/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/K-Kavitha.jpg)
દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ કેસીઆરના પુત્રી કે.કવિતાની ધરપકડ કરી (Photo: K Kavitha/ X)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 15 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 15 માર્ચ 2024, શુક્રવારનો દિવસ છે. દેશમાં ચૂંટણી કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે હવે ચૂંટણી પંચ શનિવારે 16 માર્ચ 2024ના રોજ બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને સંપૂર્ણ માહિતી આપશે. બીજી તરફ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર કર્યા છે. જેના કારણે પણ ચૂંટણી પહેલા રાજકીય દુનિયામાં ગરમાવો વધ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ ચૂંટણીના માહોલ વચ્ચે દરેક પક્ષોએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કજરીવાલે આજથી ગુજરાતમાં ચૂંટણી અભિયાન શરુ કર્યું છે. અહીં વાંચતા રહો આજના બ્રેકિંગ ન્યૂઝ
દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ કેસીઆરના પુત્રી કે.કવિતાની ધરપકડ કરી
કેસીઆરના પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના એમએલસી કે કવિતાની શુક્રવારે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના અધિકારીઓએ ધરપકડ કરી હતી. થોડા કલાકો પહેલા હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને તલાશી લેવામાં આવી હતી. આ કાર્યવાહી દિલ્હી દારૂ નીતિ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવી હતી.
TMC સાંસદ અર્જુન સિંહ અને દિબ્યેંદુ અધિકારી ભાજપમાં જોડાયા
TMC સાંસદ અર્જુન સિંહ અને દિબ્યેંદુ અધિકારી ભાજપમાં જોડાયા છે. દિબ્યેંદુ અધિકારી પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીના ભાઇ છે.
શંખેશ્વર નજીક અકસ્માત, કારમાં ભીષણ આગમાં બે લોકો ભડથું
પાટણના શંખેશ્વર નજીક આજે શુક્રવારે સવારમાં ગોઝારી ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પિકઅપ વાન અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ત્યારબાદ બંને વાહનમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં બે લોકો જીવત સળગ્યા હતા.
અમદાવાદના ફતેવાડીમાં ફ્લેટમાં આગ, 41 વાહનો બળીને ખાખ થયા, 200 લોકોનું રેસ્ક્યૂ
ઉનાળાની શરુઆત થતાં જ આગની ઘટનાઓ બનવાનું શરુ થયું છે ત્યારે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ફ્લેટમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. જેના પગલે પાર્કિંગમાં રાખેલા 41 વાહનો બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત 200 જેટલા લોકોને સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
સગીરાના યૌન શોષણના આરોપ સર કર્ણાટકના પૂર્વ સીએમ સામે ફરિયાદ
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ સગીરાની જાતીય સતામણીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ છે કે જાતિય હુમલો 2 ફેબ્રુઆરીએ થયો હતો જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માટે યેદિયુરપ્પા પાસે ગયા હતા.
આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરામાં
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શુક્રવારે વડોદરા આવ્યા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કેમ્પેઈનનું વડોદરાથી લોન્ચિંગ કર્યું છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર AAP લડશે.
- Mar 15, 2024 23:53 IST
વિમેન્સ પ્રીમિયર લીગ : મુંબઈને 5 રને હરાવી આરસીબીની ટીમ ફાઇનલમાં
Women's Premier League : વિમેન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને 5 રનથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આરસીબીની મહિલા ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 130 રન બનાવી શકી હતી. હવે આરસીબીની ટીમ 17 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે ફાઇનલમાં ટકરાશે. આરસીબી પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમશે.
- Mar 15, 2024 22:32 IST
સીબીઆઈ-ઈડી હવે ભાજપના હથિયારો છે - રાહુલ ગાંધી
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે સીબીઆઈ-ઈડી જેવી કોઈ ચીજ નથી. તે હવે ભાજપના હથિયારો છે, તે તેમના નિયંત્રણમાં છે. ચૂંટણી પંચ હોય, સીબીઆઈ-ઈડી હોય તે હવે ભાજપ અને આરએસએસ હથિયારો છે. તેમણે એ પણ વિચારવું જોઈએ કે કોઈના કોઇ દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી કાર્યવાહી થશે. એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય.
