/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Amit-Shah-4.jpg)
ગૃહમંત્રી અમિત શાહ (તસવીર - અમિત શાહ ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 June 2024 Highlight, આજના તાજા સમાચાર: ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં સોમવારે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં બે નક્સલીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે.
સરકારે માર્યા ગયેલા ચાર નક્સલવાદીઓ માટે ઈનામની જાહેરાત કરી હતી. તેમાં ઝોનલ કમાન્ડર સિંગરાઈ ઉર્ફે મનોજ, 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર, સબઝોનલ કમાન્ડર કાંડે હોનહાગા ઉર્ફે દીર્શુમ, 5 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર, એરિયા કમાન્ડર સૂર્યા ઉર્ફે મુંડા દેવગામ, 2 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનારનો સમાવેશ થાય છે. આ સિવાય મૃતક મહિલા નક્સલવાદીનું નામ જંગા પૂર્તિ ઉર્ફે મરલા હોવાનું જણાવવામાં આવ્યું છે.
કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને મમતા બેનર્જીનો સરકાર પર પ્રહાર
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને મોદી સરકાર અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર પહાર કરતા કહ્યું કે તેમને (રેલવે મંત્રાલય) યાત્રીઓની સુવિધાઓની પરવા નથી. તેઓ રેલવે અધિકારીઓ, રેલવે એન્જિનિયરો, રેલવેના ટેકનિકલ કર્મચારીઓ અને કામદારોની પણ પરવા કરતા નથી. તે પણ સંકટમાં છે. તેમનું જૂનું પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. હું સંપૂર્ણપણે રેલવે કર્મચારીઓ અને રેલવેઅધિકારીઓ સાથે છું. પરંતુ આ સરકારને માત્ર ચૂંટણી સાથે જ નિસ્બત છે.
ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સ્થિતિ પર હાઇ લેવલ સિક્યુરિટી મીટિંગ કરી
ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સ્થિતિ પર હાઇ લેવલ સિક્યુરિટી મીટિંગ કરી હતી. આ મીટિંગમાં યુનિયન હોમ સેક્રેટરી અજય ભલ્લા, આઈબી ચીફ તપન ડેકા, આર્મી ચીફ મનોજ પાંડે, મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ, મણિપુરના મુખ્ય સચિવ વીનિત જોશી, મણિપુરના ડીજીપી રાજીવ સિંહ અને અસમ રાઇફલ્સના ડીજી પ્રદીપ ચંદ્રન નાયર હાજર રહ્યા હતા.
કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર મર્યો
જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટર: જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રવિવારે રાત્રે બાંદીપોરાના અરગામ ગામમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી 13 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) અને બાંદીપોરા પોલીસના જવાનોએ ગામને ઘેરી લીધું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સઘન સર્ચ ઓપરેશન બાદ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. તે જ સમયે, બીજા આતંકવાદીની શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
દિલ્હીમાં ગરમીએ 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો
દિલ્હી અને આસપાસના રાજ્યોમાં વિક્રમી ગરમીએ જનજીવન ખોરવ્યું છે. લોકો છેલ્લા ઘણા દિવસોથી દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે રાત્રે પણ ગરમીથી રાહત મળી રહી નથી. રાત્રિના સમયે પણ લોકોના કપાળમાંથી પરસેવો સુકાતો નથી. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પારો 33 ડિગ્રીને પાર કરી ગયો હતો. આ ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે. હવે લોકો એ જ વિચારી રહ્યા છે કે આ હીટ વેવ ક્યારે સમાપ્ત થશે? જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા દિવસો સુધી આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા ઓછી છે.
- Jun 17, 2024 23:26 IST
પશ્ચિમ બંગાળ: મહિલાઓ અને બાળકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો - રવિશંકર પ્રસાદ
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે લોકોને માર મારવામાં આવ્યો, મહિલાઓ અને બાળકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ આઘાતજનક છે. મમતા બેનર્જી પર શરમ આવે છે. એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તમારા શાસનમાં અન્યાય થઇ રહ્યો છે.
