/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/UPSC-Exam.jpg)
લોકસભા ચૂંટણીના કારણે UPSC પ્રિલિમ્સ પરીક્ષાની ડેટ બદલાઇ, હવે 16મી જૂને પરીક્ષા લેવાશે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 19 માર્ચ 2024, આજે મંગળવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો UPSC પ્રિલિમ્સ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મુલતવી રાખવામાં આવી છે. હવે આ પરીક્ષા 26મી મેના રોજ નહીં પરંતુ 16મી જૂન 2024ના રોજ લેવામાં આવશે. સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પાછું ખેચી લીધું છે. રાજીનામા પછી ભાજપ સંગઠન દ્વારા કેતન ઇમાનદારને ગાંધીનગર બોલાવ્યા હતા.
જો હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે.આજે સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા કાયદા પર સુનાવણી થઇ હતી. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર
લોકસભા ચૂંટણીના કારણે UPSC પ્રિલિમ્સ પરીક્ષાની ડેટ બદલાઇ, હવે 16મી જૂને પરીક્ષા લેવાશે
UPSC પ્રિલિમ્સ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મુલતવી રાખવામાં આવી છે. હવે આ પરીક્ષા 26મી મેના રોજ નહીં પરંતુ 16મી જૂન 2024ના રોજ લેવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને લોકસભા ચૂંટણીની તારીખો ટકરાઈ રહી હતી. તેના કારણે UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી (CSE) 2024ની પરીક્ષા આગળ લઇ જવામાં આવી છે. હવે આ પરીક્ષા 16 જૂન 2024ના રોજ લેવામાં આવશે.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા, પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું
સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પાછું ખેચી લીધું છે. રાજીનામા પછી ભાજપ સંગઠન દ્વારા કેતન ઇમાનદારને ગાંધીનગર બોલાવ્યા હતા. ગાંધીનગરમાં કેતન ઇનામદાર અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જેમાં નારાજગીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ પછી તેમણે રાજીનામું પરત લેવાની વાત કરી હતી.
પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા પશુપતિ કુમાર પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે અમારી સાથે અન્યાય થયો છે, તેથી હું કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપું છું. પશુપતિ પારસે કહ્યું કે વડાપ્રધાન દેશના નેતા અને મહાન નેતા છે, હું તેમનો આભાર માનું છું. તેમણે કહ્યું કે અમારી પાસે પાંચ સાંસદ છે અને મેં પહેલા જ કહ્યું હતું કે એનડીએમાં સીટોની વહેંચણી બાદ નિર્ણય લઈશું. પશુપતિ પારસે કહ્યું કે મેં મારું રાજીનામું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી દીધું છે.
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓ ઠાર મરાયા
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં પોલીસને મોટી સફળતા મળી છે. C 60 કમાન્ડોએ આ એન્કાઉન્ટરમાં 4 નક્સલીઓને ઠાર કર્યા છે. ગઢચિરોલી જિલ્લાના એસપી નીલોત્પલના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે, તેલંગાણા રાજ્ય સમિતિના કેટલાક સભ્યો દ્વારા આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ખલેલ પહોંચાડવાનું કાવતરું હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ પછી, માહિતી મળી હતી કે નક્સલવાદીઓનું એક જૂથ તેલંગાણાથી ગઢચિરોલીમાં પ્રણહિતા નદી પાર કરીને જિલ્લામાં આવ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/NDA-seat-sharing-Bihar-.jpg)
બિહારમાં એનડીએ સીટ શેરિંગ ફોર્મૂલા નક્કી
લોકસભા ચૂંટણી 2024માં ભાજપ બિહારની 17 લોકસભા સીટ પર ચૂંટણી લડશે અને જેડીયૂ 16 લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારશે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (રામવિલાસ)ને 5 લોકસભા સીટ આપવામાં આવી છે. બિહારમાં સીટોની વહેંચણીની જાહેરાત પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે મને પાર્ટી તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ હું ક્યાંકને ક્યાંક હાજીપુરથી ચૂંટણી લડીશ.
- Mar 19, 2024 23:57 IST
અમિત શાહ અને જે.પી. નડ્ડા કોર ગ્રુપ મીટિંગ માટે પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કોર ગ્રુપ મીટિંગ માટે પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह और भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा कोर ग्रुप की बैठक के लिए पार्टी मुख्यालय पहुंचे। pic.twitter.com/cdNoTpqMup
— ANI_HindiNews (@AHindinews) March 19, 2024
- Mar 19, 2024 23:19 IST
પંજાબ પોલીસે કેન્દ્રીય દળોની સાથે અમૃતસરમાં ફ્લેગ માર્ચ કરી
લોકસભા ચૂંટણી પહેલા પંજાબ પોલીસે કેન્દ્રીય દળોની સાથે અમૃતસરના રણજીત એવન્યુ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.
