/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/violent-clash-in-Bahraich.jpg)
બહરાઇચમાં હિંસક અથડામણ બાદ ભારે તણાવ - photo - Social media
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 14 October 2024, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે મોડી રાત્રે હિંસાનો મામલો સામે આવ્યો છે. મૂર્તિના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે હંગામો થયો હતો અને એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પછી રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ અને આગચંપી શરૂ કરી દીધી હતી. 6 પોલીસ સ્ટેશનના પોલીસ દળો સ્થળ પર તૈનાત છે. આ મામલો બહરાઈચના મહસી તહસીલ વિસ્તારના મહારાજગંજ શહેરનો છે. અહીંથી, ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. દરમિયાન ડીજે વગાડવા બાબતે બે કોમ વચ્ચે બોલાચાલી થઈ હતી.
મહિલા ટી 20 વર્લ્ડ કપ - ભારત-પાકિસ્તાનના અભિયાનનો અંત, ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલમાં
ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સામે ગ્રુપ એ ની છેલ્લી લીગ મેચમાં 54 રને જીત મેળવી ટી 20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગ્રુપ-એ માંથી ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ પાકિસ્તાન અને ભારતના અભિયાનનો અંત આવ્યો છે. ભારતને સેમિ ફાઇનલમાં પ્રવેશ માટે પાકિસ્તાન જીત મેળવી તે જરૂરી હતું. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવિને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 6 વિકેટે 110 રન બનાવ્યા હતા. 111 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ 11.4 ઓવરમાં 56 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાંથી 6 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ
જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર હેઠળ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના સંબંધમાં 31 ઓક્ટોબર, 2019 ના રોજનો આદેશ મુખ્યમંત્રીની નિમણૂક પહેલા તરત જ રદ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો વિજય થયો છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પહેલા 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર બની.
મુંબઈથી ન્યુયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી
મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકીને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે વહેલી સવારે દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટ હાલમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભી છે, જેમાં મુસાફરો અને બોર્ડ પરના ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટ AI 119, મુંબઈથી ન્યૂ યોર્કના JFK એરપોર્ટ માટે લગભગ 2 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી અને તરત જ તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી.
ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 4 સૈનિકોના મોત અને 67 ઘાયલ
લેબનોનના હિઝબુલ્લા સંગઠને ઈઝરાયેલના બિન્યામિના પાસેના એક સૈન્ય મથક પર મોટો હુમલો કર્યો છે. જેમાં ઇઝરાયેલ સેનાના ચાર જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહનો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. IDFએ કહ્યું કે ડ્રોને રવિવારે સાંજે બેઝ પર હુમલો કર્યો.
ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. કોઈપણ ડ્રોન કોઈપણ ચેતવણી વિના ઈઝરાયેલની હવાઈ ક્ષેત્રમાં કેવી રીતે આવી શકે? અમે તેની તપાસ કરી રહ્યા છીએ. અમારે વધુ સારી સુરક્ષા કરવી જોઈતી હતી. હિઝબુલ્લાએ ઇઝરાયલના હાઇફા શહેરને નિશાન બનાવીને લગભગ 25 રોકેટ અને મિસાઇલો છોડ્યા હતા.
- Oct 14, 2024 23:43 IST
Today News Live : ભારત-પાકિસ્તાનના મહિલા ટી 20 વર્લ્ડ કપ અભિયાનનો અંત, ન્યઝીલેન્ડ સેમિ ફાઇનલમાં
ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સામે ગ્રુપ એ ની છેલ્લી લીગ મેચમાં 54 રને જીત મેળવી ટી 20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગ્રુપ-એ માંથી ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ પાકિસ્તાન અને ભારતના અભિયાનનો અંત આવ્યો છે. ભારતને સેમિ ફાઇનલમાં પ્રવેશ માટે પાકિસ્તાન જીત મેળવી તે જરૂરી હતું. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવિને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 6 વિકેટે 110 રન બનાવ્યા હતા. 111 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ 11.4 ઓવરમાં 56 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.
