Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 15 December 2024, આજના તાજા સમાચાર: પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેમની સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની હરાજી શરૂ થઈ ગઈ છે. આજની બોલીમાં જી કમલિની ચર્ચાનો વિષય બની રહી છે. તેને મુંબઈ ઈન્ડિયન્સે 1.6 કરોડમાં ખરીદી છે. ગુજરાત જાયન્ટ્સે ડિઆન્દ્રા ડોટિન અને સિમરન શેખને અનુક્રમે રૂ. 1.7 કરોડ અને રૂ. 1.9 કરોડમાં ખરીદ્યા છે. જ્યારે MIએ Nadine de Klerk ને 30 લાખમાં અને DCએ નંદિની કશ્યપને 10 લાખમાં ખરીદી છે. હરાજી માટે કુલ 120 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
અતુલ સુભાષ આત્યહત્યા કેસ, પત્ની નિકિતા સંઘાનિયા અને તેની માતા ભાઈની ધરપકડ
એઆઈ એન્જિનિયરિ અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલીસે તેની પત્ની નિકિતા સિંઘાનિયા, માતા નિશા અને ભાઇ અનુરાગની ધરપકડ કરી છે. નિકિતા સિંઘાનિયાની હરિયાણા ગુરુગામ અને તેની માતા ભાઇની પ્રયાગરાજ માંથી ધરપકડ કરવામાં આવી છે. નિકિતા સિંઘાનિયા તેમજ તેની માતા અને ભાઇ પર અતુલ સુભાષ પાસેથી મોટી રકમ માંગવાનો આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ છે.