/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Sign-board-collapsed-in-Vapi.jpg)
વાપી હાઈવે પર મુંબઈવાળી થતા રહી ગઈ, સાઈન બોર્ડ ચાલતી કાર પર પડ્યું, ચાલકનો ચમત્કારીક બચાવ
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 may 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે 18 મે 2024, શનિવારનો દિવસ છે. ત્યારે વાપી નજીક મુંબઈ અમદાવાદ હાઈવે પર લગાવવામાં આવેલ સાઈન બોર્ડ અચાનક ધરાશાયી થઈ ચાલુ કાર પર પડ્યું. આ દુર્ઘટનામાં કાર ચાલકનો ચમત્કારીક બચાવ થયો છે. મોટાથાંભલા સાથે કાર પર સાઈન બોર્ડ પડતા કારને ભારે નુકશાન થયું છે. નેસનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પગલે બોર્ડ ધરાશાયી થયું, બોર્ડનો થાંભલો કાટ ખવાઈ ગયેલો હતો. હાઈવે પર અનેક સાઈન બોર્ડ લગાવવામાં આવેલા છે, જેનું સમયસર ચેકિંગ થવું જોઈએ તેવી લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી.
ગુજરાતમાં શનિવારે ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ. આવકવેરા વિભાગે અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા. બરોડા નાખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીરખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ છે. અમદાવાદ અને બરોડા મળી કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસે સ્વાતિ માલીવાલની પૂછપરછ શરુ કરી
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના કેસને લઈને આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં છે. શુક્રવારે, દિલ્હી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને પેન્ડર ઇવમાં ડ્રોઇંગ રૂમના સીસીટીવી ફીડની નકલ કરી હતી. અહીં સ્વાતિ માલીવાલની સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમાર સાથે કથિત રીતે બોલાચાલી થઈ હતી.વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલ સાથે સીએમ આવાસ પર પહોંચી અને ક્રાઈમ સીન ફરીથી બનાવવામાં આવ્યો.
આ પ્રસંગે એફએસએલની ટીમ પણ હાજર રહી હતી. એડિશનલ ડીસીપી નોર્થ પણ સીએમ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસની ટીમને કહ્યું કે 13 મેના રોજ શું થયું હતું? તે ક્યારે અને ક્યાંથી પ્રવેશ્યો અને અંદર કોણ હતું? દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલને એ પણ પૂછ્યું કે જ્યારે તેણી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં કેટલા લોકો હાજર હતા અને કયો વ્યક્તિ કઈ જગ્યાએ હાજર હતો.
કન્હૈયા કુમાર પર હુમલો
રાષ્ટ્રીય રાજધાનીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કન્હૈયા કુમાર પર સાતથી આઠ લોકોએ હુમલો કર્યો હતો અને તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. પૂર્વ દિલ્હીના ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં શુક્રવારે થયેલી લડાઈનો વીડિયો હવે વાયરલ થયો છે. બે કથિત હુમલાખોરોએ એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ કોંગ્રેસના નેતાને માર માર્યો હતો અને કહ્યું હતું કે તેઓએ આમ કર્યું કારણ કે તેણે દેશ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને ભારતીય સેના વિરુદ્ધ બોલ્યા હતા.
- May 18, 2024 17:22 IST
વાપી હાઈવે પર મુંબઈવાળી થતા રહી ગઈ, સાઈન બોર્ડ ચાલતી કાર પર પડ્યું, ચાલકનો તમત્કારીક બચાવ
વાપી નજીક મુંબઈ અમદાવાદ હાઈવે પર લગાવવામાં આવેલ સાઈન બોર્ડ અચાનક ધરાશાયી થઈ ચાલુ કાર પર પડ્યું. આ દુર્ઘટનામાં કાર ચાલકનો ચમત્કારીક બચાવ થયો છે. મોટાથાંભલા સાથે કાર પર સાઈન બોર્ડ પડતા કારને ભારે નુકશાન થયું છે. નેસનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પગલે બોર્ડ ધરાશાયી થયું, બોર્ડનો થાંભલો કાટ ખવાઈ ગયેલો હતો. હાઈવે પર અનેક સાઈન બોર્ડ લગાવવામાં આવેલા છે, જેનું સમયસર ચેકિંગ થવું જોઈએ તેવી લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી.
- May 18, 2024 14:31 IST
સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપમાં બિભવ કુમારની ધરપકડ
સ્વાતિ માલીવાલ પર કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં દિલ્હી પોલીસે બિભવ કુમારની ધરપકડ કરી છે. ઘણા દિવસોની શોધખોળ બાદ હવે દિલ્હી પોલીસ બિભવની પૂછપરછ કરવા જઈ રહી છે. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે 13 મેના રોજ સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. એવું પણ કહેવાય છે કે તેની સાથે ગેરવર્તન અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
- May 18, 2024 11:45 IST
ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
ગુજરાતમાં શનિવારે ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ. આવકવેરા વિભાગે અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા.
- May 18, 2024 11:43 IST
રાઘવ ચઢાણે દિલ્હીની ચૂંટણી પહેલા સીએમ કેજરીવાલ સાથે મુલાકાત કરી
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા લંડનથી પરત ફર્યા છે. તેઓ સીએમ અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને પણ મળ્યા હતા.
- May 18, 2024 11:05 IST
આજે સ્પેશિયલ ટ્રેડિંગમાં Sensex ફરી 74000ને પાર
આજે 18 મે 2024, શનિવારના રોજ સ્પેશિયલ સેશન માટે શેર બજાર ખુલ્યું હતું. સ્પેશિયલ સેશનમાં શેર બજાર તેજી સાથે ખુલ્યું હતું. આ અવસર પર સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે 74,000ના લેવલને પાર કહ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 60 પોઈન્ટ જેટલી તેજી જોવા મળી હતી.
- May 18, 2024 10:01 IST
હરિયાણમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી
કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા આઠ લોકો જીવતા દાઝી ગયા હતા. જ્યારે બે ડઝનથી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. બસમાં કુલ 60 લોકો સવાર હતા.
- May 18, 2024 09:50 IST
પોલીસે સ્વાતિ માલીવાલની પૂછપરછ શરૂ કરી
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના કેસને લઈને આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં છે. શુક્રવારે, દિલ્હી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને પેન્ડર ઇવમાં ડ્રોઇંગ રૂમના સીસીટીવી ફીડની નકલ કરી હતી. અહીં સ્વાતિ માલીવાલની સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમાર સાથે કથિત રીતે બોલાચાલી થઈ હતી.
- May 18, 2024 08:08 IST
આજનો શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Saturday-horoscope-1.jpg)
આજે 18 મે 2024, શનિવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, અહી ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- May 18, 2024 08:06 IST
કન્હૈયા કુમાર પર હુમલો
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કન્હૈયા કુમાર પર સાતથી આઠ લોકોએ હુમલો કર્યો હતો અને તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us