/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/election-commission-press-conference-at-delhi.jpg)
મુખ્ય ચૂંટણી કમિશ્નર -photo - youtube
India Gujarat Today Latest News in Gujarat Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 March 2024 : આજે 17 માર્ચ 2024, રવિવારનો દિવસ છે. લોકસભા ચૂંટણી 2024ની મતદાનની તારીખો જાહેર થઇ રહી છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત ઈલેક્ટરોલ બોન્ડ ખરીદનાર કંપનીઓ અને વ્યક્તિઓના નામ ચર્ચામાં છે. ગુજરાતમાં પણ ચૂંટણીના માહોલ વચ્ચે દરેક પક્ષોએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરુ કરી દીધી છે. દેશના ગૃહ મંત્રી અમિત શાહે પણ ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. અહીં વાંચતા રહો દેશ અને દુનિયાના લેટેસ્ટ સમાચાર
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરી હવે 4 જૂનના બદલે 2 જૂને થશે
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરી હવે 4 જૂનના બદલે 2 જૂને થશે. ચૂંટણી પંચ દ્વારા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નિયમ હેઠળ ત્યાં સુધીમાં મતગણતરી પણ પૂર્ણ થવી જોઈએ તેથી તારીખોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
- Mar 17, 2024 23:46 IST
ઇન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં સફળ થશે - અશોક ગેહલોત
મુંબઈ: રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે પરિણામો ચોંકાવનારા હશે. દેશની સ્થિતિ ખૂબ જ ગંભીર છે...તેમને (ભાજપ)ને એવો ભ્રમ હતો કે ઇન્ડિયા ગઠબંધન સફળ નહીં થાય પણ આજે તેમનો આ ભ્રમ પૂરો થઈ જશે. તૂટી જશે. ઇન્ડિયા ગઠબંધન ચૂંટણીમાં સફળ થશે.
#WATCH मुंबई: राजस्थान के पूर्व मुख्यमंत्री और कांग्रेस नेता अशोक गहलोत ने कहा, "परिणाम चौंकाने वाले होंगे। देश में हालात बहुत गंभीर हैं...इनको(भाजपा) भ्रम था कि INDIA गठबंधन कामयाब नहीं होगा लेकिन आज उनका भ्रम टूट जाएगा...INDIA गठबंधन(चुनाव में) कामयाब होगा..." pic.twitter.com/9K0e8FKK5g
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 23:00 IST
વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ચેમ્પિયન બની
વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ચેમ્પિયન બની છે. શ્રેયંકા પાટિલ (4 વિકેટ) અને સોફી મોલિનેક્સ (3 વિકેટ)ની ચુસ્ત બોલિંગ પછી એલિસા પેરીના અણનમ 35 રનની મદદથી આરસીબી મહિલા ટીમે દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હી 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં આરસીબીએ 19.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
- Mar 17, 2024 22:10 IST
રાજાનો આત્મા EVM છે અને દેશની દરેક સંસ્થા, ED, CBIમાં છે- રાહુલ ગાંધી
મહારાષ્ટ્ર : ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હિંદુ ધર્મમાં એક શબ્દ છે 'શક્તિ'. અમે એક શક્તિ સાથે લડી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે તે શક્તિ શું છે? રાજાની આત્મા EVM છે. તે સાચું છે. રાજાનો આત્મા EVM અને દેશની દરેક સંસ્થા, ED, CBIમાં છે. એક વરિષ્ઠ નેતા કોંગ્રેસ પાર્ટી છોડતા સમયે મારી માતાને રડતા-રડતા કહે છે કે 'સોનિયાજી, મને શરમ આવે છે. મારી પાસે આ શક્તિ સામે લડવાની હિંમત નથી. મારે જેલમાં જવું નથી. હજારો લોકોને આવી રીતે ડરાવવામાં આવ્યા છે.
#WATCH मुंबई, महाराष्ट्र: भारत जोड़ो न्याय यात्रा के समापन समारोह में कांग्रेस नेता राहुल गांधी ने कहा, "हिंदू धर्म में एक शब्द होता है 'शक्ति'। हम एक शक्ति से लड़ रहे हैं। प्रश्न यह है कि वह शक्ति क्या है? राजा की आत्मा EVM में है, यह सच है। राजा की आत्मा EVM और देश की हर… pic.twitter.com/2PJ9FigqXO
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 21:14 IST
આપણે ભાજપને સત્તા પરથી હટાવવાનો સંકલ્પ કરવો જોઈએ - શદ પવાર
NCP-SCPના વડા શરદ પવારે કહ્યું કે મહાત્મા ગાંધીએ આ શહેરમાંથી 'હિન્દુસ્તાન છોડો' સૂત્ર આપ્યું હતું. આજે આપણે ઇન્ડિયા ગઠબંધને ભાજપને સત્તા પરથી હટાવવાનો સંકલ્પ કરવો જોઈએ.
