Gujarati News 14 June 2024 Highlight : સિક્કિમમાં વાદળ ફાટવાથી 6 ના મોત, 15 વિદેશીઓ સહિત 1200 પ્રવાસીઓ ફસાયા

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 June 2024 : સિક્કિમ સરકારે જણાવ્યું હતું કે મંગન જિલ્લામાં વાદળ ફાટવાને કારણે બુધવારે રાત્રે 220 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. સરકારે જણાવ્યું કે છ લોકોના મોત થયા છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
sikkim cloud burst, sikkim, cloud burst

સિક્કિમમાં મંગન જિલ્લામાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 June 2024 Highlight, આજના તાજા સમાચાર: G7માં ભાગ લેવા માટે પીએમ મોદી ઈટાલી પહોંચી ગયા છે, આજે એટલે કે શુક્રવારે તેઓ વિશ્વના ઘણા મોટા નેતાઓ સાથે મહત્વપૂર્ણ મીટિંગ કરી છે. બીજી તરફ કુવૈત આગ દુર્ઘટનામાં મોતને ભેટેલા ભારતીય નાગરિકોને ભારત પર લાવવામાં આવ્યા છે. અહીં વાંચો આજના તાજા સમાચાર

Advertisment

ઇટાલીમાં ભારતની ચૂંટણી પર પીએમ મોદીએ કહ્યું - આ આખા લોકતાંત્રિક વિશ્વની જીત છે

ઇટાલીમાં G-7 સમિટના આઉટરીચ સત્રમાં તેમના સંબોધન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા અઠવાડિયે તમારામાંથી ઘણા લોકો યુરોપિયન સંસદની ચૂંટણીમાં વ્યસ્ત હતા. થોડા મહિના પહેલા ભારતમાં ચૂંટણીનો સમય હતો. ટેક્નોલોજીના સર્વવ્યાપક ઉપયોગે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવી છે. આ મારું સદ્ભાગ્ય છે કે ભારતના લોકોએ મને સતત ત્રીજી તેમની સેવા કરવાની તક આપી છે. ભારતના લોકોએ ઐતિહાસિક જીતના રૂપમાં જે આશીર્વાદ આપ્યા છે તે સમગ્ર લોકશાહીની જીત છે. આ આખા લોકતાંત્રિક વિશ્વની જીત છે.

સિક્કિમમાં વાદળ ફાટવાથી 6 ના મોત, 15 વિદેશીઓ સહિત 1200 પ્રવાસીઓ ફસાયા

સિક્કિમમાં મંગન જિલ્લામાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે. 15 વિદેશી પર્યટકો સહિત ઘણા પ્રવાસીઓ પણ ફસાયા છે. સિક્કિમ સરકારે જણાવ્યું હતું કે મંગન જિલ્લામાં વાદળ ફાટવાને કારણે બુધવારે રાત્રે 220 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. સરકારે જણાવ્યું કે છ લોકોના મોત થયા છે.

Advertisment

સિક્કિમના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર મંગન શહેરથી લગભગ 50 કિમી દૂર લાચુંગ ગામમાં 1200 થી વધુ સ્થાનિક પ્રવાસીઓ અને 15 વિદેશી નાગરિકો (બાંગ્લાદેશના 10, નેપાળના ત્રણ અને થાઇલેન્ડના બે) ફસાયેલા છે.

અમરેલીના સુરગપરામાં નાની બાળકી 45-50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, બચાવ કામગીરી શરુ

અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમા પડી ગઇ છે. દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ હતી. બોરવેલમાં 50 ફૂટની ઊંડાઈ એ બાળકી ફસાઇ છે. આ ઘટનાના પગલે તાલુકા મામલતદાર તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું છે. બોરવેલમાં ઓક્સિજન પાઇપ નાખવામાં આવી છે.

ઈટલીમાં પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ભારત G-7 સમિટમાં 'આઉટરીચ રાષ્ટ્ર' તરીકે ભાગ લઈ રહ્યું છે. ઇટાલી ગયેલા પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. આ પછી તેમણે બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી.

