Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 April 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 14 એપ્રિલ, 2024 રવિવાર છે. આજના સમાચારની વાત કરીયે તો ઈરાને ઈઝરાયલ પર ડોન મિસાઇલ હુમલો કર્યો છે. જેના કારણે મિડલ ઇસ્ટમાં ફરી અશાંતિ ઉભી થઇ છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિએ બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે તેનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જે એક રીતે ચૂંટણી ઢંઢેરો છે. ગૂજરાતમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર અને આક્રમક બન્યો છે. આજે રવિવારે સાંજે રાજકોટના મોરબી રોડ સ્થિત રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. ગુજરાત, દેશ અને દુનિયાના તમામ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ અહીં વાંચો.
કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી
Congress Candidates List: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટીએ નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે, તે ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે. કોંગ્રેસે દિલ્હીના ચાંદની ચોકથી જેપી અગ્રવાલ, નોર્થ ઇસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમાર, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપી છે. આ સિવાય પંજાબના અમૃતસરથી ગુરજીત સિંહ, જાલંધરથી ચરણજીત સિંહ ચન્ની, ફતેહગઢ સાહિબથી અમર સિંહ, બઠિંડાથી જીત મોહિન્દર સિંહ સિદ્ધુ, સંગરૂરથી સુખપાલ સિંહ ખૈરા, પટિયાલાથી ધર્મવીર ગાંધી અને અલ્હાબાદથી ઉજ્જવલ રેવતી રમણ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
પીએમ મોદી એ ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપનો સંકલ્પ જાહેર કર્યો છે, જે એક પ્રકારનો ચૂંટણી ઢંઢેરો છે. પીએમ મોદીએ પાર્ટી મુખ્યાલયમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેને એક પ્રકારનો ચૂંટણી ઢંઢેરો છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.





