/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Jammu-and-Kashmir-Assembly-Elections-2024-.jpg)
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી મતદાન (Express Photo by Shuaib Masoodi)
Jammu Kashmir First Phase Eection Voting: જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ શ્રેણીમાં બુધવારે પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. ચૂંટણી પંચના મતે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની 24 સીટો પર 58 ટકાથી વધારે મતદાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં આ મતદાન છેલ્લા 35 વર્ષમાં સૌથી વધારે છે. અનંતનાગમાં 54.17 ટકા, ડોડામાં 69.33 ટકા, કિશ્તવાડમાં 77.23 ટકા, કુલગામમાં 61.57 ટકા, પુલવામામાં 46.03 ટકા, રામબનમાં 67.71 ટકા અને શોપિયાંમાં 53.64 ટકા વોટિંગ થયું છે.
લેબેનોનમાં પહેલા પેજર અને હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 લોકોના મોત
લેબનાનમાં પેજરમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ બુધવારે ફરી એકવાર બ્લાસ્ટ થયા છે. દક્ષિણ લેબેનોન અને બૈરુતમાં હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા વોકી-ટોકીમાં વિસ્ફોટ થયો છે. જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને 300થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના દેશભરમાં પેજર બ્લાસ્ટમાં એક ડઝન લોકોના મોત થયાના એક દિવસ બાદ બની છે.
કિશ્તવાડમાં મતદાન મથક પર થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું
જમ્મુ-કાશ્મીરમાં આજે પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે કિશ્તવાડ વિધાનસભાના બગવાન મોહલ્લા મતદાન કેન્દ્રમાં હંગામાને કારણે થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું હતું. ANIએ પોલિંગ બૂથ પર હંગામાનો વીડિયો પણ શેર કર્યો છે.
દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર
કાશ્મીરના અગ્રણી ઉમેદવારોમાં - ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (CPI-M) ના મોહમ્મદ યુસુફ તારીગામી સતત પાંચમી વખત કુલગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના સિવાય કોંગ્રેસ પાર્ટીના ગુલામ અહેમદ મીર ત્રીજી વખત દુરુથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે નેશનલ કોન્ફરન્સ (NC)ના સકીના ઇતુ દમહલ હાજીપોરાથી ચૂંટણી લડી રહ્યા છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના સરતાજ મદની (દેવસર) અને અબ્દુલ રહેમાન વીરી (શાંગાસ-અનંતનાગ) પણ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે. બિજબેહરા વિધાનસભા બેઠક પરથી PDPની ઇલ્તિજા મુફ્તી નેશનલ કોન્ફરન્સના બશીર અહેમદ વીરી અને ભાજપના સોફી મોહમ્મદ યુસુફ સામે ચૂંટણી લડી રહી છે. પીડીપીના વાહીદ પારા પુલવામા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તે આતંકવાદના કેસમાં આરોપી છે. તેમને પાર્ટીના ભૂતપૂર્વ સાથીદાર અને NC ઉમેદવાર મોહમ્મદ ખલીલ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીના ભૂતપૂર્વ સભ્ય તલત મજીદ અલીના મેદાનમાં પ્રવેશ સાથે સ્પર્ધા રસપ્રદ બની છે.
- Sep 18, 2024 23:24 IST
Today News Live: આગ્રાથી દિલ્હી જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
મથુરા : આગ્રાથી દિલ્હી જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આગ્રા ડિવિઝનલ રેલવે મેનેજર તેજ પ્રકાશ અગ્રવાલે આ માહિતી આપી હતી.
- Sep 18, 2024 22:05 IST
Today News Live: લેબેનોનમાં પહેલા પેજર અને હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 લોકોના મોત
લેબનાનમાં પેજરમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ બુધવારે ફરી એકવાર બ્લાસ્ટ થયા છે. દક્ષિણ લેબેનોન અને બૈરુતમાં હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા વોકી-ટોકીમાં વિસ્ફોટ થયો છે. જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને 300થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના દેશભરમાં પેજર બ્લાસ્ટમાં એક ડઝન લોકોના મોત થયાના એક દિવસ બાદ બની છે.
