Gujarati News 15 October 2024 : વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 15 October 2024: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર SCO સમિટમાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ પહોંચ્યા છે. જ્યાં એસ જયશંકર અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત થઇ હતી. પીએમ શાહબાઝ શરીફે SCO નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
S Jaishankar, SCO Council

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર SCO સમિટમાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ પહોંચ્યા છે (Pics : @DrSJaishankar)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 15 October 2024, આજના તાજા સમાચાર: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર SCO સમિટમાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ પહોંચ્યા છે. જ્યાં એસ જયશંકર અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત થઇ હતી. પીએમ શાહબાઝ શરીફે SCO નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. પાકિસ્તાની પીએમ અને વિદેશ મંત્રીએ હાથ મિલાવ્યા હતા. જયશંકર લગભગ 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય નેતા છે.

Advertisment

પ્રિયંકા ગાંધી વાયનાડ સીટથી લોકસભાની ચૂંટણી લડશે

વાયનાડ સીટથી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. પેટા ચૂંટણી માટે કોંગ્રેસે વાયનાડ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખી હતી અને વાયનાડ બેઠક ખાલી કરી હતી. વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ આવશે. પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડશે. આ સિવાય કોંગ્રેસે કેરળની બે વિધાનસભા સીટો પર યોજાનારી પેટ ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ પલક્કડ બેઠક પરથી રાહુલ મમકુટથિલ અને ચેલાક્કારા બેઠક પરથી રામ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.

ચૂંટણી પહેલા આપવામાં આવતી મફત યોજનાઓ ‘લાંચ’ છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને EC પાસેથી માંગ્યા જવાબ

કર્ણાટકના રહેવાસી શશાંક જે શ્રીધરે પોતાની અરજીમાં કહ્યું કે ચૂંટણી પહેલા મફત યોજનાઓની જાહેરાતને લાંચરુશ્વત તરીકે જાહેર કરવી જોઈએ. મતદારને લાંચની લાલચ આપવાનો આ એક પ્રકાર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મફત યોજનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડે છે. રાજકીય પક્ષો ઘણીવાર આવી મફત યોજનાઓની જાહેરાત કરે છે અને તેઓ તેનો અમલ કેવી રીતે કરશે તે પણ જણાવતા નથી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પારદર્શિતાનો અભાવ આવા વચનોની પરિપૂર્ણતાને સક્ષમ કરતું નથી. જેના કારણે મતદારો સાથે છેતરપિંડી થાય છે.

Advertisment

મહારાષ્ટ્ર - ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

ચૂંટણી પંચે મંગળવારે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જયારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. બન્ને રાજ્યોમાં 23 નવેમ્બરે મત ગણતરી થશે. મહારાષ્ટ્ર વિધાન સભાનો હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે.

  • Oct 15, 2024 21:52 IST

    today News live : વાયનાડ સીટથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે, કોંગ્રેસ કરી જાહેરાત

    વાયનાડ સીટથી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. પેટા ચૂંટણી માટે કોંગ્રેસે વાયનાડ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખી હતી અને વાયનાડ બેઠક ખાલી કરી હતી. વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ આવશે. પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડશે. આ સિવાય કોંગ્રેસે કેરળની બે વિધાનસભા સીટો પર યોજાનારી પેટ ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ પલક્કડ બેઠક પરથી રાહુલ મમકુટથિલ અને ચેલાક્કારા બેઠક પરથી રામ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.

    — Congress (@INCIndia) October 15, 2024

  • Oct 15, 2024 20:29 IST

    today News live : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

    ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા 15 દિવસ વહેલી યોજાશે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની 13 માર્ચ સુધી યોજાશે.

  • Oct 15, 2024 19:06 IST

    today News live : દિલ્હીથી શિકાગો જઇ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બની અફવા, કેનેડા ડાયવર્ટ કરાયું

    બોમ્બની ધમકીના કોલ બાદ દિલ્હીથી શિકાગો જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને કેનેડાના ઇકાલુઇટ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે બોમ્બની જાણકારીને હવે અફવા ગણાવી છે. બોમ્બની ધમકી સાથે જોડાયેલી માહિતી એરલાઈનના અધિકારીએ આપી હતી. એરલાઈનના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયાની દિલ્હી-શિકાગો ફ્લાઈટને કેનેડાના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. 15 ઓક્ટોબરે દિલ્હીથી ઉડાન ભરનાર આ ફ્લાઇટને ઓનલાઇન બોમ્બની ધમકી મળી હતી અને તેને કેનેડા ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યાં તે ઇકાલુઇટ એરપોર્ટ પર ઉતર્યું હતું.

