Gujarati News 19 June 2024 Highlight : UGC-NET ની પરીક્ષા રદ, પરીક્ષામાં ગરબડીની ફરિયાદ પછી NTA નો નિર્ણય

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 June 2024 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC-NET પરીક્ષા રદ કરી છે. આ પરીક્ષા 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે. તેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. કેન્દ્રએ આ કેસ CBIને તપાસ માટે સોંપ્યો છે.

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 June 2024 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC-NET પરીક્ષા રદ કરી છે. આ પરીક્ષા 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે. તેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. કેન્દ્રએ આ કેસ CBIને તપાસ માટે સોંપ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Exam, OMR, UGC-NET Exam

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC-NET પરીક્ષા રદ કરી (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 June 2024 Highlight, આજના તાજા સમાચાર: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC-NET પરીક્ષા રદ કરી છે. આ પરીક્ષા 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી. NTA એ પરીક્ષા બે શિફ્ટમાં OMR ( પેન અને પેપર) મોડમાં આયોજીત કરી હતી. એક દિવસ પછી 19 જૂનના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પરીક્ષામાં ગેરરીતિઓ અંગેના ઇનપુટ્સ મળ્યા હતા. આ પછી શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તેને રદ કરવાનો નિર્ણય કર્યો. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે. તેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. કેન્દ્રએ આ કેસ CBIને તપાસ માટે સોંપ્યો છે.

Advertisment

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આજે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે લાંબી અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં બે સુરક્ષાકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ તેમને સવારે અહીં આતંકીઓની હાજરીની માહિતી મળી હતી અને તેના કારણે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ બે આતંકીઓને ઠાર કર્યા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના રાજગીર પહોંચ્યા અને નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પાસે નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ યુનિવર્સિટીની હેરિટેજ જોઈ હતી. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને આસિયાન દેશોના પ્રતિનિધિઓ સહિત 17 દેશોના રાજદૂતોએ પણ ભાગ લીધો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરનું બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ વડાપ્રધાન સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Advertisment

કાળઝાળ ગરમીથી મક્કામાં 500 થી વધુ હજ યાત્રિકોના મોત

આ વર્ષે ભારતમાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. તે જ સમયે, સાઉદી અરેબિયામાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે આકરી ગરમી વચ્ચે હજ દરમિયાન ઓછામાં ઓછા 550 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃતકોમાં ઓછામાં ઓછા 323 ઇજિપ્તવાસીઓ હતા. જેમાંથી મોટાભાગના લોકો ગરમી સંબંધિત ગૂંચવણોને કારણે મૃત્યુ પામ્યા હતા. એક રાજદ્વારીએ જણાવ્યું કે ઇજિપ્તના 323 હજ યાત્રીઓમાંથી એક સિવાયના તમામ લોકોનું ગરમીને કારણે મોત થયું છે. ભીડ દરમિયાન એક હજ યાત્રી ઘાયલ થયો હતો. આ આંકડો મક્કા નજીક અલ-મુઈસમ સ્થિત હોસ્પિટલના મોર્ગમાંથી આવ્યો છે.

ઈરાન ભૂકંપના અત્યાર સુધીમાં 4 લોકોના મોત

ઈરાનના ઉત્તરપૂર્વીય શહેર કશમારમાં મંગળવારે આવેલા ભૂકંપમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 120 લોકો ઘાયલ થયા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 આંકવામાં આવી હતી. કસમારના ગવર્નર હજતુલ્લાહ શરિયતમદારીએ ભૂકંપથી મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ભૂકંપ બપોરે 1.24 કલાકે આવ્યો હતો. શરિયતમાદારીએ જણાવ્યું કે, 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપને કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની જર્જરિત ઈમારતોને નુકસાન થયું છે.

  • Jun 19, 2024 22:50 IST

    UGC-NET ની પરીક્ષા રદ, પરીક્ષામાં ગરબડીની ફરિયાદ પછી NTA નો નિર્ણય

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC-NET પરીક્ષા રદ કરી છે. આ પરીક્ષા 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી. NTA એ પરીક્ષા બે શિફ્ટમાં OMR ( પેન અને પેપર) મોડમાં આયોજીત કરી હતી. એક દિવસ પછી 19 જૂનના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પરીક્ષામાં ગેરરીતિઓ અંગેના ઇનપુટ્સ મળ્યા હતા. આ પછી શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તેને રદ કરવાનો નિર્ણય કર્યો. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે. તેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. કેન્દ્રએ આ કેસ CBIને તપાસ માટે સોંપ્યો છે.



