/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/mahakumbh-2025-fire.jpg)
પ્રયાગરાજમાં રવિવારે મહાકુંભમાં આગ લાગી હતી. (તસવીર; સોશિલ મીડિયા ગ્રેબ
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 January 2025 LIVE, આજના તાજા સમાચાર: Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રવિવારે મહાકુંભમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે હાજર છે. મહાકુંભ ટેન્ટ સિટીના સેક્ટર 19 માં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, રસોઈ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20-25 તંબુ બળી ગયા છે. આગની ઘટના બાદ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને નજીકના ઘણા તંબુઓ ખાલી કરાવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા લોકો આગ ઓલવવામાં વ્યસ્ત છે.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી 5 દિવસ પોલીસ કસ્ટડીમાં
સૈફ અલી ખાન પર હુમલા કેસમાં મુંબઇ પોલીસી પકડેલા આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે. આ આરોપી બાંગ્લાદેશી હોવાનું મનાય છે. જો કે પોલીસ પાસેથી તે બાંગ્લાદેશી હોવાના કોઇ સબૂત મળ્યા નથી. આરોપીને મુંબઇ પોલીસે અદાલતમાં રજૂ કર્યો હતો. ત્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અદાલતે આરોપીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.
- Jan 19, 2025 16:57 IST
Maha kumbh 2025: પ્રયાગરાજમાં ભીષણ આગ, સેક્ટર 19 ના તંબુ ખાલી કરાવાયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રવિવારે મહાકુંભમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે હાજર છે. મહાકુંભ ટેન્ટ સિટીના સેક્ટર 19 માં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, રસોઈ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20-25 તંબુ બળી ગયા છે. આગની ઘટના બાદ વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને નજીકના ઘણા તંબુઓ ખાલી કરાવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા લોકો આગ ઓલવવામાં વ્યસ્ત છે.
VIDEO | Fire breaks out at Maha Kumbh mela area in Prayagraj. Fire tenders rushed to the spot. More details are awaited.
(Full video available on PTI Videos: https://t.co/n147TvrpG7) pic.twitter.com/Z6CxfTDuL2
— Press Trust of India (@PTI_News) January 19, 2025 - Jan 19, 2025 15:34 IST
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી 5 દિવસ પોલીસ કસ્ટડીમાં
સૈફ અલી ખાન પર હુમલા કેસમાં મુંબઇ પોલીસી પકડેલા આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે. આ આરોપી બાંગ્લાદેશી હોવાનું મનાય છે. જો કે પોલીસ પાસેથી તે બાંગ્લાદેશી હોવાના કોઇ સબૂત મળ્યા નથી. આરોપીને મુંબઇ પોલીસે અદાલતમાં રજૂ કર્યો હતો. ત્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અદાલતે આરોપીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.
- Jan 19, 2025 14:10 IST
મનુ ભાકરની નાની અને મામાનું એક્સિડેન્ટમાં મોત, સ્કૂટીને ટક્કર મારનાર આરોપી ફરાર
ભારતની મહિલા સ્ટાર શૂટર મનુ ભાકેરના નાની અને મામાનું રોડ અકસ્માતમાં કરુણ મોત થયું છે. આ ઘટના ચરખી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર બની હતી જ્યારે બંને સ્કૂટી પર સવાર હતા ત્યારે એક વાહન (બ્રેઝા વાહન)એ તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે મનુ ભાકરને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બે દિવસ પહેલા 17 જાન્યુઆરીએ મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી નવાજ્યા હતા. નોંધનિય છે કે, મનુ ભાકેર પેરિસ ઓલિમ્પિકમાં ગેમ્સની એક જ સિઝનમાં ભારત માટે બે મેડલ જીતનારી સૌપ્રથમ ખેલાડી છે.
- Jan 19, 2025 09:53 IST
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે 41 ટ્રેનો લેટ
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીત લહેર ચાલું છે. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીના વિવિધ રેલવે સ્ટ્રેશનોથી ઉપડતી 41 ટ્રેનો લેટ છે. ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સાથે ફ્લાઇટ સર્વિસ પણ પ્રભાવિત થઇ છે.
https://twitter.com/AHindinews/status/1880799792684740777
- Jan 19, 2025 09:47 IST
સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી, 5-6 મહિલા મુંબઇ આવ્યો
સૈફ અલી ખાન પર હુમલા મામલે એક મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં મુંબઇ પોલીસ ઝોન 9ના ડીસીપી દીક્ષિત મેડામે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આરોપી બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કર્યા બાદ પોતાનું નામ બદલી નાંખ્યું હતું. હાલ તે પોતાનું નામ વિજય દાસ જણાવે છે. તે 5 - 6 મહિના પહેલા મુંબઇ આવ્યો હતો. આરોપી એક હાઉસકિપિંગ એજન્સીમાં કામ કરે છે.
https://twitter.com/AHindinews/status/1880828896687554856


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us