Gujarati News 16 March 2024 LIVE: સીએમ કેજરીવાલને કોર્ટમાંથી મોટી રાહત, 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 March 2024 : દિલ્હીના કથીત દારુ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્ર અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા છે.

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 March 2024 : દિલ્હીના કથીત દારુ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્ર અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal vs ED

અરવિંદ કેજરીવાલ અને ઈડી

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 March 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 16 માર્ચ 2024, આજે શનિવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો આજે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તો કોર્ટના આદેશ બાદ કથિત દારુ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થશે. આ ઉપરાંત ગુજરાતમાં ગરમી વધવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. દેશ દુનિયામાં બનતી ઘટનાઓ વિશે અહીં વાંચો આજના તાજા સમાચાર.

Advertisment

કોર્ટે સીએમ કેજરીવાલને આપ્યા જામીન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી 15 હજાર રૂપિયાના જામીન બોન્ડ અને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળ્યા છે. શનિવારે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું અને તેઓ હાજર થયા. અરવિંદ કેજરીવાલ માટે બે વકીલોએ કેસ રજૂ કર્યો હતો.

'મને ડર છે કે કાળું નાણું ફરી પાછું આવશે ' : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું કે તેમને ડર છે કે જો જૂની પ્રક્રિયા પાછી આવશે તો કાળું નાણું પાછું આવશે. તેમણે કહ્યું કે રાજનીતિમાં કાળાં નાણાંને ખતમ કરવાની દિશામાં એક પગલું છે.

ચૂંટણી પંચ આજે જાહેર કરશે લોકસભા તારીખ

ચૂંટણી કમિશ્નરોની નિમણૂક થયા બાદ આજે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. કોન્ફરન્સ થકી ચૂંટણી પંચ લોકસભાની તારીખો જાહેર થશે. આ સિવાય ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે.

Advertisment
Lok Sabha Election schedule, Lok Sabha Election 2024
Lok Sabha election 2024 : ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે શનિવારે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

ગુજરાત સરકાર સામે કર્મચારીઓની લડત

સરકારી કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ સાથે ગુજરાત સરકાર સામે લડત આપી રહ્યા છે. અલગ અલગ ખાતાઓ કર્મચારીઓ સરકાર સામે પોતાની માગણીઓનો ઉકેલ લાવવા માટે સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

  • Mar 16, 2024 15:16 IST

    Lok Sabha Elections LIVE: ચૂંટણી કમિશ્નરની પ્રેસકોન્ફરન્સ ચાલું : દેશમાં 49.7 કરોડ પુરુષ અને 47.1 કરોડ મહિલા મતદાતા



  • Mar 16, 2024 15:14 IST

    Lok Sabha Elections LIVE: ચૂંટણી કમિશ્નરની પ્રેસકોન્ફરન્સ ચાલું



  • Mar 16, 2024 15:13 IST

    Lok Sabha Elections LIVE: ચૂંટણી કમિશ્નરની પ્રેસકોન્ફરન્સ ચાલું



  • Mar 16, 2024 15:11 IST

    Lok Sabha Elections LIVE: અમે ચૂંટણી માટે તૈયાર છીએ - ચૂંટણી પંચ

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. ચૂંટણીનો તહેવાર એ દેશનો તહેવાર છે.



  • Mar 16, 2024 13:15 IST

    કેનેડામાં 'શંકાસ્પદ' આગમાં ભારતીય મૂળના દંપતી અને તેમની પુત્રીનું મોત

    ગયા અઠવાડિયે, કેનેડિયન પ્રાંત ઓન્ટેરિયોમાં એક 'શંકાસ્પદ' ઘરમાં આગમાં ત્રણ લોકોના મોત થયા હતા. આગમાં જીવ ગુમાવનારાઓની ઓળખ ભારતીય મૂળના દંપતી અને તેમની પુત્રી તરીકે કરવામાં આવી છે.



