Gujarati News 18 March 2024 Highlights : પીએમ મોદીએ કર્ણાટકના શિવમોગામાં કહ્યું - 4 જૂને 400 પાર

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 March 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 March 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi, pm modi

પીએમ મોદી - photo - x @bjp4india

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 18 માર્ચ 2024, આજે સોમવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો ઉનાળાની શરુઆત થતાં જ દેશ સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ શરુ થઈ ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં પીવાના પાણીની બૂમ પડી રહી છે. તો બીજી તરફ રવિવારે મોડી રાત્રે રાજસ્થાનના અજમેર જંકશન અને જયપુર વચ્ચે અમદાવાદથી આગ્રા કેન્ટ જતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના પગલે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દેશમાં લોકસભાની ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

Advertisment

ચૂંટણી પંચે 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવ્યા

ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જનરલ એડમિનિસ્ટ્રેશન સેક્રેટરીને પણ ચૂંટણી પંચે હટાવી દીધા છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને આપેલી માહિતી અનુસાર ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવાના નિર્દેશ પણ આપ્યા છે. આ સિવાય ચૂંટણી પંચે BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ બરતરફ કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ વિગત આપવા SBI ને કર્યો આદેશ

ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા-એસબીઆઈને ફટકાર લગાવી છે અને પૂછ્યું છે કે શા માટે સંપૂર્ણ માહિતી શેર કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે SBIને સમયમર્યાદા આપી છે અને આદેશનું સંપૂર્ણ પાલન કરવા અને 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં સંપૂર્ણ માહિતી આપવા જણાવ્યું છે.

કોર્ટે એસબીઆઈના ચેરમેનને 21 માર્ચ સુધીમાં એક સોગંદનામું દાખલ કરવા માટે પણ કહ્યું છે જેમાં સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે કંઈપણ છુપાવવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SBI પાસેથી માહિતી મળ્યા બાદ ચૂંટણી પંચે તરત જ તેની વેબસાઈટ પર માહિતી શેર કરવી જોઈએ.

Advertisment

સુરેન્દ્રનગર નજીક કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત

અમદાવાદ રાજકોટ હાઇવે પર સુરેન્દ્રનગર ઉપર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધ્રાંગધ્રા-માલવણ તરફ જતાં હાઈવે પર ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્થળ પર આવીને તપાસ હાથધરી હતી.

  • Mar 19, 2024 00:00 IST

    અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી ઉમેદવારી પાછી ખેંચી

    લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે 12 માર્ચના ગુજરાતના 7 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. તેમાંથી એક નામ રોહન ગુપ્તાનું પણ હતું.

    — Rohan Gupta (@rohanrgupta) March 18, 2024



  • Mar 18, 2024 22:34 IST

    કોંગ્રેસને હિન્દુ ધર્મ પ્રત્યેની નારાજગી વારસામાં મળી છે - બીજેપી સાંસદ દિનેશ શર્મા

    કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર બીજેપી સાંસદ દિનેશ શર્માએ કહ્યું કે કે વરિષ્ઠ નેતા હોવા છતાં તેમનામાં (રાહુલ ગાંધી)પરિપક્વતાનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. કોંગ્રેસને હિન્દુ ધર્મ પ્રત્યેની નારાજગી વારસામાં મળી છે. પહેલા તેમના (કોંગ્રેસ) સાથી DMK નેતાઓ સનાતનને કોરોના અને ડેન્ગ્યુ-મેલેરિયા કહેતા રહ્યા. હવે તે (રાહુલ ગાંધી) શક્તિ એટલે કે દેવી માતાને પડકાર આપી રહ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 22:20 IST

    ઉત્તર પ્રદેશના બરસાનામાં લઠમાર હોળી શરૂ

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 20:56 IST

    બિહાર : આનંદ મોહનની પત્ની લવલી મોહન JDUમાં જોડાયા

    બિહાર : ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા આનંદ મોહનની પત્ની લવલી મોહન JDUમાં જોડાયા

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 19:36 IST

    પીએમ નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટોમાં જાન ગુમાવનારાને શ્રદ્ધાંજલિ આપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1998ના કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વિસ્ફોટોમાં 58 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 18:47 IST

    હું ક્યાંકને ક્યાંક હાજીપુરથી ચૂંટણી લડીશ - ચિરાગ પાસવાન

    બિહારમાં સીટોની વહેંચણીની જાહેરાત પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે મને પાર્ટી તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ હું ક્યાંકને ક્યાંક હાજીપુરથી ચૂંટણી લડીશ.

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 17:36 IST

    બિહારમાં ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડશે

    બિહાર ચૂંટણી પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું કે બિહારમાં ભાજપ 17 બેઠકો પર, JDU 16 બેઠકો પર, LJP 5 બેઠકો પર, HAM 1 બેઠક પર અને RLM 1 બેઠક પર ચૂંટણી લડશે.

