Gujarati News 16 October 2024 હરિયાણામાં નાયબ સિંહ સૈની ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા, ગુરુવારે શપથગ્રહણ સમારોહ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 October 2024: નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પીએમ મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સીએમ તરીકે શપથ લેશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 October 2024: નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પીએમ મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સીએમ તરીકે શપથ લેશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
cabinet of the Saini government of Haryana

હરિયાણાની સૈની સરકારનું કેબિનેટ કેવું હશે - Express photo

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 October 2024 LIVE, આજના તાજા સમાચાર: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત નોંધાવ્યા બાદ આજે બીજેપીના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકારી સીએમ નાયબ સિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પીએમ મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સીએમ તરીકે શપથ લેશે.

Advertisment

મળતી માહિતી મુજબ, નિરીક્ષક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ મોહન યાદવની હાજરીમાં બીજેપી વિધાયક દળની બેઠક યોજાઈ હતી. આ સમય દરમિયાન, નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અનિલ વિજે રજૂ કર્યો હતો, જેને તમામ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું અને નાયબ સિંહ સૈનીને સર્વાનુમતે ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે આ પાક પર એમએસપી વધારવાનો નિર્ણય કર્યો

ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેતા મોદી સરકારે રવી પાક પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાનો નિર્ણય કર્યો છે. તહેવારોની સિઝનમાં ખેડૂતો માટે આ સારા સમાચાર છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ વધારો)માં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે આ પાક પર એમએસપીમાં વધારો કર્યો છે. ઘઉં - 2275 રૂપિયાથી 2425 રૂપિયા, જવ 1850થી 1980 રૂપિયા, ચણા – 5440 રૂપિયાથી 5650 રૂપિયા, મસૂર - 6425 રૂપિયાથી 6700 રૂપિયા, સરસો - 5650 રૂપિયાથી 5950 રૂપિયા વધાર્યા છે.

ઉમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા બાદ પહેલીવાર નવી સરકારની રચના થવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફ્રેસ- કોંગ્રેસ ગઠબંધનની જીત થઈ છે. ઉમેર અબ્દુલ્લાને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. આજે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

Advertisment
  • Oct 16, 2024 22:58 IST

    today News Live : બદરૂદ્દીન અજમલે કહ્યું - વકફની જમીન પર બની છે સંસદ

    એઆઈયુડીએફના વડા બદરૂદ્દીન અજમલે બુધવારે વિવાદને વેગ આપતા દાવો કર્યો છે. તેમણે કહ્યું કે રાજધાની દિલ્હીમાં સંસદ ભવન અને તેની આસપાસના વિસ્તારો વકફ સંપત્તિ પર બનાવવામાં આવ્યા છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં અજમલે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં વસંત વિહારથી એરપોર્ટ સુધીનો વિસ્તાર વકફની સંપત્તિ પર બનાવવામાં આવ્યો છે.



  • Oct 16, 2024 21:49 IST

    today News Live : UPPSC PCS પરીક્ષા સ્થગિત, 27 ઓક્ટોબરે યોજાવાની હતી એક્ઝામ

    ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (યુપીપીએસસી) પીસીએસ પરીક્ષા 2024 સ્થગિત રાખવામાં આવી છે. પંચે પરીક્ષા મુલતવી રાખવાની માહિતી સત્તાવાર વેબસાઇટ uppsc.up.nic.in પર શેર કરી છે. પરીક્ષા 27 ઓક્ટોબર, 2024 ના રોજ યોજાવવાની હતી. નવી તારીખ ટૂંક સમયમાં આયોગની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવશે. સંભાવના છે કે આ પરીક્ષા હવે આ વર્ષે ડિસેમ્બરમાં લેવામાં આવી શકે છે.



  • Oct 16, 2024 19:54 IST

    today News Live : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરિટાનિયા પહોંચ્યા

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં આજે મોરિટાનિયા પહોંચ્યા છે. ભારતીય રાષ્ટ્રપતિની મોરિટાનિયાની આ પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઔલદ ગજૌનીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.



