/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Captain-Ajay-Yadav.jpg)
હરિયાણાની રાજનીતિના મોટા નેતા કેપ્ટન અજય સિંહ યાદવે કોંગ્રેસને અલવિદા કહી દીધું (તસવીર - સોશિયલ મીડિયા)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 October 2024, આજના તાજા સમાચાર: કોંગ્રેસની ઓબીસી વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હરિયાણાની રાજનીતિના મોટા નેતા કેપ્ટન અજય સિંહ યાદવે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. અજય યાદવે ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી દીધું છે અને પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય તેમના માટે ઘણો મુશ્કેલ છે કારણ કે તેઓ અને તેમનો પરિવાર છેલ્લા 70 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
કચ્છમાં ફરી ધ્રૂજી ધરા, ખાવડામાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છની ધરા ફરી ધ્રૂજી ઉઠી છે. કચ્છના ખાવડામાં બુધવારે મોડી રાત્રે 3.54 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની માપવામાં આવી હતી.જ્યારે કેન્દ્ર બિંદુ ખાવડાથી 47 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
બહરાઈચ હિંસા: પાંચ આરોપીની ધરપકડ, બે ને ગોળી વાગી, નેપાળ ભાગવાની તૈયારીમાં હતા
બહરાઈચ હિંસાના બે આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીઓ નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે હજુ સુધી પોલીસ પ્રશાસન તરફથી કોઈ નક્કર જાણકારી સામે આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ આ એન્કાઉન્ટરમાં બે આરોપીઓને ગોળી વાગી છે.
બહરાઇચમાં દુર્ગાપૂજાના મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની હત્યા થઇ હતી . હવે આ ઘટનામાં સંડોવાયેલા આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર થયું છે
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા
હરિયાણામાં નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પંચકુલામાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
- Oct 17, 2024 20:50 IST
Today News Live : હરિયાણામાં કોંગ્રેસને ફટકો, કેપ્ટન અજય યાદવે પાર્ટી છોડી
કોંગ્રેસની ઓબીસી વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હરિયાણાની રાજનીતિના મોટા નેતા કેપ્ટન અજય સિંહ યાદવે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. અજય યાદવે ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી દીધું છે અને પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય તેમના માટે ઘણો મુશ્કેલ છે કારણ કે તેઓ અને તેમનો પરિવાર છેલ્લા 70 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
- Oct 17, 2024 19:17 IST
હમાસ ચીફ યાહ્યા સિનવારના મોતના સમાચાર, ઇઝરાયેલ સેનાએ જણાવી સંભાવના
ઇઝરાયેલના હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આઈડીએફે દાવો કર્યો છે કે ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને માર્યા ગયા છે. આઈડીએફે એ આશંકાની તપાસ કરી રહી છે કે આ હુમલામાં માર્યા ગયેલામાં યાહ્યા સિનવાર હતો કે નહીં. જોકે તેમણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
- Oct 17, 2024 18:42 IST
Today News Live : અગરતલા – લોકમાન્ય તિલક ટર્મિનસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા
અસમના ડિબાલોંગલો રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે અગરતલા – લોકમાન્ય તિલક ટર્મિનસ ટ્રેનના બે થી ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ યાત્રી ઇજાગ્રસ્ત થયાના સમાચાર નથી. રેલવેએ અકસ્માતની માહિતી માટે લુમડિંગમાં હેલ્પલાઇન નંબર 03674 263120, 03674 263126 જારી કર્યા છે.
- Oct 17, 2024 17:50 IST
Today News Live : મેં ક્યારેય કહ્યું નથી કે હું મુખ્યમંત્રી બનવા માંગું છું - અનિલ વિજ
હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રીના રુપમાં શપથ લીધા પછી ભાજપના નેતા અનિલ વિજે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું મુખ્યમંત્રી બનવા માંગું છું. મને પાર્ટીએ જે જવાબદારી આપી છે તે નિભાવી છે. જો તે મુખ્યમંત્રીની જવાબદારી આપશે તો હું તેને પણ નિભાવીશ.
- Oct 17, 2024 15:59 IST
Today News Live : બહરાઈચ હિંસા: પાંચ આરોપીની ધરપકડ, બે ને ગોળી વાગી, નેપાળ ભાગવાની તૈયારીમાં હતા
બહરાઈચ હિંસાના બે આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીઓ નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે હજુ સુધી પોલીસ પ્રશાસન તરફથી કોઈ નક્કર જાણકારી સામે આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ આ એન્કાઉન્ટરમાં બે આરોપીઓને ગોળી વાગી છે.
- Oct 17, 2024 13:39 IST
Today News Live : નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, અનિલ વિજ મંત્રી બન્યા
ભાજપના નેતા નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સૈનીને સતત બીજી વખત હરિયાણાના સીએમ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સહિત બીજેપી અને એનડીએના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
- Oct 17, 2024 12:03 IST
Today News Live : કચ્છમાં ફરી ધ્રૂજી ધરા, ખાવડામાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગુજરાતના શરહદે આવેલા જિલ્લો કચ્છ ફરી ધ્રૂજી ઉઠ્યો હતો. કચ્છના ખાવડામાં બુધવારે મોડી રાત્રે 3.54 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની માપવામાં આવી હતી.જ્યારે કેન્દ્ર બિંદુ ખાવડાથી 47 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
- Oct 17, 2024 12:00 IST
Today News Live : સિટીજનશિપ એક્ટની કલમ 6A અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
દેશની સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે નાગરિકતા અધિનિયમની કલમ 6A ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું, જે આસામ સમજૂતીને આગળ વધારવા માટે 1985 માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ કેસની સુનાવણી CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા કરવામાં આવી રહી હતી, જેમાં 12 ડિસેમ્બર 2023ના રોજ 17 અરજીઓની સુનાવણી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને આજે તે કાયદાને જાળવી રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો છે.
- Oct 17, 2024 10:42 IST
Today News Live : વરસાદના કારણે રમત અટકી, ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ટોસી જીત્યા બાદ રોહિત શર્માએ જણાવ્યું કે ગત ટેસ્ટથી બે બદલાવ કર્યા છે. શુભમન ગિલ બહાર છે અને સફરાજ ખાન આવ્યા છે. આકાશદીપની જગ્યાએ કુલદીપ યાદવ આવ્યા છે. બીજા દિવસે 9.15 વાગ્યે રમત શરુ થઈ છે. જોકે, વરસાદના કારણે રમત અટકી છે.
- Oct 17, 2024 09:51 IST
Today News Live : શેરબજાર વધીને ખુલ્યા બાદ ઘટ્યા, નિફ્ટી 25000 નીચે
શેરબજાર ગુરુવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81501 સામે 250 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં ગુરુવારે 81758 ખુલ્યો હતો. જો કે વેચવાલીના દબાણથી સેન્સેક્સ રેડ ઝોનમાં સરકી ગયો હતો. તો નિફ્ટી 24971 પાછલા બંધ સામે આજે 25027 ખૂલ્યો હતો. પણ ત્યારબાદ 30 પોઇન્ટના ઘટાડે 25000 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો હતો.
- Oct 17, 2024 09:51 IST
Today News Live : નાયબ સિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
હરિયાણામાં નાયબ સિંહ સૈની મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આજે પંચકુલામાં તેમનો શપથ ગ્રહણ સમારોહ છે જેમાં વડાપ્રધાન ખુદ હાજર રહેશે એવા સમાચાર મળી રહ્યા છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહશે. આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રાખવાની તૈયારી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us