/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Mamata-Banerjee.jpg)
તૃણમુલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. (Express Photo by Partha Paul)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 14 માર્ચ 2024, ગુરુવાર છે. ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કર્યા છે. જેમાં કઇ પાર્ટીને કેટલું ડોનેશન મળ્યું અને કોને ડોનેશન આપ્યું તે માહિતી સામે આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ભાવ ઘડાટ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો બરોબર માહોલ જામ્યો છે ત્યારે આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની આગાહી પણ હવામાન વિભાગે આપી છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ઈજા પહોંચી
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને માથામાં ઈજા પહોંચી છે. જાણકારી અનુસાર મમતા બેનર્જી પોતાના ઘરના પરિસરમાં ચાલી રહ્યા હતા ત્યારે તે પડી ગયા હતા. જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને એસએસકેએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ તેના કપાળ પર ટાંકા લેવામાં આવશે. તૃણમૂલ (ટીએમસી) મમતા બેનર્જીના કપાળ પર થયેલી ઈજાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમના માથામાંથી લોહી નીકળતું જોવા મળે છે.
સપા નેતા ગાયત્રી પ્રજાપતિના લખનઉ અને મુંબઈ સહિત ઘણા સ્થળો પર ઈડીના દરોડા
ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા ગાયત્રી પ્રજાપતિના પરિસરમાં ઈડીએ દરોડા પાડ્યા છે. લખનઉ, અમેઠી અને મુંબઇમાં 13 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. 16 જાન્યુઆરીએ દરોડા દરમિયાન ઈડીને ગાયત્રી પ્રજાપતિ અને તેના પુત્રો દ્વારા રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણના પુરાવા મળ્યા હતા. પૂર્વ મંત્રીના અમેઠીના ઘરે દરોડા દરમિયાન ઇડીના ઘણા અધિકારીઓ હાજર છે. ઘરની બહાર સુરક્ષા દળો તૈનાત છે. અમેઠીના આવાસ વિકાસ કોલોની અને ગંગાગંજ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લખનઉમાં એક મહિલાના ઘરે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
લાહિરુ થિરિમાને રોડ અકસ્માતમાં ઘાયલ
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર લાહિરુ થિરિમાને ગુરુવારે સવારે કાર અકસ્માતનો શિકાર બન્યા હતા. લાહિરુ થિરિમાને તેમના પરિવાર સાથે કારમાં મંદિર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સામાન લઈ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. કારની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સેશન્સ કોર્ટના શરણે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કૌભાંડ મામલે સેશન્સ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેઓએ 16મી માર્ચે સુનાવણી માટે હાજર રહેવા રાઉઝ એવન્યુ કોર્ટના નિર્દેશ સામે ઉચ્ચ અદાલતમાં અરજી કરી છે. મની લોન્ડરિંગ કેસ અંગે EDની ફરિયાદ પર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા તેમને સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આ મામલામાં 16 માર્ચે સુનાવણી થવાની છે.
શાહજહાં શેખ પર EDની કાર્યવાહી, અનેક જગ્યાએ દરોડા
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED ટીમ પર હુમલાના માસ્ટરમાઈન્ડ શાહજહાં શેખ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સંદેશખાલી અને તેની આસપાસના વિસ્તારોમાં શાહજહાં શેખની જમીન હડપ કરવાના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. EDએ આ મામલે PMLA હેઠળ કેસ નોંધ્યો છે. ઘણી જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા છે.
- Mar 14, 2024 22:43 IST
પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા સસ્તુ થયું
Petrol Diesel Price Cut : લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલથી થોડીક રાહત આપી છે. ચૂંટણી પહેલા મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો દેશભરમાં લાગુ થશે. નોંધનિય છે કે, તાજેતરમાં જ રાજસ્થાનની ભાજપ સરકારે ઈંધણ બે ટકા વેટ ઘટાડ્યો છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો 15 માર્ચ, 2024ના રોજ સવારે 6 વાગેથી લાગુ થશે.
- Mar 14, 2024 21:41 IST
ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા પોતાની વેબસાઈટ પર જાહેર કર્યા
Electoral bonds data : ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા પોતાની વેબસાઈટ પર જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. તેના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. કેટલાક દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નિર્દેશ આપ્યો હતો કે નક્કી કરાયેલા સમયમાં ઇલેક્ટોરલ બોન્ડના બધા ડેટા જાહેર કરવામાં આવે. આ પછી બેંકે ચૂંટણી પંચને ડેટા આપ્યા હતા. જે હવે ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે.
- Mar 14, 2024 21:26 IST
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ઈજા પહોંચી, હોસ્પિટલમાં દાખલ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને માથામાં ઈજા પહોંચી છે. જાણકારી અનુસાર મમતા બેનર્જી પોતાના ઘરના પરિસરમાં ચાલી રહ્યા હતા ત્યારે તે પડી ગયા હતા. જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને એસએસકેએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ તેના કપાળ પર ટાંકા લેવામાં આવશે. તૃણમૂલ (ટીએમસી) મમતા બેનર્જીના કપાળ પર થયેલી ઈજાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમના માથામાંથી લોહી નીકળતું જોવા મળે છે.