46 મૃતદેહો લઈ ભારતીય વિમાન કોચી એરપોર્ટ પહોંચ્યુ

કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા 45 ભારતીયોના મૃતદેહ લઈને IAFનું વિમાન ભારત આવી ગયું છે. આગની ઘટના બાદ ભારત સરકારે વિદેશ મંત્રાલયના MoS કીર્તિ વર્ધન સિંહને કુવૈત મોકલ્યા હતા. કેરળ સરકારે કુવૈતમાં માર્યા ગયેલા લોકોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એર્નાકુલમના કલેક્ટર એનએસકે ઉમેશે જણાવ્યું હતું કે, "કેરળના સીએમ પિનરાઈ વિજયન, રાજ્યના મંત્રીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. દરેક મૃતદેહ માટે વિશેષ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે મૃતદેહોને તેમના ઘરે સરળતાથી લઈ જવાની ખાતરી કરીશું."

કુવૈત આગ દુર્ઘટના : ભારતના 46 મૃતકો ક્યાના?

  • કેરળના 23
  • તમિલનાડુમા 07
  • ઉત્તર પ્રદેશના 04
  • આંધ્ર પ્રદેશના 03
  • બિહારના 02
  • ઓડિસાના 02
  • ઝારખંડના 01
  • કર્ણાટકના 01
  • મહારાષ્ટ્રના 01
  • પંજાબના 01
  • પશ્વિમ બંગાળના 01

દિલ્હીમાં જળ સંકટ યથાવત લોકોનો પાણી માટે સંઘર્ષ

દિલ્હીમાં લોકો હજુ પણ જળ સંકટનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે સવારે, ફરી એકવાર રાજધાની નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાંથી પાણીની રાહ જોતા લોકોની લાંબી કતારોની તસવીરો સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીના નેતા દેવેન્દ્ર યાદવે ગુરુવારે કહ્યું કે તેમની પાર્ટી દિલ્હીના તમામ 280 બ્લોકમાં પાણીની ગંભીર કટોકટી સામે વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હી સરકારે ગુરુવારે દાવો કર્યો હતો કે દિલ્હીમાં દરરોજ 50 મિલિયન ગેલન (MGD) પાણીની અછત છે અને લોકોને પાણીનો બગાડ ન કરવા વિનંતી કરી છે.

  • Jun 14, 2024 23:34 IST

    પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ 2024માંથી બહાર

    વરસાદને કારણે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ધોવાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ટોસ પણ થયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ થતા જ અમેરિકા 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોચી ગયું છે. બીજી તરફ પાકિસ્તાનના અભિયાનનો અંત આવ્યો છે. પાકિસ્તાન હવે તેની છેલ્લી લીગ મેચમાં જીત મેળવશે તો પણ તે ક્વોલિફાય થઇ શકશે નહીં.

  • Jun 14, 2024 22:47 IST

    ઇટાલીમાં ભારતની ચૂંટણી પર પીએમ મોદીએ કહ્યું - આ આખા લોકતાંત્રિક વિશ્વની જીત છે

    ઇટાલીમાં G-7 સમિટના આઉટરીચ સત્રમાં તેમના સંબોધન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા અઠવાડિયે તમારામાંથી ઘણા લોકો યુરોપિયન સંસદની ચૂંટણીમાં વ્યસ્ત હતા. થોડા મહિના પહેલા ભારતમાં ચૂંટણીનો સમય હતો. ટેક્નોલોજીના સર્વવ્યાપક ઉપયોગે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવી છે. આ મારું સદ્ભાગ્ય છે કે ભારતના લોકોએ મને સતત ત્રીજી તેમની સેવા કરવાની તક આપી છે. ભારતના લોકોએ ઐતિહાસિક જીતના રૂપમાં જે આશીર્વાદ આપ્યા છે તે સમગ્ર લોકશાહીની જીત છે. આ આખા લોકતાંત્રિક વિશ્વની જીત છે.

  • Jun 14, 2024 21:05 IST

    સિક્કિમમાં વાદળ ફાટવાથી 6 ના મોત, 15 વિદેશીઓ સહિત 1200 પ્રવાસીઓ ફસાયા

    સિક્કિમમાં મંગન જિલ્લામાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે. 15 વિદેશી પર્યટકો સહિત ઘણા પ્રવાસીઓ પણ ફસાયા છે. સિક્કિમ સરકારે જણાવ્યું હતું કે મંગન જિલ્લામાં વાદળ ફાટવાને કારણે બુધવારે રાત્રે 220 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. સરકારે જણાવ્યું કે છ લોકોના મોત થયા છે.

