Gujarati News 14 November 2024 : ખ્યાતિ હોસ્પિટલ કાંડ: 19 લોકોના જીવ સાથે ખેલનાર ડો. પ્રશાંત ઝડપાયો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 November 2024: 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સંજય પટોલીયા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 November 2024: 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સંજય પટોલીયા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
khyati Hospital Negligence

ખ્યાતિ હોસ્પિટલ બેદરકારી - photo - facebook

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 November 2024, આજના તાજા સમાચાર: અત્યારે મેડિકલ જગત અને રાજ્યભરમાં ખાતિકાંડે હાહાકાર મચાવી દીધો છે. કારણ વગર દર્દીઓને વેતરી નાખનાર ખાતિ હોસ્પિટલના કારણે 19 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ખ્યાતિકાંડ મામલે સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સંજય પટોલીયા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisment

અમિત શાહે કહ્યું - હેમંત સોરેન અને કંપની 23મી નવેમ્બરે વિદાય લેશે

ચૂંટણી રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રથમ તબક્કામાં રાહુલ બાબા અને હેમંત સોરેનના સુપડા સાફ થઇ ગયા. અહીં NDA સરકાર બનવા જઈ રહી છે. હેમંત સોરેન અને કંપની 23મી નવેમ્બરે વિદાય લેશે. રાહુલ બાબાને સોનિયાજીએ 20 વખત લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ લોન્ચિંગ ફેલ થઇ ગયું. હરિયાણામાં પણ ફેલ થયું. 23 નવેમ્બરે 21મું લોન્ચિંગ પણ ક્રેશ થવાનું છે.

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પ જો બિડેનને મળ્યા

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ અમેરિકન પરંપરા મુજબ સરળતાથી સત્તાના હસ્તાંતરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંક્ષિપ્ત બેઠકમાં, બંને નેતાઓએ 20 જાન્યુઆરી, 2025ના રોજ દેશને શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની ખાતરી આપી હતી.

રાષ્ટ્રપતિ જો બિડેને ટ્રમ્પનું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા. બિડેને ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ સત્તાના સરળ સંક્રમણની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું, "રાજનીતિ મુશ્કેલ છે અને ઘણા કિસ્સાઓમાં તે ખૂબ સારી દુનિયા નથી, પરંતુ આજે તે એક સારી દુનિયા છે અને હું તેની ખૂબ પ્રશંસા કરું છું." આ સંક્રમણ ખૂબ જ સીમલેસ છે અને તે શક્ય તેટલું સીમલેસ હશે.".

Advertisment

જયશંકર સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વ્યક્તિગત મુલાકાત માટે UAE પહોંચ્યા. ભારતે કહ્યું કે અમે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા અને અમારા દેશો વચ્ચે સહયોગ વધારવા માટે આતુર છીએ.

  • Nov 14, 2024 23:29 IST

    Today Live News : સીએમ યોગી આદિત્યનાથે આપેલા નારા પર દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલા સૂત્ર 'બટેંગે તો કટેંગે' પર મહારાષ્ટ્રમાં ઘણી રાજનીતિ થઇ રહી છે. કોંગ્રેસ આ નારા પર સતત પ્રહારો કરી રહી છે તો બીજી તરફ અજીત પવાર અને પકંજા મુંડે પણ તેની સાથે અસહમત છે. હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ આ નારા પર પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એમવીએના ચૂંટણી પ્રચારના જવાબમાં તેમની પાર્ટીનું સૂત્ર 'બટેંગે તો કટેંગે' બનાવવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના સાથીદારો અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેના "મૂળ" અર્થને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.



  • Nov 14, 2024 21:46 IST

    Today Live News : પ્રદૂષણને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ

    કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કાને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સીએક્યુએમએ કહ્યું છે કે ત્રીજા તબક્કા હેઠળ આપવામાં આવેલી સૂચનાઓનો અમલ 15 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી કરવામાં આવશે. ગુરુવારે સાંજે 4 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 424 હતો અને તે 'ગંભીર' કેટેગરીમાં હતો. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે કે વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી સૂચના સુધી ઓનલાઈન ક્લાસ ચાલશે.



  • Nov 14, 2024 20:09 IST

    Today Live News : રાહુલ ગાંધીએ કહ્યું - દેશમાં બેરોજગારી છે, મોંઘવારી વધી રહી છે

    નાંદેડ, મહારાષ્ટ્ર: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બેરોજગારી છે, મોંઘવારી વધી રહી છે પરંતુ અદાણી અને અંબાણીને કોઈ નુકસાન થઈ રહ્યું નથી, તેમની સંપત્તિ વધી રહી છે. તેમને એરપોર્ટ, રસ્તાઓ, પોર્ટ મળી ગયા છે અને હવે ધારાવી આપવામાં આવી રહી છે, આનાથી તમારું નુકસાન થઈ રહ્યું છે.



  • Nov 14, 2024 19:01 IST

    Today Live News : આપના મહેશ કુમાર ખીંચી દિલ્હી MCD ના નવા મેયર બન્યા

    દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને મહેશ કુમાર ખીંચીના રૂપમાં પોતાના મેયરની પસંદગી કરી છે. મહેશ કુમાર ખીંચીના મેયર બનતાની સાથે જ દિલ્હીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. AAP નેતા મહેશ ખીંચીએ ભાજપના ઉમેદવારને 3 મતથી હરાવ્યા હતા. મહેશ ખીંચીને કુલ 133 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 130 મત મળ્યા હતા.