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 17:17 IST

    પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - દેશની નારી શક્તિ વોટર નથી, પરંતુ મા શક્તિનું સ્વરૂપ છે

    કર્ણાટક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા રાજકીય નિષ્ણાંતો કહેતા આવ્યા છે કે નારી શક્તિ મોદીના સાઇલેન્ટ મતદાર છે. પરંતુ મારા દેશની નારી શક્તિ વોટર નથી, પરંતુ મા શક્તિનું સ્વરૂપ છે.

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 16:05 IST

    પીએમ મોદી કર્ણાટકના શિવમોગા પહોંચ્યા

    — ANI_HindiNews (@AHindinews) March 18, 2024



  • Mar 18, 2024 14:46 IST

    ચૂંટણી પંચે યુપી સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવ્યા

    ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જનરલ એડમિનિસ્ટ્રેશન સેક્રેટરીને પણ ચૂંટણી પંચે હટાવી દીધા છે.



  • Mar 18, 2024 13:26 IST

    તેલંગાણાના ગવર્નર ટી સોન્ડરસૌન રાજને રાજીનામું આપી દીધું

    તેલંગાણાના ગવર્નર ટી સોન્ડરસૌન રાજને આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ટી સોન્ડરસન રાજન પાસે પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો પણ છે. સૌંદરસૌન રાજન 2019 સુધી તમિલનાડુ ભાજપના પ્રમુખ હતા.



  • Mar 18, 2024 12:48 IST

    સુપ્રીમ કોર્ટનો સત્યેન્દ્ર જૈનને મોટો ફટકો, જામીન અરજી ફગાવી

    આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનની તમામ અરજીઓ ફગાવી દીધી છે. સત્યેન્દ્ર જૈને મની લોન્ડરિંગ કેસમાં અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. હવે તેણે આજે જ આત્મસમર્પણ કરવું પડશે. જૈને મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ હવે તેને ફગાવી દેવામાં આવી છે.



  • Mar 18, 2024 11:55 IST

    ઇલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટેની એસબીઆઈને ફટકાર

    સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ મામલે SBIને ફરીથી ફટકાર લગાવીને તમામ માહિતી આપવા માટે આદેશ કર્યો છે.કોર્ટે 21 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં સંપૂર્ણ માહિતી આપવા જણાવ્યું છે.



  • Mar 18, 2024 11:10 IST

    રશિયામાં વ્લાદિમીર પુતિન બનશે પાંચમી વખત રાષ્ટ્રપતિ, ઐતિહાસિક વિજય

    રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ 88 ટકા મતો સાથે ફરી એકવાર શાનદાર જીત મેળવી છે. અહેવાલ અનુસાર રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર વ્લાદિમીર પુતિન 87.97% મતો સાથે રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે.



  • Mar 18, 2024 10:31 IST

    અમદાવાદ રાજકોટ હાઇવે પર અકસ્માત, 3 લોકોના મોત

    સુરેન્દ્રનગર નજીક રાજકોટ અમદાવાદ હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.



  • Mar 18, 2024 10:19 IST

    બિહારમાં કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત 3 બાળક સહિત 7નાં મોત

    બિહારના ખગડિયામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 બાળક સહિત 7 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે



  • Mar 18, 2024 09:39 IST

    અરવિંદ કેજરીવાલ આજે ફરીથી ED સમક્ષ હાજર નહીં થાય

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને જલ બોર્ડ કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટીએ EDની નોટિસને ગેરકાયદેસર ગણાવી છે.



  • Mar 18, 2024 09:21 IST

    કોલકાત્તામાં બિલ્ડીંગ ધરાશાયી થતાં બેના મોત

    કોલકાત્તામાં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાનું કામ ચાલું છે.



  • Mar 18, 2024 08:54 IST

    શ્રેયસ અય્યર ફિટ જાહેર

    ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (આઈપીએલ 2024) માં રમવા માટે શ્રેયસ અય્યરને ફિટ જાહેર કરવામાં આવ્યો છે



  • Mar 18, 2024 08:27 IST

    લોકસભા ચૂંટણી પ્રચાર જોરશોરમાં

    લોકસભા ચૂંટણી તારીખો જાહેર થયા બાદ પક્ષ અને વિપક્ષના તમામ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી ગયા છે. વડાપ્રધાન મોદીથી લઈને રાહુલ ગાંધી સહિત ભાજપ કોંગ્રેસ તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.



  • Mar 18, 2024 08:13 IST

    સૌરાષ્ટ્ર પંથકમાં પીવાના પાણીનો કકળાટ

    ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં પીવાના પાણી માટે મહિલાઓને મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે. મહિલાઓએ રાજકોટમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.



  • Mar 18, 2024 08:12 IST

    રાજસ્થાનમાં મોડી રાત્રે ટ્રેનના ચાર કોચ પાટા પરથી ઉતર્યા

    રાજસ્થાનના અજમેર પાસે અમદાવાદથી આગ્રા કેન્ટ જનારી ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના પગલે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ મોટી દુર્ઘટના ઘટના બચી ગઈ હતી.



  • Mar 18, 2024 08:06 IST

    આજનો સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે

    18 માર્ચ 2024, સપ્તાહનો પહેલો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