Gujarati News 18 July 2024 Highlights : આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બધી 90 સીટો પર ચૂંટણી લડશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 July 2024 : આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી છે કે ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી રાજ્યની તમામ 90 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 July 2024 : આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી છે કે ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી રાજ્યની તમામ 90 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
arvind kejriwal, Punjab CM bhagwant mann

આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના સીએમ ભગવત માન. (Photo - @AamAadmiParty)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 July 2024 Highlights, આજના તાજા સમાચાર: આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે તે રાજ્યની તમામ વિધાનસભામાં પોતાના ઉમેદવાર ઉતારશે. અત્યાર સુધી રાજ્યમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો, પરંતુ આ વખતે હરિયાણામાં ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી છે કે ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી રાજ્યની તમામ 90 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. ચંદીગઢમાં પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માનએ કહ્યું કે આ વખતે આમ આદમી પાર્ટી હરિયાણામાં પોતાની તાકાત બતાવશે.

Advertisment

યુપીના ગોંડામાં ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના 8-10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 2 લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડા-ગોરખપુર રેલ માર્ગ પર મોતીગંજ પાસે ગુરુવારે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં લગભગ 2 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ અને રેલવે ફોર્સ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના પોઝિટિવ

યુએસ પ્રમુખ જો બાઈડન ફરી એકવાર કોરોનાથી સંક્રમિત થયા છે, તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે અને તેમનામાં કેટલાક લક્ષણો પણ જોવા મળ્યા છે. આ માહિતી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન એટલે કે વ્હાઇટ હાઉસે જ આપી છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે બિડેનમાં કોરોના સંક્રમણના હળવા લક્ષણો છે. હવે તે ડેલવેર પરત ફરશે અને પછી એકલતામાં કામ કરશે.

Advertisment

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કહેર મચાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી એક જ દિવસમાં 6 બાળકોના મોતથી હાહાકાર મચ્યો છે. આ સાથે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 14 થયો છે. સૌથી ખાસ વાત એ છે કે, 14 વર્ષથી ઓછી વયના બાળકોને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે. એક પછી એક બાળકના મોતથી ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ચાંદીપુરા વાયરસ કહેર વરસાવી રહ્યો છે.

  • Jul 18, 2024 23:25 IST

    આસામની હિમંતા બિશ્વા સરકારે આસામ મુસ્લિમ મેરેજ એક્ટ રદ કર્યો

    આસામની હિમંત બિશ્વા સરકારે આજે મોટો નિર્ણય લઈને આસામ મુસ્લિમ મેરેજ એક્ટ રદ કર્યો છે. સીએમએ પોતે આ માહિતી એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટ કરીને લખ્યું કે અમે બાળલગ્ન સામે અતિરિક્ત સુરક્ષા ઉપાયો કરીને પોતાની દીકરીઓ અને બહેનોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આજે, આસામ કેબિનેટની બેઠકમાં અમે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ અને નિયમો 1935 ને આસામ રિપીલ બિલ 2024 દ્વારા રદ કરવાનો નિર્ણય લીધો છે.

    આસામ વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં આ ખરડો વિચારણા માટે મૂકવામાં આવશે. આસામ કેબિનેટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે રાજ્યમાં મુસ્લિમ લગ્નોની નોંધણી માટે કાયદો લાવવામાં આવે. વિધાનસભાના આગામી સત્રમાં તેના પર વિચાર કરવામાં આવશે.



  • Jul 18, 2024 21:41 IST

    હાર્દિક પંડ્યા અને નતાશા અલગ થયા, હાર્દિકે કરી ભાવુક પોસ્ટ

    હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ વાત જણાવી છે.

    View this post on Instagram

    A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)



  • Jul 18, 2024 21:11 IST

    પીએમ મોદીની દિલ્હીમાં ભાજપા મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત

    પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપા મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી.

    — ANI_HindiNews (@AHindinews) July 18, 2024



  • Jul 18, 2024 19:58 IST

    શ્રીલંકા સામે ટી 20 અને વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, સૂર્યકુમાર યાદવ ટી 20માં કેપ્ટન

    શ્રીલંકા સામેની ટી 20 અને વન-ડે શ્રેણી માટેની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી 20 શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડયાનો ટી 20 ટીમમાં સમાવેશ કરાયો છે. બીજી તરફ વન-ડેમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે યથાવત્ છે. વિરાટ કોહલી પણ વન-ડે શ્રેણીમાં રમશે. કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરનો વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે.



  • Jul 18, 2024 17:46 IST

    આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બધી 90 સીટો પર ચૂંટણી લડશે

    આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે તે રાજ્યની તમામ વિધાનસભામાં પોતાના ઉમેદવાર ઉતારશે. અત્યાર સુધી રાજ્યમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો, પરંતુ આ વખતે હરિયાણામાં ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે જાહેરાત કરી છે કે ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી રાજ્યની તમામ 90 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. ચંદીગઢમાં પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માનએ કહ્યું કે આ વખતે આમ આદમી પાર્ટી હરિયાણામાં પોતાની તાકાત બતાવશે.



