/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/kailash-gehlot.jpg)
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કૈલાશ ગેહલોતે સદસ્યતા અપાવી (તસવીર - @BJP4INDIA)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 November 2024, આજના તાજા સમાચાર: દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમણે પાર્ટીના કાર્યાલયમાં ભાજપની સદસ્યતા લીધી હતી. કૈલાશ ગેહલોતના ભાજપમાં સામેલ થવા પર પાર્ટીએ કહ્યું કે આપ પર લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કૈલાશ ગેહલોતે સદસ્યતા અપાવી. ભાજપમાં સામેલ થયા બાદ કૈલાશ ગેહલોતે કહ્યું કે હું દિલ્હીની જનતાની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે 'આપ'માં જોડાયો હતો. જે મૂલ્યો માટે અમે 'આપ'માં જોડાયા હતા તે મૂલ્યો મારી નજર સમક્ષ સંપૂર્ણપણે સમાધાન કરવામાં આવી રહ્યા હતા. આ મારા શબ્દો હોઈ શકે છે પરંતુ હું ખાતરી આપું છું કે આ શબ્દોની પાછળ લાખો અને હજારો 'આપ' કાર્યકરોનો અવાજ છે. તેઓ સામાન્ય માણસની સેવા સાથે સંકળાયેલા હતા, તેઓ હવે આમ આદમીથી ખાસ બની ગયા છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બનશે એનડીએની સરકાર, રાંચીમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે હું પોતે અહીં પ્રચાર કરી રહ્યો છું. હું ગઈ કાલે મહારાષ્ટ્રમાં પણ હતો. જ્યારે 23 નવેમ્બરે પરિણામો આવશે ત્યારે પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે. હેમંત સોરેનની સરકારના 5 વર્ષ દરમિયાન જે રીતે લોકોને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, જે રીતે ભ્રષ્ટાચાર થયો હતો અને મુખ્યમંત્રી પોતે ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા હતા, લોકોએ પરિવર્તન માટે પોતાનું મન બનાવી લીધું છે. આ વખતે ઝારખંડમાં એનડીએની સરકાર આવશે. મહારાષ્ટ્રમાં ફરી એનડીએની સરકાર આવશે, ત્યાંના લોકો વર્તમાન સરકારના કામથી સંતુષ્ટ જણાય છે.
બ્રાઝિલમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ભારતીય સમુદાયના સભ્યોએ બ્રાઝિલમાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં સોમવારે બ્રાઝિલ પહોંચ્યા, જે દરમિયાન તેમણે G-20 સમિટમાં ભાગ લીધો હતો.
મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં 288 સીટો પર અને ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
- Nov 18, 2024 23:17 IST
Today News Live : અનિલ દેશમુખની કાર પર અજાણ્યા લોકોનો પથ્થરમારો, માથામાં ઇજા
નાગપુરમાં એનસીપી નેતા અનિલ દેશમુખ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર અનિલ દેશમુખે આરોપ લગાવ્યો છે કે કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં કાટોલ જલાલખેડા રોડ પર કેટલાક લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન તેમને ઈજા થઈ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં અનિલ દેશમુખના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. આ ઘટના બાદ અનિલ દેશમુખને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અનિલ દેશમુખના પુત્ર સલિલ કાટોલ વિધાનસભા બેઠક પરથી એનસીપી-શરદ પવાર જૂથ તરફથી ચૂંટણી લડી રહ્યો છે.
- Nov 18, 2024 21:57 IST
Today News Live : કચ્છમાં ભૂકંપનો આંચકો
પાટણમાં ભૂકંપના આવ્યાના થોડા દિવસ પછી હવે કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. રાત્રે 8.15 વાગ્યે 4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાપરથી 26 કિમી દૂર કણખોઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું છે. ઘણા લોકોને ભૂકંપની અસર જોવા મળી હતી. લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા.
- Nov 18, 2024 21:27 IST
Today News Live :પીએમ મોદીની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત
રિયો ડી જનેરિયોમાં જી20 શિખર સંમેલન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સિંગાપોર કે પ્રધાનમંત્રી લોરેંસ વાંગ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન સાથે પણ મુલાકાત કરી હતી.
- Nov 18, 2024 19:27 IST
Today News Live : જેપી નડ્ડાનો ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર, કહ્યું - તમે કોંગ્રેસના ખોળામાં જઇને બેસી ગયા
મહારાષ્ટ્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે બાળા સાહેબ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ તેમની પાર્ટીને ખતમ કરી દેશે, પરંતુ કોંગ્રેસ સાથે સમાધાન નહીં કરે. જો ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતાની વાત ન સાંભળી તો મહારાષ્ટ્રની જનતાનું શું સાંભળશે. તમે કોંગ્રેસના ખોળામાં જઇને બેસી ગયા.