- Oct 14, 2024 22:08 IST
Today News Live : ભારત સરકારે કેનેડાના 6 રાજનયિકોને નિષ્કાસિત કરવાનો નિર્ણય કર્યો
ભારત સરકારે કેનેડાના 6 રાજનયિકોને નિષ્કાસિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમને શનિવાર 19 ઓક્ટોબર 2024ને રાત્રે 11:59 વાગ્યા સુધી કે તે પહેલા ભારત છોડવાનું છે. વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
https://twitter.com/AHindinews/status/1845863467955466740
- Oct 14, 2024 21:07 IST
Today News Live : ભારત કેનેડાથી હાઇ કમિશનર સહિત ઘણા અધિકારીઓને પરત બોલાવશે
ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધુ વકર્યો છે. વિદેશ મંત્રાલયે કેનેડામાં પોતાના હાઈ કમિશનર સહિત અનેક અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું કે કેનેડાની હાલની જસ્ટિન ટ્રુડો સરકાર દ્વારા અમને અમારા હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની સુરક્ષા વિશે ખાતરી આપવામાં આવી નથી, તેથી અમે તેમને પાછા બોલાવી રહ્યા છીએ.
- Oct 14, 2024 19:01 IST
Today News Live : હરિયાણા પ્રભારી દીપક બાબરિયાએ રાજીનામાની ઓફર કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ કોંગ્રેસમાં અંદરખાને જ ભારે ઉથલપાથલ ચાલી રહી છે અને હવે રાજીનામાની ઓફરનો દોર પણ શરૂ થઈ ગયો છે. હારની જવાબદારીને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પાર્ટી હાઈકમાન્ડનું કહેવું છે કે તે હારના કારણોની સમીક્ષા કરી રહી છે અને ઘણી સમસ્યાઓ પર ચૂંટણી પંચને પણ મળી છે. જાણકારી અનુસાર પાર્ટીના હરિયાણા પ્રભારી દીપક બાબરિયાએ રાજીનામાની ઓફર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમનું કહેવું છે કે આ જવાબદારી હવે કોઇ બીજાને સોંપવી જોઇએ.
પીટીઆઈના જણાવ્યા અનુસાર દીપક બાબરિયાએ કહ્યું હતું કે, ગત સપ્તાહે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ તેમણે તરત જ પાર્ટી હાઈકમાન્ડને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું, પરંતુ પાર્ટીના નેતૃત્વએ હજુ સુધી આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી.
- Oct 14, 2024 16:34 IST
Today News Live : ગુરનામ સિંહ ચઢુનીએ તમામ ખેડૂત નેતાઓને ખુલ્લા પાડ્યા - રવનીત સિંહ બિટ્ટુ
કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે હું ગુરનામ સિંહ ચઢુનીનોનો આભાર માનવા માંગુ છું, ભલે મોડું થઈ ગયું હોય પણ તેમણે સાચું કહ્યું અને તમામ ખેડૂત નેતાઓને ખુલ્લા પાડ્યા. તેમણે ખુલાસો કર્યો કે કેવી રીતે કોંગ્રેસે તેમનો બીજેપી અને વડા પ્રધાન વિરુદ્ધ ઉપયોગ કર્યો. ચઢૂની સાહેબને સુરક્ષા આપવી જોઈએ કારણ કે તથાકથિત ખેડૂત નેતા ગુંડા છે અને તેઓ તેમના પર હુમલો કરી શકે છે.
- Oct 14, 2024 15:10 IST
Today News Live : હવેથી મુંબઈ આવતા વાહનો પર ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદેની આગેવાની હેઠળની કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈથી પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે નહીં. આ નિર્ણય આજ રાતથી લાગુ થશે. આ ટોલ પ્લાઝા વાશી, ઐરોલી, મુલુંડ (એલબીએસ રોડ), મુલુંડ (ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે) અને દહિસર ખાતે હાજર છે.