#WATCH ठाणे, महाराष्ट्र: कांग्रेस सांसद राहुल गांधी ने कहा, "CBI-ED जैसी चीज नहीं है। वो अब बीजेपी के औज़ार हैं, वो उनके कंट्रोल में हैं...चोहे वो चुनाव आयोग हो, चाहे वो CBI-ED हो , यह अब भाजपा और RSS के हथियार हैं...उनको यह भी सोचना चाहिए कि किसी ना किसी दिन भाजपा की सरकार… pic.twitter.com/NXtil57Ev7
— ANI_HindiNews (@AHindinews) March 15, 2024
- Mar 15, 2024 21:16 IST
બિહાર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું
બિહાર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. બીજેપીના રેણુ દેવી, મંગલ પાંડે, નીરજ કુમાર સિંહ અને જેડીયુના અશોક ચૌધરીએ બિહાર કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.
बिहार कैबिनेट विस्तार | भाजपा की रेनू देवी, मंगल पांडे, नीरज कुमार सिंह और जदयू के अशोक चौधरी ने बिहार मंत्रिमंडल में मंत्री पद की शपथ ली।
पटना में राज्यपाल राजेंद्र अर्लेकर ने उन्हें पद की शपथ दिलाई। pic.twitter.com/8BsjVLoYJl— ANI_HindiNews (@AHindinews) March 15, 2024
- Mar 15, 2024 19:41 IST
દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ કેસીઆરના પુત્રી કે.કવિતાની ધરપકડ કરી
કેસીઆરના પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના એમએલસી કે કવિતાની શુક્રવારે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના અધિકારીઓએ ધરપકડ કરી હતી. થોડા કલાકો પહેલા હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને તલાશી લેવામાં આવી હતી. આ કાર્યવાહી દિલ્હી દારૂ નીતિ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવી હતી.
- Mar 15, 2024 19:11 IST
પીએમ નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના મલ્કાજગિરીમાં રોડ શો કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના મલ્કાજગિરીમાં રોડ શો કર્યો
#WATCH तेलंगाना: प्रधानमंत्री नरेंद्र मोदी ने हैदराबाद के मल्काजगिरी में रोड शो किया। pic.twitter.com/PEbFptMAG2
— ANI_HindiNews (@AHindinews) March 15, 2024
- Mar 15, 2024 18:49 IST
અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી ના મળી રાહત, ED ના સમન્સ પર કાલે કોર્ટમાં હાજર થવું પડશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સમન પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો અને કેજરીવાલની વચગાળાની રાહત પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવું પડશે. કોર્ટે કેજરીવાલને હાજર રહેવાની મુક્તિ માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કેજરીવાલ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં માંગ કરવામાં આવી હતી કે તેમને 16 માર્ચે ED સમક્ષ હાજર ન થવું પડે. તેમના વકીલે ઘણી દલીલો કરી હતી પણ કોર્ટે બધી દલીલ ફગાવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.
- Mar 15, 2024 18:27 IST
સપાએ લોકસભા ચૂંટણી માટે ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કર્યા, ભદોહી સીટ તૃણમુલ કોંગ્રેસ માટે છોડી
સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તેની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા 6 નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિજનૌરથી યશવીર સિંહ, નગીનાથી મનોજ કુમાર, મેરઠથી ભાનુ પ્રતાપ સિંહ, અલીગઢથી બિજેન્દ્ર સિંહ, હાથરસથી જસવીર બાલ્મિક, લાલગંજથી દરોગા સરોજના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ ભદોહી સીટ તૃણમુલ કોંગ્રેસ માટે છોડી દીધી છે.
— Samajwadi Party (@samajwadiparty) March 15, 2024
- Mar 15, 2024 17:45 IST
તેલંગાણા - EDએ બીઆરએસ એમએલસી કે.કવિતાના નિવાસસ્થાને દરોડા પાડ્યા
તેલંગાણા - EDએ બીઆરએસ એમએલસી કે.કવિતાના નિવાસસ્થાને દરોડા પાડ્યા.
