Gujarati News 17 April 2024 LIVE: TMC મેનિફેસ્ટો - 'NRC અને UCC કોઈપણ કિંમતે લાગુ કરવામાં આવશે નહીં…'

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 April 2024 : ટીએમસીનું કહેવું છે કે જો કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર રચાય છે, તો NRC પ્રક્રિયા બંધ થઈ જશે

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 April 2024 : ટીએમસીનું કહેવું છે કે જો કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર રચાય છે, તો NRC પ્રક્રિયા બંધ થઈ જશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
manifesto

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 April 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 17 એપ્રિલ 2024, બુધવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, TMCએ લોકસભા ચૂંટણીને લઈને પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, એનઆરસી અને યુસીસીને લાગુ થવા દેવામાં આવશે નહીં. ટીએમસીનું કહેવું છે કે જો કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર રચાય છે, તો NRC પ્રક્રિયા બંધ થઈ જશે અને સમાન નાગરિક સંહિતા પણ લાગુ થવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત બીપીએલ પરિવારોને એક વર્ષમાં 10 એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisment

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં કાર એક ટ્રેલર પાછળ ઘુસી જતા કારમાં સવાર 10 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે નડિયાદ નજીક અકસ્માત સર્જાયો.

ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપી દીધું છે. હવે ભાજપ વિરુદ્ધ મતદાન અભિયાન ચલાવશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે રાહતના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા છે. આજે આઈપીએલની 32મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપીટલ ટકરાશે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નલબારીમાં કહ્યું

બુધવારે આસામના નલબારીમાં એક જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "મોદી 2014માં આશા, 2019માં વિશ્વાસ અને 2024માં ગેરંટી લાવ્યા છે." તેમણે કહ્યું, “આજે આખા દેશમાં મોદીની ગેરંટી ચાલી રહી છે અને નોર્થ ઈસ્ટ પોતે મોદીની ગેરંટી હેઠળ ચાલી રહ્યું છે. અને નોર્થ ઈસ્ટ પોતે મોદીની ગેરંટીનો સાક્ષી છે.

Advertisment

ઉત્તર-પૂર્વ કે જેને કોંગ્રેસે માત્ર સમસ્યાઓ આપી હતી, તે ભાજપે શક્યતાઓના સ્ત્રોતમાં ફેરવી દીધું છે. કોંગ્રેસે અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું અને મોદીએ શાંતિ અને સુરક્ષા માટે પ્રયાસો કર્યા. જે કોંગ્રેસ 60 વર્ષમાં નથી કરી શકી તે મોદીએ 10 વર્ષમાં કરી બતાવ્યું. રેલીમાં તેમણે કહ્યું કે આખો દેશ કહી રહ્યો છે કે, 4 જૂને 400નો આંકડો પાર થઈ જશે… આ ચૂંટણી તેની સાક્ષી બનશે.

રાહુલ-અખિલેશે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી પર કર્યો જોરદાર પ્રહાર

રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે. તેમણે કહ્યું કે પીએમ મોદી સાથેની મુલાકાત સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ હતી.

  • Apr 17, 2024 21:12 IST

    અયોધ્યામાં સરયુ નદી કિનારે લેઝર શો

    રામનવમી નિમિત્તે અયોધ્યામાં સરયુ નદીના કિનારે રામ કી પૌંડી પર લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

    — ANI_HindiNews (@AHindinews) April 17, 2024



  • Apr 17, 2024 15:55 IST

    અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 6 થી વધુના મોત

    અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં કાર એક ટ્રેલર પાછળ ઘુસી જતા કારમાં સવાર 6 થી વધુ લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર, મૃત્યુઆંક વધે તેવી સંભાવના. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે નડિયાદ નજીક અકસ્માત સર્જાયો.



  • Apr 17, 2024 14:36 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નલબારીમાં કહ્યું

    બુધવારે આસામના નલબારીમાં એક જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "મોદી 2014માં આશા, 2019માં વિશ્વાસ અને 2024માં ગેરંટી લાવ્યા છે.



  • Apr 17, 2024 11:26 IST

    ‘ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે રાહુલ-અખિલેશે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી પર કર્યો જોરદાર પ્રહાર

    રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે ગાઝિયાબાદમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે. તેમણે કહ્યું કે પીએમ મોદી સાથેની મુલાકાત સંપૂર્ણ રીતે સ્ક્રિપ્ટેડ હતી.



  • Apr 17, 2024 09:21 IST

    રામનવમીનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે રામ જન્મનો દિવસ એટલે કે રામનવમી છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.



  • Apr 17, 2024 09:19 IST

    ગુજરાત હાઈકોર્ટે આપ ધારાસભ્ય ચૈતર વસાવાને આપ્યા જામીન

    વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે. નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. આમ આદમી પાર્ટીએ તેમને લોકસભા ઉમેદવાર જાહેર કર્યા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