/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/delhi-CM-arvind-kejriwal.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ - photo - AAP
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 August 2024 Highlights, આજના તાજા સમાચાર: દિલ્હીના મુખ્યમંત્રીને અરવિંદ કેજરીવાલને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતા વચગાળાના જામીન આપવાથી ઇન્કાર કરી દીધો હતો. જામીન અરજી નકારી કાઢી હતી. મુખ્યમંત્રીની સીબીઆઈ દ્વારા કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે સંબંધિત કેસોમાં ધરપકડ કરવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચ આ કેસની સુનાવણી કરશે. આ કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી તેમની બીજી અરજી પર પણ બેંચ સુનાવણી કરશે. દિલ્હી હાઈકોર્ટે 5 ઓગસ્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટના નિર્ણય સામે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. 12 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે તેમને આ જ કેસમાં ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ અંગે વચગાળાના જામીન આપ્યા હતા. જો કે, તે હજુ પણ જેલમાં છે કારણ કે તેની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી.
- Aug 14, 2024 22:26 IST
પેરિસ ઓલિમ્પિક 2024 : વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે, અરજી ફગાવી દીધી
ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરીસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ મળશે નહી. કોર્ટ ઓફ એટ્રિબ્યુશન ફોર સ્પોર્ટસે વિનેશ ફોગાટની યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ સામેની અપીલને ફગાવી દીધી છે. ભારતીય ઓલિમ્પિક સંઘે આ નિર્ણયની પુષ્ટિ કરી છે. વિનેશ પાસે હજી પણ આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે.
- Aug 14, 2024 20:54 IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું - 14મી ઓગસ્ટે આપણો દેશ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે
દિલ્હી: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું આજે 14મી ઓગસ્ટે આપણો દેશ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે. આ ભાગલાની ભયાનકતાને યાદ કરવાનો દિવસ છે. જ્યારે આપણા મહાન રાષ્ટ્રનું વિભાજન થયું ત્યારે લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી પડી હતી. લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ તેના એક દિવસ પહેલા તે અભૂતપૂર્વ માનવીય ત્રાસદીને યાદ કરીએ છીએ અને તે પરિવારો સાથે એક જુટ થઈને ઊભા રહીએ છીએ, જે છિન્ન-ભિન્ન કરી દીધા હતા.
#WATCH दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा, "आज, 14 अगस्त को, हमारा देश विभाजन विभीषिका स्मृति दिवस मना रहा है। यह विभाजन की भयावहता को याद करने का दिन है। जब हमारे महान राष्ट्र का विभाजन हुआ, तब लाखों लोगों को मजबूरन पलायन करना
पड़ा। लाखों लोगों को अपनी जान गंवानी पड़ी।… pic.twitter.com/92PFUxzemC— ANI_HindiNews (@AHindinews) August 14, 2024
- Aug 14, 2024 19:01 IST
અભિષેક મનુ સિંઘવી તેલંગાણાથી રાજ્યસભા જશે, કોંગ્રેસ બનાવ્યા ઉમેદવાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેલંગાણાથી રાજ્યસભા માટે આગામી પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અભિષેક મનુ સિંઘવીના ઉમેદવારીપત્રને મંજૂરી આપી દીધી છે.
- Aug 14, 2024 18:18 IST
જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાથી આખો દેશ સ્તબ્ધ - રાહુલ ગાંધી
કોલકાતામાં ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાથી આખો દેશ ગુસ્સામાં છે. હવે રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે કોલકાતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ભયાનક ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. તેની સાથે થયેલા ક્રૂર અને અમાનવીય કૃત્યનું એક પછી એક વાત બહાર આવી રહી છે તેના કારણે ડોક્ટર્સ કમ્યુનિટી અને મહિલાઓમાં અસુરક્ષાનો માહોલ છે.
- Aug 14, 2024 17:07 IST
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે મોર્ની મોર્કેલને જવાબદારી મળી
ભારતીય ક્રિકેટ ટીમને નવો બોલિંગ કોચ મળ્યો છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ની મોર્કેલને પારસ મ્હામ્બ્રેના અનુગામી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મોર્ની મોર્કેલનો કાર્યકાળ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ કાર્યવાહક બોલિંગ કોચ સાઈ બહુતુલે સાથે ગઈ હતી. હેડ કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં અભિષેક નાયર, ટી દિલીપ અને ભૂતપૂર્વ ડચ ખેલાડી રાયન ટેન ડોશ્ચેટ સામેલ છે.
- Aug 14, 2024 16:52 IST
જેડીયુ નેતા રામ જતન સિન્હા કોંગ્રેસમાં જોડાયા
પૂર્વ જેડીયુ નેતા રામ જતન સિન્હા પાર્ટી નેતા પવન ખેડાની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયા.