- Sep 18, 2024 21:18 IST
Today News Live: જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 58 ટકાથી વધારે મતદાન
ચૂંટણી પંચના મતે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાની 24 સીટો પર 58 ટકાથી વધારે મતદાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં આ મતદાન છેલ્લા 35 વર્ષમાં સૌથી વધારે છે. અનંતનાગમાં 54.17 ટકા, ડોડામાં 69.33 ટકા, કિશ્તવાડમાં 77.23 ટકા, કુલગામમાં 61.57 ટકા, પુલવામામાં 46.03 ટકા, રામબનમાં 67.71 ટકા અને શોપિયાંમાં 53.64 ટકા વોટિંગ થયું છે.
- Sep 18, 2024 20:28 IST
Today News Live: ચંદ્રયાન-4ને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે તેનાથી બધાને ગર્વ થશે કે ચંદ્રયાન-4ને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આનાથી ઘણા લાભ થશે, જેમાં ભારતને અવકાશ તકનીકોમાં વધુ આત્મનિર્ભર બનાવવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ ક્ષેત્રને સમર્થન આપવું સામેલ છે.
- Sep 18, 2024 19:15 IST
Today News Live: 'એક દેશ, એક ચૂંટણી' અંગે બસપાનું વલણ સકારાત્મક
બસપાના વડા માયાવતીએ ટ્વિટ કર્યું કે'એક દેશ, એક ચૂંટણી' સિસ્ટમ હેઠળ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને આજે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પર અમારી પાર્ટીનું વલણ સકારાત્મક છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશ અને જનતાના હિતમાં હોવો જરુરી.
- Sep 18, 2024 18:01 IST
Today News Live: સાંજે 5 વાગ્યા સુધીમાં 58.18 ટકા મતદાન
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા 24 સીટો માટે થઇ રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 58.18 ટકા મતદાન નોંધાયું છે.
- Sep 18, 2024 17:22 IST
Today News Live: દિલ્હીમાં કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાથી 3 લોકોના મોત
દિલ્હીમાં કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાથી 3 લોકોના મોત થયા છે અને 14 ઇજાગ્રસ્ત થયા છે - દિલ્હી પોલીસ
https://twitter.com/AHindinews/status/1836369080175202320
- Sep 18, 2024 16:04 IST
Today News Live: બપોરે 3 વાગ્યા સુધીમાં 50.65 ટકા મતદાન
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા 24 સીટો માટે થઇ રહેલું મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 50.65 ટકા મતદાન નોંધાયું છે.
- Sep 18, 2024 14:54 IST
Today News Live: વન નેશન, વન ઇલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપ રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે વન નેશન, વન ઇલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં રચાયેલી સમિતિ દ્વારા આપવામાં આવેલા અહેવાલને મંજૂરી આપી દીધી છે. વિવિધ ન્યૂઝ ચેનલોએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સમાચાર છે કે સરકાર શિયાળુ સત્રમાં આ અંગે બિલ પણ લાવી શકે છે.
- Sep 18, 2024 14:42 IST
Today News Live : કિશ્તવાડમાં મતદાન મથક પર થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું
જમ્મુ-કાશ્મીરમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં જમ્મુ વિભાગની કિશ્તવાડ વિધાનસભા બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે કિશ્તવાડ વિધાનસભાના બગવાન મોહલ્લા મતદાન કેન્દ્રમાં હંગામાને કારણે થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું હતું. ANIએ પોલિંગ બૂથ પર હંગામાનો વીડિયો પણ શેર કર્યો છે.
- Sep 18, 2024 12:39 IST
Today News Live : સવારે 11 વાગ્યા સુધી 26.72 ટકા મતદાન, કિશ્તવાડમાં સૌથી વધારે વોટિંગ
જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પ્રથમ તબક્કામાં જોરદાર મતદાન જોવા મળ્યું છે. સવારે 11 વાગ્યા સુધીના આંકડા દર્શાવે છે કે 26.11 ટકા મતદાન થયું છે. જાણો અહીં દરેક જિલ્લાની સ્થિતિ
અનંતનાગ- 25.55%
ડોડા- 32.20%
કિશ્વર-32.69%
કુલગામ- 25.95%
પુલવામા- 20.37%
રામબન- 31.25%
શોપિયાં- 25.96%
- Sep 18, 2024 12:31 IST
Today News Live : આજે બુધવારે સવારે 12 વાગ્યા સુધીમાં માત્ર 3 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 18 સપ્ટેમ્બર 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના જલાલપોરમાં 0.24 ઇંચ. નવસારીમાં એક એમએમ વરસાદ નોંધાયો હતો.