- Jun 17, 2024 21:51 IST
કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને મમતા બેનર્જીનો સરકાર પર પ્રહાર
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને મોદી સરકાર અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર પહાર કરતા કહ્યું કે તેમને (રેલવે મંત્રાલય) યાત્રીઓની સુવિધાઓની પરવા નથી. તેઓ રેલવે અધિકારીઓ, રેલવે એન્જિનિયરો, રેલવેના ટેકનિકલ કર્મચારીઓ અને કામદારોની પણ પરવા કરતા નથી. તે પણ સંકટમાં છે. તેમનું જૂનું પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. હું સંપૂર્ણપણે રેલવે કર્મચારીઓ અને રેલવેઅધિકારીઓ સાથે છું. પરંતુ આ સરકારને માત્ર ચૂંટણી સાથે જ નિસ્બત છે.
- Jun 17, 2024 20:28 IST
રાહુલ ગાંધી રાયબરેલી જાળવી રાખશે, પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે
Rahul Gandhi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી રાયબરેલીની સીટ જાળવી રાખશે અને પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બે કલાકથી વધુ સમય સુધી બેઠક થઇ હતી. જેમાં નક્કી થયું હતું કે રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે અને પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડશે.
- Jun 17, 2024 19:29 IST
પીએમ મોદી અને યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી. ભારત વૈશ્વિક ભલાઇ માટે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्वीट किया, "अमेरिकी राष्ट्रीय सुरक्षा सलाहकार जेक सुलिवन से मुलाकात की। भारत वैश्विक भलाई के लिए भारत-अमेरिका व्यापक वैश्विक रणनीतिक साझेदारी को और मजबूत करने के लिए प्रतिबद्ध है।" pic.twitter.com/I9vy4nGNE2
— ANI_HindiNews (@AHindinews) June 17, 2024
- Jun 17, 2024 17:48 IST
દાર્જિલિંગ : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કંચનજંગા એક્સપ્રેસ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અમારું તમામ ધ્યાન રેસ્ક્યુ અને બહાલી પર હોવું જોઈએ. આ રાજકારણનો સમય નથી.
#WATCH दार्जिलिंग, पश्चिम बंगाल: केंद्रीय रेल मंत्री अश्विनी वैष्णव कंचनजंगा एक्सप्रेस दुर्घटना स्थल पर पहुंचे।
उन्होंने कहा, "बचाव अभियान पूरा हो चुका है और हमारा सारा ध्यान रेस्क्यू और बहाली पर होना चाहिए... ये राजनीति का समय नहीं है..." pic.twitter.com/9rBDQJSOvV— ANI_HindiNews (@AHindinews) June 17, 2024
- Jun 17, 2024 17:03 IST
ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સ્થિતિ પર હાઇ લેવલ સિક્યુરિટી મીટિંગ
ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સ્થિતિ પર હાઇ લેવલ સિક્યુરિટી મીટિંગ કરી રહ્યા છે. આ મીટિંગમાં યુનિયન હોમ સેક્રેટરી અજય ભલ્લા, આઈબી ચીફ તપન ડેકા, આર્મી ચીફ મનોજ પાંડે, મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ, મણિપુરના મુખ્ય સચિવ વીનિત જોશી, મણિપુરના ડીજીપી રાજીવ સિંહ અને અસમ રાઇફલ્સના ડીજી પ્રદીપ ચંદ્રન નાયર સામેલ છે.
केंद्रीय गृह मंत्री अमित शाह ने मणिपुर में सुरक्षा स्थिति की समीक्षा के लिए एक उच्च स्तरीय बैठक की अध्यक्षता की।
केंद्रीय गृह सचिव अजय भल्ला, खुफिया ब्यूरो प्रमुख तपन डेका, सेना प्रमुख जनरल मनोज पांडे, सेना प्रमुख (पदनाम) लेफ्टिनेंट जनरल उपेंद्र द्विवेदी, GOC थ्री कोर एच.एस.… https://t.co/NHbZzEwyAu— ANI_HindiNews (@AHindinews) June 17, 2024
- Jun 17, 2024 16:17 IST
રેલવે દુર્ઘટના - મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે પીડિતોને વધેલી એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે; મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર ઈજાગ્રસ્તોને 2.5 લાખ અને નજીવી ઈજાવાળાને 50,000 રૂપિયા આપવામાં આવશે.
