/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/AAP-MP-Swati-Maliwal-Case.jpg)
આપ સાંસદ સ્વાતિ માલીવાલ કેસ
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 may 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે ગુરુવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, કચ્છના ભચાઉના શિકારપુર નજીક ઘુડખર અભિયારણ્ય વિસ્તારના રણમાં મીઠુ પકવવાની જમીન પર કબ્જો મેળવવાને લઈ બે જૂથ વચ્ચે ધીંગાણુ, જેમાં એક જૂથના પાંચ ગાડીઓ ભરી માણસો આવ્યા અને અચાનક ફાયરીંગ શરૂ કરી દીધુ. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વની વાત એ છે કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા સમયે પણ ગાડીથી કચડવાનો પ્રયાસ થયો.
મધ્ય યુરોપના લેંડલોક્ડ દેશ સ્લોવાકિયાના વડાપ્રધાન પર જીવલેણ હુમલો થયો હતો. પીએમ રોબર્ટ ફિકોને ગોળી મારવામાં આવી હતી. જેની હાલત ખૂબ જ ગંભીર છે. બીજી તરફ દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલું છે. દેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓ માટે વાંચો આજના તાજા સમાચાર.
આપ નેતા સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં પોલીસ ફરિયાદ દાખલ, FIRમાં બિભવના નામનો ઉલ્લેખ
આપ પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલા કેસમાં દિલ્હી પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલના ઘરે જઇ નિવેદન નોંધાવ્યું છે. સ્વાતિ માલીવાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર પર સીએમ આવાસમાં તેની સાથે ખરાબ વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ મૂક્યો છે.
मेरे साथ जो हुआ वो बहुत बुरा था। मेरे साथ हुई घटना पर मैंने पुलिस को अपना स्टेटमेंट दिया है। मुझे आशा है कि उचित कार्यवाही होगी। पिछले दिन मेरे लिए बहुत कठिन रहे हैं। जिन लोगों ने प्रार्थना की उनका धन्यवाद करती हूँ। जिन लोगों ने Character Assassination करने की कोशिश की, ये बोला…
— Swati Maliwal (@SwatiJaiHind) May 16, 2024
અરવિંદ કેજરીવાલ ચૂંટણી બાદ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે; સુખબીરસિંહ બાદલ
પંજાબના શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિશે બહુ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે.
સ્વાતિ માલીવાલ મામલા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું - હું હંમેશા મહિલાઓ સાથે ઉભી છું
રાયબરેલી, ઉત્તર પ્રદેશ : AAP નેતા સ્વાતિ માલીવાલ સાથે મારપીટના મામલામાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આમાં બે બાબતો છે. પ્રથમ જો મહિલાઓ સાથે કંઇક ખોટું થાય છે, તો અમે તેમની સાથે ઊભા છીએ. હું હંમેશા મહિલાઓ સાથે ઉભી રહી છું ભલે તે ગમે તે પાર્ટીની હોય. બીજુ AAP અંદરો-અંદર ચર્ચા કરશે. તે નિર્ણય કરશે. આ તેમના ઉપર છે.
ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રી ફૂટબોલમાં નિવૃત્તિ જાહેર કરી
ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ ગુરુવારે સવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને જાહેરાત કરી કે તેણે રમતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેણે 10 મિનિટ લાંબો વીડિયો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. છેત્રીએ જણાવ્યું કે કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ 6 જૂને રમાશે.
આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હશે.
પશ્વિમ બંગાળ સીએમ મમતા બેનર્જીનું મહત્વનું નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે જો INDIA ગઠબંધન સરકાર બનશે તો તે તેને બહારથી સમર્થન આપશે. હવે સીએમ મમતા બેનર્જીનું આ નિવેદન મહત્વનું છે કારણ કે INDIA ગઠબંધનમાં તેમની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ છે. બંગાળમાં તેઓ કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે ગઠબંધન પણ કરી શક્યા નથી, દરેક પ્રચારમાં તેમની તરફથી કહેવામાં આવતું હતું કે આ બંનેને મત આપવો એ ભાજપને મત આપવા બરાબર છે.
- May 16, 2024 21:59 IST
આપ નેતા સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં પોલીસ ફરિયાદ દાખલ, FIRમાં બિભવ કુમારના નામનો ઉલ્લેખ
આપ પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલા કેસમાં દિલ્હી પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલના ઘરે જઇ નિવેદન નોંધાવ્યું છે.
https://twitter.com/SwatiJaiHind/status/1791121296765395090
સ્વાતિ માલીવાલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર પર સીએમ આવાસમાં તેની સાથે ખરાબ વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ મૂક્યો છે.