#WATCH दिल्ली: पूर्व जेडी(यू) नेता राम जतन सिन्हा पार्टी नेता पवन खेड़ा की मौजूदगी में कांग्रेस में शामिल हुए। pic.twitter.com/BBNcye8nkL
— ANI_HindiNews (@AHindinews) August 14, 2024
- Aug 14, 2024 14:25 IST
જમ્મુ-કાશ્મીરના ડોડામાં આર્મી ઓફિસર શહીદ
સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ડોડા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યા બાદ સુરક્ષા દળોએ એમ4 રાઈફલ કબજે કરી છે. આ સાથે ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી છે. આ એન્કાઉન્ટરમાં સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સના એક કેપ્ટનના શહીદ થવાના સમાચાર સામે આવ્યા છે. એવી આશંકા છે કે આ એન્કાઉન્ટરમાં કોઈ આતંકી ઘાયલ થઈ શકે છે. મળતી માહિતી મુજબ અસારમાં નદીના કિનારે આતંકીઓ છુપાયેલા છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
- Aug 14, 2024 11:58 IST
અરવિંદ કેજરીવાલને ન મળ્યા વચગાળાના જામીન
દિલ્હીના મુખ્યમંત્રીને અરવિંદ કેજરીવાલને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતા વચગાળાના જામીન આપવાથી ઇન્કાર કરી દીધો હતો. જામીન અરજી નકારી કાઢી હતી.
- Aug 14, 2024 11:51 IST
કોલકત્તા રેપ કેસના આરોપીને ક્રાઈમ બ્રાંચ ઓફિસ પહોંચી સીબીઆઈ
કોલકત્તા રેપ મર્ડર કેસમાં આરોપીને ક્રાઈમ બ્રાંચ સીબીઆઈ કાર્યાલય પહોંચી હતી. 9 ઓગસ્ટનો કોલકાત્તાની આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા ડોક્ટરની લાશ મળી હતી. સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડ્યૂટી ઉપર તૈનાત 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ રેજિડેંટ ડોક્ટરના 8 ઓગસ્ટની રાત કથિત તરીકે યૌન શૌષણ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓને ચેસ્ટ મેડિસિન વિભાગના સેમિનાર હોલમાં દ્વિતીય વર્ષની વિદ્યાર્થિની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી હતી.
- Aug 14, 2024 10:48 IST
શેખ હસીનાના પૂર્વ મંત્રી અને સલાહકારની ધરપકડ
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટમાંથી ભાગી જતાં ધરપકડ કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા.
- Aug 14, 2024 10:47 IST
ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપેરશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના તાલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
- Aug 14, 2024 10:39 IST
ગાંધીનગરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન વખતે ડૂબી જતાં ત્રણના મોત
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીમાં દશામાતાની મૂર્તિ વિસર્જન વખતે ત્રણ લોકો ડૂબ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.
- Aug 14, 2024 09:35 IST
બિહારમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા
બિહારના પટણામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટણા સિટીના આલમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી. પોલીસ તપાસમાં જાણકારી મળી કે ભાજપ નેતા અજય શાહને ગત રાતે 10 વાગ્યાની આજુબાજુ તેમના ઘરની નજીકમાં જ ગોળી ધરબી દેવામાં આવી હતી.
- Aug 14, 2024 08:53 IST
આજે ગુજરાતના 13 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2024, બુધવારના દિવસે ગુજરતાના 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહદો, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ પડશે.
- Aug 14, 2024 07:57 IST
આજનો બુધવાર તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/wednesday-horoscope.jpg)
આજે 14 ઓગસ્ટ 2024, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. તમામ 12 રાશિના જાતકો અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ.
- Aug 14, 2024 07:55 IST
અરવિંદ કેજરીવાલ માટે મોટો દિવસ
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને તેમના વકીલોને આશા હશે કે કોર્ટ તેમને પણ રાહત આપી શકે છે. કેજરીવાલના વકીલ, વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ દલીલ કરી હતી કે સીબીઆઈ દ્વારા ધરપકડ 'વીમા ધરપકડ' છે.
- Aug 14, 2024 07:54 IST
અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. મુખ્યમંત્રીની સીબીઆઈ દ્વારા કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે સંબંધિત કેસોમાં ધરપકડ કરવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચ આ કેસની સુનાવણી કરશે. આ કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી તેમની બીજી અરજી પર પણ બેંચ સુનાવણી કરશે. દિલ્હી હાઈકોર્ટે 5 ઓગસ્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us