  • Jun 19, 2024 21:20 IST

    ખેડૂતો માટે ખુશખબર, 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો

    મોદી સરકારની કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોને લઈને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનો નિર્ણય પાકના ટેકાના ભાવમાં વધારો છે. સરકારે 14 ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકની બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર સરકારે ખરીફના 14 પાકની એમએસપી વધારી દીધી છે, જેમાં ડાંગર, રાગી, બાજરી, જુવાર, કપાસનો સમાવેશ થાય છે



  • Jun 19, 2024 21:02 IST

    રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસ - મનસુખ સાગઠીયા પાસેથી 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી

    રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે. તત્કાલીન TPO પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળી આવ્યો છે.



  • Jun 19, 2024 19:14 IST

    ગાંધીનગર : માધ્યમિકમાં 3,500 અને ઉચ્ચર માધ્યમિકમાં 4,000 શિક્ષકની ભરતી કરાશે

    ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

    માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.



  • Jun 19, 2024 17:38 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-21 જૂનના રોજ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-21 જૂનના રોજ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. જ્યાં તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં 1,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની 84 મોટી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન 21 જૂને શ્રીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)



  • Jun 19, 2024 16:53 IST

    જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા

    જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આજે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે લાંબી અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં બે સુરક્ષાકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ તેમને સવારે અહીં આતંકીઓની હાજરીની માહિતી મળી હતી અને તેના કારણે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ બે આતંકીઓને ઠાર કર્યા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.



  • Jun 19, 2024 15:16 IST

    કેજરીવાલ હાલ જેલમાં રહેશે, જ્યુડિશિયલ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી

    દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણીને કારણે 1 જૂન સુધી વચગાળાના જામીન પર બહાર હતા.



  • Jun 19, 2024 11:37 IST

    પીએમ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

    પીએમ મોદીએ પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પાસે નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પીએમ મોદીએ યુનિવર્સિટીની હેરિટેજ જોઈ હતી.



  • Jun 19, 2024 11:18 IST

    રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું મોત ગોળી

    અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એક જવાનનું ગોળી વાગતાં મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે 5.25 વાગ્યાની આસપાસ બની હતી. આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા છે અને તેની ઉંમર 25 વર્ષ છે.



  • Jun 19, 2024 09:39 IST

    આત્યંતિક ગરમીને કારણે મક્કામાં 500 થી વધુ હજ યાત્રિકોના મોત

    સાઉદી અરેબિયામાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે આકરી ગરમી વચ્ચે હજ દરમિયાન ઓછામાં ઓછા 550 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃતકોમાં ઓછામાં ઓછા 323 ઇજિપ્તવાસીઓ હતા



  • Jun 19, 2024 09:02 IST

    બુધવાર તમારા માટે કેવો રહેશે?

    આજે 19 જૂન 2024, બુધવાર તમારા માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો તમારું બુધવારનું રાશિફળ



  • Jun 19, 2024 08:02 IST

    ‘મહારાજ’ ફિલ્મ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

    આમિર ખાનના પુત્ર જૂનૈદ ખાનની ફિલ્મ ‘મહારાજ’ પર હંગામી રોક યથાવત છે. ગઈકાલે મંગળવારે મહારાજ ફિલ્મ પર સ્ટે મામલે ગુજરાત હાઈકોર્ટમાં અઢી કલાક સુધી સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, કોર્ટનો સમય પૂર્ણ થતાં વધુ સુનાવણી આજે બુધવારે બપોરે અઢી વાગ્યે રાખવામાં આવી છે.



  • Jun 19, 2024 08:01 IST

    ઈરાન ભૂકંપના અત્યાર સુધીમાં 4 લોકોના મોત

    ઈરાનના ઉત્તરપૂર્વીય શહેર કશમારમાં મંગળવારે આવેલા ભૂકંપમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 120 લોકો ઘાયલ થયા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 આંકવામાં આવી હતી. કસમારના ગવર્નર હજતુલ્લાહ શરિયતમદારીએ ભૂકંપથી મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ભૂકંપ બપોરે 1.24 કલાકે આવ્યો હતો. શરિયતમાદારીએ જણાવ્યું કે, 35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપને કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની જર્જરિત ઈમારતોને નુકસાન થયું છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