#WATCH हैदराबाद, तेलंगाना: ED ने बीआरएस एमएलसी के. कविता के आवास पर छापेमारी की। pic.twitter.com/xlWxGwImVS
— ANI_HindiNews (@AHindinews) March 15, 2024
- Mar 15, 2024 17:20 IST
TMC સાંસદ અર્જુન સિંહ અને દિબ્યેંદુ અધિકારી ભાજપમાં જોડાયા
TMC સાંસદ અર્જુન સિંહ અને દિબ્યેંદુ અધિકારી ભાજપમાં જોડાયા છે. દિબ્યેંદુ અધિકારી પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીના ભાઇ છે.
#WATCH दिल्ली: TMC सांसद अर्जुन सिंह और दिब्येंदु अधिकारी भाजपा में शामिल हुए।
दिब्येंदु अधिकारी पश्चिम बंगाल के नेता प्रतिपक्ष सुवेंदु अधिकारी के भाई हैं। pic.twitter.com/yznUk3iEyd— ANI_HindiNews (@AHindinews) March 15, 2024
- Mar 15, 2024 16:22 IST
કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ - પીએમ મોદી
કેરળમાં એક જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચર્ચના પાદરીઓ પણ હિંસાનો શિકાર બની રહ્યા છે. મહિલાઓ, યુવાનો અને સમાજનો દરેક વર્ગ ભયમાં જીવે છે અને રાજ્ય સરકારમાં બેઠેલા લોકો શાંતિથી ઊંઘી રહ્યા છે.
#WATCH पथनमथिट्टा (केरल): सार्वजनिक रैली को संबोधित करते प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, " केरल में कानून-व्यवस्था का हाल बहुत बुरा है। यहां तक के चर्च के पादरी भी हिंसा के शिकार हो रहे हैं। महिलाएं , युवा और हर वर्ग डर में जी रहा है और राज्य सरकार में बैठे लोग चैन की नींद सो… pic.twitter.com/wjrcvkTX8D
— ANI_HindiNews (@AHindinews) March 15, 2024
- Mar 15, 2024 14:49 IST
હવે આવી શકે છે બીજેપીની ત્રીજી યાદી
ચૂંટણી પંચે કહ્યું છે કે તે 16 માર્ચે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. આ વિધાનસભા ચૂંટણીઓ ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાશે.
- Mar 15, 2024 14:16 IST
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ
કેન્દ્રય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે અમદાવાદના ગુરુકુળમાં આવેલા ભીડભંજન હનુમાન દાદાના દર્શન કરીને લોકસભા ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. ત્યારબાદ અમિત શાહે પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં જનસંપર્ક કાર્યાલયમાં બેઠક યોજી હતી.
- Mar 15, 2024 13:05 IST
ભાવનગરમાં એસટી બસ પુલ પરથી ખાબકી
ભાવનગરના ચોગઠના ઢાળ નજીક પાલિતાણા મણિનગર એસટી બસ પુલ પરથી પલટી ગઈ હતી. આ ઘટનામાં જુજ મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી છે. ઘટનાની જાણ થતાં જ એસટી ઇન્ચાર્જ નિયામક ઘટના સ્થળે પહોંચીને માહિત લીધી હતી.
- Mar 15, 2024 12:45 IST
આવતી કાલે જાહેર થશે લોકસભાની ચૂંટણી તારીખ
લોકસભા ચૂંટણીની તારીખો આવતી કાલે શનિવારે જાહેર થશે. ચૂંટણી પંચ આવતી કાલે શનિવારે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણી 2024ના મતદાનની તારીખો જાહેર કરશે.
- Mar 15, 2024 12:42 IST
જૂનાગઢ મહાનગરપાલિકામાં 44 પોસ્ટ પર ભરતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/JMC-Recruitment-2024.jpg)
જૂનાગઢ મહાનગરપાલિકામાં 44 પોસ્ટ પર ભરતી બહાર પડી છે. અહીં ક્લિક કરીને વાંચો ભરતીને લગતી તમામ માહિતી.
- Mar 15, 2024 12:18 IST
બીગ બીની આજે થઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજે શુક્રવારે સવારે છ વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી.
