટ શેરિંગ ફાઇનલ થઇ ગઇ

    લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે હું પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આજે એનડીએ સાથેનું અમારું જૂનું ગઠબંધન ફરી મજબૂત થયું છે. લોકસભાની ચૂંટણીને લઇને સીટોની વહેંચણી થઈ ગઈ છે અને ગઠબંધનનું સ્વરૂપ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આ પ્રસંગે હું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું.

    — ANI_HindiNews (@AHindinews) March 13, 2024



  • Mar 13, 2024 17:33 IST

    શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ - મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર

    જમ્મુ: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે અમે અહીં જમ્મુ અને કાશ્મીર અને સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ રીતે અને મહત્તમ ભાગીદારી સાથે ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

    — ANI_HindiNews (@AHindinews) March 13, 2024



  • Mar 13, 2024 16:19 IST

    અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 60 ઉમેદવારોની યાદી જાહેર કરી

    અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 60 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સીએમ પેમા ખાંડુ મુક્તો (ST) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

    — ANI_HindiNews (@AHindinews) March 13, 2024



  • Mar 13, 2024 15:43 IST

    હરિયાણાના પૂર્વ સીએમ ખટ્ટરે કરનાલ સીટ પરથી રાજીનામું આપ્યું, નાયબ સિંહ સૈની પેટા ચૂંટણી લડશે

    હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બુધવારે ગૃહમાં કરનાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે નવા સીએમ નાયબ સૈની માટે આ સ્થાન ખાલી છે. વિધાનસભા દરમિયાન તેમણે કહ્યું કે હું કરનાલનો ધારાસભ્ય છું જ્યારે નાયબ સૈનીએ હજુ સુધી વિધાનસભાની ચૂંટણી લડી નથી. તેમણે પણ ચૂંટણી લડવાની છે. તેથી હું આજે આ ગૃહમાં જાહેરાત કરું છું કે હું કરનાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપું છું. હવે નાયબ સૈની કરનાલ મતવિસ્તારની સંભાળ લેશે.



  • Mar 13, 2024 13:44 IST

    મુંબઈની હોટલમાંથી અમેરિકન નાગરિકનો મૃતદેહ મળ્યો

    મુંબઈમાં JW મેરિયોટ હોટલના એક રૂમમાંથી 62 વર્ષીય અમેરિકન નાગરિકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે એડીઆર હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી JW મેરિયટ હોટલમાં બની હતી.



  • Mar 13, 2024 13:36 IST

    PM મોદીએ ₹1.25 લાખ કરોડના 3 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રૂ. 1.25 લાખ કરોડના મૂલ્યના 3 સેમિકન્ડક્ટર ઉદ્યોગોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે દેશના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી, આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ગુજરાતના સાણંદ અને આસામના મોરીગાંવમાં ટેસ્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.



  • Mar 13, 2024 13:35 IST

    એસબીઆઈનું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું એફિડેવિટ

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. આ એફિડેવિટ SBIના ચેરમેન દિનેશ કુમાર ખારા વતી દાખલ કરવામાં આવી છે. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે બેંકે સુપ્રીમ કોર્ટ દ્વારા 15 ફેબ્રુઆરીએ આપેલા આદેશનું પાલન કર્યું છે. તમને જણાવી દઈએ કે એસબીઆઈએ એક પેન ડ્રાઈવમાં બે પીડીએફ ફાઈલ બનાવીને સુપ્રીમ કોર્ટ સાથે આ માહિતી શેર કરી છે. બંને પીડીએફ ફાઇલો પાસવર્ડથી સુરક્ષિત છે.



  • Mar 13, 2024 12:29 IST

    વિપક્ષે CAA પર જુઠ્ઠાણાનું રાજકારણ બંધ કરવું જોઈએ : રવિશંકર પ્રસાદ

    બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે વિપક્ષી નેતાઓને ઠપકો આપ્યો છે જેઓ CAAને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વિપક્ષ સીએએને લઈને સતત ભ્રમણા ફેલાવી રહ્યો છે. વિપક્ષે જુઠ્ઠાણાનું રાજકારણ બંધ કરવું જોઈએ. CAAને કારણે કોઈની નાગરિકતા નહીં જાય, કોઈની નોકરી પર કોઈ ખતરો નથી.



  • Mar 13, 2024 11:40 IST

    સીએમ અરવિંદ કેજરીવાલે CAAને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું

    કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ-CAA લાગુ કરી દીધું છે. આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ CAA પર સવાલ ઉઠાવ્યા છે અને તેને ગેરકાયદે ગણાવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દેશના યુવાનોને નોકરી ન આપવાને બદલે ભાજપ સરકાર પાકિસ્તાનના લોકોને નાગરિકતા આપીને નોકરીઓ આપશે.



  • Mar 13, 2024 11:34 IST

    હરિયાણા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહી શરુ

    હરિયાણા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહી શરુ થઈ ગઈ છે. પ્રદેશના નવા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની આજે વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે.