  • Mar 16, 2024 13:10 IST

    એર ઇન્ડિયા કંપનીએ 180 કર્મચારીઓની કરી છટણી

    ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ મોટી છટણી કરી છે. એર ઈન્ડિયાએ 180 થી વધુ નોન-ફ્લાઈંગ સ્ટાફની છટણી કરી છે. કંપનીએ કહ્યું છે કે જે લોકોએ તેમની નોકરી ગુમાવી છે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) અને રિસ્કિલિંગની તકોનો ઉપયોગ કરી શક્યા નથી. એર ઈન્ડિયામાં કુલ 18,500થી વધુ કર્મચારીઓ છે.



  • Mar 16, 2024 12:09 IST

    પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો જાહેર કર્યો

    લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર “હું મોદીનો પરિવાર છું” નામનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. મ્યુઝિકલ વિડિયો ખેડૂતોથી લઈને ગરીબ પરિવારો સુધીના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોને પ્રકાશિત કરે છે. જેમાં લોકો વડાપ્રધાનને સમર્થન આપવાનું વચન આપતાં સાંભળવા મળે છે કે તેઓ મોદીનો પરિવાર છે.

    — Narendra Modi (@narendramodi) March 16, 2024



  • Mar 16, 2024 11:09 IST

    સીએમ કેજરીવાલને કોર્ટમાંથી મોટી રાહત, 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અરવિંદ કેજરીવાલને 15 હજાર રૂપિયાના જામીન બોન્ડ અને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળ્યા છે. શનિવારે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું અને તેઓ હાજર થયા. અરવિંદ કેજરીવાલ માટે બે વકીલોએ કેસ રજૂ કર્યો હતો.



  • Mar 16, 2024 10:26 IST

    અમિત શાહે ઈલેક્ટોરલ બોન્ડ વિવાદ પર કહી મોટી વાત

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું કે તેમને ડર છે કે જો જૂની પ્રક્રિયા પાછી આવશે તો કાળું નાણું પાછું આવશે. તેમણે કહ્યું કે રાજનીતિમાં કાળાં નાણાંને ખતમ કરવાની દિશામાં એક પગલું છે.



  • Mar 16, 2024 09:26 IST

    આજે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે

    શનિવાર એ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની સાતમી તિથિ છે. પંચાંગ અનુસાર સપ્તમી તિથિ રાત્રે 9.38 વાગ્યા સુધી છે. આ પછી અષ્ટમી તિથિ શરૂ થશે. આ સાથે આજે રોહિણી નક્ષત્ર સાથે આયુષ્માન યોગ સાથે દ્વિપુષ્કર યોગ, અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે.



  • Mar 16, 2024 09:23 IST

    છાતીમાં દુઃખાવો ઉપડતા જેત પ્રતાપ યાદવ હોસ્પિટલમાં દાખલ

    રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેજ પ્રતાપને પટનાના રાજેન્દ્ર નગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



  • Mar 16, 2024 08:35 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખુલ્લો પત્ર લખ્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે દેશવાસીઓને પત્ર લખીને પોતાની સરકારના 10 વર્ષ પુરા થવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશવાસીઓના ઉજવળ ભવિષ્યની કામના કરી હતી.



  • Mar 16, 2024 08:02 IST

    આજે તાપમાનમાં વધારો થવાની હવામાનની આગાહી

    રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે.રાજ્યના 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.



  • Mar 16, 2024 08:00 IST

    સરકારી કર્મચારીઓની ગુજરાત સરકાર સામે લડત

    અલગ અલગ ખાતાઓ કર્મચારીઓ સરકાર સામે પોતાની માગણીઓનો ઉકેલ લાવવા માટે સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.



  • Mar 16, 2024 08:00 IST

    આજનો શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    16 માર્ચ 2024, શનિવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. આહિં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ



  • Mar 16, 2024 07:58 IST

    ચૂંટણી પંચની આજે ત્રણ વાગ્યે પ્રેસકોન્ફરન્સ

    ચૂંટણી કમિશ્નરોની નિમણૂક થયા બાદ આજે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. કોન્ફરન્સ થકી ચૂંટણી પંચ લોકસભાની તારીખો જાહેર થશે. આ સિવાય ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