  • Oct 15, 2024 17:31 IST

    today News live : વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર પાકિસ્તાન પહોંચ્યા

    ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર SCO સમિટની 23મી બેઠકમાં ભાગ લેવા માટે રાવલપિંડી, પાકિસ્તાન પહોંચ્યા.

    https://twitter.com/AHindinews/status/1846147209617985712

  • Oct 15, 2024 16:08 IST

    today News live : ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

    ચૂંટણી પંચે મંગળવારે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જયારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. બન્ને રાજ્યોમાં 23 નવેમ્બરે મત ગણતરી થશે. મહારાષ્ટ્ર વિધાન સભાનો હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે.

  • Oct 15, 2024 15:50 IST

    today News live : ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરુ

    ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે.

  • Oct 15, 2024 13:25 IST

    today News live : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને EC પાસેથી માંગ્યા જવાબ

    મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણીઃ ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે અને અરજીને પેન્ડિંગ કેસ સાથે ટેગ પણ કરી છે.

    કર્ણાટકના રહેવાસી શશાંક જે શ્રીધરે પોતાની અરજીમાં કહ્યું કે ચૂંટણી પહેલા મફત યોજનાઓની જાહેરાતને લાંચરુશ્વત તરીકે જાહેર કરવી જોઈએ. મતદારને લાંચની લાલચ આપવાનો આ એક પ્રકાર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મફત યોજનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડે છે. રાજકીય પક્ષો ઘણીવાર આવી મફત યોજનાઓની જાહેરાત કરે છે અને તેઓ તેનો અમલ કેવી રીતે કરશે તે પણ જણાવતા નથી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પારદર્શિતાનો અભાવ આવા વચનોની પરિપૂર્ણતાને સક્ષમ કરતું નથી. જેના કારણે મતદારો સાથે છેતરપિંડી થાય છે.

  • Oct 15, 2024 12:09 IST

    today News live : મહારાષ્ટ્ર ચૂંટણીની જાહેરાત પહેલા શરદ પવારનું મોટું નિવેદન

    મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પૂરો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ આજે વાગવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બપોરે 3:30 વાગ્યે છે. આ દરમિયાન NCP-SCP નેતા શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું 84 વર્ષનો હોવા છતાં પણ આ વૃદ્ધ અટકવાનું નથી. જ્યાં સુધી તે મહારાષ્ટ્રને સાચા રસ્તે નહીં લઈ જાય ત્યાં સુધી આ વૃદ્ધ વ્યક્તિ અટકશે નહીં.

  • Oct 15, 2024 09:52 IST

    today News live : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે અમરેલીના બગસરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દેવભૂમી દ્વારકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. ખંભાળિયામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.

  • Oct 15, 2024 09:36 IST

    today News live : શેરબજાર વધીને ખુલ્યા, સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછળી 82300 પાર

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે વધીને ખુલ્યા છે. સેન્સેક્સ 81973 પાછલા બંધ સામે આજે મંગળવારે ઉંચા ગેપમાં 82101 ખુલ્યો હતો. સેશનની શરૂઆતમા જ સેન્સેક્સ 300 પોઇન્ટ વધી ઉપરમાં 82300 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 25127 પાછલા બંધ સામે આજે 25186 ખૂલ્યો હતો. ઈન્ફોસિસ, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1 ટકા સુધી વધીને ટ્રેડ કરી રહ્યા હતા.

  • Oct 15, 2024 09:24 IST

    today News live : આજનો મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 15 ઓક્ટોબર 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.

  • Oct 15, 2024 09:23 IST

    today News live : મહારાષ્ટ્ર - ઝારખંડ વિધનસભા ચૂંટણી તારીખો આજે થશે જાહેર

    ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો છે જ્યારે ઝારખંડમાં 81 વિધાનસભા સીટો છે. આ સાથે જ ચૂંટણી આયોગ ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા સીટો ઉપર થનારી પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