- Nov 18, 2024 17:18 IST
Today News Live : દિલ્હી AAPના પૂર્વ નેતા કૈલાશ ગહલોત ભાજપમાં જોડાયા
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમણે પાર્ટીના કાર્યાલયમાં ભાજપની સદસ્યતા લીધી હતી. કૈલાશ ગેહલોતના ભાજપમાં સામેલ થવા પર પાર્ટીએ કહ્યું કે આપ પર લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કૈલાશ ગેહલોતે સદસ્યતા અપાવી. ભાજપમાં સામેલ થયા બાદ કૈલાશ ગેહલોતે કહ્યું કે હું દિલ્હીની જનતાની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે 'આપ'માં જોડાયો હતો. જે મૂલ્યો માટે અમે 'આપ'માં જોડાયા હતા તે મૂલ્યો મારી નજર સમક્ષ સંપૂર્ણપણે સમાધાન કરવામાં આવી રહ્યા હતા. આ મારા શબ્દો હોઈ શકે છે પરંતુ હું ખાતરી આપું છું કે આ શબ્દોની પાછળ લાખો અને હજારો 'આપ' કાર્યકરોનો અવાજ છે. તેઓ સામાન્ય માણસની સેવા સાથે સંકળાયેલા હતા, તેઓ હવે આમ આદમીથી ખાસ બની ગયા છે.
- Nov 18, 2024 14:12 IST
Today News Live : મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બનશે એનડીએની સરકાર, રાંચીમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે હું પોતે અહીં પ્રચાર કરી રહ્યો છું. હું ગઈ કાલે મહારાષ્ટ્રમાં પણ હતો. જ્યારે 23 નવેમ્બરે પરિણામો આવશે ત્યારે પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે. હેમંત સોરેનની સરકારના 5 વર્ષ દરમિયાન જે રીતે લોકોને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, જે રીતે ભ્રષ્ટાચાર થયો હતો અને મુખ્યમંત્રી પોતે ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા હતા, લોકોએ પરિવર્તન માટે પોતાનું મન બનાવી લીધું છે. આ વખતે ઝારખંડમાં એનડીએની સરકાર આવશે. મહારાષ્ટ્રમાં ફરી એનડીએની સરકાર આવશે, ત્યાંના લોકો વર્તમાન સરકારના કામથી સંતુષ્ટ જણાય છે.
- Nov 18, 2024 11:49 IST
Today News Live : કૈલાશ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ શકે છે, ગઈકાલે AAPમાંથી રાજીનામું આપ્યું હતું
દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોત આજે બપોરે 12.30 વાગે ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કૈલાશ ગેહલોત દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાશે. કૈલાશ ગેહલોતે રવિવારે જ મંત્રી પદ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રવિવારે જ્યારે કૈલાશ ગેહલોતે અચાનક રાજીનામું આપી દીધું ત્યારે દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
- Nov 18, 2024 09:17 IST
Today News Live : સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ પર સુનાવણી
દિલ્હીનું વાતાવરણ ઝેરી બની ગયું છે. વાયુ પ્રદૂષણને રોકવા માટેના પગલાં લાગુ કરવાની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચ કરશે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને CAQMએ GRAPનો ચોથો તબક્કો લાગુ કર્યો છે.
- Nov 18, 2024 09:17 IST
Today News Live : મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. બંને રાજ્યોમાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 288 સીટો પર અને ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આવી સ્થિતિમાં આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે આ બંને રાજ્યોમાં પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ જીત માટે અંતિમ પોકાર કરવા જઈ રહ્યા છે.
- Nov 18, 2024 09:17 IST
Today News Live : બ્રાઝિલમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ભારતીય સમુદાયના સભ્યોએ બ્રાઝિલમાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં સોમવારે બ્રાઝિલ પહોંચ્યા, જે દરમિયાન તેઓ G-20 સમિટમાં ભાગ લેશે.
- Nov 18, 2024 09:17 IST
Today News Live : PM મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં સોમવારે બ્રાઝિલ પહોંચ્યા. ભારતીય સમુદાયના સભ્યોએ બ્રાઝિલમાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અહીં તેઓ G-20 સમિટમાં ભાગ લેશે. પીએમ મોદીની સાથે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના યુએસ સમકક્ષ જો બિડેન પણ 18-19 નવેમ્બરના રોજ રિયો ડી જાનેરો સમિટમાં ભાગ લેનારા નેતાઓમાં સામેલ થશે. તેમની મુલાકાતના ત્રીજા અને છેલ્લા તબક્કામાં મોદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર 19 થી 21 નવેમ્બર સુધી ગયાના જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us