/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/CM-Yogi-Adityanath.jpg)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 July 2024 Highlights, આજના તાજા સમાચાર: શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશન (41)ની મંગળવારે રાત્રે (16 જુલાઈ) રાત્રે ગાલે જિલ્લાના નાના શહેર અંબાલાંગોડામાં તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. હાલમાં આ અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, પરંતુ ગુના પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.
ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર પલટી ગયું
ઓમાનમાં દરિયામાં એક ઓઈલ ટેન્કનું જહાજ પલટી ગયું છે. બોર્ડમાં કુલ 17 ક્રૂ મેમ્બર હતા, જેમાંથી 13 ભારતીય અને 3 શ્રીલંકન મૂળના હતા. ગુમ થયેલા તમામ ક્રૂ મેમ્બરની શોધખોળ ચાલુ છે. જહાજને સ્થિર કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે આ દુર્ઘટના અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે સોમવારે ઓમાની બંદર દુકમ નજીક રાસ મદારકાથી 25 નોટિકલ માઈલ દક્ષિણ-પૂર્વમાં જહાજ પલટી ગયું હતું. સિક્યોરિટી સેન્ટરે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે કોમોરોસ ફ્લેગવાળા ઓઈલ ટેન્કરના 13 ભારતીયો સહિત કુલ 17 ક્રૂ મેમ્બર ગુમ છે.
- Jul 17, 2024 19:58 IST
ગાંધી ધામ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી
ગુજરાતના ગાંધી ધામથી અસમના કામાખ્યા જઇ રહેલી ગાંધી ધામ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. ન્યુઝ એજન્સી પીટીઆરના અહેવાલ અનુસાર ગાંધી ધામ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટના અસમના બોંગઇગાંવ નજીક બની છે. હાલ આગ આગવાનું કારણ મિકેનિકલ ફોલ્ટ માનવામાં આવે છે.
https://twitter.com/PTI_News/status/1813564315863331160
- Jul 17, 2024 19:29 IST
પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ 7 લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह प्रधानमंत्री नरेंद्र मोदी के आवास 7 लोक कल्याण मार्ग से रवाना हुए। pic.twitter.com/3FFuBpSrSi
— ANI_HindiNews (@AHindinews) July 17, 2024
- Jul 17, 2024 19:26 IST
ઉત્તર પ્રદેશમાં નવાજૂની થવાના એંધાણ, સીએમ યોગી રાજ્યપાલ આનંદીબેન પટેલ મળ્યા
ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ છે. રાજ્યના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા રાજભવન પહોંચ્યા હતા.
#WATCH लखनऊ: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने राजभवन में राज्यपाल आनंदीबेन पटेल से मुलाकात की। pic.twitter.com/Im9WA1nkqq
— ANI_HindiNews (@AHindinews) July 17, 2024
- Jul 17, 2024 13:40 IST
ગુજરાતમાં આજે બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર 10 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના તાલાલામાં અડધો ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
- Jul 17, 2024 12:22 IST
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટરની પત્ની અને બાળકોની સામે ગોળી મારીને હત્યા
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશન (41)ની મંગળવારે રાત્રે (16 જુલાઈ) રાત્રે ગાલે જિલ્લાના નાના શહેર અંબાલાંગોડામાં તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. હાલમાં આ અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, પરંતુ ગુના પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.
- Jul 17, 2024 09:15 IST
તમારો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/wednesday-horoscope.jpg)
આજે 17 જુલાઈ 2014, બુધવાર તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિ ભવિષ્ય.
- Jul 17, 2024 09:14 IST
ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર પલટી ગયું
ઓમાનમાં દરિયામાં એક ઓઈલ ટેન્કનું જહાજ પલટી ગયું છે. બોર્ડમાં કુલ 17 ક્રૂ મેમ્બર હતા, જેમાંથી 13 ભારતીય અને 3 શ્રીલંકન મૂળના હતા. ગુમ થયેલા તમામ ક્રૂ મેમ્બરની શોધખોળ ચાલુ છે. જહાજને સ્થિર કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે આ દુર્ઘટના અંગે માહિતી આપી છે અને કહ્યું છે કે સોમવારે ઓમાની બંદર દુકમ નજીક રાસ મદારકાથી 25 નોટિકલ માઈલ દક્ષિણ-પૂર્વમાં જહાજ પલટી ગયું હતું. સિક્યોરિટી સેન્ટરે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે કોમોરોસ ફ્લેગવાળા ઓઈલ ટેન્કરના 13 ભારતીયો સહિત કુલ 17 ક્રૂ મેમ્બર ગુમ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us