Gujarati News 18 April 2024 Highlights : આપ નેતા અમાનતુલ્લાહ ખાનની ઈડી દ્વારા ધરપકડ, વકફ બોર્ડ ભરતીમાં કૌભાંડનો આરોપ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 April 2024 : અમિત શાહના ગુજરાત પ્રવાસથી લઈને રૂપાલા વિવાદ સુધી, ગુજરાતના વાતાવરણથી લઈને આઈપીએલની મૌસમ સુધીના તમામ સમાચાર અહીં વાચતા રહો.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 April 2024 : અમિત શાહના ગુજરાત પ્રવાસથી લઈને રૂપાલા વિવાદ સુધી, ગુજરાતના વાતાવરણથી લઈને આઈપીએલની મૌસમ સુધીના તમામ સમાચાર અહીં વાચતા રહો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
aap leader | amanatullah Khan with arvind kejriwal | amanatullah Khan | arvind kejriwal | arvind kejriwal aap leader

આપ પાર્ટીન વડા અરવિંદ કેજરીવાલ સાથે અમાનતુલ્લાહ (Photo - @KhanAmanatullah)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 18 એપ્રિલ ગુરુવારનો દિવસ છે. આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર શાંત થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. તેમણે સાણંદમાં ભવ્ય રોડ શો કર્યો, ત્યારબાદ કલોલમાં રોડ શો કરી રહ્યા છે. અમિત શાહના રોડ શોમાં ભર ઉનાળે મોટી સંખ્યામાં કાર્યકરો સહિતની જનમેદની ઉમટી છે. અમિત શાહ આજે અમદાવાદમાં પણ રોડ શો કરશેઅને રાત્રે વેજલપુરથી જનસભા સંબોધશે.

Advertisment

અમિત શાહ 18 અને 19 એપ્રિલ બે દિવસ ગુજરાતમાં રહેશે. અમિત શાહ આજે ગાંધીનગરમાં રોડ શો યોજશે. વિવિધ સ્થળોએ રોડ શોનું આયોજ કરવામાં આવ્યું છે. આવતી કાલે 19 તારીખે અમત શાહ પોતાનું ફોર્મ ભરશે. બીજી તરફ નડિયાદ અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના આજે અંતિમ સંસ્કાર થશે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

  • Apr 19, 2024 00:04 IST

    આપ નેતા અમાનતુલ્લાહ ખાનની ઈડી દ્વારા ધરપકડ

    આપ નેતા અમાનતુલ્લાહ ખાનની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ વકફ બોર્ડ ભરતી કૌભાંડમાં 9 કલાકની પુછપરછ બાદ અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી છે.

    — ANI (@ANI) April 18, 2024



  • Apr 18, 2024 21:54 IST

    પશ્ચિમ બંગાળમાં ભાજપ ઉમેદવારની કાર પર હુમલો

    પશ્ચિમ બંગાળમાં નાદિયા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જગન્નાથ સરકારની કાર પર હુમલો થયો છે. જગન્નાથ સરકારે કહ્યુ કે, મારું એક તળાવ છે, જે બાબતે કેટલાક મહિનાથી અમુક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે પહેલા તળાવ પર તૈનાત મારા ચોકીદાર સાથે મારપીટ કરવામાં આવી. પોલીસમાં ફરિયાદ બાદ કોઇ કાર્યવાહી થઇ નહીં અને આજે ચૂંટણી પ્રચાર દરમિયાન અમુક લોકોએ મારી કાર પર હુમલો કર્યો. તે તૃણમુલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે, ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    — ANI_HindiNews (@AHindinews) April 18, 2024



  • Advertisment
  • Apr 18, 2024 17:34 IST

    અમિત શાહનો અમદાવાદમાં રોડ શો

    અમિત શાહનો અમદાવાદમાં રોડ શો શરૂ થઈ ગયો છે. તેમણે રાણીપના સરદાર ચોકથી રોડ શોની શરૂઆત કરી છે, જે કે કે નગર થઈ વાળીનાથ ચોક થી જીવરાજ પાર્ક ચાર રસ્તા વેજલપુર સુધી જશે. રાત્રે 8 કલાકે અમિત શાહ વેજલપુરમાં સભા સંબોધશે.

    — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 18, 2024



  • Apr 18, 2024 17:33 IST

    અમિત શાહનો અમદાવાદમાં રોડ શો

    અમિત શાહનો અમદાવાદમાં રોડ શો શરૂ થઈ ગયો છે. તેમણે રાણીપના સરદાર ચોકથી રોડ શોની શરૂઆત કરી છે, જે કે કે નગર થઈ વાળીનાથ ચોક થી જીવરાજ પાર્ક ચાર રસ્તા વેજલપુર સુધી જશે. રાત્રે 8 કલાકે અમિત શાહ વેજલપુરમાં સભા સંબોધશે.

    — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 18, 2024



  • Apr 18, 2024 17:28 IST

    અમિત શાહના રોડ શો ના બંદોબસ્ત માં હાજર હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત

    અમિત શાહના સણંદ રોડ શો દરમિયાન બંદોબસ્તમાં હાજર એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. સાણંદ રોડ શો દરમિયાન હોમગાર્ડ જવાન પ્રવિણ પટેલને ગઢીયા ચોકડી પર બંદોબસ્તનો પોઈન્ટ આપવામાં આવ્યો હતો. હોમગાર્ડ જવાનના મોતથી ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.



  • Apr 18, 2024 17:01 IST

    ગુજરાત આપ ને ઝટકો, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું

    લોકસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે, સુરત આપના બે મોટા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામું આપી દીધુ છે. મહત્વની વાત એ છે કે, આપે ગઈકાલે જ ગુજરાતમાં તેના સ્ટાર પ્રચારકનું લીસ્ટ જાહેર કર્યું હતુ, જેમાં અલ્પેશ કથીરિયાનું નામ હતુ.



  • Apr 18, 2024 13:59 IST

    અમિત શાહ ગુજરાત મુલાકાત : સાણંદ, કલોલમાં રોડ શો, રાત્રે અમદાવાદથી જનસભા સંબોધશે

    ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. તેમણે સાણંદમાં ભવ્ય રોડ શો કર્યો, ત્યારબાદ કલોલમાં રોડ શો કરી રહ્યા છે. અમિત શાહના રોડ શોમાં ભર ઉનાળે મોટી સંખ્યામાં કાર્યકરો સહિતની જનમેદની ઉમટી છે. અમિત શાહ આજે અમદાવાદમાં પણ રોડ શો કરશેઅને રાત્રે વેજલપુરથી જનસભા સંબોધશે.

    અમિત શાહ કલોલ રોડ શો

    — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 18, 2024

    શાહ સાણંદ રોડ શો

    — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 18, 2024



  • Apr 18, 2024 13:51 IST

    શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા પર EDની મોટી કાર્યવાહી

    EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ બિઝનેસમેનની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDની મુંબઈ શાખાએ PMLL એક્ટ હેઠળ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.



  • Apr 18, 2024 10:22 IST

    ગુજરાતમાં ગરમીનો પ્રકોપ

    રાજ્યમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. સવારે અને રાત્રે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના સમયમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.



  • Apr 18, 2024 09:07 IST

    અમિત શાહનો આજનો કાર્યક્રમ

    કાર્યક્રમ - 1, સવારે 9 વાગ્યે એપીએમસી સર્કલથી નળસરોવર ચોક સાણંદ, રોડ શો.

    કાર્યક્રમ - 2, સવારે 10.15 કલાકે જે.પી. ગેટથી ટાવર ચોક, કલોલ ખાસે ભવ્ય રોડશો.

    કાર્યક્રમ - 3 બપોરે 4 વાગ્યે સરદાર ચોક રાણીપથી કે.કે.નગર ઘાટલોડિયાથી વાળીનાથ ચોક નારણપુરાથી જીવરાજપાર્ક ચાર રસ્તા વેજલપુર, અમદાવાદ સુધી રોડ શો.

    કાર્યક્રમ - 4 - રાત્રે 8 વાગ્યે વેજલપુર, અમદાવાદમાં ભવ્ય જાહેરસભા.



  • Apr 18, 2024 08:58 IST

    બંગાળના મુર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના શક્તિપુર વિસ્તારમાં ત્યારે બની જ્યારે રામ નવમી પર શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી.



  • Apr 18, 2024 08:16 IST

    આજે ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 18 એપ્રિલ 2024, ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.



  • Apr 18, 2024 08:15 IST

    નડિયાદ અકસ્માતના મૃતકોના આજે અંતિમસંસ્કાર

    અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર નડિયાદ પાસે ગમખ્વાર કાર અકસ્માતમાં જીવ ગુમાવનાર 10 મૃતકોના આજે અંતિમ સંસ્કાર થશે.



  • Apr 18, 2024 08:14 IST

    અમિત શાહના રોડ શો માટે 60 સ્થળે સ્ટેજ બનાવાયા

    સવારે સાણંદ અને કલોલ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સાંજે ચાર વાગ્યાથી અમદાવાદની સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં રોડ શોનું આયોજન કરાયું છે. આ દરમિયાન વેજલપુરમાં જાહેર સભાને સંબોધશે. રોડ શો માટે અલગ અલગ 60 સ્થળે સ્ટેજ બનાવવામાં આવ્યા છે.



  • Apr 18, 2024 08:13 IST

    આજથી બે દિવસ અમિત શાહ ગુજરાતમાં

    લોકસભા ચૂંટણી 2024ના ગાંધીનગર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં છે. આજે 18 અને કાલે 19 તારીખ બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે સવારથી લઈને રાત સુધી વિવિધ જગ્યાઓ પર રોડ શો યોજશે. આ ઉપરાંત આવતી કાલે 19 એપ્રિલે અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