- Mar 15, 2024 12:13 IST
શંખેશ્વર નજીક અકસ્માત, કારમાં ભીષણ આગમાં બે લોકો ભડથું
પાટણના શંખેશ્વર નજીક આજે શુક્રવારે સવારમાં ગોઝારી ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પિકઅપ વાન અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ત્યારબાદ બંને વાહનમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં બે લોકો જીવત સળગ્યા હતા.
- Mar 15, 2024 11:01 IST
શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો
સપ્તાહના છેલ્લા સત્રમાં ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત નુકસાન સાથે થઈ હતી. આજે બંને બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા.પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 314.56 પોઈન્ટ ઘટીને 72,782.72 પોઈન્ટ પર અને નિફ્ટી 101.65 પોઈન્ટ ઘટીને 22,045 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
- Mar 15, 2024 10:59 IST
આજે નીતિશ કેબિનેટનો થઈ શકે છે વિસ્તાર
આજે શુક્રવારે બિહારમાં કેબિનેટ વિસ્તાર થવાની શક્યતા છ. મળતી માહિતી પ્રમાણે બીજેપીના સંભવીત મંત્રીઓની યાદી આવી ગઈ છે.
- Mar 15, 2024 10:41 IST
અમદાવાદના ફતેવાડીમાં ફ્લેટમાં આગ, 41 વાહનો બળીને ખાખ થયા
ઉનાળાની શરુઆત થતાં જ આગની ઘટનાઓ બનવાનું શરુ થયું છે ત્યારે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ફ્લેટમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. જેના પગલે પાર્કિંગમાં રાખેલા 41 વાહનો બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત 200 જેટલા લોકોને સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
- Mar 15, 2024 09:50 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુની મુલાકાતે જવાના છે. અહીં તો હજારો કરોડના વિકાસ કાર્યોના ખાતમુર્હત અને લોકાર્પણ કરશે. ચૂંટણી પ્રાચર પણ કરશે.
- Mar 15, 2024 09:06 IST
કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ સગીર છોકરીની જાતીય સતામણીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ છે કે જાતિય હુમલો 2 ફેબ્રુઆરીએ થયો હતો જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માટે યેદિયુરપ્પા પાસે ગયા હતા.
- Mar 15, 2024 08:44 IST
આજથી શનિની રાશિમાં મંગળનું ગોચર
આજે શુક્રવારે મંગળનું રાશિપરિવર્તન સાંજે 06:22 વાગ્યે થવાનું છે. મંગળ 15 માર્ચથી 23 એપ્રિલ, 2024 સુધી કુંભ રાશિમાં રહેશે. તે 23 એપ્રિલે સવારે 08:52 કલાકે કુંભથી મીન રાશિમાં જશે.
- Mar 15, 2024 08:19 IST
અમેરિકાએ ફેટી લીવર માટે પ્રથમ દવાને મંજૂરી આપી
હવે ફેટી લીવરની સમસ્યાને દવા દ્વારા પણ ઠીક કરી શકાય છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ગુરુવારે બિન-આલ્કોહોલિક ફેટી લિવર રોગના ગંભીર સ્વરૂપવાળા લોકો માટે પ્રથમ દવાને મંજૂરી આપી હતી.
- Mar 15, 2024 08:17 IST
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન
ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે ત્યારે ઉનાળો આવે અને કેસર યાદ ન આવે એ ન બને. ઉનાળાની શરુઆત થતાની સાથે માર્કેટમાં કેસર કેરીનું આગમન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત ઉના પંથકમાંથી કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં આગમન થયું છે.
- Mar 15, 2024 08:16 IST
15 માર્ચ 2024, શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/friday-horoscope-2.jpg)
15 માર્ચ 2024નો શુક્રવારનો દિવસ મેષથી લઈને મીન રાશિ સુધીની રાશિના લોકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિ ભવિષ્ય.
- Mar 15, 2024 08:14 IST
આમ આદમી પાર્ટી વડોદરામાંથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શુક્રવારે વડોદરાની મુલાકાતે આવશે અને ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કેમ્પેઈનનું વડોદરાથી લોન્ચિંગ કરશે. ગોત્રી વિસ્તારની ખાનગી હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપશે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર AAP લડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us