Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 July 2024 Highlights, આજના તાજા સમાચાર: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન ફાયરિંગ થયું છે. આ ઘટના બાદ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું વેડિંગ રિસેપ્શન છે. જેમા દેશ અને દુનિયાભરમાંથી પ્રખ્યાત હસ્તીઓ હાજરી આપશે. હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. વાંચો ગુજરાત, દેશ, દુનિયા, મનોરંજન, વેપાર, ક્રિકેટના લેટેસ્ટ લાઇવ અપડેટ…
જમ્મુ કાશ્મીર – ભારતીય સેનાએ ઘુસણખોરી નિષ્ફળ બનાવી, 3 આતંકવાદીઓને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પર ભારતીય સેનાએ ઘુસણખોરી નિષ્ફળ બનાવી છે. ભારતીય સેનાએ રવિવારે 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, શંકાસ્પદ બેના મોત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘાયલ થયા છે. તે પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ ઘટના બાદ તરત જ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેમને તરત જ સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા. ટ્રમ્પના કાનમાંથી લોહી નીકળ્યું હતું. આ ઘટનાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. જો બાઇડેને ઇમરજન્સી મિટિંગ બોલાવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની પીએમ મોદીનું નિવેદનઃ રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઇ સ્થાન નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની દુનિયાભરના દેશોએ નિંદા કરી છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ચિંતિત છું. આ ઘટનાની કડક નિંદા કરું છે. રાજકારણ અને લોકતંત્રમાં હિંસાને કોઇ સ્થાન નથી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છે. અમારી સંવદેના અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવાર, ઘાયલ અને અમેરિકાના લોકો સાથે છે.