  • Mar 13, 2024 11:27 IST

    યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં બિડેન-ટ્રમ્પ ફરી એકબીજાનો સામનો કરશે

    વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના અંતમાં અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારો તરીકે તેમનું નામાંકન સુરક્ષિત કરી લીધું છે. મતલબ કે આગામી ચૂંટણીમાં જો બિડેન અને ટ્રમ્પ વચ્ચે મુકાબલો થશે.



  • Mar 13, 2024 11:24 IST

    દિલ્હીમાં કેન્સરની નકલી દવાઓ બનાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ

    દિલ્હી-NCRમાં નકલી દવાઓ બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી દવાઓનું ઉત્પાદન અને સપ્લાય કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે.



  • Mar 13, 2024 11:23 IST

    CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી

    કેન્દ્ર સરકારે 11 માર્ચે દેશભરમાં CAA લાગુ કર્યો હતો. ત્યારબાદથી જ વિપક્ષની પાર્ટીઓ સતત વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જી આજે CAAના વિરોધમાં સિલિગુડીમાં રેલી કરશે.



  • Mar 13, 2024 10:29 IST

    સુનાવણી પહેલા કૃષ્ણજન્મભૂમિના પક્ષને પાકિસ્તાન તરફથી ધમકી મળી

    મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષના વકીલ આશુતોષ પાંડેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે. તેઓ વૃંદાવનથી હાઈકોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.



  • Mar 13, 2024 09:48 IST

    હરિયાણામાં આજે સૈની સરકારની 'અગ્નિ પરીક્ષા', બહુમતી સાબિત કરવી પડશે

    હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે ગઠબંધન તોડી નાખ્યું છે અને રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહને નવા સીએમ બનાવ્યા છે. નાયબ સિંહ સૈનીએ મંગળવારે રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા. હવે હરિયાણાની નવી સરકારે આજે સવારે 11 વાગ્યે વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે.



  • Mar 13, 2024 09:40 IST

    રાજકોટ ભાવનગર પર અકસ્માત, ત્રણના મોત

    રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના બાલખવડ ગામ પાસે અકસ્માતની ઘટના બની છે. અહીં કાર ચાલકે બાઇક પર જતા મામા અને બે ભાણેજને અડફેટે લીધાં હતાં. જેના પગલે મામા અને બે ભાણેજ સહિત ત્રણના મોત નીપજ્યા હતા.



  • Mar 13, 2024 09:36 IST

    CAA નો વિરોધ યથાવત, કેજરીવાલ કરશે પ્રેસ કોન્ફરન્સ

    કેન્દ્ર સરકારે દેશમાં સીએએ લાગુ કર્યા બાદ વિરોધ શરુ થયો છે જે શાંત પડવાનું નામ નથી લેતો. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.



  • Mar 13, 2024 09:29 IST

    ગ્રેટર નોઈડામાં ગૌર સિટી પાસે એક ઢાબામાં ભીષણ આગ લાગી

    ગ્રેટર નોઈડામાં ગૌર શહેર નજીક એક ઢાબામાં ભીષણ આગ ફાટી નીકળી છે. છ ઢાબા અને બે દુકાન આગની લપેટમાં આવી છે.



  • Mar 13, 2024 08:57 IST

    અધીર રંજન ચૌધરીએ સરકારને પત્ર લખ્યો

    તાજેતરમાં જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા રાજીનામું આપી દીધું હતું. ગોયલે શુક્રવારે ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપી દીધું હતું, ચૂંટણી પંચે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી તેના થોડા દિવસો પહેલા જ નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેના નામોને અંતિમ સ્વરૂપ આપવા માટે વડા પ્રધાનની અધ્યક્ષતાવાળી સમિતિ 15 માર્ચ, 2024ના રોજ બેઠક કરશે. આ પહેલા અધીર રંજન ચૌધરીએ સરકારને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે બેઠક પહેલા ઈસી માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવેલા પ્રોફાઇલ મોકલો.



  • Mar 13, 2024 08:30 IST

    દર વર્ષે 17 સપ્ટેમ્બરે ઉજવાશે હૈદરાબાદ મુક્તિ દિવસ

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે દર વર્ષે 17 સપ્ટેમ્બરે 'હૈદરાબાદ મુક્તિ દિવસ' ઉજવવાની જાહેરાત કરી હતી. ભારત સરકારે આ દિવસની ઉજવણી કરવાનો અને દાયકાઓ પહેલા હૈદરાબાદને આઝાદ કરાવનારા શહીદોને યાદ કરીને યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રગટાવવાનો નિર્ણય લીધો છે.

    https://twitter.com/ANI/status/1767733190389624876?



  • Mar 13, 2024 08:07 IST

    ગુજરાતીઓ આકરી ગરમી માટે તૈયાર રહો

    હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ દર્શાવી છે. આગામી દિવસોમાં આકરી ગરમી પડશે.



  • Mar 13, 2024 08:06 IST

    આજનો બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 13 માર્ચ 2024, બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે? અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