/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/PM-Narendra-Modi-1-2.jpg)
એક જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 may 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 19 મે 2024, રવિવાર છે. આજના લેટેસ્ટ સમાચારની વાત કરીયે તો આપ પાર્ટીના સાસંદ સ્વાતી માલીવાલ સાથે દુર્વ્યવહાર કરનાર અરવિંદ કેજરીવાલના સચિવ બિભવ કુમારની ધરપકડ થઇ છે. આ ઘટના બાદ ભાજપ આપ પાર્ટી પર આકરા પ્રહાર કરી રહી છે. ગુજરાતમાં ઉનાળાનો તડકો આકરો બની રહ્યો છે. અમદાવાદ ઘણા મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ છે. હવામાવ વિભાગે યલો એલર્ટની ચેતવણી આપી છે. દેશમાં લોકસભા ચૂંટણી 2024ને રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત, દેશ, દુનિયા, રતમગતમ, વેપાર અને મનોરંજન સહિત વિવિધ લેટેસ્ટ સમાચાર અહીં વાંચો
TMC મા, માટી અને માનુષનું રક્ષણના બદલે ભક્ષણ કરે છેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ટીએમસી એવું કહી રાજકારણમાં આવી હતી કે, મા, માટી અને માનુષની રક્ષા કરશે, આજે તે રક્ષણના બદલે ભક્ષણ કરી રહી છે. બંગાળની મહિલાઓનો વિશ્વાસ ટીએમસી સાથે તુટી ગયો છે.
મુંબઇના દાદર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, પોલીસ કન્ટ્રોલમાં આવ્યો કોલ
દેશમાં ભરી બોમ્બ વિસ્ફોટ થવાની ધમકી મળી છે. મુંબઇના દાદર વિસ્તારમાં મેકડોનાલ્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મુંબઇ પોલીસ કન્ટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરી બોમ્બ વિસ્ફોટની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સિક્યોરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સ્વાતી માલીવાલ સાથે દુર્વ્યવહાર બિભવ કુમારની ધરપકડ
આપ પાર્ટીના સાસંદ સ્વાતી માલીવાલ સાથે દુર્વ્યવહાર કરનાર અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી છે. સ્વામી માલીવાલ સાથે 13 મેના રોજ આ ઘટના બની હતી. તેમનું કહેવુ છે કે, સીએમ અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે ગયા ત્યારે તેમના પીએ એ તેમની સાથે મારપીટ કરી હતી.
- May 19, 2024 22:27 IST
અફઘાનિસ્તાનમાં પૂર અને વરસાદમાં 50થી વધુ લોકોનાં મોત
અફઘાનિસ્તાનમાં કુદરતનો કહેર વર્તાયો છે, જ્યાં સતત પડી રહેલા વરસાદ અને પૂરે તબાહી મચાવી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે મધ્ય અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરની તાજેતરની પરિસ્થિતિ બાદ અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
આ મામલે ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના માહિતી વિભાગના વડા માવલાવીના અબ્દુલ હૈ ઝૈમે જણાવ્યું છે કે શુક્રવારથી શરૂ થયેલા વરસાદને કારણે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તે અંગે કોઈ વિસ્તૃત માહિતી બહાર આવી નથી. જાણકારી મુજબ ઘણા રસ્તાઓ પણ કપાઈ ગયા છે.
- May 19, 2024 21:18 IST
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર અચાનક જ એક મોટા અકસ્માતનો શિકાર બની ગયું છે. રિપોર્ટ પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું છે. કાફલા વિશે મળતી માહિતી મુજબ તેમાં કુલ ત્રણ હેલિકોપ્ટર હતા.
રિપોર્ટ પ્રમાણે રઈસી ઇરાનના પૂર્વી અઝરબૈજાન પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ અકસ્માત ઇરાનની રાજધાની તેહરાનથી 600 કિમી દૂર અઝરબૈજાન સાથેની સરહદ નજીક જોલ્ફા વિસ્તાર નજીક થયો હતો.
- May 19, 2024 19:40 IST
ટીએમસી ઘૂસણખોરોને આવકારે છે પરંતુ હિન્દુ લઘુમતીઓનો સખત વિરોધ કરે છે - પીએમ મોદી
પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટીએમસી ઘૂસણખોરોને આવકારે છે પરંતુ અત્યાચાર બાદ અહીં આવેલા હિંદુ લઘુમતીઓનો સખત વિરોધ કરે છે. મેં વચન આપ્યું હતું કે હું આ શરણાર્થી પરિવારોને નાગરિકતા આપીશ, અમારી પાસેથી આ અપેક્ષા છે. ટીએમસી CAAનો વિરોધ કરી રહી છે અને કહી રહી છે કે અમે તેને લાગુ થવા દઇશું નહીં. TMC, કોંગ્રેસ અને ડાબેરીઓએ આ વાત લખી રાખવી જોઈએ કે જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી તેઓ કંઈ કશું શકશે નહીં.
- May 19, 2024 13:47 IST
TMC મા, માટી અને માનુષનું રક્ષણના બદલે ભક્ષણ કરે છેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ટીએમસી એવું કહી રાજકારણમાં આવી હતી કે, મા, માટી અને માનુષની રક્ષા કરશે, આજે તે રક્ષણના બદલે ભક્ષણ કરી રહી છે. બંગાળની મહિલાઓનો વિશ્વાસ ટીએમસી સાથે તુટી ગયો છે.
https://x.com/AHindinews/status/1792104676013363625
- May 19, 2024 11:42 IST
મુંબઇના દાદર વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, પોલીસ કન્ટ્રોલમાં આવ્યો કોલ
દેશમાં ભરી બોમ્બ વિસ્ફોટ થવાની ધમકી મળી છે. મુંબઇના દાદર વિસ્તારમાં મેકડોનાલ્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મુંબઇ પોલીસ કન્ટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરી બોમ્બ વિસ્ફોટની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સિક્યોરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
- May 19, 2024 10:15 IST
જમ્મુ-કાશ્મીરઃ આતંકીઓની હિંસાનો ભોગ બનેલા સરપંચ નિવાસ સ્થાને લવાયો
જમ્મુ -કાશ્મીરમાં શનિવારે શોપિયાંમાં પૂર્વ સરપંચ અહમદ શેખની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી છે. મૃતકના મૃતદેહને તેના ગામ લઇ જવામાં આવ્યો છે.
https://x.com/AHindinews/status/1792049174072250756
- May 19, 2024 10:14 IST
સ્વાતી માલીવાલ સાથે દુર્વ્યવહાર બિભવ કુમારની ધરપકડ
આપ પાર્ટીના સાસંદ સ્વાતી માલીવાલ સાથે દુર્વ્યવહાર કરનાર અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી છે. સ્વામી માલીવાલ સાથે 13 મેના રોજ આ ઘટના બની હતી. તેમનું કહેવુ છે કે, સીએમ અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે ગયા ત્યારે તેમના પીએ એ તેમની સાથે મારપીટ કરી હતી.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us