/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/arvind-kejriwal-arrest-1.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Express Photo)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 15 July 2024 Highlights, આજના તાજા સમાચાર: દિલ્હી હાઈકોર્ટે સોમવારે કથિત દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી મોકૂફ રાખી છે. હવે આગળની સુનાવણી 7 ઓગસ્ટે થશે. આ પહેલા હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે ઇડીના કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જોકે તેઓ હજુ પણ જેલમાં છે કારણ કે તેમની પણ CBI દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
શંભુ બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશ બાદ ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરવા તૈયાર
ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં હાઈકોર્ટે શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ ત્યાંથી પણ હરિયાણા સરકારને કોઈ રાહત મળી નથી. કોર્ટના આદેશ બાદ આજે પંજાબના સંગરુરમાં ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલના નેતૃત્વમાં બિનરાજકીય ખેડૂત મોરચાની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ખેડૂતો તેમની દિલ્હી કૂચને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે શંભુ બોર્ડર ખુલ્યા બાદ ખેડૂતો દિલ્હી જઈ શકશે. સોમવારે આ અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.
બંગાળની ખાડીમાં ચક્રવાત અનેક સ્થળોએ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
હવામાનશાસ્ત્રીએ એમ પણ કહ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. તેની અસર ઝારખંડમાં જોવા મળી રહી છે. પાટનગર સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. તેની અસર આગામી બે-ત્રણ દિવસ સુધી રહેવાની ધારણા છે. હવામાન કેન્દ્રએ આગાહી કરી છે કે સોમવારે (15 જુલાઈ) રાજધાની સહિત અનેક સ્થળોએ ભારે વરસાદની સાથે વાવાઝોડાં પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના રાંચી સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા રાંચી સહિત અનેક સ્થળોએ વરસાદ અને વાવાઝોડાની યલો એલર્ટ જારી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીએ કહ્યું છે કે આ પછી ચોમાસાની ગતિ થોડી ધીમી પડી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
- Jul 15, 2024 23:35 IST
લોકતંત્રમાં પબ્લિક સુપ્રીમ, લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન પર સંઘનું મોટું નિવેદન
લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં ઘટાડા બાદ પાર્ટીમાં હજુ પણ મંથનનો દોર ચાલી રહ્યો છે. હવે બીજેપીના પ્રદર્શન પર RSS તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. જ્યારે આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરને ભાજપના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતા સર્વોચ્ચ છે અને દરેકે જનતાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. રાંચીમાં ત્રણ દિવસીય રાજ્ય પ્રચાર બેઠકના છેલ્લા દિવસે સુનીલ આંબેકરે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે. આ લોકશાહી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન લોકોમાં તેમના સંદેશાઓ લઈ જાય છે અને લોકો આ સંદેશાના આધારે તેમના નિર્ણયો લે છે.
- Jul 15, 2024 22:03 IST
મહારાષ્ટ્ર: નાસિકમાં અંજનેરી કિલ્લામાં ફસાયેલા લગભગ 200 પ્રવાસીઓને બચાવ્યા
મહારાષ્ટ્ર: નાસિકમાં ભારે વરસાદને કારણે અંજનેરી કિલ્લામાં ફસાયેલા લગભગ 200 પ્રવાસીઓને છ કલાકના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ બચાવી લેવામાં આવ્યા.
#WATCH नासिक, महाराष्ट्र: भारी बारिश के कारण अंजनेरी किले में फंसे करीब 200 पर्यटकों को कल छह घंटे चले बचाव अभियान के बाद बचा लिया गया। pic.twitter.com/hL46Ot5xSv
— ANI_HindiNews (@AHindinews) July 15, 2024
- Jul 15, 2024 20:57 IST
હાર્દિક પંડ્યાનો વડોદરામાં વિક્ટરી રોડ શો યોજાયો
હાર્દિક પંડ્યા 15 જુલાઇએ પોતાના હોમ ટાઉન વડોદરા પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં પ્રશંસકોએ તેનું સ્વાગત કર્યું હતું. વડોદરા શહેરમાં વિક્ટરી રોડ શો યોજાયો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ જોડાયો હતો.