    સિક્કિમના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર મંગન શહેરથી લગભગ 50 કિમી દૂર લાચુંગ ગામમાં 1200 થી વધુ સ્થાનિક પ્રવાસીઓ અને 15 વિદેશી નાગરિકો (બાંગ્લાદેશના 10, નેપાળના ત્રણ અને થાઇલેન્ડના બે) ફસાયેલા છે.

  • Jun 14, 2024 19:05 IST

    પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી

    — ANI_HindiNews (@AHindinews) June 14, 2024

  • Jun 14, 2024 18:26 IST

    ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું

    ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું, ભારત G-7 સમિટમાં 'આઉટરીચ રાષ્ટ્ર' તરીકે ભાગ લઈ રહ્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) June 14, 2024

  • Jun 14, 2024 17:17 IST

    અમરેલીના સુરગપરામાં નાની બાળકી 45-50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, બચાવ કામગીરી શરુ

    અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમા પડી ગઇ છે. દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ હતી. બોરવેલમાં 50 ફૂટની ઊંડાઈ એ બાળકી ફસાઇ છે. આ ઘટનાના પગલે તાલુકા મામલતદાર તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું છે. બોરવેલમાં ઓક્સિજન પાઇપ નાખવામાં આવી છે.

  • Jun 14, 2024 16:37 IST

    પીએમ મોદીએ ઇટાલીમાં ઇંગ્લેન્ડના વડા પ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી

    — ANI_HindiNews (@AHindinews) June 14, 2024

  • Jun 14, 2024 15:53 IST

    પીએમ મોદીએ ઇટાલીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

    — ANI_HindiNews (@AHindinews) June 14, 2024

  • Jun 14, 2024 14:34 IST

    દિલ્હી કોર્ટે તપાસ એજન્સીને ફટકાર લગાવી

    દિલ્હીમાં વિવાદાસ્પદ આબકારી નીતિ અને કથિત દારૂ કૌભાંડના આરોપમાં ED દ્વારા કિંગ પિન જાહેર કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં છે. ન્યાયિક કસ્ટડીમાં છે. સીએમની અરજી પર સુનાવણી કરતા દિલ્હીની કોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે ED તિહાર જેલમાં સીએમ કેજરીવાલના મેડિકલ ચેકઅપને લગતી અરજીઓ સામે વાંધો ઉઠાવી શકે નહીં.

  • Jun 14, 2024 13:02 IST

    કુવૈત આગ દુર્ઘટના : ભારતના 46 મૃતકો ક્યાના?

  • કેરળના 23
  • તમિલનાડુમા 07
  • ઉત્તર પ્રદેશના 04
  • આંધ્ર પ્રદેશના 03
  • બિહારના 02
  • ઓડિસાના 02
  • ઝારખંડના 01
  • કર્ણાટકના 01
  • મહારાષ્ટ્રના 01
  • પંજાબના 01
  • પશ્વિમ બંગાળના 01

  • Jun 14, 2024 12:16 IST

    ભારતીય વાયુ સેનાનું વિમાન 46 મૃતદેહો લઈ કોચી એરપોર્ટ પહોંચ્યું

    કુવૈત બિલ્ડિંગ આગ દુર્ઘટનામાં મોતને ભેટલા 46 ભારતીય નાગરિકોના મૃતદેહો લઈને ભારતીય વાયુ સેનાનું વિમાન કોચી એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. જ્યાંથી મૃતદેહોને પરિવારને શોંપવામાં આવશે.

    — IEGujarati (@IeGujarati) June 14, 2024

  • Jun 14, 2024 10:04 IST

    દિલ્હીમાં જળ સંકય યથાવત લોકોનો પાણી માટે સંઘર્ષ

    દિલ્હીમાં લોકો હજુ પણ જળ સંકટનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે સવારે, ફરી એકવાર રાજધાની નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાંથી પાણીની રાહ જોતા લોકોની લાંબી કતારોની તસવીરો સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીના નેતા દેવેન્દ્ર યાદવે ગુરુવારે કહ્યું કે તેમની પાર્ટી દિલ્હીના તમામ 280 બ્લોકમાં પાણીની ગંભીર કટોકટી સામે વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હી સરકારે ગુરુવારે દાવો કર્યો હતો કે દિલ્હીમાં દરરોજ 50 મિલિયન ગેલન (MGD) પાણીની અછત છે અને લોકોને પાણીનો બગાડ ન કરવા વિનંતી કરી છે.

