/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Gujarat-Road-Accident.jpg)
રોડ અકસ્માત (પ્રતિકાત્મક તસવીર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 may 2024 Highlights, આજના તાજા સમાચાર: અત્યારે લોકસભા ચૂંટણી 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત વિપક્ષમાં રાહુલ ગાંધીથી લઈને દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી પડ્યા છે. એક તરફ ચૂંટણીનો ગરમ માહોલ છે ત્યારે બીજી તરફ ઉનાળો પણ પોતાની ચરમસીમા પર છે. રાજકારણની રમત હોય કે પછી આઈપીએલની પ્લેઓફની રેસ.. અહીં વાંચો આજના તાજા સમાચાર.
રાજસ્થાન: ભરતપુર માર્ગ અકસ્માતમાં 4 મહિલાઓ સહિત 7 લોકોના મોત
રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મહિલાઓ સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.રાજસ્થાનના ભરતપુરમાં આગ્રા-જયપુર હાઈવે પર યુપી રોડવેઝની બસ ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માત બાદ બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
UPના ફતેહપુરમાં PM મોદીના અખિલેશ-રાહુલ પર જોરદાર પ્રહાર
પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે આજે યુપી પહોંચી ગયા છે. અહીં જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું. પીએમે કહ્યું કે પંજા અને સાયકલના સપના તૂટી ગયા, નોક નોક નોક. હવે 4 જૂન પછી હારનો દોષ કોના માથે ઢોળવો તે નક્કી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નેપાળે પણ એવરેસ્ટ અને MDH મસાલા પર પ્રતિબંધ મુક્યો
સિંગાપોર અને હોંગકોંગને પગલે નેપાળે એવરેસ્ટ અને MDH દ્વારા ઉત્પાદિત મસાલાના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ઉત્પાદનોમાં હાનિકારક રસાયણોના નિશાનની ચિંતા છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે કેન્સર પેદા કરતા જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ માટે બે ભારતીય બ્રાન્ડના મસાલાનું પરીક્ષણ શરૂ કર્યું છે.
ઘાટકોપર હોર્ડિંગ કાંડના આરોપી ભાવેશ ભીંડેની ઉદયપુરથી ધરપકડ
ઘાટકોપર હોર્ડિંગ કેસના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. ઘાટકોપરમાં અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો હતો. મુંબઈ પોલીસની 9 ટીમો સાત અલગ-અલગ રાજ્યોમાં તેને શોધવામાં વ્યસ્ત હતી. આજે સવારે તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઈસ્ટ એક્સપ્રેસ વે પર ઘાટકોપરમાં પેટ્રોલ પંપની બાજુમાં ઈગો મીડિયા કંપની દ્વારા મુકવામાં આવેલ એક મોટું હોર્ડિંગ સોમવારે તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. ઈગો કંપનીના માલિક ભાવેશ ભીંડે અને આ કંપનીના તમામ ડાયરેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ મૃત્યુના આરોપમાં પંતનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ ભીંડેએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો અને વારંવાર લોકેશન બદલતો રહ્યો.
ગુરુવારે મોડી રાત્રે સ્વાતિ પહોંચી એઈમ્સ
ગુરુવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કથિત હુમલાના સંબંધમાં એફઆઈઆર નોંધી અને તેને મેડિકલ તપાસ માટે એઈમ્સમાં લઈ ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વાતિ માલીવાલે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મુખ્યમંત્રીના આવાસના ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી ત્યારે તેના અંગત સચિવ બિભવ કુમાર આવ્યા અને કોઈપણ ઉશ્કેરણી વગર તેને થપ્પડ મારી અને પેટ પર મુક્કો પણ માર્યો. પોલીસ આરોપી બિભવ કુમારની ધરપકડ કરવા ચંદ્રવાલ નગરમાં તેના ઘરે ગઈ હતી. પરંતુ તે મળ્યો ન હતો. ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલની ટીમ તેને શોધી રહી છે.
- May 17, 2024 21:58 IST
અરવિંદ કેજરીવાલના ઘરની બહાર FSL ટીમની તપાસ અને વીડિયો ગ્રાફી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર FSL ટીમે તપાસ અને વીડિયોગ્રાફી કરી.
https://x.com/AHindinews/status/1791498336001982472
- May 17, 2024 18:12 IST
રાજસ્થાન: ભરતપુર માર્ગ અકસ્માતમાં 4 મહિલાઓ સહિત 7 લોકોના મોત
રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મહિલાઓ સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.રાજસ્થાનના ભરતપુરમાં આગ્રા-જયપુર હાઈવે પર યુપી રોડવેઝની બસ ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માત બાદ બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
- May 17, 2024 17:32 IST
રાયબરેલીમાં સોનિયા ગાંધીએ કહ્યું - હું તમને મારો પુત્ર સોંપી રહી છું, રાહુલ તમને નિરાશ નહીં કરે
રાયબરેલીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે મારું આંચલ તમારા પ્રેમ અને આશીર્વાદથી જીવનભર રહ્યું. તમારા પ્રેમે મને ક્યારેય એકલી પડવા દીધી નથી. મારું બધું જ તમે મને આપ્યું છે. હું તમને મારો પુત્ર સોંપી રહી છું. જેમ તમે મને પોતાના માન્યા તેવી જ રીતે તમારે તેમ તમારે રાહુલને પોતાનો માનીને રાખવાનો છે, રાહુલ તમને નિરાશ નહીં કરે.