  • Nov 14, 2024 17:21 IST

    Today Live News : યૂપીમાં RO/ARO પરીક્ષા સ્થગિત, UPPSC એ વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારી

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં RO/ARO પરીક્ષાને એકસાથે કરાવવાની માંગણીને લઇને ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની માંગને ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને સ્વીકારી લીધી છે. આયોગે RO/ARO પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સાથે PCS પરીક્ષાને જૂની પેટર્ન પર લેવામાં આવવાની વાત કહી છે. હવે PCS અને RO/ARO પરીક્ષા એ જ તારીખે લેવામાં આવશે. આયોગ દ્વારા નવી તારીખ પછીથી જારી કરવામાં આવશે.



  • Nov 14, 2024 16:24 IST

    Today Live News : અમિત શાહે કહ્યું - હેમંત સોરેન અને કંપની 23મી નવેમ્બરે વિદાય લેશે

    ડુમરી, ઝારખંડ: ચૂંટણી રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રથમ તબક્કામાં રાહુલ બાબા અને હેમંત સોરેનના સુપડા સાફ થઇ ગયા. અહીં NDA સરકાર બનવા જઈ રહી છે. હેમંત સોરેન અને કંપની 23મી નવેમ્બરે વિદાય લેશે. રાહુલ બાબાને સોનિયાજીએ 20 વખત લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ લોન્ચિંગ ફેલ થઇ ગયું. હરિયાણામાં પણ ફેલ થયું. 23 નવેમ્બરે 21મું લોન્ચિંગ પણ ક્રેશ થવાનું છે.



  • Nov 14, 2024 12:38 IST

    Today Live News : ખ્યાતિ હોસ્પિટલ કાંડ: 19 લોકોના જીવ સાથે ખેલનાર ડો. પ્રશાંત ઝડપાયો

    અત્યારે મેડિકલ જગત અને રાજ્યભરમાં ખાતિકાંડે હાહાકાર મચાવી દીધો છે. કારણ વગર દર્દીઓને વેતરી નાખનાર ખાતિ હોસ્પિટલના કારણે 19 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ખ્યાતિકાંડ મામલે સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સંજય પટોલીયા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.



  • Nov 14, 2024 12:32 IST

    Today Live News : અમદાવાદના હરિપુરા નજીક બસ પલટી ખાઈ ગઈ હતી

    અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર લોકો મધ્યપ્રદેશની નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહી હતી. ધંધૂકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો.



  • Nov 14, 2024 11:39 IST

    Gujarati News 14 November 2024 LIVE: અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પ જો બિડેનને મળ્યા

    અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ અમેરિકન પરંપરા મુજબ સરળતાથી સત્તાના હસ્તાંતરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંક્ષિપ્ત બેઠકમાં, બંને નેતાઓએ 20 જાન્યુઆરી, 2025ના રોજ દેશને શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની ખાતરી આપી હતી.

    રાષ્ટ્રપતિ જો બિડેને ટ્રમ્પનું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા. બિડેને ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ સત્તાના સરળ સંક્રમણની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું, "રાજનીતિ મુશ્કેલ છે અને ઘણા કિસ્સાઓમાં તે ખૂબ સારી દુનિયા નથી, પરંતુ આજે તે એક સારી દુનિયા છે અને હું તેની ખૂબ પ્રશંસા કરું છું." આ સંક્રમણ ખૂબ જ સીમલેસ છે અને તે શક્ય તેટલું સીમલેસ હશે."



  • Nov 14, 2024 09:39 IST

    Today Live News : સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા બાદ વધ્યા, આઈટી બેંક શેર મજબૂત

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા બાદ વધ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 77690 સામે ઘટીને આજે 77636 ખુલ્યા હતા. જો કે બેંક અને આઈટી શેરમાં મજબૂતીથી સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો વધ્યો. એનએસઇ નિફ્ટી 23619 પાછલા બંધ સામે ઘટીને આજે 23542 ખુલ્યો હતો. પસંદગીના શેરમાં મજબૂતીથી નિફ્ટી 62 પોઇન્ટથી વધુ વધ્યો છે. બેંક નિફટી 260 પોઇન્ટ અને નિફ્ટી આઈટી 150 પોઇન્ટ વધીને ટ્રેડ થઇ રહ્યા છે.



  • Nov 14, 2024 09:39 IST

    Today Live News : જયશંકર સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વ્યક્તિગત મુલાકાત માટે UAE પહોંચ્યા. ભારતે કહ્યું કે અમે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા અને અમારા દેશો વચ્ચે સહયોગ વધારવા માટે આતુર છીએ.



  • Nov 14, 2024 09:39 IST

    Today Live News : આજે પીએમ મોદી મહારાષ્ટ્રમાં ઘણી રેલીઓને સંબોધિત કરશે

    ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાનના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે મહારાષ્ટ્ર અને ઝારખંડની બાકીની 38 બેઠકો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે ગુરુવારે પીએમ મહારાષ્ટ્રમાં ઘણી રેલીઓને સંબોધિત કરશે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઝારખંડની મુલાકાત લેવાના છે. પીએમ છત્રપતિ સંભાજી નગર, પનવેલ અને મુંબઈમાં જાહેર સભાઓ કરશે.



  • Nov 14, 2024 09:38 IST

    Today Live News : આજે પીએમ મોદી મહારાષ્ટ્રમાં ઘણી રેલીઓને સંબોધિત કરશે

    ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાનના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે મહારાષ્ટ્ર અને ઝારખંડની બાકીની 38 બેઠકો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે ગુરુવારે પીએમ મહારાષ્ટ્રમાં ઘણી રેલીઓને સંબોધિત કરશે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઝારખંડની મુલાકાત લેવાના છે. પીએમ છત્રપતિ સંભાજી નગર, પનવેલ અને મુંબઈમાં જાહેર સભાઓ કરશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