  • Jun 14, 2024 09:57 IST

    45 મૃતદેહો સાથે કુવૈતથી ભારત આવી રહ્યું છે IAF વિમાન

    કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા 45 ભારતીયોના મૃતદેહ લઈને IAFનું વિમાન ભારત આવી રહ્યું છે. આગની ઘટના બાદ ભારત સરકારે વિદેશ મંત્રાલયના MoS કીર્તિ વર્ધન સિંહને કુવૈત મોકલ્યા હતા. કેરળ સરકારે કુવૈતમાં માર્યા ગયેલા લોકોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

  • Jun 14, 2024 09:20 IST

    કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈયારીઓ

    કુવૈતમાં ભીષણ આગમાં હોમાયેલા ભારતીય મજૂરોના મૃતદેહોને વતન લાવવા માટે એરફોર્સનું હર્ક્યુલસ વિમાન કુવૈત જવા માટે રવાના થયું છે. તો બીજી તરફ કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મૃતદેહોને રિસિવ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  • Jun 14, 2024 08:35 IST

    ભારતીય મજૂરોના મૃતદેહ વિલંબ કર્યા વિના તેમના પરિવારો સુધી પહોંચશે

    કુવૈતમાં આગની ઘટનામાં 45 ભારતીય મજૂરોના મોત થયા છે. ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દિલ્હીના હિંડન એરબેઝથી કુવૈત જવા રવાના થયું છે જેથી જીવ ગુમાવનારા કામદારોના મૃતદેહો પરત લાવવામાં આવે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું હર્ક્યુલસ એરક્રાફ્ટ કુવૈત માટે રવાના થઈ ગયું છે અને આવતીકાલે પરત ફરે તેવી અપેક્ષા છે.

  • Jun 14, 2024 08:31 IST

    G7 આટલું શક્તિશાળી કેવી રીતે છે?

    અત્યારે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું G7 ખરેખર એટલું શક્તિશાળી છે? જાણકારી માટે તમને જણાવી દઈએ કે G7 દેશો વિશ્વના GDPમાં 40% હિસ્સો ધરાવે છે. આ સિવાય વિશ્વ વેપારની વાત કરવામાં આવે તો G-7નો હિસ્સો 30 થી 35 ટકા જેટલો છે. એ પણ સમજવા જેવું છે કે હાલમાં વિશ્વ બેંક અને IMF પણ G7 દેશો છે. આર્થિક નીતિઓના મામલામાં પણ G7 દેશોના દરેક અભિપ્રાયને સ્વીકારવામાં આવે છે.

  • Jun 14, 2024 07:52 IST

    શુક્રવારનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે?

    આજે 14 જૂન 2024, શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ.

  • Jun 14, 2024 07:51 IST

    ઈટલીમાં પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

    પીએમ મોદી પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. જે બાદ તેમની બ્રિટિશ રાષ્ટ્રપતિ ઋષિ સડક સાથે પણ ચર્ચા થવાની છે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથેની તેમની મુલાકાત પણ નિશ્ચિત માનવામાં આવે છે. હવે પીએમ મોદી ઘણા નેતાઓને મળવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરવાના છે કે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આખરે ઇટાલિયન પીએમએ મુલાકાતે આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષો માટે ડિનર પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે, તેથી પીએમ મોદી પણ ત્યાં જવાના છે.

  • Jun 14, 2024 07:51 IST

    PM મોદી આજે G7 કોન્ફરન્સમાં ભાગ લેશે

    G7માં ભાગ લેવા માટે પીએમ મોદી ઈટાલી પહોંચી ગયા છે, આજે એટલે કે શુક્રવારે તેઓ વિશ્વના ઘણા મોટા નેતાઓ સાથે મહત્વપૂર્ણ મીટિંગ કરવાના છે. ઘણી દ્વિપક્ષીય વાતચીત નક્કી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