- May 17, 2024 16:39 IST
ઉદ્ધવ ઠાકરે હિન્દુ શબ્દનો ઉચ્ચારણ કરતા નથી - દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જે પહેલા પોતાને હિન્દુત્વવાદી કહેતા હતા. તેઓ જે પ્રકારનું તુષ્ટિકરણ કરી રહ્યા છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. INDI ગઠબંધનની પ્રથમ બેઠકમાં બધાએ કહ્યું કે હિન્દુ શબ્દ છોડો. તેમણે હિન્દુ શબ્દ છોડી દીધો. તે હિન્દુ શબ્દનો ઉચ્ચારણ કરતા નથી. તેમની રેલીઓમાં અલ્લાહુ અકબર અને ટીપુ સુલ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવે છે. હવે પીએમ મોદીને હરાવવા માટે વોટ જેહાદની વાત થઈ રહી છે. હું અપીલ કરવા માંગું છું કે તમે લોકો બતાવી દો વોટ જેહાદ નહીં ચાલે, વોટનું સમર્પણ ચાલશે.
- May 17, 2024 13:43 IST
તીસ હજારી કોર્ટ પહોંચ્યા સ્વાતિ માલીવાલ, નોંધાવશે નિવેદન
અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની મુસીબતો વધવા જઈ રહી છે. સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે બિભવ વિરુદ્ધ FIR નોંધી છે. તે એફઆઈઆરમાં બિભવ પર બળાત્કારથી લઈને દુર્વ્યવહાર સુધીના ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હવે જ્યારે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે બિભવની તપાસ અને શોધ માટે 10 ટીમો બનાવી છે.
- May 17, 2024 10:56 IST
નેપાળે એવરેસ્ટ, MDH મસાલા પર પ્રતિબંધ મૂક્યો
સિંગાપોર અને હોંગકોંગને પગલે નેપાળે એવરેસ્ટ અને MDH દ્વારા ઉત્પાદિત મસાલાના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે
- May 17, 2024 10:19 IST
રાજસ્થાનમાં ગરમીનો પારો 46.3 ડિગ્રી પર પહોંચ્યો
રાજસ્થાનમાં ગરમીએ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યાં ગુરુવારે ગંગાનગરમાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી નોંધાયું હતું. હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે.
- May 17, 2024 09:28 IST
દિલ્હીમાં ગુરુવાર સિઝનનો સૌથી ગરમ દિવસ હતો
ગુરુવારે દિલ્હીમાં પારો 42.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જે આ સિઝનમાં રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. હવામાન વિભાગે આ માહિતી આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લો સૌથી ગરમ દિવસ 8 મેનો હતો અને તે દિવસે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધુ હતું. સાપેક્ષ ભેજ 25 ટકાથી 65 ટકા વચ્ચે રહ્યો હતો. તે જ સમયે, હવામાન વિભાગે શનિવારે દિલ્હીમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે.
- May 17, 2024 08:08 IST
ઘાટકોપર હોર્ડિંગ કાંડના આરોપી ભાવેશ ભીંડેની ઉદયપુરથી ધરપકડ
ઘાટકોપર હોર્ડિંગ કેસના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. ઘાટકોપરમાં અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો હતો.
- May 17, 2024 08:05 IST
શુક્રવારનો દિવસ 12 રાશિના લોકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/friday-horoscope.jpg)
આજે 17 મે 2024, શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. કોનો દિવસ સારો જશે તો કોનો ખરાબ અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- May 17, 2024 08:04 IST
ગુરુવારે મોડી રાત્રે સ્વાતિ પહોંચી એઈમ્સ
ગુરુવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કથિત હુમલાના સંબંધમાં એફઆઈઆર નોંધી અને તેને મેડિકલ તપાસ માટે એઈમ્સમાં લઈ ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વાતિ માલીવાલે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મુખ્યમંત્રીના આવાસના ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી ત્યારે તેના અંગત સચિવ બિભવ કુમાર આવ્યા અને કોઈપણ ઉશ્કેરણી વગર તેને થપ્પડ મારી અને પેટ પર મુક્કો પણ માર્યો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us