https://www.instagram.com/p/C9cgPuZNj63/
- Jul 15, 2024 18:00 IST
અરવિંદ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર નહીં આવે, હાઇકોર્ટમાં સુનાવણી ટળી
દિલ્હી હાઈકોર્ટે સોમવારે કથિત દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી મોકૂફ રાખી છે. હવે આગળની સુનાવણી 7 ઓગસ્ટે થશે. આ પહેલા હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે ઇડીના કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જોકે તેઓ હજુ પણ જેલમાં છે કારણ કે તેમની પણ CBI દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
- Jul 15, 2024 16:34 IST
જેલમાં બંધ ઇમરાન ખાનને મોટો ફટકો, પૂર્વ વડાપ્રધાનની પાર્ટી PTI પર પ્રતિબંધ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટી પર શેહબાઝ શરીફ સરકારે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સૂચના મંત્રીએ સોમવારે જાહેરાત કરી હતી. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે પીટીઆઈને તેની કથિત રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Jul 15, 2024 12:01 IST
શંભુ બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશ બાદ ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરવા તૈયાર
ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં હાઈકોર્ટે શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ ત્યાંથી પણ હરિયાણા સરકારને કોઈ રાહત મળી નથી. કોર્ટના આદેશ બાદ આજે પંજાબના સંગરુરમાં ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલના નેતૃત્વમાં બિનરાજકીય ખેડૂત મોરચાની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ખેડૂતો તેમની દિલ્હી કૂચને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે શંભુ બોર્ડર ખુલ્યા બાદ ખેડૂતો દિલ્હી જઈ શકશે. સોમવારે આ અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.
- Jul 15, 2024 11:39 IST
સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, બે કલાકમાં 10 ઈંચ ખાબક્યો
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં કુલ 24 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચના નેત્રગમાં સાડા પાંચ વરસાદ નોંધાયો હતો.
- Jul 15, 2024 09:38 IST
અમદાવાદ વડોદરા હાઈવે પર આણંદ નજીક ટ્રક અને બસ અકસ્માત, છના મોત
આજે સોમવારે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ નજીક ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. જેના પગલે છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા.
- Jul 15, 2024 09:24 IST
સોમવારે નર્મદાના ગરુડેશ્વરમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઈંચથી વધારે વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં કુલ 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં નર્મદાના ગરુડેશ્વરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ અને નર્મદાના તિલકવાડામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Jul 15, 2024 08:48 IST
આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 15 જુલાઈ 2024, સોમવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લા ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Jul 15, 2024 08:40 IST
રાજ્યમાં 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારને સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન રાજ્યના 68 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.
- Jul 15, 2024 07:57 IST
સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/monday-horoscope.jpg)
આજે સપ્તાહનો પહેલો દિવસ, 15 જુલાઈ 2024, સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- Jul 15, 2024 07:56 IST
આજે હાઈકોર્ટમાં કેજરીવાલના જામીન પર થશે મહત્વની સુનાવણી
ગયા મહિને ટ્રાયલ કોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા, પરંતુ તે જામીન સામે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચેલા EDની માંગ પર કોર્ટે કેજરીવાલને આંચકો આપતા જામીન પર સ્ટે મૂકી દીધો હતો. હવે આજે 15 જુલાઈ 2024, સોમવારે હાઈકોર્ટ કેજરીવાલના જામીન વિરુદ્ધ EDની આ અરજી પર સુનાવણી કરવા જઈ રહી છે, જે મુખ્યમંત્રી માટે મહત્વની સાબિત થઈ શકે છે.
- Jul 15, 2024 07:55 IST
બંગાળની ખાડીમાં ચક્રવાત અનેક સ્થળોએ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
હવામાનશાસ્ત્રીએ એમ પણ કહ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. તેની અસર ઝારખંડમાં જોવા મળી રહી છે. પાટનગર સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. તેની અસર આગામી બે-ત્રણ દિવસ સુધી રહેવાની ધારણા છે. હવામાન કેન્દ્રએ આગાહી કરી છે કે સોમવારે (15 જુલાઈ) રાજધાની સહિત અનેક સ્થળોએ ભારે વરસાદની સાથે વાવાઝોડાં પડી શકે છે
- Jul 15, 2024 07:55 IST
આજે મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભાજપની બેઠકો યોજાશે
સાત રાજ્યોની 15 બેઠકો માટેની વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. એક તરફ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સહિત વિપક્ષી પાર્ટીઓ આ ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત છે તો બીજી તરફ ભાજપ હારના કારણો જાણવા માટે મંથન કરવામાં વ્યસ્ત છે. હવે આગામી ચૂંટણીને લઈને ભાજપ સક્રિય થઈ ગયું છે. સોમવારે મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભાજપની બેઠકો યોજાશે. બીજી તરફ કર્ણાટકમાં ભાજપે સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં સત્તાધારી કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. આજે દેશભરમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે અહીં જાણો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us