- Sep 18, 2024 11:59 IST
Today News Live : હવે તેજ પ્રતાપની મુશ્કેલીઓ વધી, લેન્ડ ફોર જોબ કેસમાં પહેલીવાર કોર્ટના સમન્સ મળ્યા
લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપની મુશ્કેલીઓ વધવાની છે. લેન્ડ ફોર જોબ કેસમાં તેજ પ્રતાપને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમના સિવાય લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી, અખિલેશ્વર સિંહ, હજારી પ્રસાદ રાય, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ, કિરણ દેવીને પણ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે, આ મામલામાં સુનાવણી 7 ઓક્ટોબરે થવાની છે.
- Sep 18, 2024 11:56 IST
Today News Live : શેરબજારમાં આજે ઘટાડો, સેન્સેક્સ ડાઉન, નિફ્ટી 25400 ની નીચે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર ઘટ્યા
ભારતીય શેરબજારમાં આજે ધીમી શરૂઆત થઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. NSE નિફ્ટી 50 0.09 ટકા ઘટીને 25,395 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે BSE સેન્સેક્સ 0.13 ટકા ઘટીને 82,972.09 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ શેરના ફાયદા અને ગેરફાયદા
હીરો મોટોકોર્પ, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર્સ નિફ્ટી 50 પર મહત્તમ નફા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા જ્યારે વિપ્રો, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, એલટીઆઈએમઇન્ડટ્રી અને ટીસીએસના શેર આજે નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
- Sep 18, 2024 11:44 IST
Today News Live : આજે બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં માત્ર એક તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 18 સપ્ટેમ્બર 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના માત્ર એક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો હતો.
- Sep 18, 2024 10:26 IST
Today News Live : જમ્મુ-કાશ્મીર ચૂંટણી મતદાન અંગે અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટર પર લખ્યું કે મજબૂત ઈચ્છાશક્તિવાળી સરકાર જ આતંકવાદ મુક્ત જમ્મુ-કાશ્મીર બનાવી શકે છે, ત્યાંના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરી શકે છે અને વિકાસ કાર્યોને ઝડપી બનાવી શકે છે. આજે હું જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા મતદારોને એવી સરકાર બનાવવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરું છું જે અહીંના યુવાનોને શિક્ષણ, રોજગાર, મહિલાઓનું સશક્તિકરણ અને રોજગાર પ્રદાન કરશે.
- Sep 18, 2024 10:23 IST
Today News Live : જમ્મુ-કાશ્મીર ચૂંટણી LIVE: સવારે 9 વાગ્યા સુધી કેટલું મતદાન?
જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પ્રથમ તબક્કામાં જોરદાર મતદાન જોવા મળ્યું છે. સવારે 9 વાગ્યા સુધી ડેટા દર્શાવે છે કે તેમાંથી 11.11 ટકા થઈ ગયું છે. અહીં દરેક જિલ્લાની સ્થિતિ જાણો
અનંતનાગ- 10.26%
ડોડા- 12.90%
કિશ્વર-14.83%
કુલગામ- 10.77%
પુલવામા- 9.18%
રામબન- 11.91%
શોપિયન- 11.44%
- Sep 18, 2024 10:17 IST
Today News Live : આજનો બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
આજે 18 સપ્ટેમ્બર 2024, બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ
- Sep 18, 2024 10:16 IST
Today News Live : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 24 સીટો પર મતદાન શરુ
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ શ્રેણીમાં બુધવારે પ્રથમ તબક્કાનું મતદાન શરું થયું છે. જેમાં કુલ 24 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર છે, ઘણા મોટા ચહેરા ચૂંટણી મેદાનમાં ઉભા જોવા મળી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us