Our chairperson @MamataOfficial sustained a major injury.
Please keep her in your prayers 🙏🏻 pic.twitter.com/gqLqWm1HwE— All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024
- Mar 14, 2024 20:35 IST
ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી
ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગેએ લોક કલ્યાણ માર્ગ (LKM) પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
#WATCH दिल्ली: भूटान के प्रधानमंत्री शेरिंग टोबगे ने लोक कल्याण मार्ग (LKM) पर प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की। pic.twitter.com/0BG20WAs3q
— ANI_HindiNews (@AHindinews) March 14, 2024
- Mar 14, 2024 19:08 IST
જેપી નડ્ડાની દિલ્હીમાં ભૂટાનના પીએમ દાશો શેરિંગ ટોબગે સાથે મુલાકાત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં ભૂટાનના પીએમ દાશો શેરિંગ ટોબગે સાથે મુલાકાત કરી
भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा ने दिल्ली में भूटान के प्रधानमंत्री दाशो शेरिंग टोबगे से मुलाकात की। pic.twitter.com/hARXPLkG3R
— ANI_HindiNews (@AHindinews) March 14, 2024
- Mar 14, 2024 18:40 IST
કેરળના મુખ્યમંત્રીએ કહ્યું - કેરળમાં CAA લાગુ કરવામાં આવશે નહીં
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જાહેરાત કરી કે કેરળમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામાં આવશે નહીં.
केरल के मुख्यमंत्री पिनाराई विजयन ने घोषणा की, "केरल में नागरिकता संशोधन अधिनियम(CAA) लागू नहीं किया जाएगा।" pic.twitter.com/NhIly8q4o1
— ANI_HindiNews (@AHindinews) March 14, 2024
- Mar 14, 2024 17:46 IST
પીએમ મોદીએ દિલ્હી મેટ્રો રેલ પ્રોજેક્ટ (ફેજ-4)ના બે કોરિડોરનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રો રેલ પ્રોજેક્ટ (ફેજ-4)ના બે વધારાના કોરિડોરનો શિલાન્યાસ કર્યો.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने दिल्ली मेट्रो रेल प्रोजेक्ट (फेज-4) के दो अतिरिक्त कॉरिडोर की आधारशिला रखी। pic.twitter.com/sYDEHRD1Kj
— ANI_HindiNews (@AHindinews) March 14, 2024
- Mar 14, 2024 16:33 IST
સપા નેતા ગાયત્રી પ્રજાપતિના લખનઉ અને મુંબઈ સહિત ઘણા સ્થળો પર ઈડીના દરોડા
ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા ગાયત્રી પ્રજાપતિના પરિસરમાં ઈડીએ દરોડા પાડ્યા છે. લખનઉ, અમેઠી અને મુંબઇમાં 13 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. 16 જાન્યુઆરીએ દરોડા દરમિયાન ઈડીને ગાયત્રી પ્રજાપતિ અને તેના પુત્રો દ્વારા રિયલ એસ્ટેટ કંપનીઓમાં રોકાણના પુરાવા મળ્યા હતા. પૂર્વ મંત્રીના અમેઠીના ઘરે દરોડા દરમિયાન ઇડીના ઘણા અધિકારીઓ હાજર છે. ઘરની બહાર સુરક્ષા દળો તૈનાત છે. અમેઠીના આવાસ વિકાસ કોલોની અને ગંગાગંજ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લખનઉમાં એક મહિલાના ઘરે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
- Mar 14, 2024 16:10 IST
પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર ભાજપમાં જોડાયા
કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ અને પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર આજે દિલ્હીમાં ભાજપમાં જોડાઈ ગયા.
#WATCH कांग्रेस से निलंबित सांसद और पंजाब के पूर्व सीएम अमरिंदर सिंह की पत्नी परनीत कौर आज दिल्ली में बीजेपी में शामिल हुईं। pic.twitter.com/JUEEzUTXRt
— ANI_HindiNews (@AHindinews) March 14, 2024
- Mar 14, 2024 14:42 IST
યુવરાજ સિંહનો ઓપનર લાહિરુ થિરિમાને રોડ અકસ્માતમાં ઘાયલ
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર લાહિરુ થિરિમાને ગુરુવારે સવારે કાર અકસ્માતનો શિકાર બન્યા હતા. લાહિરુ થિરિમાને તેમના પરિવાર સાથે કારમાં મંદિર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સામાન લઈ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. કારની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.
- Mar 14, 2024 13:59 IST
પીએમ મોદીની આગેવાની હેઠળની પેનલ દ્વારા ચૂંટણી કમિશનરની પસંદગી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ ગુરુવારે નિવૃત્ત IAS અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુને ચૂંટણી કમિશનર તરીકે પસંદ કર્યા છે.
