Gujarati News 19 November 2024 : દિલ્હીમાં કૃત્રિમ વરસાદની તૈયારી, ગોપાલ રાયે NoC માટે કેન્દ્રને પત્ર લખ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 November 2024: દિલ્હીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતું અને પ્રદૂષણનું સ્તર 'અત્યંત ગંભીર' રહ્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે 488 નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
delhi pollution news, delhi pollution levels aqi

જ્યારે AQI 450-500 સુધી પહોંચે છે ત્યારે ગ્રૈપ-4 લાગુ કરવામાં આવે છે. (Source: Indian Express File Photo)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 November 2024, આજના તાજા સમાચાર: દિલ્હીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતું અને પ્રદૂષણનું સ્તર 'અત્યંત ગંભીર' રહ્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે 488 નોંધાયો હતો. રાજધાનીના 32 મોનિટરિંગ કેન્દ્રોમાંથી, 31 એ 480 થી વધુ AQI સ્તર નોંધ્યા છે. બે કેન્દ્રો, અલીપોર અને સોનિયા વિહારમાં, તે મહત્તમ 500 પર હતો. ધીમા પવન અને તાપમાનમાં ઘટાડો થવાને કારણે પ્રદૂષક કણોને ફિલ્ટર કરવું મુશ્કેલ બન્યું હતું. આ બધાની વચ્ચે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે કૃત્રિમ વરસાદથી દિલ્હીનું પ્રદૂષણ દૂર કરી શકાય છે.

Advertisment

રેલવેએ લીધો મોટો નિર્ણય, દરેક મહત્વની ટ્રેનમાં નવા જનરલ કોચ જોડવામાં આવશે

હાલમાં જ દીવાળી અને છઠ પૂજાના અવસર પર જનરલ કોચના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે જનરલ કોચમાં મુસાફરી કરનારાઓને રેલવે તરફથી સારા સમાચાર આપવામાં આવ્યા છે. ટ્રેનોમાં જનરલ કોચ ઉમેરવા અંગે માહિતી આપતા રેલવે બોર્ડના ઇડીના આઇપી દિલીપ કુમારે જણાવ્યું હતું કે રેલવેને સતત સૂચનો મળી રહ્યા છે કે દરેક સામાન્ય ટ્રેનમાં ચાર જનરલ કોચ હોવા જોઇએ. રેલવેએ નક્કી કર્યું છે કે દરેક મહત્વપૂર્ણ ટ્રેનમાં નવા જનરલ કોચ જોડવામાં આવશે. 10 હજાર નવા જનરલ કોચનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં વિવિધ ટ્રેનોમાં 583 નવા જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે. આ મહિનાના અંત સુધીમાં 370થી વધુ ટ્રેનોમાં 1000થી વધુ જનરલ કોચ જોડવામાં આવશે.

ગુજરાત સરકારે પીએમ જય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી

Advertisment

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત સરકારે પીએમ જય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છ. આ હોસ્પિટલોમાં અમદાવાદની 3, સુરત-વડોદરા- રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની હોસ્પિટલ સસ્પેન્ડ કરી હતી.

G-20 સમિટમાં વિવિધ દેશના નેતાઓને મળ્યા પીએમ મોદી

વડાપ્રધાન મોદી નાઈજીરીયાની બે દિવસીય મુલાકાત બાદ રવિવારે રિયો ડી જાનેરો પહોંચ્યા હતા અને G-20 સમિટની બાજુમાં યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, ઈટાલી, ઈન્ડોનેશિયા, નોર્વે અને પોર્ટુગલ સહિતના અનેક રાષ્ટ્રીય નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. રિયોમાં G-20 સમિટમાં વડાપ્રધાન મોદીએ બ્રાઝિલની 'ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ' પહેલને સમર્થન વ્યક્ત કર્યું હતું. આટલું જ નહીં પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરી હતી. તેણે કહ્યું કે બિડેનને મળવાનો હંમેશા આનંદ છે. જો કે બંને નેતાઓ વચ્ચે શું થયું તે હજુ જાણવા મળ્યું નથી. આ સિવાય પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની તેમની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ

દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં લોકો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. AQIR દિલ્હી NCRમાં ગંભીર શ્રેણીમાં રહે છે. દિલ્હીમાં પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે MCD ઓફિસમાં સવારે 8.30 થી સાંજના 5.00 વાગ્યા સુધી કામ થશે. જ્યારે દિલ્હી સરકારની ઓફિસો સવારે 10.00 થી સાંજે 6.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

  • Nov 19, 2024 23:58 IST

    Today News Live : રેલવેએ લીધો મોટો નિર્ણય, દરેક મહત્વની ટ્રેનમાં નવા જનરલ કોચ જોડવામાં આવશે

    હાલમાં જ દીવાળી અને છઠ પૂજાના અવસર પર જનરલ કોચના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે જનરલ કોચમાં મુસાફરી કરનારાઓને રેલવે તરફથી સારા સમાચાર આપવામાં આવ્યા છે. ટ્રેનોમાં જનરલ કોચ ઉમેરવા અંગે માહિતી આપતા રેલવે બોર્ડના ઇડીના આઇપી દિલીપ કુમારે જણાવ્યું હતું કે રેલવેને સતત સૂચનો મળી રહ્યા છે કે દરેક સામાન્ય ટ્રેનમાં ચાર જનરલ કોચ હોવા જોઇએ. રેલવેએ નક્કી કર્યું છે કે દરેક મહત્વપૂર્ણ ટ્રેનમાં નવા જનરલ કોચ જોડવામાં આવશે. 10 હજાર નવા જનરલ કોચનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં વિવિધ ટ્રેનોમાં 583 નવા જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે. આ મહિનાના અંત સુધીમાં 370થી વધુ ટ્રેનોમાં 1000થી વધુ જનરલ કોચ જોડવામાં આવશે.