रेल मंत्री अश्विनी वैष्णव ने ट्वीट किया, "पीड़ितों को बढ़ी हुई अनुग्रह राशि प्रदान की जाएगी; मृतकों के परिजनों को ₹10 लाख, जिन्हें गंभीर चोटें आई हैं उन्हें ₹2.5 लाख और जिन्हें मामूली चोटें आई हैं उन्हें ₹50,000 की राशि दी जाएगी।" pic.twitter.com/6yh9Q6q8L7
— ANI_HindiNews (@AHindinews) June 17, 2024
- Jun 17, 2024 11:52 IST
NIA કરશે રિયાસી હુમલાની તપાસ, નવી FIR દાખલ
ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાનો મામલો રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દીધો છે. NIAએ 15 જૂને થયેલા આતંકી હુમલાની તપાસ કરી હતી. ગૃહ મંત્રાલયના આદેશ બાદ મામલો પોતાના હાથમાં લીધો છે અને નવી એફઆઈઆર નોંધી છે.
- Jun 17, 2024 10:34 IST
કાંચનજંગા એક્સપ્રેસ સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર
બંગાળના સિલિગુડીમાં સોમવારે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન કોલકાતાના સિયાલદાહ સ્ટેશન જઈ રહી હતી અને સિલિગુડીના રંગપાની વિસ્તારમાં માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. ટ્રેનની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. અકસ્માત બાદ બે બોગી એકબીજાની ઉપર ચઢી ગઈ છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટના સ્થળે તમામ હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
- Jun 17, 2024 09:36 IST
કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર મર્યો
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
- Jun 17, 2024 08:43 IST
મહારાષ્ટ્રમાં બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, સેનાના 2 જવાનોના મોત
મહારાષ્ટ્રના નાગપુરમાં ઓટો રીક્ષા અને બસ વચ્ચેની ભયાનક ટક્કર થતાં સેનાના બે જવાનોના મોત થયા છે. જ્યારે છ જવાનો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત નાગપુરના કન્હાન બ્રિજ પર થયો હતો.
- Jun 17, 2024 08:02 IST
તમારો આજનો દિવસ કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/monday-horoscope-.jpg)
આજે 17 જૂન 2024, આજે સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Jun 17, 2024 07:59 IST
દિલ્હીમાં ગરમીએ 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો
દિલ્હી અને આસપાસના રાજ્યોમાં વિક્રમી ગરમીએ જનજીવન ખોરવ્યું છે. લોકો છેલ્લા ઘણા દિવસોથી દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે રાત્રે પણ ગરમીથી રાહત મળી રહી નથી. રાત્રિના સમયે પણ લોકોના કપાળમાંથી પરસેવો સુકાતો નથી. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પારો 33 ડિગ્રીને પાર કરી ગયો હતો. આ ઘણા વર્ષો પછી જોવા મળ્યું છે. હવે લોકો એ જ વિચારી રહ્યા છે કે આ હીટ વેવ ક્યારે સમાપ્ત થશે? જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા દિવસો સુધી આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા ઓછી છે.
- Jun 17, 2024 07:59 IST
આજે સિક્કિમમાં શરુ થઈ શકે છે રેસ્ક્યૂ ઓપરેશન
સિક્કિમના મંગન જિલ્લામાં જો હવામાન અનુકૂળ રહેશે તો ફસાયેલા 1,200 થી વધુ પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ આજે સોમવારે શરૂ થઈ શકે છે. કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે આ કામ દિવસ દરમિયાન થઈ શક્યું નથી. ચુંગથાંગ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કિરણ થટાલે જણાવ્યું હતું કે જો હવામાન અનુકૂળ રહેશે, તો સ્થળાંતર પ્રક્રિયા હવાઈ અથવા માર્ગ દ્વારા કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us