#WATCH लोकसभा चुनाव से पहले पंजाब पुलिस ने केंद्रीय बलों के साथ अमृतसर के रंजीत एवेन्यू इलाके में फ्लैग मार्च किया। pic.twitter.com/Wr2duSihlf
— ANI_HindiNews (@AHindinews) March 19, 2024
- Mar 19, 2024 22:31 IST
કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું - CAA એ ભારતનો કાયદો છે, પશ્ચિમ બંગાળમાં પણ લાગુ કરવામાં આવશે
કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું કે CAA એ ભારતનો કાયદો છે અને ભારત સરકારને 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા લોકોને નાગરિકતા આપવાનો અધિકાર છે. જો કોઈપણ રાજ્ય સરકાર તેનો વિરોધ કરે બોલે અથવા તેની વિરુદ્ધ કંઈપણ કરે તો તે કોર્ટમાં જઈ શકે છે. પરંતુ બંધારણ હેઠળ આ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનો મુદ્દો છે. અમે ઘણી વખત કહ્યું છે કે અમે ચૂંટણી પહેલા CAA લાગુ કરીશું અને પશ્ચિમ બંગાળમાં પણ લાગુ કરવામાં આવશે.
- Mar 19, 2024 21:22 IST
લોકસભા ચૂંટણીના કારણે UPSC પ્રિલિમ્સ પરીક્ષાની ડેટ બદલાઇ, હવે 16મી જૂને પરીક્ષા લેવાશે
UPSC CSE Prelims 2024 Exam: UPSC પ્રિલિમ્સ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મુલતવી રાખવામાં આવી છે. હવે આ પરીક્ષા 26મી મેના રોજ નહીં પરંતુ 16મી જૂન 2024ના રોજ લેવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને લોકસભા ચૂંટણીની તારીખો ટકરાઈ રહી હતી. તેના કારણે UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી (CSE) 2024ની પરીક્ષા આગળ લઇ જવામાં આવી છે. હવે આ પરીક્ષા 16 જૂન 2024ના રોજ લેવામાં આવશે.
- Mar 19, 2024 20:18 IST
તમિલનાડુનું એક પ્રવાસી વાહન આદિમાલી નજીક પલટ્યું, ત્રણના મોત
તમિલનાડુનું એક પ્રવાસી વાહન આદિમાલી નજીક પલટી ગયું છે. જેમાં એક વર્ષના બાળક સહિત ત્રણના મોત થયા છે. 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત માંથી બેની હાલત ગંભીર છે - કેરળ પોલીસ
तमिलनाडु का एक पर्यटक वाहन आदिमाली के पास पलट गया, जिससे 14 लोग घायल हो गए और एक साल के बच्चे सहित तीन की मौत हो गई। घायलों में दो की हालत गंभीर है: केरल पुलिस
(तस्वीर सोर्स: केरल पुलिस) pic.twitter.com/N0r3SkkygJ— ANI_HindiNews (@AHindinews) March 19, 2024
- Mar 19, 2024 18:42 IST
ભગવાન બુદ્ધ અને તેમના બે મુખ્ય શિષ્યો, અરહંત સારિપુત્ત અને મહામોગ્ગલાનાના અવશેષો થાઈલેન્ડથી ભારત પાછા લાવવામાં આવ્યા
ભગવાન બુદ્ધ અને તેમના બે મુખ્ય શિષ્યો, અરહંત સારિપુત્ત અને મહામોગ્ગલાનાના અવશેષો થાઈલેન્ડથી ભારત પાછા લાવવામાં આવ્યા.
#WATCH दिल्ली: भगवान बुद्ध और उनके दो प्रमुख शिष्यों, अरहंत सारिपुत्त और महामोग्गलाना के अवशेष थाईलैंड से भारत वापस लाए गए। pic.twitter.com/0aw8rU7WId
— ANI_HindiNews (@AHindinews) March 19, 2024
- Mar 19, 2024 17:23 IST
ભાજપના નેતા ડૉ. કમલ ગુપ્તા અને સીમા ત્રિખાએ હરિયાણા કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા
હરિયાણા કેબિનેટ વિસ્તરણ: ભાજપના નેતા ડૉ. કમલ ગુપ્તા અને સીમા ત્રિખાએ હરિયાણા કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા.ચંદીગઢમાં રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદના શપથ લેવડાવ્યા હતા.
हरियाणा मंत्रिमंडल विस्तार: भाजपा नेता डॉ. कमल गुप्ता और सीमा त्रिखा ने हरियाणा मंत्रिमंडल में मंत्री पद की शपथ ली।
चंडीगढ़ में राज्यपाल बंडारू दत्तात्रेय ने उन्हें पद की शपथ दिलाई। pic.twitter.com/gKpzwpCWBF— ANI_HindiNews (@AHindinews) March 19, 2024
- Mar 19, 2024 16:55 IST
સોનિયા ગાંધી CECની બેઠકમાં ભાગ લેવા AICC હેડક્વાર્ટર પહોંચ્યા
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠકમાં ભાગ લેવા AICC હેડક્વાર્ટર પહોંચ્યા.
