Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 16 એપ્રિલ 2024, મંગળવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, બિહારની રાજધાની પટનામાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે. પટનામાં એક સ્પીડમાં આવી રહેલી ઓટો મેટ્રો ક્રેન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
પીએમ મોદી બિહાર પ્રવાસે હતા તેમણે ગયામાં જનસભા સંબોધી આરજેડી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડીએ બિહારમાં ભ્રષ્ટાચાર અને જંગલરાજની ભેટ જ આપી છે. ગુજરાતમાં વિવાદ વચ્ચે આજે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. આ ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ બેઠકો ઉપરથી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ફોર્મ ભર્યા છે. બીજી તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર અને પશ્વિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અને રેલી કરી છે. આજે આઈપીએલની 31મી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. વાંચતા રહો આજના તાજા સમાચાર.
જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં શ્રીનગરના બટવારા પાસે જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી હોડી પલટી ગઈ હતી. જેમાં ચાર બાળકોના મોત થયા છે. બાળકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે. સરકારી-વહીવટની ટુકડી સ્થળ પર હાજર છે. મળતી માહિતી મુજબ કાશ્મીર ઘાટીમાં હવામાન ખરાબ છે. છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. રાજ્યમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
રાજ્યમાં વિવિધ પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરશે
આજે અમદાવાદ પશ્વિમથી કોંગ્રેસના ભરત મકવાણા, ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલ, બનાસકાંઠામાંથી રેખાબેન ચૌધરી, સુરતથી મુકેશ દલાલ, આણંદથી મિતેષ પટેલ સહિત મોટાભાગના ઉમેદવારો આજે લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે.