Gujarati News 17 December 2024 : વન નેશન વન ઇલેક્શન બિલ પર JDUના નેતા કેસી ત્યાગીએ કહ્યું - અમે આ બિલ પાસ કરીશું

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 December 2024: વન નેશન વન ઇલેક્શન બિલ પર JD(U)ના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે JDU અને અમારા નેતા નીતીશ કુમાર પહેલાથી જ એકસાથે ચૂંટણી યોજવાનું સમર્થન કરી ચૂક્યા છે અને અમે આ બિલ પાસ કરીશું

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
one nation one election, Ram Nath Kovind panel report

મોદી સરકારે કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઈલેક્શનના બિલને મંજૂરી આપી દીધી (ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 17 December 2024, આજના તાજા સમાચાર: વન નેશન વન ઇલેક્શન બિલ પર JD(U)ના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે JDU અને અમારા નેતા નીતીશ કુમાર પહેલાથી જ એકસાથે ચૂંટણી યોજવાનું સમર્થન કરી ચૂક્યા છે અને અમે આ બિલ પાસ કરીશું.

Advertisment

સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, બેંક નિફ્ટી પણ તૂટ્યો

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ખુલતાની સાથે જ કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટ અને નિફ્ટી 160 પોઇન્ટ તૂટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81748 સામે ઘટીને આજે 81511 ખુલ્યો હતો. રિલાયન્સ, ભારતી એરટેલ જેવા બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81220 લેવલ નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24668 સામે આજે 24584 ખુલ્યો. સેન્સેક્સ જેમ નિફ્ટી ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 160 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. બેંક નિફ્ટી 380 પોઇન્ટ ડાઉન હતો.

ભાવનગરના ત્રાપજ નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત

આજે મંગળવારના દિવસે વહેલી સવારે ભાવનગરમાં ભારે અકસ્માત સર્જાયો હતો. અહીં ત્રાપજ નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ભયાનક ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લક્ઝરી બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. એપલ ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે.

શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની એક કોર્ટે સોમવારે કહ્યું કે રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેમને હશ મની કેસમાં કોઈ રાહત નહીં મળે અને તેમની મેની સજા અકબંધ રહેશે. સોમવારે જજ દ્વારા આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાં ફરી પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. ગંભીર ગુનામાં દોષિત ઠરનારા તેઓ પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે. તેમની પ્રથમ મુદતથી તેમની સામે લાવવામાં આવેલા તમામ ચાર ફોજદારી કેસો કાં તો બરતરફ કરવામાં આવ્યા છે, રોકાયા છે અથવા કોઈ કારણસર મુલતવી રાખવામાં આવ્યા છે.

Advertisment

નલિયા 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશ 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સોમવારે ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 9.9 ડિગ્રી, અમરેલસીમાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Dec 17, 2024 21:03 IST

    Today Live News : જયંત ચૌધરીએ કહ્યું - અમારી સરકાર કોઈ ગેરબંધારણીય પ્રસ્તાવ લાવશે નહીં.

    કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું કે બંધારણીય મૂલ્યોના સંરક્ષણ પર ખૂબ જ ગહન ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ વસ્તુઓને વિગતવાર સમજાવી હતી. ઘણી બધી માહિતી સાર્વજનિક ક્ષેત્રમાં ન હતી, તે પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અમારી સરકાર કોઈ ગેરબંધારણીય પ્રસ્તાવ લાવશે નહીં.

  • Dec 17, 2024 19:52 IST

    Today Live News : JD(U)ના નેતા કેસી ત્યાગીએ કહ્યું - અમે આ બિલ પાસ કરાવીશું

    વન નેશન વન ઇલેક્શન બિલ પર JD(U)ના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે JDU અને અમારા નેતા નીતીશ કુમાર પહેલાથી જ એકસાથે ચૂંટણી યોજવાનું સમર્થન કરી ચૂક્યા છે અને અમે આ બિલ પાસ કરીશું.

    — ANI_HindiNews (@AHindinews) December 17, 2024

  • Dec 17, 2024 17:56 IST

    Today Live News : રવિશંકર પ્રસાદે કહ્યું - વન નેશન વન ઈલેક્શનથી ખર્ચ અને સમયની બચત થશે

    'વન નેશન વન ઈલેક્શન' બિલ પર બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે આ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આ વર્ષે મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સહિત ઘણી જગ્યાએ ચૂંટણી થઈ હતી, હવે દિલ્હી અને બિહારમાં ચૂંટણી છે. તો શું દેશમાં હંમેશા ચૂંટણી જ થતી રહે? આ માટે (વન નેશન વન ઈલેક્શન) 20 વર્ષથી પ્રયાસો થઈ રહ્યા હતા. આનાથી ખર્ચ અને સમયની બચત થશે. હું સ્પષ્ટપણે માનું છું કે આ એક આવકારદાયક બાબત છે. તે એક યોગ્ય પગલું છે.

  • Dec 17, 2024 16:26 IST

    Today Live News : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સાથી લેફ્ટિનેન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યા

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી લેફ્ટિનેન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યા કરી દેવામાં આવી છે. રશિયન તપાસ સમિતિએ જણાવ્યું હતું કે મંગળવારે મોસ્કોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છુપાયેલા બોમ્બથી તેમનું મોત નીપજ્યું હતું. આ બ્લાસ્ટ ક્રેમલિનની નજીક થયો હતો. રોયટર્સના રિપોર્ટ અનુસાર ઇગોર કિરિલોવ રશિયાના ન્યૂક્લિયર ચીફ હતા.

  • Dec 17, 2024 15:55 IST

    Today Live News : મા નર્મદાનું પાણી રોકવા માટે કોંગ્રેસ અને કેટલીક NGO દ્વારા પ્રયાસ કરાયો હતો - પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કે હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મા નર્મદાનું પાણી ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચાડવા માટે એક મોટું અભિયાન ચલાવ્યું હતું. તે સમયે તેને રોકવા માટે કોંગ્રેસ અને કેટલીક NGO દ્વારા વિવિધ યુક્તિઓ અપનાવી હતી.

    — ANI_HindiNews (@AHindinews) December 17, 2024

  • Dec 17, 2024 10:06 IST

    Today Live News : સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, બેંક નિફ્ટી પણ તૂટ્યો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ખુલતાની સાથે જ કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટ અને નિફ્ટી 160 પોઇન્ટ તૂટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81748 સામે ઘટીને આજે 81511 ખુલ્યો હતો. રિલાયન્સ, ભારતી એરટેલ જેવા બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81220 લેવલ નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24668 સામે આજે 24584 ખુલ્યો. સેન્સેક્સ જેમ નિફ્ટી ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 160 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. બેંક નિફ્ટી 380 પોઇન્ટ ડાઉન હતો.

  • Dec 17, 2024 09:20 IST

    Today Live News : ભાવનગરના ત્રાપજ નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, પાંચના મોત

    આજે મંગળવારના દિવસે વહેલી સવારે ભાવનગરમાં ભારે અકસ્માત સર્જાયો હતો. અહીં ત્રાપજ નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ભયાનક ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લક્ઝરી બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. એપલ ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે.

  • Dec 17, 2024 09:17 IST

    Today Live News : શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્કની એક કોર્ટે સોમવારે કહ્યું કે રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેમને હશ મની કેસમાં કોઈ રાહત નહીં મળે અને તેમની મેની સજા અકબંધ રહેશે. સોમવારે જજ દ્વારા આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાં ફરી પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. ગંભીર ગુનામાં દોષિત ઠરનારા તેઓ પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે. તેમની પ્રથમ મુદતથી તેમની સામે લાવવામાં આવેલા તમામ ચાર ફોજદારી કેસો કાં તો બરતરફ કરવામાં આવ્યા છે, રોકાયા છે અથવા કોઈ કારણસર મુલતવી રાખવામાં આવ્યા છે.

  • Dec 17, 2024 09:17 IST

    Today Live News : નલિયા 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

    ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશ 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સોમવારે ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 9.9 ડિગ્રી, અમરેલસીમાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