/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/CM-Yogi-Adityanath.jpg)
સીએમ યોગી આદિત્યનાથ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 16 September 2024, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના આક્રમક નિવેદનોને કારણે ચર્ચામાં છે અને હવે તેમણે પાકિસ્તાનને કેન્સર ગણાવ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્યાં સુધી તેની સારવાર નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન માનવતા માટે સૌથી મોટું કેન્સર છે અને વૈશ્વિક તાકાતોએ પણ તેનો ઇલાજ કરવા માટે આગળ આવવું પડશે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઇને પણ મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ત્યાંના લોકો હવે ભારત સાથે જોડાવા માંગે છે. સીએમ યોગીએ અગરતલામાં કહ્યું છે કે હવે પીઓકે મુક્ત થવાની માંગ કરી રહ્યું છે અને ફરીથી ભારતનો ભાગ બનવાની માંગ કરી રહ્યું છે.
પીએમ મોદીએ 8,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતને ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે સોમવારે એટલે 16 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. તેમણે વાવોલમાં આવેલી શાલિન-2 સોસાયટીના PM સૂર્યઘર મફ્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ હતો. પીએમ મોદી વાવોલથી મહાત્મા ગાંધી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણએ ચોથી ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટ અને એક્સ્પોનું ઉદ્ધાટન કર્યું હતું અને સંબોધન આપ્યું હતું. બપોર પછી વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતને ભેટ આપી હતી.
PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, ગાંધીનગર સેક્ટર 1ના સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બીજા દિવસના પ્રસાદ દરમિયાન ગાંધીનગરને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. ગાંધીનગર સેક્ટર 1ના સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલીઝંડી દેખાડી હતી. હવે સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને વડાપ્રધાન મોદી મુસાફરી કરી.
વડાપ્રધાન મોદીનું રિન્યુએબલ એનર્જી સમિટમાં સંબોધન
ચોથી રિન્યુએબલ એનર્જી સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેમાનોને સંબોધતા જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આવનારા 3 દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજાથી શીખીશું. મિત્રો તમે બધા જાણો છો કે, ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજીવાર ચૂંટી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોપ 3 ઇકોનોમીમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને ડેવલોપમેન્ટનો હિસ્સો બનાવવાનો એક્શન પ્લાન છે.
- Sep 16, 2024 23:12 IST
Today News Live : પીએમ મોદી તેમના જન્મદિવસ નિમિત્તે ઓડિશા સરકારની સુભદ્રા યોજના શરૂ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના 74માં જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ઓડિશા સરકારની સુભદ્રા યોજના શરૂ કરશે. સુભદ્રા યોજના હેઠળ રાજ્યભરની લગભગ એક કરોડ મહિલાઓને આવરી લેવામાં આવશે. મહિલાઓને 2 હપ્તામાં વાર્ષિક 10 હજાર રૂપિયા આપવામાં આવશે. આ નાણાકીય સહાય 5 વર્ષ માટે આપવામાં આવશે. સુભદ્રા યોજના ઓડિશા સરકારની ખૂબ જ વિશેષ યોજના છે.
- Sep 16, 2024 21:28 IST
Today News Live : સીએમ યોગી આદિત્યનાથે કહ્યું - પાકિસ્તાન કેન્સર સમાન, પીઓકેના લોકો ભારતમાં સામેલ થવા માંગે છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના આક્રમક નિવેદનોને કારણે ચર્ચામાં છે અને હવે તેમણે પાકિસ્તાનને કેન્સર ગણાવ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્યાં સુધી તેની સારવાર નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન માનવતા માટે સૌથી મોટું કેન્સર છે અને વૈશ્વિક તાકાતોએ પણ તેનો ઇલાજ કરવા માટે આગળ આવવું પડશે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઇને પણ મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ત્યાંના લોકો હવે ભારત સાથે જોડાવા માંગે છે. સીએમ યોગીએ અગરતલામાં કહ્યું છે કે હવે પીઓકે મુક્ત થવાની માંગ કરી રહ્યું છે અને ફરીથી ભારતનો ભાગ બનવાની માંગ કરી રહ્યું છે.