#WATCH मुंबई: NCP-SCP प्रमुख शरद पवार ने कहा, "महात्मा गांधी ने इसी शहर से 'छोड़ो हिंदुस्तान' का नारा दिया था, आज हमें (INDIA गठबंधन) भाजपा को सत्ता से बाहर करने का संकल्प लेना चाहिए।" pic.twitter.com/zldodlZI0g
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 20:27 IST
ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મુંબઈમાં એકસાથે જોવા મળ્યા
મુંબઈ: ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ભાગ લીધો હતો.
#WATCH मुंबई, महाराष्ट्र: भारत जोड़ो न्याय यात्रा के समापन कार्यक्रम में INDIA गठबंधन के नेता शामिल हुए। pic.twitter.com/pAukfKovCc
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 19:37 IST
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરી હવે 4 જૂનના બદલે 2 જૂને થશે
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરી હવે 4 જૂનના બદલે 2 જૂને થશે. ચૂંટણી પંચ દ્વારા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નિયમ હેઠળ ત્યાં સુધીમાં મતગણતરી પણ પૂર્ણ થવી જોઈએ તેથી તારીખોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
- Mar 17, 2024 19:34 IST
રાહુલ ગાંધીએ બાળાસાહેબ ઠાકરેને પુષ્પાંજલિ અર્પણ કરી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમની મેગા રેલી પહેલા બાળાસાહેબ ઠાકરેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
#WATCH कांग्रेस सांसद राहुल गांधी, पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा, महाराष्ट्र के पूर्व सीएम उद्धव ठाकरे और INDIA गठबंधन के अन्य नेताओं ने मुंबई के शिवाजी पार्क में अपनी मेगा रैली से पहले बालासाहेब ठाकरे को पुष्पांजलि अर्पित की। pic.twitter.com/r2DDzWDP09
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 18:57 IST
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના કેસમાં બે વ્યક્તિની ધરપકડ
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. બંને યુવકો અમદાવાદના રહેવાસી છે. આ બંને યુવકોને ક્રાઈમ બ્રાન્ચે આગળની કાર્યવાહી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપ્યા છે.
- Mar 17, 2024 18:17 IST
એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
યુટ્યુબર એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે
#WATCH यूट्यूबर और बिग बॉस ओटीटी 2 विजेता एल्विश यादव को वन्य जीवन संरक्षण अधिनियम 1972 के तहत एक मामले में 14 दिनों की न्यायिक हिरासत में भेजा गया। https://t.co/DAD3R1Hdgppic.twitter.com/9NtqcSYHTa
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 18:03 IST
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, TDP વડા ચંદ્રબાબુ નાયડુ પલાનાડુમાં જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા
આંધ્ર પ્રદેશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, TDP વડા ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ પલાનાડુમાં જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH आंध्र प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी, टीडीपी प्रमुख चंद्रबाबू नायडू और जन सेना पार्टी के अध्यक्ष पवन कल्याण पलनाडु में एक सार्वजनिक सभा में शामिल हुए। pic.twitter.com/6limkJuYPN
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 16:52 IST
નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરી
નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ધરપકડ કરી છે.
नोएडा पुलिस ने यूट्यूबर और बिग बॉस ओटीटी 2 के विजेता एल्विश यादव को गिरफ्तार किया। उसे आज कोर्ट में पेश किया जाएगा: DCP नोएडा विद्या सागर मिश्रा
अधिक जानकारी की प्रतीक्षा है।
(फ़ाइल तस्वीर) pic.twitter.com/Fqv1mMhzzi— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 16:10 IST
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની મતગણતરી હવે 4 જૂનના બદલે 2 જૂને થશે
ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની મતગણતરીનો કાર્યક્રમ 4 જૂનના બદલે 2 જૂનનો કરી દીધો છે.
भारत निर्वाचन आयोग ने अरुणाचल प्रदेश और सिक्किम की मतगणना कार्यक्रम को 4 जून से बदलकर 2 जून कर दिया है। pic.twitter.com/EjtiNDQRoV
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 15:23 IST
ઉત્તરાખંડના પૂર્વ કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી ભાજપમાં જોડાયા
કોંગ્રેસના પૂર્વ નેતા અને બદ્રીનાથ વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી દિલ્હીમાં ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
#WATCH पूर्व कांग्रेस नेता और बद्रीनाथ विधानसभा से विधायक राजेंद्र भंडारी दिल्ली में उत्तराखंड के सीएम पुष्कर सिंह धामी और केंद्रीय मंत्री पीयूष गोयल की मौजूदगी में बीजेपी में शामिल हुए। pic.twitter.com/kzK27bw54X
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 13:38 IST
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ અદા કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલા
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ અદા કરી રહેલા પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બની છે. જાણકારી મુજબ ઘાયલ વિદ્યાર્થીઓ આફ્રિક, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રહેવાની છે. આ ઘટનાની જાણ કરતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
- Mar 17, 2024 12:25 IST
રશિયા સરહદ પર મોતને ભેટનાર હેમિલ માંગુકિયાના વતનમાં અંતિમ સંસ્કાર
રશિયા સહદર પર યુ્ક્રેન હુમલામાં મોતને ભેટનાર ભારતીય યુવક હેમિલ માંગુકિયાનો મૃતદેહ રશિયાથી પરત સુરત લાવવવામાં આવ્યો છે. આજે તેના વતન ઉમરા ખાતે હેમિલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, રશિયા તરફથી યુક્રેન સામે લડનાર હેમિલના 26 દિવસ બાદ અંતિમ સંસ્કાર થયા છે.