An FIR has been lodged in Swati Maliwal assault case, FIR mentions Bibhav's name: Delhi Police pic.twitter.com/A9GUU0NbEG
— ANI (@ANI) May 16, 2024
- May 16, 2024 20:53 IST
અરવિંદ કેજરીવાલ ચૂંટણી બાદ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે; સુખબીરસિંહ બાદલ
પંજાબના શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિશે બહુ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે.
https://twitter.com/ANI/status/1791122548421480559
- May 16, 2024 18:56 IST
ભાજપની દિલ્હી ઓફિસમાં આગ
ભાજપની દિલ્હી સ્ટેટ ઓફિસમાં આગ લાગી છે. શહેરના પંડિત પંત માર્ગ પર સ્થિત ભાજપની દિલ્હી ઓફિસમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે શોટ સર્કિટના કારણે આગ લાગી છે.
https://twitter.com/ANI/status/1791061128057156016
- May 16, 2024 18:10 IST
કેજરીવાલ અને ભગવંત માને સુવર્ણ મંદિરના દર્શન કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસરમાં સુવર્ણ મંદિરના દર્શન કર્યા.
#WATCH अमृतसर, पंजाब: दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल और पंजाब के मुख्यमंत्री भगवंत मान ने स्वर्ण मंदिर में माथा टेका और दर्शन किए। pic.twitter.com/KK68vJmMad
— ANI_HindiNews (@AHindinews) May 16, 2024
- May 16, 2024 17:34 IST
કેરળના તિરુવંનતપુરમ શહેરના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો
#WATCH केरल: तिरुवनंतपुरम शहर के कुछ हिस्सों में तेज बारिश हुई। pic.twitter.com/aug3OQ5EfF
— ANI_HindiNews (@AHindinews) May 16, 2024
- May 16, 2024 16:53 IST
સ્વાતિ માલીવાલ મામલા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું - હું હંમેશા મહિલાઓ સાથે ઉભી છું
AAP નેતા સ્વાતિ માલીવાલ સાથે મારપીટના મામલામાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આમાં બે બાબતો છે. પ્રથમ જો મહિલાઓ સાથે કંઇક ખોટું થાય છે, તો અમે તેમની સાથે ઊભા છીએ. હું હંમેશા મહિલાઓ સાથે ઉભી રહી છું ભલે તે ગમે તે પાર્ટીની હોય. બીજુ AAP અંદરો-અંદર ચર્ચા કરશે. તે નિર્ણય કરશે. આ તેમના ઉપર છે.
#WATCH रायबरेली, उत्तर प्रदेश: AAP नेत्री स्वाति मालीवाल के साथ मारपीट मामले पर कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा ने कहा, "इसमें दो बाते हैं। पहला, अगर महिलाओं के साथ कुछ गलत होता है तो हम उनके साथ खड़े हैं। मैं हमेशा महिलाओं के साथ ही खड़ी रहती हूं चाहें वे किसी भी पार्टी… pic.twitter.com/o8uz0m3pT0
— ANI_HindiNews (@AHindinews) May 16, 2024
- May 16, 2024 15:08 IST
કચ્છના રણમાં ધીંગાણુ, મીઠુ પકવવાની જમીનના કબ્જાને લઈ ફાયરીંગ, એકનું મોત, ઈજાગ્રસ્તોને ગાડીથી કચડવાનો પ્રયાસ
કચ્છના ભચાઉના શિકારપુર નજીક ઘુડખર અભિયારણ્ય વિસ્તારના રણમાં મીઠુ પકવવાની જમીન પર કબ્જો મેળવવાને લઈ બે જૂથ વચ્ચે ધીંગાણુ, જેમાં એક જૂથના પાંચ ગાડીઓ ભરી માણસો આવ્યા અને અચાનક ફાયરીંગ શરૂ કરી દીધુ. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહત્વની વાત એ છે કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા સમયે પણ ગાડીથી કચડવાનો પ્રયાસ થયો.
- May 16, 2024 10:50 IST
ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રી ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી
ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ ગુરુવારે સવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને જાહેરાત કરી કે તેણે રમતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.
- May 16, 2024 10:41 IST
ચારધામ યાત્રા પર ગયેલા મધ્ય પ્રદેશના શ્રદ્ધાળુઓનું ઉત્તરાખંડમાં મોત
ચારધામ યાત્રા પર ગયેલા મધ્ય પ્રદેશના ત્રણ શ્રદ્ધાળુઓનું ઉત્તરાખંડમાં મોત થયું છે. ઈન્દોર, સાગર અને નીમચના રહેનારા શ્રદ્ધાળુઓના હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યા હતા. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ચાર-ચાર લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
- May 16, 2024 09:20 IST
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના બદલાયેલા સૂર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે જો INDIA ગઠબંધન સરકાર બનશે તો તે તેને બહારથી સમર્થન આપશે.
- May 16, 2024 08:32 IST
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમીનો પારો ગગડ્યો છે.
- May 16, 2024 08:11 IST
ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/thursday-horoscope-.jpg)
આજે 16 મે 2024, ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- May 16, 2024 08:10 IST
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલના આજે થશે અંતિમસંસ્કાર
આજે ગુરુવારે 16 મે 2024ના રોજ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલના અંતિમ સંસ્કાર થશે. તેઓ રાજસ્થાન સરકારના પ્રથમ મહિલા મંત્રી હતા. તેઓ 7 વખત ધારાસભ્ય બન્યા હતા. તેમજ ત્રિપુરા, ગુજરાત અને મિઝોરમના રાજ્યપાલ પદે રહી ચૂક્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us