/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/IAS-Puja-Khedkar-Case.jpg)
આઈએએસ પૂજા ખેડકર કેસ
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 July 2024 Highlights, આજના તાજા સમાચાર: યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે જોરદાર હુલ્લડો થયો હતો. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ધીમે ધીમે વધુ રાજ્યોમાં ફેલાતો જાય છે. આજે દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. અહીં વાંચો તમામ ક્ષેત્રના આજના તાજા સમાચાર.
યુપીએસસીએ પૂજા ખેડકર સામે એફઆઈઆર નોંધાવી, જઇ શકે છે નોકરી
યુપીએસસીએ આઈએએસ અધિકારી પૂજા ખેડકર સામે એફઆઈઆર દાખલ કરી છે. પૂજા ખેડકર પર છેતરપિંડીથી લાભ લેવાનો આરોપ લાગ્યો છે. કમિશને તેને પસંદગી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓમાંથી બાકાત રાખવા બદલ કારણદર્શક નોટિસ પણ ફટકારી છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચે આ એફઆઈઆર નોંધી છે. યુપીએસસીએ કહ્યું કે તેણે તપાસ હાથ ધરી છે અને જાણવા મળ્યું છે કે પૂજા ખેડકરે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
રાજ્યપાલ આનંદીબેન પટેલે હાથરસ બાબા સામે કાર્યવાહી કરવાની કરી માંગ
હાથરસ નાસભાગ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હાથરસ અકસ્માત (ભોલેબાબા સત્સંગ) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચરણ રાજને કારણે આટલો મોટો અકસ્માત થયો છે. લોકોએ આવી અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ. આવી ગેરસમજો ફેલાવવાને હું ગુનો ગણું છું. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે, 'બધા જાણે છે કે હાથરસમાં એક ઘટના બની હતી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે. પણ એ સિવાય, જ્યારે આપણે ઉપદેશ આપવાની વાત કરીએ છીએ, ત્યારે હું માનું છું કે આપણે લોકો સામે એવું કંઈ ન કરવું જોઈએ કે જેનાથી આવી ઘટનાઓ સર્જાય…જ્યારે કોઈ કહે કે, “મારા પગની ધૂળ લો અને બધા તમારા માથા પર મૂકો તમારી પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે", શું ખરેખર આવું થાય છે? તેમણે કહ્યું કે અન્યાય કરનારા આવા લોકોને ભગવાન સુદર્શન ચક્ર બતાવવામાં આવતું હતું. તે પણ તેણે માત્ર ત્રણ વખત જ કર્યું.
બ્રીટનના લીડ્સ શહેરમાં હીંસા અને આગચંપી
યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે જોરદાર હુલ્લડો થયો હતો. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસના વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘટનાના વાયરલ વીડિયોમાં તોફાનીઓની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે.
આ રમખાણોનું કારણ સ્થાનિક બાળ સંભાળ એજન્સી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરીને બાળ સંભાળ ગૃહોમાં રાખવાનું હોવાનું કહેવાય છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્ઝના હેરહિલ્સ વિસ્તારમાં લુક્સર સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. પરંતુ તરત જ ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યા. જો કે હજુ સુધી આ હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
- Jul 19, 2024 23:39 IST
કન્ટેનર કાર્ગો વેપારી જહાજમાં ભીષણ આગ
ગોવાના દક્ષિણ-પશ્ચિમમાં આશરે 102 નોટિકલ માઇલ દૂર કન્ટેનર કાર્ગો વેપારી જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોવાથી બે ICG જહાજોને આગ બુઝાવવા માટે રવાના કરવામાં આવ્યા છે.