- Sep 16, 2024 20:05 IST
Today News Live : કેજરીવાલ મંગળવારે સાંજે 4.30 વાગ્યે એલજી સાથે મુલાકાત કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામું આપવાની ચોંકાવનારી જાહેરાતના એક દિવસ બાદ આજે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળવાનો સમય માંગ્યો છે. ઉપરાજ્યપાલે તેમને આવતીકાલે સાંજે 4.30 વાગ્યે મળવાનો સમય આપ્યો છે. ઉપરાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન પોતાનું રાજીનામું સોંપી શકે છે.
- Sep 16, 2024 18:02 IST
Today News Live :આ વર્ષે ગુજરાતના અનેક વિસ્તારોમાં એક સાથે અતિવૃષ્ટી થઇ છે - પીએમ મોદી
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્સવના આ માહોલમાં એક પીડા પણ છે. આ વર્ષે ગુજરાતના અનેક વિસ્તારોમાં એક સાથે અતિવૃષ્ટી થઇ છે. ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે , આટલા ઓછા સમયમાં, આટવો ભારે વરસાદ આપણે જોયો છે. ગુજરાતના ખૂણેખૂણે આ સ્થિતિ ઉભી થઇ છે, જેના કારણે જાન-માલનું પણ નુકસાન થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો અસરગ્રસ્તોને શક્ય તમામ રાહત આપવા માટે કામ કરી રહી છે.
- Sep 16, 2024 17:10 IST
ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ ચાલુ છે - પીએમ મોદી
અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ગણેશ ઉત્સવ પર દેશમાં ચારેય તરફ ઉત્સવની ધૂમ છે. આજે મિલાદ ઉન નબી છે. દેશના વિવિધ ભાગોમાં ઘણા તહેવારો અને પર્વ મનાવવામાં આવી રહ્યા છે. ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ ચાલુ છે. હાલ અહીં 8000 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. આજે ગુજરાતમાં નમો ભારત રેપિડ રેલની પણ શરૂઆત થઇ છે, જે એક મીલનો પત્થર સાબિત થવાની છે.
- Sep 16, 2024 16:28 IST
પીએમ મોદીએ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનને લીલી ઝંડી બતાવી
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને અન્ય ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.
https://twitter.com/AHindinews/status/1835633551641071880
- Sep 16, 2024 16:16 IST
Today News Live :પીએમ મોદીએ 8,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતને ભેટ આપી
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8,000 કરોડ રુપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
https://twitter.com/AHindinews/status/1835629914336215302
- Sep 16, 2024 15:48 IST
today News Live : પીએમ મોદીએ સેક્ટર 1 થી GIFT સિટી સુધી મેટ્રો રેલની મુસાફરી કરી
પીએમ મોદીએ ગાંધીનગર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું. તેમજ સેક્ટર 1 થી GIFT સિટી સુધી મેટ્રો રેલની મુસાફરી કરી હતી.આ પ્રસંગે પીએમ મોદીએ કેટલાક યુવાઓ સાથે વાતચીત પણ કરી હતી.
હવે આપણા ગાંધીનગરમાં પણ શરૂ થઈ મેટ્રો સેવા...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ગાંધીનગર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2નું લોકાર્પણ કર્યું તેમજ સેક્ટર 1 થી GIFT સિટી સુધી મેટ્રો રેલની મુસાફરી કરી.
આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કેટલાક યુવાઓ સાથે વાતચીત પણ કરી.… pic.twitter.com/AOrTWIzHd1— BJP Gujarat (@BJP4Gujarat) September 16, 2024
- Sep 16, 2024 15:32 IST
today News Live : આજે ગુજરાતમાં વરસાદની એકદમ બ્રેક, એક જ તાલુકામા નામ પુરો વરસાદ પડ્યો
આજે 16 સપ્ટેમ્બર 2024, સોમવારના રોજ ગુજરાતમાં વરાસદની એકદમ બ્રેક લાગી ગઈ છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં માત્ર એક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપીના નિઝરમાં બે એમએમ વરસાદ નોંધાયો હતો.
- Sep 16, 2024 14:12 IST
today News Live : વડાપ્રધાન મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, ગાંધીનગર સેક્ટર 1ના સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બીજા દિવસના પ્રસાદ દરમિયાન ગાંધીનગરને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. ગાંધીનગર સેક્ટર 1ના સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલીઝંડી દેખાડી હતી. હવે સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને વડાપ્રધાન મોદી મુસાફકરી કરશે.
- Sep 16, 2024 12:07 IST
today News Live : ભારતના લોકોએ ગામડે ગામડે હજારો અમૃત સરોવર પણ બનાવ્યા છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના લોકોએ ગામડે ગામડે હજારો અમૃત સરોવર પણ બનાવ્યા છે. ભારતમાં લોકો પોતાની માના નામે એક વૃક્ષ લગાવી રહ્યા છે. ભારતમાં રિન્યએબલ એનર્જીની ડિમાન્ડ ઝડપી બની રહી છે.
- Sep 16, 2024 12:03 IST
today News Live : ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારત ગ્લોબલ લિડર બનવા જઈ રહ્યો છે : વડાપ્રધાન મોદી
રિન્યુએબલ એનર્જી સમિટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારત ગ્લોબલ લિડર બનવા જઈ રહ્યો છે. સ્ટાર્ટઅપને પણ સપોર્ટ કરી રહ્યા છીએ. ભારતે દુનિયાને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગ્રીન ટ્રાન્જિક્શન પર પણ અમારૂ ફોકસ રહ્યું છે.
- Sep 16, 2024 11:55 IST
today News Live : ગ્રીન જોબ ઘણી ઝડપથી વધશે, હજારો વેન્ડરની જરૂર પડાશે : PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઘરમાં દીકરીનો જન્મ થાય અને આ રકમ PPFમાં નાખે તો એ દીકરી 20 વર્ષની થાય ત્યારે આ રકમ 10-12 લાખ થઈ જશે અને દીકરીના ફ્યુચર માટે બહુ કામ આવશે. ગ્રીન જોબ ઘણી ઝડપથી વધશે, હજારો વેન્ડરની જરૂર પડશે. આ યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે.
- Sep 16, 2024 11:54 IST
today News Live : આ યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રિન્યુએબલ એનર્જી સમિનાના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધનમાં જણાવ્યું હતું કે, અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. સવા ત્રણ લાખ ઘરમાં આ યોજના હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. એક નાનો પરિવાર 250 યુનિટ વીજળીની ખપત છે તે હવે 25 હજારની કુલ બચત કરશે. એટલે 25 હજારનો ફાયદો થશે.
- Sep 16, 2024 11:51 IST
today News Live : અમારૂ લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી પણ ટોપ પર ટકી રહેવાનું છે : PM મોદી
રિન્યુએબલ એનર્જી સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારૂ લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી પણ ટોપ પર ટકી રહેવાનું છે. અમે એનર્જી પર આધારીત નથી. આથી અમે સોલાર પાવર, ન્યૂક્લિયર પાવર, વિન્ડ પાવર પર રહેવા નિર્ણય લીધો છે. જી20 દેશના સમુદાયમાં અમે એકલા છીએ જે કરીને બતાવ્યું છે.
- Sep 16, 2024 11:50 IST
today News Live : પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ : PM મોદી
તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે.
- Sep 16, 2024 11:40 IST
today News Live : મહેમાનોને જાણીને નવાઈ લાગશે કે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમા જણાવ્યું હતું કે, અમે દરેક સેક્ટર અને ફેક્ટર ચેક કર્યા છે જે ભારતના ઝડપી વિકાસ માટે જરૂરી છે. આપણા વિદેશી મહેમાનોને જાણીને નવાઈ લાગશે કે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ.