- Oct 14, 2024 14:01 IST
Today News Live : ચિરાગ પાસવાનને Z કેટેગરીની સુરક્ષા
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચિરાગ પાસવાનને Z શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ચિરાગ પાસવાનને પહેલા વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળતી હતી. પરંતુ હવે 30 થી વધુ CRPF કમાન્ડો ચિરાગ પાસવાનને સુરક્ષા કવચ આપશે.
- Oct 14, 2024 13:44 IST
Today News Live : રાંચીમાં અનેક જગ્યાએ ઈડીના દરોડા
ઝારખંડમાં પેયજલ સ્વચ્છતા વિભાગમાં કરોડોના ઘોટાળામાં ઈડીએ સોમવારે રાજ્યના 20 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. ઝારખંડ સરકારમાં મંત્રી મિથિલેશ ઠાકુરના ભાઈ વિનય ઠાકુર સહિત અનેક વિભાગીય એન્જીનિયરના સ્થળો પર દરોડા પાડ્યા છે.
- Oct 14, 2024 12:17 IST
Today News Live : બહરાઇચમાં હિંસક અથડામણ બાદ ભારે તણાવ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે મોડી રાત્રે હિંસાનો મામલો સામે આવ્યો છે. મૂર્તિના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે હંગામો થયો હતો અને એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પછી રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ અને આગચંપી શરૂ કરી દીધી હતી. 6 પોલીસ સ્ટેશનના પોલીસ દળો સ્થળ પર તૈનાત છે. આ મામલો બહરાઈચના મહસી તહસીલ વિસ્તારના મહારાજગંજ શહેરનો છે. અહીંથી, ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. દરમિયાન ડીજે વગાડવા બાબતે બે કોમ વચ્ચે બોલાચાલી થઈ હતી.
- Oct 14, 2024 11:50 IST
Today News Live : જમ્મુ-કાશ્મીરમાંથી 6 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું
જમ્મુ-કાશ્મીરમાં 6 વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર હેઠળ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના સંબંધમાં 31 ઓક્ટોબર, 2019 ના રોજનો આદેશ મુખ્યમંત્રીની નિમણૂક પહેલા તરત જ રદ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો વિજય થયો છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પહેલા 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર બની.
- Oct 14, 2024 10:07 IST
Today News Live : ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 4 સૈનિકોના મોત અને 67 ઘાયલ
હિઝબુલ્લાહ ડ્રોન એટેકઃ લેબનોનના હિઝબુલ્લા સંગઠને ઈઝરાયેલના બિન્યામિના પાસેના એક સૈન્ય મથક પર મોટો હુમલો કર્યો છે. જેમાં ઇઝરાયેલ સેનાના ચાર જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહનો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. IDFએ કહ્યું કે ડ્રોને રવિવારે સાંજે બેઝ પર હુમલો કર્યો.
ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. કોઈપણ ડ્રોન કોઈપણ ચેતવણી વિના ઈઝરાયેલની હવાઈ ક્ષેત્રમાં કેવી રીતે આવી શકે? અમે તેની તપાસ કરી રહ્યા છીએ. અમારે વધુ સારી સુરક્ષા કરવી જોઈતી હતી. હિઝબુલ્લાએ ઇઝરાયલના હાઇફા શહેરને નિશાન બનાવીને લગભગ 25 રોકેટ અને મિસાઇલો છોડ્યા હતા.
- Oct 14, 2024 09:26 IST
Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં ત્રણ ઈંચ અને ડાંગના આહવામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- Oct 14, 2024 09:15 IST
Today News Live : મુંબઈથી ન્યુયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી
મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકીને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે વહેલી સવારે દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટ હાલમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભી છે, જેમાં મુસાફરો અને બોર્ડ પરના ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us