Gujarati News 14 May 2024 Highlights : સુશીલ કુમાર મોદીનો નશ્વર દેહ પંચતત્વમાં વિલીન, દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા
India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 may 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે સતત ત્રીજી વખત વારાણસી લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી. દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર માટે અહીં વાંચતા રહો.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. (Photo - @SushilModi)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 may 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે મંગળવારના મહત્વના સમાચારોની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે સતત ત્રીજી વખત વારાણસી લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજે પુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામાંકન દાખલ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
સુશીલ કુમાર મોદીનો નશ્વર દેહ પંચતત્વમાં વિલીન, દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા
સુશીલ કુમાર મોદીના મંગળવાર રાત્રે દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા છે. સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે સુશીલ મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઘણા દિગ્ગજ નેતાઓ સુશીલ કુમાર મોદીને શ્રદ્ધાંજલી આપવા દીધા ઘાટ પહોંચ્યા હતા. ભાજપ નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની કેન્સરની સારવાર ચાલી રહી છે. તેમના નિધનથી બિહારના રાજકારણનો એક અધ્યાય હંમેશા માટે સમાપ્ત થઇ ગયો છે.
મુંબઈ : ગેરકાયદેસર હોર્ડિંગના માલિક સામે પહેલાથી હતો રેપનો કેસ, હવે 14 લોકોના મોત પછી થઇ એફઆઈઆર
મુંબઈમાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘાટકોપર વિસ્તારમાં 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પરંતુ તેનું કારણ અહીં માત્ર વરસાદ જ નહીં પરંતુ ગેરકાયદેસર હોર્ડિંગ છે. આ ગેરકાયદે હોર્ડિંગના માલિક સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે આ વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસે તેની સામે બળાત્કારનો કેસ પણ નોંધ્યો હતો.
પંત નગર પોલીસે સોમવારે રાત્રે ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર 51 વર્ષીય ભાવેશ પ્રભુદાસ ભીંડે સામે એફઆઇઆર નોંધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભાવેશ પાસે હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ હતો અને તેને 10 વર્ષની લીઝ પર લગાવવામાં આવ્યો હતો.
18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા
PM મોદીના નામાંકન સમયે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. PM મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો. આ છ કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અઢી કલાક સુધી ચાલેલા છ કિલોમીટર લાંબા રોડ શોનું સમાપન કર્યા બાદ કાશી વિશ્વનાથ ધામ મંદિર પહોંચ્યા હતા.
Live Updates
DHFL બેંક કૌભાંડ કેસ: ધીરજ વાધવાનની એ CBI કરી ધરપકડ
ડીએચએફએલ કંપનીના 34000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં સીબીઆઈ એ કંપનીના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાધવાનની ધરપકડ કરી છે.
સુશીલ કુમાર મોદીનો નશ્વર દેહ પંચતત્વમાં વિલીન, દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા
સુશીલ કુમાર મોદીના મંગળવાર રાત્રે દીધા ઘાટ પર અંતિમ સંસ્કાર થયા છે. સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે સુશીલ મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઘણા દિગ્ગજ નેતાઓ સુશીલ કુમાર મોદીને શ્રદ્ધાંજલી આપવા દીધા ઘાટ પહોંચ્યા હતા. ભાજપ નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીની કેન્સરની સારવાર ચાલી રહી છે. તેમના નિધનથી બિહારના રાજકારણનો એક અધ્યાય હંમેશા માટે સમાપ્ત થઇ ગયો છે.
મુંબઈ : ગેરકાયદેસર હોર્ડિંગના માલિક સામે પહેલાથી હતો રેપનો કેસ, હવે 14 લોકોના મોત પછી થઇ એફઆઈઆર
મુંબઈમાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઘાટકોપર વિસ્તારમાં 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પરંતુ તેનું કારણ અહીં માત્ર વરસાદ જ નહીં પરંતુ ગેરકાયદેસર હોર્ડિંગ છે. આ ગેરકાયદે હોર્ડિંગના માલિક સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે આ વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસે તેની સામે બળાત્કારનો કેસ પણ નોંધ્યો હતો.
