Gujarati News 17 September 2024 Highlights : દિલ્હીના સીએમ પદેથી કેજરીવાલે રાજીનામું આપ્યું, આતિશી સંભાળશે કમાન

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 September 2024: આજે મંગળવારે પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે આતિશી ચૂંટાયા છે. હવે દિલ્હીને નવા મહિલા મુખ્યમંત્રી મળશે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 September 2024: આજે મંગળવારે પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે આતિશી ચૂંટાયા છે. હવે દિલ્હીને નવા મહિલા મુખ્યમંત્રી મળશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Atishi Marlena, Delhi CM

આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા. (તસવીર - એએનઆઈ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 17 September 2024, આજના તાજા સમાચાર: સમાચારોની દૃષ્ટિએ અત્યાર સુધી મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી પોતાનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તો બીજી તરફ દિલ્હીને તેના નવા મુખ્યમંત્રી પણ મળશે. આ વખતે પીએમ મોદીના જન્મદિવસ પર ભાજપ સરકાર ઘણા રાજ્યોમાં સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે, ઓડિશામાં તો મહિલાઓને પાંચ હજાર રૂપિયા આપવાની તૈયારી છે.

Advertisment

દિલ્હીને મળ્યા નવા મહિલા મુખ્યમંત્રી, આતિશી પર સર્વાનુમનતે સહમતી

જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ જ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપશે. કેજરીવાલની આ જાહેરાત બાદ છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આજે AAP ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં આતિશીને નવા મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીના સીએમ કેજરીવાલે રાજીનામું આપી દીધું છે.

ફિરોઝાબાદની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું. અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો.

મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ ઓફિસરના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે દટાયેલા 12 લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

Advertisment

સીએમ મમતા બેનર્જીએ ડોક્ટરોની ત્રણ માંગણીઓ સ્વીકારી

જો કે કોલકાતા કેસમાં પણ સીએમ મમતા બેનર્જીએ ડોક્ટરોની ત્રણ માંગણીઓ સ્વીકારી લીધી છે. પરંતુ હજુ પણ જુનિયર ડોક્ટર કામ પર પરત ફર્યા નથી. તેઓ તેમની તમામ માંગણીઓ સંતોષવા માંગે છે, તેઓ તેમનો સંઘર્ષ આગળ પણ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે.

  • Sep 17, 2024 21:09 IST

    Today News Live : લેબનોનમાં સીરિયલ બ્લાસ્ટ, ઇરાનના રાજદૂત સહિત 1000થી વધુ ઇજાગ્રસ્ત

    લેબનોનમાં સીરિયલ બ્લાસ્ટ થયો છે. અહીં પેજર બ્લાસ્ટમાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં હિઝબુલ્લાહના લડાકે અને આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. હિઝબુલ્લાહના એક અધિકારીએ તેને ઇઝરાઇલ સાથેના સંઘર્ષના લગભગ એક વર્ષમાં સૌથી મોટી સુરક્ષા ક્ષતિ ગણાવી હતી. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. હિઝબુલ્લાહ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલી હિંસા વચ્ચે આ વિસ્ફોટો થયા છે. દક્ષિણ લેબેનોન અને રાજધાની બૈરુતમાં વધુ વિસ્ફોટના અહેવાલો સાથે સ્થિતિ અસ્થિર છે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર લેબેનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની એક વિસ્ફોટમાં ઘાયલ થયા છે. વિસ્ફોટને લઈને ઈઝરાયેલી સેના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.



  • Sep 17, 2024 19:16 IST

    Today News Live : બાંસુરી સ્વરાજે કહ્યું - શું કેજરીવાલ હવે કોઈ પણ જવાબદારી વગર સત્તાનો આનંદ લેશે?

    બીજેપી સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે હું આતિશીને અભિનંદન આપું છું કારણ કે તેમની પાર્ટીએ તેમને આગામી સીએમ તરીકે પસંદ કર્યા છે. પરંતુ હું તેમના નિવેદનોથી નિરાશ છું. તેમણે કહ્યું કે દિલ્હીમાં માત્ર એક જ સીએમ છે, અરવિંદ કેજરીવાલ. શું આનો અર્થ એ છે કે તે ફક્ત પદગ્રહણ કરશે, જવાબદારીઓ નહીં લે. શું અરવિંદ કેજરીવાલ હવે કોઈ પણ જવાબદારી વગર સત્તાનો આનંદ લેશે? હું દિલ્હીની જનતાને આગામી ચૂંટણીમાં ભાજપની સરકાર ચૂંટવા વિનંતી કરું છું.