#WATCH गोवा से लगभग 102 समुद्री मील दक्षिण-पश्चिम में एक कंटेनर कार्गो मर्चेंट जहाज़ में भीषण आग लग गई। आग बुझाने के प्रयासों को बढ़ाने के लिए गोवा से दो ICG जहाज़ भेजे गए हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/JuIMU8HMdt
— ANI_HindiNews (@AHindinews) July 19, 2024
- Jul 19, 2024 21:25 IST
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, દ્વારકામાં 13 ઇંચ અને પોરબંદરમાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા મેઘમહેર યથાવત્ છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 19 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 13 ઇંચ અને પોરબંદરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે
- Jul 19, 2024 19:09 IST
ગુજરાત હાઈકોર્ટે પથ્થરમારા અને રાયોટિંગના આરોપી પાંચ કોંગ્રેસી કાર્યકરોને જામીન આપ્યા
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે પથ્થરમારા અને રાયોટિંગના આરોપી પાંચ કોંગ્રેસી કાર્યકરોને જામીન આપ્યા છે. કોંગ્રેસના આ પાંચ કાર્યકર્તાઓ પર આરોપ હતો કે તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની કથિત 'હિંદુ વિરોધી ટિપ્પણી'ને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ શરૂ કરવાનો આરોપ હતો. આ પછી પથ્થરમારાની ઘટના બની હતી. આ અથડામણમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- Jul 19, 2024 18:00 IST
દેશના લગભગ 58% ભૂભાગ પર ભાજપની સરકાર છે - જેપી નડ્ડા
પુરી, ઓડિશા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠકને સંબોધતા નડ્ડાએ કહ્યું કે NDA ની 18 રાજ્યોમાં સરકારમાં છે અને 13 રાજ્યોમાં BJP એકલી સરકારમાં છે. દેશના લગભગ 58% ભૂભાગ પર ભાજપની સરકાર છે. સમગ્ર INDI ગઠબંધનને પણ જોડી લેવામાં આવે તો પણ ભાજપ કરતા ઓછી છે. 13 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી શૂન્ય છે. આખા INDI ગઠબંધનને જોડી લેવામાં આવે તો પણ એકલું ભાજપ તેમને ભારે પડે છે.
- Jul 19, 2024 16:35 IST
યુપીએસસીએ પૂજા ખેડકર સામે એફઆઈઆર નોંધાવી, જઇ શકે છે નોકરી
યુપીએસસીએ આઈએએસ અધિકારી પૂજા ખેડકર સામે એફઆઈઆર દાખલ કરી છે. પૂજા ખેડકર પર છેતરપિંડીથી લાભ લેવાનો આરોપ લાગ્યો છે. કમિશને તેને પસંદગી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓમાંથી બાકાત રાખવા બદલ કારણદર્શક નોટિસ પણ ફટકારી છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચે આ એફઆઈઆર નોંધી છે. યુપીએસસીએ કહ્યું કે તેણે તપાસ હાથ ધરી છે અને જાણવા મળ્યું છે કે પૂજા ખેડકરે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
- Jul 19, 2024 13:46 IST
રાજ્યપાલ આનંદીબેન પટેલે હાથરસ બાબા સામે કાર્યવાહી કરવાની કરી માંગ
હાથરસ નાસભાગ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હાથરસ અકસ્માત (ભોલેબાબા સત્સંગ) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચરણ રાજને કારણે આટલો મોટો અકસ્માત થયો છે. લોકોએ આવી અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ. આવી ગેરસમજો ફેલાવવાને હું ગુનો ગણું છું. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
- Jul 19, 2024 12:39 IST
ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસદા નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે શુક્રવાર સવારથી જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી 6 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વંથલી અને કેશોદમાં પડ્યો હતો. અનુક્રમે વંથલીમાં પોણા છ ઈંચ વરસાદ પડ્યો હતો અને કેશોદમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.
- Jul 19, 2024 11:36 IST
સવારથી જ જૂનાગઢ અને પોરબંદરમાં મુશળધાર વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે શુક્રવાર સવારથી જ મેઘરાજાઓ સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જુનાગઢ, પોરબંદર અને દેવભૂમી દ્વારકામાં વરસાદ પડી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં જૂનાગઢના વંથલીમાં પાંચ સવા પાંચ ઈંચ, કેશોદમાં પોણા પાંચ ઈંચ, પોરબંદરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Jul 19, 2024 11:12 IST
NEET પેપર લીક કેસમાં રિમ્સના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી CBIની કસ્ટડીમાં
એક તરફ સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી ચાલી રહી છે, તો બીજી તરફ સીબીઆઈ પેપર લીક કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. આજે જ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગર્લ્સ હોસ્ટેલ-3માં રહેતી રિમ્સની એમબીબીએસ પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સુરભીને કસ્ટડીમાં લીધી છે. સીબીઆઈની ટીમે તેને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો પરંતુ તે ગયો ન હતો, ત્યારબાદ હવે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
- Jul 19, 2024 09:09 IST
ગુજરાતમાં 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમય દરમિયાન રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદરમાં નોંધાયો હતો. પોરંબદરમાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- Jul 19, 2024 09:07 IST
આજનો શુક્રવારનો દિવસ 12 રાશિના લોકો માટે કેવો રહેશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/friday-horoscope-2.jpg)
આજે 19 જુલાઈ 2024, શુક્રવાર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- Jul 19, 2024 09:05 IST
બ્રીટનના લીડ્સ શહેરમાં હીંસા અને આગચંપી
યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે જોરદાર હુલ્લડો થયો હતો. શહેરની મધ્યમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસના વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘટનાના વાયરલ વીડિયોમાં તોફાનીઓની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us