પંત નગર પોલીસે સોમવારે રાત્રે ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર 51 વર્ષીય ભાવેશ પ્રભુદાસ ભીંડે સામે એફઆઇઆર નોંધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભાવેશ પાસે હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ હતો અને તેને 10 વર્ષની લીઝ પર લગાવવામાં આવ્યો હતો.
AAP એ સ્વાતી માલીવાલ સાથે થયેલી ગેરવર્તણૂકની વાત કબૂલી
AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે ગઈકાલે એક ખૂબ જ નિંદનીય ઘટના બની. ગઈ કાલે સવારે સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલના આવાસ પર તેમની સાથે મુલાકાત કરવા પહોંચી હતી. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે વિભવ કુમાર (અરવિંદ કેજરીવાલના પીએ) ત્યાં આવે છે અને તેણે સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરી હતી. આ આખા મામલાની જાણકારી સ્વાતિ માલીવાલે પોલીસને આપી હતી. આ સમગ્ર ઘટના અંગે અરવિંદ કેજરીવાલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તે પાર્ટીની જૂની અને વરિષ્ઠ નેતામાંથી એક છે. અમે બધા તેની સાથે છીએ.
પશ્ચિમ બંગાળમાં એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે મતદાનના 4 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. 380 બેઠકો માટે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. બંગાળમાં 18 બેઠકો માટે ચૂંટણી પુરી થઈ ગઈ છે. આજે હું તમને જણાવીશ કે 380માંથી પીએમ મોદીએ 270 સીટો લઈને સંપૂર્ણ બહુમતી મેળવી લીધી છે અને હવે પછીની લડાઈ 400ને પાર કરવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક માટે ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટની ઓફિસ પહોંચી પોતાનું ઉમેદવારે ફોર્મ જમા કરાવ્યું હતું. પીએમ મોદી આ બેઠક પર સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે.
દશાશ્વમેધ ઘાટ પર PM મોદીની પૂજા વિશે પૂજારીએ શું કહ્યું?
પીએમ મોદી સાથે હાજર રહેલા પૂજારી સંતોષ નારાયણે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર વડાપ્રધાન દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિઓ વિશે સમજાવ્યું. અમે તેમને ચાલી રહેલી ચૂંટણીના તમામ તબક્કામાં જંગી જીતના આશીર્વાદ આપ્યા છે.
ઉત્તર પ્રદેશમાં દિલ્હી-લખનૌ એક્સપ્રેસ વે પર કાર અકસ્માત, છના મોત
ઉત્તર પ્રદેશના હાપુડમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બે વાહનો વચ્ચે જોરદાર અથડામણમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માત દિલ્હી-લખનૌ એક્સપ્રેસ વે પર થયો હતો. અકસ્માત બાદ તમામ મૃતદેહોને ગઢમુક્તેશ્વર સીએચસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ અંગે હોસ્પિટલના ડોક્ટર સુજીત કુમારે જણાવ્યું કે શરૂઆતમાં 2 મૃતદેહો લાવવામાં આવ્યા હતા પરંતુ હવે વધુ 4 મૃતદેહો લાવવામાં આવ્યા છે. આ તમામ મૃતદેહોને પોલીસની હાજરીમાં લાવવામાં આવ્યા છે. અમે મૃતદેહને સોંપી દીધો છે. આ માર્ગ અકસ્માત અંગે હાપુરના એએસપી રાજકુમાર અગ્રવાલે જણાવ્યું કે આ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.
સવારે ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદી લગભગ 9 વાગે ગંગાના કિનારે દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરશે. તેમના પ્રવાસના કાર્યક્રમ મુજબ, નોમિનેશન ફાઇલ કરતા પહેલા નમો ઘાટની ક્રુઝ વિઝિટનો પણ પ્રસ્તાવ છે. ત્યાંથી વડાપ્રધાન કાલ ભૈરવ મંદિર જશે અને પછી NDA નેતાઓ સાથે બેઠક પણ કરશે. ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી જશે.
PM મોદીના નામાંકન સમયે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. PM મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો.
PM મોદી આજે વારાણસી લોકસભા સીટ પર ઉમેદવારી નોંધાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરશે. પીએમ મોદીએ અગાઉ 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી અને આ વખતે તેઓ ત્રીજી વખત અહીંથી ઉમેદવાર બનશે.