  • Jul 18, 2024 16:33 IST

    યુપીના ગોંડામાં ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત

    ઉત્તર પ્રદેશના ગોંડા-ગોરખપુર રેલ માર્ગ પર મોતીગંજ પાસે ગુરુવારે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં લગભગ 2 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ અને રેલવે ફોર્સ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.



  • Jul 18, 2024 13:47 IST

    NEET પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટમં સુનાવણી ચાલું

    CJI બેન્ચ સુપ્રીમ કોર્ટમાં NEET પેપર લીક કેસની સુનાવણી કરી રહી છે. આ સુનાવણી દરમિયાન JI ચંદ્રચુડની બેંચ 40 થી વધુ અરજીઓ પર દલીલો સાંભળી રહી છે. કેસની સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડે કહ્યું કે જો 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે તો બાકીના 22 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. આવી સ્થિતિમાં, શું તેનો અર્થ એ નથી કે સમગ્ર પરીક્ષા રદ કરી દેવી જોઈએ? કોર્ટ એમ પણ કહે છે કે પુનઃપરીક્ષા માટે નક્કર આધાર જરૂરી છે કારણ કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હતી.



  • Jul 18, 2024 11:36 IST

    તાલીમાર્થી IAS પૂજા ખેડકરની માતા મનોરમાની પુણે પોલીસે અટકાયત કરી

    વિવાદોમાં ફસાયેલી IAS તાલીમાર્થી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરને ગુરુવારે પોલીસે કસ્ટડીમાં લીધી હતી. પુણે ગ્રામીણ પોલીસના એસપી પંકજ દેશમુખે જણાવ્યું કે તે રાયગઢ નજીક મહાડમાં એક હોટલમાં રોકાઈ હતી. તેમની સાથે પોલીસની ત્રણ ટીમ પુણે આવી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં પુણે ગ્રામીણ પોલીસની એક ટીમ ખેડૂતોને કથિત રીતે ધમકી આપવાના આરોપમાં તેમની સામે નોંધાયેલા ગુનાના સંબંધમાં મુલશીમાં તેમના ઘરની મુલાકાત લીધી હતી. પૂજા ખેડકરની માતા મનોરમા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જ્યારે તેણીએ ખેડૂત પર બંદૂક બતાવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ચેનલો પર સામે આવ્યો હતો.



  • Jul 18, 2024 11:28 IST

    ગુજરાતમાં ગુરુવારે સવારે 6થી 10 વચ્ચે 25 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં અડધો ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો.



  • Jul 18, 2024 10:27 IST

    જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી અથડામણ ચાલું

    જમ્મુ કાશ્મીરના ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એકવાર ફરીથી અથડામણ શરુ થઈ હતી. આ અંગેની જાણકારી પોલીસે આપી હતી. ડોડામાં સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોએ ડોડા જિલ્લા સાથે અડીને આવેલા ઉધમપુર જિલ્લાની સીમામાં પણ આતંકવાદીઓના ખાત્મા માટે સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. ડોડામાં સેના વ્યાપક અભિયાન ચલાવી રહી છે. જેમાં એક એક આંતકવાદીઓને શોધી શોધીને સફાયો કરવામાં આવી રહ્યો છે.



  • Jul 18, 2024 10:25 IST

    છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ

    છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓની નાપાક હરકત સામે આવી હતી. જેમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈડી બ્લાટમાં બે જવાન શહીદ થયા છે. જ્યારે ચાર જવાન ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. આ જવાન નક્સલ એરિયામાં ઓપરેશન પર નિકળ્યા હતા.



  • Jul 18, 2024 08:46 IST

    ગુજરાતમાં 24 કલાકમાં માત્ર 41 તાલુકામાં જ વરસાદ

    ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 42 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. એમાં પણ કચ્છના લખપતમાં માત્ર એક જ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાર તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 19 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે.



  • Jul 18, 2024 08:10 IST

    તમારો ગુરુવારનો દિવસ કેવો રહેશે?

    આજે 18 જુલાઈ 2024, ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.



  • Jul 18, 2024 08:08 IST

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14 બાળકોના મોત

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કહેર મચાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી એક જ દિવસમાં 6 બાળકોના મોતથી હાહાકાર મચ્યો છે. આ સાથે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 14 થયો છે. સૌથી ખાસ વાત એ છે કે, 14 વર્ષથી ઓછી વયના બાળકોને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે.



  • Jul 18, 2024 08:08 IST

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના પોઝિટિવ

    યુએસ પ્રમુખ જો બાઈડન ફરી એકવાર કોરોનાથી સંક્રમિત થયા છે, તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે અને તેમનામાં કેટલાક લક્ષણો પણ જોવા મળ્યા છે. આ માહિતી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન એટલે કે વ્હાઇટ હાઉસે જ આપી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