  • Oct 16, 2024 18:25 IST

    today News Live : કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું - સીટોની વહેંચણી હજુ નક્કી કરવામાં આવી નથી

    મહારાષ્ટ્ર કોંગ્રેસની સ્ક્રીનિંગ મીટિંગ પછી કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે સીટોની વહેંચણી હજુ નક્કી કરવામાં આવી નથી, કેટલીક બેઠકો એવી છે જેની ચર્ચા થવાની બાકી છે. જે પક્ષનો ઉમેદવાર જ્યાં જીતે શકે છે ત્યાંની સીટ તેમને મળશે.



  • Oct 16, 2024 16:41 IST

    today News Live : ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે આ પાક પર એમએસપી વધારવાનો નિર્ણય કર્યો

    ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેતા મોદી સરકારે રવી પાક પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાનો નિર્ણય કર્યો છે. તહેવારોની સિઝનમાં ખેડૂતો માટે આ સારા સમાચાર છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ વધારો)માં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે આ પાક પર એમએસપીમાં વધારો કર્યો છે. ઘઉં - 2275 રૂપિયાથી 2425 રૂપિયા, જવ 1850થી 1980 રૂપિયા, ચણા – 5440 રૂપિયાથી 5650 રૂપિયા, મસૂર - 6425 રૂપિયાથી 6700 રૂપિયા, સરસો - 5650 રૂપિયાથી 5950 રૂપિયા વધાર્યા છે.



  • Oct 16, 2024 13:44 IST

    today News Live : નાયબ સિંહ સૈની ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

    હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વખત જીત નોંધાવ્યા બાદ આજે બીજેપીના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકારી સીએમ નાયબ સિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૈની આજે બપોરે 2 વાગ્યાની આસપાસ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પીએમ મોદી અને બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સીએમ તરીકે શપથ લેશે.

    મળતી માહિતી મુજબ, નિરીક્ષક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ મોહન યાદવની હાજરીમાં બીજેપી વિધાયક દળની બેઠક યોજાઈ હતી. આ સમય દરમિયાન, નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અનિલ વિજે રજૂ કર્યો હતો, જેને તમામ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું અને નાયબ સિંહ સૈનીને સર્વાનુમતે ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.



  • Oct 16, 2024 11:42 IST

    today News Live : ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    કલમ 370 હટાવ્યાના પાંચ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરને હવે નવી સરકાર મળી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.



  • Oct 16, 2024 08:59 IST

    today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો

    ગુજરાતમાં મેઘરાજાની જવામટ હજી પણ યથાવત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.



  • Oct 16, 2024 08:20 IST

    today News Live : ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં કેમિકલ વિસ્ફોટ અફરા-તફરી મચી

    ઓસ્ટ્રેલિયાની જાણિતી યુનિવર્સિટી ઓફ સિડનીમાં રાસાયણિક વિસ્ફોટ થતાં 3 વ્યક્તિઓ ખરાબ રીતે દાઝી ગઇ હતી. જેના બાદ તેમને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીની મેડિકલ કૉલેજની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. યુનિવર્સિટીનાં સ્પોર્ટ એક્વેટિક સેન્ટરમાં સવારે આ ઘટના બની હતી.



  • Oct 16, 2024 08:19 IST

    today News Live : આજનો બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 16 ઓક્ટોબર 2024, બુધવાર છે. આજનો બુધવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.



  • Oct 16, 2024 08:18 IST

    today News Live : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઉમર અબ્દુલ્લા આજે કરશે શપથ ગ્રહણ

    જમ્મુ કાશ્મિર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફ્રેસ- કોંગ્રેસ ગઠબંધનની જીત થઈ છે. ઉમેર અબ્દુલ્લાને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. આજે નવી સરકારના શપથ ગ્રહણ છે. આ અંગે તૈયારી પુરી થઈ ગઈ છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