Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 August 2024 Highlights, આજના તાજા સમાચાર: રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપના કારણે સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે. ભૂકંપ, જ્વાળામુખી ફાટ્યા બાદ હવે હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. કલકત્તામાં નર્સ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે. ગુજરાત સહિત દેશભરની હોસ્પિટલના ડોક્ટર હડતાળ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો સંજ્ઞાન, CJI ચંદ્રચુડની બેન્ચ કરશે સુનાવણી
દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં હાલમાં જ એક ડોક્ટર પર થયેલા રેપ અને મર્ડર કેસ પર સુઓ મોટો સંજ્ઞાન લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ મંગળવારે 20 ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય ડોક્ટરોએ આ ઘટના સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી હતી. એટલું જ નહીં આ તમામે પોતાની સુરક્ષાની માંગણી કરી છે.
અમિત શાહ અમદાવાદમાં, વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની બે દિવસ મુલાકાતે આવ્યા છે. અમિત શાહે અમદાવાદમાં પડોશી દેશોમાંથી આવેલા 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી છે. આ સિવાય તેમણે અમદાવાદમાં વિકાસના ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે.
રશિયામાં ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો, હવે સુનામીનું જોખમ
રશિયાના પૂર્વ કિનારે 7.0 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. ભૂંકપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો અને હવે સુનામીનું જોખમ તોળાઇ રહ્યું છે. જવાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિમી સુધી જોઇ શકાય છે.