  • Sep 17, 2024 17:48 IST

    Today News Live : ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ચેમ્પિયન

    હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ચેમ્પિયન બની છે. ભારતે ફાઈનલ મેચમાં મંગળવારે ચીન સામે 1-0થી વિજય મેળવ્યો હતો. ભારત પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ છે. ભારત આ પહેલા 2011, 2016, 2018 (પાકિસ્તાન સાથે સંયુક્ત વિજેતા) અને 2023માં આ ચેમ્પિયન બન્યું હતું.



  • Sep 17, 2024 17:37 IST

    Today News Live : અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું આપ્યું

    દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું આપી દીધું છે. આ અમારા માટે અને દિલ્હી માટે દુઃખની ક્ષણ છે. દિલ્હીના લોકો એ વાતની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે આવનારી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માંગે છે. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી મને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી છે.



  • Sep 17, 2024 11:39 IST

    Today News Live : દિલ્હીને મળ્યા નવા મહિલા મુખ્યમંત્રી, આતિશી પર સર્વાનુમનતે સહમતી

    જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ જ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપશે. કેજરીવાલની આ જાહેરાત બાદ છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આજે AAP ધારાસભ્ય દળની બેઠક બાદ ખબર પડશે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આજે મંગળવારે પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે આતિશી ચૂંટાયા છે. હવે દિલ્હીને નવા મહિલા મુખ્યમંત્રી મળશે.આજે સાંજે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે ત્યારબાદ નવા મુખ્યમંત્રીની શપથવિધિ યોજાશે.



  • Sep 17, 2024 09:44 IST

    Today News Live : આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ થશે જાહેર

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ અને ઈડી દ્વારા કથિત રીતે આરોપી બનેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને તિહાર જેલમાંથી મુક્ત થતાની સાથે જ તેમણે દિલ્હીના રાજકારણમાં એક મોટી જાહેરાત કરી હતી. જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ જ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપશે. કેજરીવાલની આ જાહેરાત બાદ છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આજે AAP ધારાસભ્ય દળની બેઠક બાદ ખબર પડશે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આજે બપોરે 12 વાગ્યે દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થશે



  • Sep 17, 2024 09:39 IST

    Today News Live : આજનો મંગળવારનો દિવસ તમારો કેવો રહેશે?

    આજે 17 સપ્ટેમ્બર 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને તમામ લોકો વાંચો પોતાનું આજનું દૈનિક રાશિ ભવિષ્ય.



  • Sep 17, 2024 09:36 IST

    Today News Live : 24 કલાકમાં માત્ર 3 તાલુકામાં વરસાદ, પારડીમાં એક ઈંચથી વધુ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં સવા ઈંચ, વાપીમાં અડધો ઈંચ અને તાપીના નિઝરમાં માત્ર બે એમએમ વરસાદ નોંધાયો હતો.



  • Sep 17, 2024 09:34 IST

    Today News Live : ફિરોઝાબાદની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત

    ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું. અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો.



  • Sep 17, 2024 09:34 IST

    Today News Live : શેરબજાર વધીને ખુલ્યા બાદ ઘટ્યા, બજાજ હાઉસિંગ હાઉસિંગ 10 ટકા ઉછળ્યો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ખુલ્યા બાદ નીચે આવ્યા છે. સેન્સેક્સ 82988 પાછલા બંધ સામે મંગળવારે 96 પોઇન્ટના ઉંચા ગેપમાં 83084 ખુલ્યા હતા. જો કે નરમાઇના સંકેત વચ્ચે સેન્સેક્સ 83000 નીચે ઉતરી ગયું હતું. તો એનએસઇ નિફ્ટી 25383 પાછલા બંધ સામે આજે 25416 ખુલ્યા હતો. શેરબજારમા દબાણને પગલે નિફ્ટી 25400 નીચે ટ્રેડ થઇ રહ્યો છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર બમ્પર લિસ્ટિંગ બાદ બીજા દિવસે પણ 10 ટકા ઉછળ્યો છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 10 ટકા ઉછળી 181.48 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