- Sep 16, 2024 11:39 IST
today News Live : મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નિકળ્યું છે : PM મોદી
રિન્યુએબલ એનર્જી સમિટને સંબોધતા તેમણે વધુ જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો ઉઠ્યો નહોતો ત્યારે મહાત્મા ગાંધીએ વાત કરી હતી. મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નિકળ્યું છે.
- Sep 16, 2024 11:33 IST
today News Live : વડાપ્રધાન મોદીનું રિન્યુએબલ એનર્જી સમિટમાં સંબોધન
ચોથી રિન્યુએબલ એનર્જી સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેમાનોને સંબોધતા જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આવનારા 3 દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજાથી શીખીશું. મિત્રો તમે બધા જાણો છો કે, ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજીવાર ચૂંટી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોપ 3 ઇકોનોમીમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને ડેવલોપમેન્ટનો હિસ્સો બનાવવાનો એક્શન પ્લાન છે.
- Sep 16, 2024 10:42 IST
today News Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં મહાત્મા મંદિર પહોંચશે
પીએમ મોદીએ ગુજરાતમાં પોતાના બીજા દિવસની શરુઆતમાં વાવોલ પહોંચ્યા હતા જયાં તેમણે શાલિન-2 સોસાયટીના PM સૂર્યઘર મફ્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ હતો. પીએમ મોદી વાવોલથી નીકળ્યા છે. થોડીવારમાં મહાત્મા ગાંધી મંદિર પહોંચશે. તેઓ આજે ચોથી ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટ અને એક્સ્પોનું ઉદ્ધાટન કરશે. જે ત્રણ દિવસ સુધી ચાલશે.
- Sep 16, 2024 10:32 IST
today News Live : નોઈડામાં યુવકની જાહેરમાં હત્યા, મેટ્રો સ્ટેશન નીચે ગોળી મારી
દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક વ્યક્તિને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સેક્ટર-137 મેટ્રો સ્ટેશનની નીચે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી એક વ્યક્તિને બીજા પક્ષના લોકોએ ગોળી મારી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓને પકડવા માટે અનેક પોલીસ ટીમો તૈનાત કરી છે. મિલકતના વિવાદને કારણે આ ઘટના બની હોવાની પોલીસને શંકા છે.
- Sep 16, 2024 10:21 IST
today News Live : આજનો સોમવાર 12 રાશિના લોકો માટે કેવો રહેશે
આજે 16 સપ્ટેમ્બર 2024, સોમવારનો દિવસ 12 રાશિના લોકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Sep 16, 2024 10:14 IST
today News Live : શેરબજાર સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા, સોના ચાંદીમાં ઉછાળો
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત તેજી સાથે થઇ છે. તો બુલિયન માર્કેટમાં સોના ચાંદી પણ ઉછળ્યા છે. સોમવાર બીએસઇ સેન્સેક્સ 82985 અને એનએસ નિફ્ટી 25406 ખુલ્યા છે, જ્યારે ગત સપ્તાહ શુક્રવારે સેન્સેક્સ 82890 અને નિફ્ટી 25356 લેવલ પર બંધ થયા હતા. એમસીએક્સ ગોલ્ડ વાયદો 141 રૂપિયા વધી 73656 રૂપિયા ટ્રેડ થઇ રહ્યો છે. તો એમસીએક્સ ચાંદીનો ડિસેમ્બર વાયદો 900 રૂપિયા ઉછળી 90100 રૂપિયા ક્વોટ થઇ રહી છે
- Sep 16, 2024 10:14 IST
today News Live : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર થયેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના 30 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં એક ઇંચ જેટલો નોંધાયો હતો. ડાંગના આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના કપરાડામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- Sep 16, 2024 10:13 IST
today News Live : મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું કરશે
આજે સોમવારે એટલે 16 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી સોમવારે સવારે 10.30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us