/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/gold.jpg)
ધનતેરસના અવસર પર સોનાની ખરીદીનો રિવાજ ઘણો જૂનો છે. (File)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 15 November 2024, આજના તાજા સમાચાર: ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે એટલે કે 15મી નવેમ્બરે સોનાના ભાવ 1 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે સ્પોટ ગોલ્ડની કિંમત 0.6 ટકા ઘટીને 2,559.39 રૂપિયા પ્રતિ ઔંસ પર આવી છે.
ભારતની વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત આજે એટલે કે 15 નવેમ્બરે 74,240 રૂપિયા છે. જ્યારે 1 ગ્રામ સોનાની કિંમત 7,424 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 68,053 રૂપિયા છે. જ્યારે 18 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 55,680 રૂપિયા છે.
ચૂંટણી પંચના અધિકારીઓએ ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની તપાસ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે આજે મહારાષ્ટ્રના હિંગોલી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા મારા હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. ભાજપ નિષ્પક્ષ ચૂંટણી અને સ્વસ્થ ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે અને માનનીય ચૂંટણી પંચ દ્વારા બનાવેલા બધા નિયમોનું પાલન કરે છે. આપણે બધાએ સ્વસ્થ ચૂંટણી પ્રણાલીમાં યોગદાન આપવું જોઈએ અને ભારતને દુનિયાના સૌથી મજબૂત લોકતંત્ર બનાવી રાખવામાં પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.
- Nov 15, 2024 22:36 IST
Today News Live Updates : ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકો
દેવ દિવાળીની રાત્રે 10:15 વાગ્યાની આસપાસ ઉત્તર ગુજરાતની ધરતી ભૂકંપની ધ્રૂજી ઉઠી હતી. જે બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ત્યાં જ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના શહેર અને ગામડાઓ દેવ દિવાળીની રાત્રે ધ્રૂજી ઉઠતા લોકોમાં ડરના મોહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ છે.
- Nov 15, 2024 21:57 IST
Today News Live Updates : પીએમ મોદીએ કહ્યું - મારા માટે આસામ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતની અષ્ટલક્ષ્મી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા માટે આસામ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતની અષ્ટલક્ષ્મી છે. હવે પૂર્વ ભારતમાંથી વિકાસનો સૂરજ ઉગશે, જે વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા આપશે. તેથી અમે ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. પૂર્વોત્તરના રાજયોના સરહદ વિવાદોને સોહાર્દ સાથે સમાધાન શોધી રહ્યા છીએ.
- Nov 15, 2024 18:23 IST
Today News Live Updates : દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે સરકારી ઓફિસોનો સમય બદલાયો, સીએમ આતિશીએ લીધો નિર્ણય
દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયે દિલ્હીની હવા ખૂબ જ ઝેરેલી બની ગઈ છે, મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં આવી ગયો છે. હાલમાં રાજધાનીમાં જીઆરએપી 3ના તમામ પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે આ જ કડીમાં ટ્રાફિક ઘટાડવા સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. આતિશી સરકારના આદેશ અનુસાર દિલ્હી નગર નિગમની તમામ ઓફિસો સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ખુલશે. કેન્દ્ર સરકારની કચેરીઓ સવારે 9 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ જ રીતે દિલ્હી સરકાર હેઠળની ઓફિસો સવારે 10 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી ખુલશે. હવે સરકારે આ નિર્ણય એટલા માટે લેવાનો છે કારણ કે તમામ પ્રતિબંધો બાદ પણ પ્રદૂષણનું સ્તર ઓછું થયું નથી, સ્થિતિ સ્ફોટક બની છે
- Nov 15, 2024 17:08 IST
Today News Live Updates : ઝારખંડમાં પીએમ નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
ઝારખંડમાં પીએમ નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ કારણે પીએમ મોદીના હેલિકોપ્ટરનું દેવઘર એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમના દિલ્હી પાછા ફરવામાં વિલંબ થઈ શકે છે.
- Nov 15, 2024 16:07 IST
Today News Live Updates : ચૂંટણી પંચના અધિકારીઓએ ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની તપાસ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે આજે મહારાષ્ટ્રના હિંગોલી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા મારા હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. ભાજપ નિષ્પક્ષ ચૂંટણી અને સ્વસ્થ ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે અને માનનીય ચૂંટણી પંચ દ્વારા બનાવેલા બધા નિયમોનું પાલન કરે છે. આપણે બધાએ સ્વસ્થ ચૂંટણી પ્રણાલીમાં યોગદાન આપવું જોઈએ અને ભારતને દુનિયાના સૌથી મજબૂત લોકતંત્ર બનાવી રાખવામાં પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.
- Nov 15, 2024 09:48 IST
Today News Live Updates : અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર કાર અકસ્માતમાં ત્રણના મોત
આજે વહેલી સવારે અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટ નજીક ગમખ્વાર કાર અકસ્માતની ઘટના બની હતી. ભાવનગરથી સુરત જઈ રહેલા પરિવારની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તીને ઈજા પહોંચી છે.
- Nov 15, 2024 09:23 IST
Today News Live Updates : મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચાર તેજ થશે
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ઊંચુ છે. ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને બીજા તબક્કાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ 20મી નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. પીએમ મોદી આજે મુંબઈમાં એક મોટી રેલીને સંબોધિત કરવાના છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓ ઝારખંડમાં પ્રચાર કરતા જોવા મળશે.
- Nov 15, 2024 09:23 IST
Today News Live Updates : પીએમ મોદી બિહારને વિકાસ પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના જમુઈ પ્રવાસ પર છે. આદિવાસી ગૌરવ દિવસ પર વડાપ્રધાન 15મી નવેમ્બરે જમુઈથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીની શરૂઆત કરશે. આ દરમિયાન પીએમ મોદી 6640 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પણ ગિફ્ટ કરશે. પ્રધાનમંત્રી આદિવાસી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, શિક્ષણ અને આજીવિકા નિર્માણ પર કેન્દ્રિત રૂ. 6640 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us