#WATCH दिल्ली: कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी पार्टी की केंद्रीय चुनाव समिति (सीईसी) की बैठक में हिस्सा लेने के लिए AICC मुख्यालय पहुंचीं। pic.twitter.com/65tnFNZ3Du
— ANI_HindiNews (@AHindinews) March 19, 2024
- Mar 19, 2024 15:41 IST
ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા, પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું
સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પાછું ખેચી લીધું છે. રાજીનામા પછી ભાજપ સંગઠન દ્વારા કેતન ઇમાનદારને ગાંધીનગર બોલાવ્યા હતા. ગાંધીનગરમાં કેતન ઇનામદાર અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જેમાં નારાજગીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ પછી તેમણે રાજીનામું પરત લેવાની વાત કરી હતી.
- Mar 19, 2024 15:19 IST
અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત તરણજીત સિંહ સંધૂ ભાજપમાં જોડાયા
#WATCH दिल्ली: अमेरिका में भारत के पूर्व राजदूत तरणजीत सिंह संधू भाजपा में शामिल हुए। pic.twitter.com/fa3zXyAJ9T
— ANI_HindiNews (@AHindinews) March 19, 2024
- Mar 19, 2024 14:59 IST
CAA પર પ્રતિબંધ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ
દેશભરમાંથી CAA વિરુદ્ધ દાખલ 200 થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ. હાલમાં સુપ્રીમ કોર્ટે CAA પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી CAA પર ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
- Mar 19, 2024 13:10 IST
લોકસભા ચૂંટણી પહેલા સીતા સોરેને JMMમાંથી રાજીનામું આપ્યું
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્ય અને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી સીતા સોરેને જેએમએમના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે.
- Mar 19, 2024 12:17 IST
પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા પશુપતિ કુમાર પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે મેં ખૂબ જ ઈમાનદારીથી દેશની સેવા કરી અને આજે પણ હું વડાપ્રધાનનો આભાર માનું છું. તેમણે કહ્યું કે અમારી સાથે અન્યાય થયો છે, તેથી હું કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપું છું.
- Mar 19, 2024 12:14 IST
પત્રકારો માટેના પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડની આજે જાહેરાત કરાશે
પત્રકારત્વ ક્ષેત્રે દેશનો પ્રતિષ્ઠિત પુરસ્કાર રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ, મંગળવારે (19 માર્ચ 2024) સાંજે 5.30 વાગ્યે રાજધાની નવી દિલ્હીમાં સરદાર પટેલ માર્ગ પર સ્થિત ITC મૌર્યા હોટેલના કમલ મહેલ ઓડિટોરિયમમાં આપવામાં આવશે. પત્રકારત્વ, સમાચાર, રિપોર્ટિંગ, સંશોધન અને કવરેજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવે છે.
- Mar 19, 2024 11:12 IST
ભારતની રાજધાની દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની
ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. PETAI દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે.
- Mar 19, 2024 10:18 IST
મહારાષ્ટ્રમાં 4 નક્સલવાદીઓ ઠાર મરાયા
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આજે સવારે પોલીસે નક્સલવાદીઓ સામે એન્કાઉન્ટરનું ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર પોલીસને નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટર દરમિયાન ચાર નક્સલવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે.
- Mar 19, 2024 09:18 IST
ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું મેઈલ કર્યું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-85.jpg)
કોંગ્રેસના નેતા રાહુલ ગુપ્તાએ અમદાવાદ પૂર્વમાંથી લોકસભા ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર
- Mar 19, 2024 08:16 IST
હવે ગુજરાતમાં પડશે આકરી ગરમી, હવામાન વિભાગની ચેતવણી
માર્ચ મહિનો અડધાથી ઉપર પસાર થયો છે છતાં હજી ગરમી આકરી લાગતી નથી જોકે માર્ચના મહિનાના બીજા સપ્તાહથી જ ગુજરાતમાં ગરમી ધીમે ધીમે વધી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહીનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- Mar 19, 2024 08:12 IST
સીએએ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટ નાગરિકતા સંસોધન અધિનયમ 20219 માટે દાખલ 200થી વધારે અરજીઓ પર આજે સુનાવણી કરશે. નાગરિકતા સંશોધન અધિનિયમના નિયમોને લાગુ કરવા પર રોક લગાવવાની માંગને લઈને યાચિકા દાખલ કરવામાં આવી હતી.
- Mar 19, 2024 08:12 IST
બિહારમાં એનડીએ સીટ શેરિંગ ફોર્મૂલા જાહેર
લોકસભા ચૂંટણી 2024માં ભાજપ બિહારની 17 લોકસભા સીટ પર ચૂંટણી લડશે અને જેડીયૂ 16 લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારશે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીને 5 લોકસભા સીટ આપવામાં આવી છે
- Mar 19, 2024 08:07 IST
19 માર્ચ 2024 : મંગળવાર તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
19 માર્ચ 2024નો મંગળવાનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું રાશિ ભવિષ્ય


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us