/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/PM-KISAN.jpg)
પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીથી ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર કર્યો
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 June 2024 Highlight, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 વિવાદ કેસમાં NTA અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ મામલામાં કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સામે સંપૂર્ણ કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે બાળકોએ પરીક્ષાની તૈયારી કરી લીધી છે અને અમે તેમને મદદ કરીશું. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે NTAને કહ્યું કે કલ્પના કરો કે જો સિસ્ટમ સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ ડૉક્ટર બને છે, તો તે સમાજ માટે વધુ નુકસાનનું પરિબળ બની જાય છે. આ મુદ્દે કોંગ્રેસ અને AAP સતત કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પીએમ મોદીએ પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો જાહેર કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીથી ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયાની રકમ મોકલી હતી. આ ઉપરાંત તેમણે કાશીથી ડિજિટલ કિસાન ક્રેડિટ કાર્ડ (કેકેસી)ની શરૂઆત પણ કરી હતી.
શેરબજાર નવી ઊંચાઈએ, સેન્સેક્સ 77,326 અને નિફ્ટી 23,573ને સ્પર્શ્યો
શેરબજારમાં લાંબા વીકએન્ડ બાદ આજે ફરી એકવાર શાનદાર ઓપનિંગ થયું છે, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 243 પોઈન્ટના વધારા સાથે 77,235 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 105 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને 23570ના સ્તરે ખુલ્યો હતો.
રાજ્યમાં સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાળ
રાજકોટ અગ્નિકાંડ બાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા સામે સુરક્ષાના તમામ એકમોને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં રિક્ષા અને સ્કૂલવાન ચાલકો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરશે. તેમજ જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સ્કૂલ વર્ધીના વાહનોનાં પૈડા થંભી જતાં વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલમાં મૂકવા જવું પડશે.
જૈન સમુદાયમાં આક્રોષ વધ્યો
​​​​​​​પાવાગઢમાં સદીઓ જૂની જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાનો વિવાદ વધુ વકર્યો છે. જૈન સમાજે રાજ્યનાં જુદાં-જુદાં શહેરોમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કૃત્ય આચરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે. જૈન સમુદાયના લોકોમાં આક્રોષ વધી રહ્યો છે.
- Jun 18, 2024 22:38 IST
બિહારના અરરિયામાં ઉદ્ઘાટન પહેલા જ પૂલ ધરાશાયી
બિહારમાં ફરી એક વખત નવનિર્મિત પુલ ધરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે. અરરિયા જિલ્લાના સિકટી ખાતે બકરા નદી ઉપર 12 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પુલ લોકાર્પણ થાય તે પહેલાં જ તૂટી પડ્યો હતો. અહેવાલો અનુસાર આ પુલનું નિર્માણ પડરિયા ઘાટ પર કરવામાં આવ્યું હતું.
- Jun 18, 2024 21:23 IST
પીએમ મોદીએ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી
#WATCH उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने वाराणसी में काशी विश्वनाथ मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/SZv5n5Hy1s
— ANI_HindiNews (@AHindinews) June 18, 2024
- Jun 18, 2024 20:43 IST
પીએમ મોદીએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી હતી.
#WATCH उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने वाराणसी के दशाश्वमेध घाट पर पूजा की। pic.twitter.com/7NJxYM7FK4
— ANI_HindiNews (@AHindinews) June 18, 2024
- Jun 18, 2024 17:26 IST
પીએમ મોદીએ પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો જાહેર કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો જાહેર કર્યો છે.
#WATCH वाराणसी, उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने किसान सम्मान निधि की 17वीं किस्त जारी की। pic.twitter.com/GnFifYkrw8
— ANI_HindiNews (@AHindinews) June 18, 2024
- Jun 18, 2024 17:12 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા. પીએમ મોદી ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું.
#WATCH वाराणसी: प्रधानमंत्री नरेंद्र मोदी वाराणसी पहुंचे। पीएम मोदी कुछ ही देर में किसान सम्मान निधि की किस्त जारी करेंगे।
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ और केंद्रीय मंत्री शिवराज सिंह चौहान ने उनका स्वागत किया। pic.twitter.com/f4EkhRrEjg— ANI_HindiNews (@AHindinews) June 18, 2024
- Jun 18, 2024 15:48 IST
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપના સાંસદ અનંત મહારાજ સાથે મુલાકાત કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશનના નેતા અને ભાજપના સાંસદ નાગેન્દ્ર રે ઉર્ફે અનંત મહારાજ સાથે મુલાકાત કરી.
#WATCH पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने ग्रेटर कूच बिहार पीपुल्स एसोसिएशन के नेता और भाजपा सांसद नागेंद्र रे उर्फ अनंत महाराज से मुलाकात की।
पश्चिम बंगाल की मुख्यमंत्री ने कूच बिहार में मदन मोहन मंदिर में पूजा-अर्चना भी की। pic.twitter.com/sclkYeZV6T— ANI_HindiNews (@AHindinews) June 18, 2024
- Jun 18, 2024 12:13 IST
સુપ્રીમ કોર્ટે NEET-UG કેસમાં NTAને નોટિસ ફટકારી
સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 વિવાદ કેસમાં NTA અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ મામલામાં કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સામે સંપૂર્ણ કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે બાળકોએ પરીક્ષાની તૈયારી કરી લીધી છે અને અમે તેમને મદદ કરીશું. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NTAને કહ્યું કે કલ્પના કરો કે જો સિસ્ટમ સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ ડૉક્ટર બને છે, તો તે સમાજ માટે વધુ નુકસાનનું પરિબળ બની જાય છે. આ મુદ્દે કોંગ્રેસ અને AAP સતત કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- Jun 18, 2024 10:07 IST
શેરબજાર નવી ઊંચાઈએ, સેન્સેક્સ 77,326 અને નિફ્ટી 23,573ને સ્પર્શ્યો
શેરબજાર આજે ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,326ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં તે 150થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEની નિફ્ટીએ પણ ઓલટાઈમ હાઈ સાથે 23,500ની સપાટીને કૂદાવી ગઈ છે.
- Jun 18, 2024 09:35 IST
ટેટ-ટાટ પાસ ઉમેદવારો આજે ગાંધીનગરમાં સરકાર સામે દેખાવ કરશે
ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો.ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરમાં મહા આંદોલનની ચીમકી આપવામા આવી છે અને આજે સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં સચિવાલય– જીવરાજ મહેતા ભવન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થશે.
- Jun 18, 2024 08:11 IST
દિલ્હીમાં પાણીનો કકળાટ યથાવત
દિલ્હીમાં લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે
- Jun 18, 2024 08:10 IST
રાજ્યમાં આજથી સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાળ
રાજકોટ અગ્નિકાંડ બાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા સામે સુરક્ષાના તમામ એકમોને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં રિક્ષા અને સ્કૂલવાન ચાલકો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરશે. તેમજ જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સ્કૂલ વર્ધીના વાહનોનાં પૈડા થંભી જતાં વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલમાં મૂકવા જવું પડશે.
- Jun 18, 2024 08:10 IST
જૈન સમુદાયમાં આક્રોષ વધ્યો
પાવાગઢમાં સદીઓ જૂની જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાનો વિવાદ વધુ વકર્યો છે. જૈન સમાજે રાજ્યનાં જુદાં-જુદાં શહેરોમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કૃત્ય આચરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે. જૈન સમુદાયના લોકોમાં આક્રોષ વધી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us