- Mar 14, 2024 13:04 IST
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં સેશન્સ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કૌભાંડ મામલે સેશન્સ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેઓએ 16મી માર્ચે સુનાવણી માટે હાજર રહેવા રાઉઝ એવન્યુ કોર્ટના નિર્દેશ સામે ઉચ્ચ અદાલતમાં અરજી કરી છે. મની લોન્ડરિંગ કેસ અંગે EDની ફરિયાદ પર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા તેમને સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આ મામલામાં 16 માર્ચે સુનાવણી થવાની છે.
- Mar 14, 2024 11:56 IST
રામનાથ કોવિંદ પેનલે રાષ્ટ્રપતિને 'વન નેશન વન ઇલેક્શન' પર અહેવાલ સોંપ્યો
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી પેનલે 'એક દેશ એક ચૂંટણી'ને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. 18,626 પેજના આ રિપોર્ટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- Mar 14, 2024 11:50 IST
આજે ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આજે બપોરે ચૂંટણી કમિશનરોની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરશે. બાદમાં પસંદગી સમિતિની ભલામણના આધારે, પ્રમુખ દ્રૌપદી મુર્મુ ચૂંટણી પંચ (ECI)માં બે સભ્યોની નિમણૂક કરશે.
- Mar 14, 2024 10:47 IST
દિલ્હીમાં 4 માળની ઈમારતમાં ભીષણ આગ, ચારના મોત
આજે દિલ્હીમાંથી કમકમાટી ભર્યા સમાચાર આવ્યા છે. દિલ્હીના શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતાં ગુંગળામણને લીધે બે બાળકો અને એક દંપતી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે.
#WATCH | Delhi: DCP Shahdara Surendra Chaudhary says, "We received a phone call at Geeta Colony Police Station regarding a major fire in a house at approx 5:30am. Accordingly, local police, fire brigade, ambulance and PCR Vans rushed to the spot. 9 people were rescued and were… https://t.co/OMVHM8KoDfpic.twitter.com/5G2WPfYAE0
— ANI (@ANI) March 14, 2024
- Mar 14, 2024 10:35 IST
શેરબજારમાં ખુલતાની ક્રેશ થયું
આજે ગુરુવારે શેરબજારો લાલ રંગમાં ખુલ્યા હતા.બુધવારે લગભગ 900 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયેલ BSE સેન્સેક્સ 150 પોઈન્ટ (0.21 ટકા) ઘટીને 72,612.64 પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 50 56 પોઈન્ટ (0.26 ટકા) ઘટીને 21,941.55 પર ખુલ્યો હતો.
- Mar 14, 2024 09:42 IST
ઉત્તરાખંડમાં UCCને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે આ બિલ કાયદો બની ગયો છે. આવું કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સરકાર ટૂંક સમયમાં તેનું નોટિફિકેશન બહાર પાડશે.
- Mar 14, 2024 09:37 IST
દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ખેડૂતોની મહાપંચાયત
ખેડૂતો તેમની માંગણીઓને લઈને ફરી એકવાર મહાપંચાયત યોજી રહ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી આ મહાપંચાયતમાં ખેડૂતોના આંદોલનની આગામી ભૂમિકા નક્કી કરવામાં આવશે.
- Mar 14, 2024 09:05 IST
શાહજહાં શેખ પર EDની કાર્યવાહી, અનેક જગ્યાએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સંદેશખાલી અને તેની આસપાસના વિસ્તારોમાં શાહજહાં શેખની જમીન હડપ કરવાના સંબંધમાં દરોડા પાડ્યા હતા. EDએ આ મામલે PMLA હેઠળ કેસ નોંધ્યો છે. ઘણી જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા છે.
- Mar 14, 2024 08:42 IST
કોવિંદ સમિતિ આજે એક રાષ્ટ્ર-એક ચૂંટણી પર રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપી શકે છે
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ ઉચ્ચ સ્તરીય સમિતિ એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારાની ભલામણ કરી શકે છે.
- Mar 14, 2024 08:12 IST
ભાજપે બીજી યાદીમાં ગુજરાતના વધુ 7 ઉમેદવારની જાહેરાત કરી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે હજી ગુજરાતમાંથી સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મોટાભાગના નામ રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ રિપીટ કરાયા છે. આ સિવાય છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા, વલસાડથી ધવલ પટેલ, સુરતથી મુકેશ દલાલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને ભાવનગરથી નિમુબેન બંભાણિયાને ટિકિટ આપવામાં આવી છે.
- Mar 14, 2024 08:07 IST
14 માર્ચ 2024, ગુરુવાર તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/thursday-horoscope.jpg)
તમામ રાશિના જાતકો માટે 14 માર્ચ 2024, ગુરુવારનો દિવસ કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ
- Mar 14, 2024 08:06 IST
ગુજરાતમાં બે ત્રણ ડિગ્રી ગરમી વધશે
હવામાન વિભાગે અગાહી કરી છે કે હાલ ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે. આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us