- Mar 17, 2024 12:17 IST
ભારતમાં ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાનો સાથે દરરોજ અન્યાય - રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ મુંબઇમાં છે. તેમણે કહ્યું, જો ભારત પ્રેમનો દેશ છે તો નફરત શા માટે ફેલાવવામાં આવી રહી છે? અમે કહીએ છીએ કે ભાજપ નફરત ફેલાવે છે પરંતુ આ નફરતનો કોઈ આધાર હોવો જોઈએ... આ નફરતનો આધાર છે અન્યાય. આ દેશમાં ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાનો સાથે દરરોજ અન્યાય થઈ રહ્યો છે...
#WATCH मुंबई: कांग्रेस सांसद राहुल गांधी ने कहा, "अगर भारत 'मोहब्बत' का देश है तो नफरत क्यों फैलाई जा रही है? हम कहते हैं कि भाजपा नफरत फैलाती है लेकिन इस नफरत का एक आधार तो ज़रूर होगा... तो इस नफरत का आधार है अन्याय है। इस देश में हर दिन गरीबों, किसानों, दलितों, महिलाओं और… pic.twitter.com/zC1nil7hjA
— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 10:45 IST
અરવિંદ કેજરીવાલને ઈડીએ નવમી વખત સમન્સ મોકલ્યું, 21 માર્ચે હાજર થવા આદેશ
અરવિંદ કેજરીવાલને ઈડીએ નવમી વખત સમન્સ મોકલ્યું છે. ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 21 માર્ચે હાજર થવા આદેશ કર્યો છે. નોંધનિય છે કે, ગત વખતે સમન્સ પર હાજર ન થવાના મામલે શનિવારે જ દિલ્હીના રાઉજ એવન્યૂ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
प्रवर्तन निदेशालय(ED) ने दिल्ली के मुख्यमंत्री और आम आदमी पार्टी संयोजक अरविंद केजरीवाल को दिल्ली उत्पाद शुल्क नीति 2021-22 मामले में अनियमितताओं से संबंधित मनी लॉन्ड्रिंग जांच में 9वां समन जारी किया है। उन्हें 21 मार्च को जांच में शामिल होने के लिए कहा है।
(फाइल फोटो) pic.twitter.com/K0OI1LuLWa— ANI_HindiNews (@AHindinews) March 17, 2024
- Mar 17, 2024 09:50 IST
સિદ્ધુ મુસેવાલાના ઘરે નવા મહેમાનનું આગમન, માતા ચરણ કોરે પુત્રને જન્મ આપ્યો
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કોરે પુત્રને જન્મ આપ્યો છે. પિતા બલકોર સિંહે બાળકની પહેલી ઝલક સોશિયલ મીડિયા એક્સ પર શેર કરી છે.
નોંધનિય છે કે, પંજાબી ગાયક સિદ્ધ મુસેવાલાની 29 મે, 2022ના રોજ પંજાબમાં ગોળી મારી હત્યા કરવામાં આવી રતી. તાજેતરમાં સિદ્ધુ મુસ વાલાના પિતા માતાએ ચરણ કોરની પ્રેગનન્સીના સમાચાર આપ્યા હતા.
View this post on Instagram - Mar 17, 2024 08:49 IST
સંદેશખાલી કેસમાં આરોપના ભાઈ સહિત 3ની ધરપકડ
કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એ સંદેશખાલી ઈડી પર હુમલાના કેસમાં મુખ્ય આરોપી શાહજહાં શેખના ભાઈ શેખ અલમગીર અને અન્ય-મફોજર મોલ્લા અને સિરાજુલ મોલ્લા સહિત ત્રણની ધરપકડ કરી છે.
https://twitter.com/AHindinews/status/1769254688887902719
- Mar 17, 2024 08:49 IST
હરિયાણાઃ રેવાડીમાં બોઈલર ફટતા 40 કર્મચારીઓ દાઝ્યા
હરિયાણામાંના રેવાડીમાં એક સ્પેર પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી આગ લાગી છે. આ દુર્ઘટનાથી 40 જેટલા કર્મચારીઓ દાઝી ગયા છે, જેમાં 25 ગંભીર રીતે દાઝ્યા છે. આ તમામને ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us