  • Nov 19, 2024 21:18 IST

    Today News Live : અસમનો કરીમગંજ હવે શ્રીભૂમિ તરીકે ઓળખાશે

    અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યના કરીમગંજ જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે માહિતી આપી હતી કે કરીમગંજ જિલ્લો હવે શ્રીભૂમિ તરીકે ઓળખાશે. મંગળવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અસમના કરીમગંજ જિલ્લાની સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે.

  • Nov 19, 2024 19:18 IST

    Today News Live : મહારાષ્ટ્રમાં પાયાવિહોણા આરોપો લગાવીને વાતાવરણને પ્રભાવિત કરવાનો પ્રયાસ - ભાજપ પ્રવક્તા

    બહુજન વિકાસ અઘાડી દ્વારા મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભાજપ પર પૈસાની વહેંચણીના પર બીજેપી સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં એક અન્ય પ્રકારનો પાયાવિહોણા આરોપો લગાવીને વાતાવરણને પ્રભાવિત કરવાનો વધુ એક પ્રયાસ મહાવિકાસ અઘાડી દ્વારા કરવામાં આવ્યો છે. વિનોદ તાવડે જી અમારા રાષ્ટ્રીય સચિવ છે અને પાર્ટીના ઘણા કાર્યો પર નજર રાખી રહ્યા છે. હોટલ અને આસપાસના વિસ્તારોના સીસીટીવીની તપાસ કરવામાં આવે. તે પોતાની હાર ભારી ગયા છે તેથી આમ કરી રહ્યા છે.

  • Nov 19, 2024 17:30 IST

    Today News Live : મણિપુર હિંસા પર સીએમ બીરેન સિંહે શું કહ્યું

    મણિપુરના સીએમ બીરેન સિંહે કહ્યું કે ઘણી સમસ્યાઓ છે જેનો અમે આજે સામનો કરી રહ્યા છે. તેના માટે પૂર્વમાં કોંગ્રેસની કેન્દ્ર સરકારના કેટલાક કેન્દ્રીય નેતા જવાબદાર છે. તેમાં પી ચિદમ્બરમ મુખ્ય વ્યક્તિ છે, તે સમયે તે ગૃહ મંત્રી હતા. કોંગ્રેસને વિચારવું જોઈએ કે તેમના સમયમાં મણિપુરમાં શું-શું થયું હતું? ફેક એન્કાઉન્ટરમાં કેટલા લોકો માર્યા ગયા હતા?

  • Nov 19, 2024 15:52 IST

    Today News Live : ચંપાઈ સોરેને કહ્યું - કોંગ્રેસે ઝારખંડના લોકો સાથે હંમેશા અન્યાય કર્યો

    રાંચી: સરાયકેલા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર ચંપાઈ સોરેને કહ્યું કે અહીના લોકો કોંગ્રેસ પર વિશ્વાસ નહીં કરે. કોંગ્રેસે ઝારખંડના લોકો સાથે હંમેશા અન્યાય કર્યો છે. ઝારખંડના આંદોલન દરમિયાન પણ કોંગ્રેસે તેને દબાવવાનું કામ કર્યું હતું.

  • Nov 19, 2024 13:25 IST

    Today News Live: દિલ્હીમાં કૃત્રિમ વરસાદની તૈયારી, ગોપાલ રાયે NoC માટે કેન્દ્રને પત્ર લખ્યો

    દિલ્હીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતું અને પ્રદૂષણનું સ્તર 'અત્યંત ગંભીર' રહ્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે 488 નોંધાયો હતો. રાજધાનીના 32 મોનિટરિંગ કેન્દ્રોમાંથી, 31 એ 480 થી વધુ AQI સ્તર નોંધ્યા છે. બે કેન્દ્રો, અલીપોર અને સોનિયા વિહારમાં, તે મહત્તમ 500 પર હતો. ધીમા પવન અને તાપમાનમાં ઘટાડો થવાને કારણે પ્રદૂષક કણોને ફિલ્ટર કરવું મુશ્કેલ બન્યું હતું. આ બધાની વચ્ચે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે કૃત્રિમ વરસાદથી દિલ્હીનું પ્રદૂષણ દૂર કરી શકાય છે.

  • Nov 19, 2024 12:01 IST

    Today News Live: સોશિયલ મીડિયા કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ

    કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા 2021માં તેની ગોપનીયતા નીતિમાં ફેરફાર કર્યા બાદ અયોગ્ય બિઝનેસ પ્રેક્ટિસનો ઉપયોગ કરવા બદલ અબજોપતિ માર્ક ઝકરબર્ગની કંપની પર ભારતમાં આ દંડ લાદવામાં આવ્યો છે. આ સિવાય સીસીઆઈએ મેટા અને વોટ્સએપને અમુક ચોક્કસ સમયગાળામાં અમુક વર્તનથી દૂર રહેવાનો નિર્દેશ પણ આપ્યો છે.

  • Nov 19, 2024 11:04 IST

    Today News Live: ભરૂચમાં મોડી રાત્રે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

    ભરૂચમાંથી સોમવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત બન્યો હતો. ભરૂચના જંબુસર-આમોદ રોડ ઉપર ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાળકો સહિત છ લોકોના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • Nov 19, 2024 10:47 IST

    Today News Live: ગુજરાત સરકારે પીએમ જય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી

    અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત સરકારે પીએમ જય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છ. આ હોસ્પિટલોમાં અમદાવાદની 3, સુરત-વડોદરા- રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની હોસ્પિટલ સસ્પેન્ડ કરી હતી.

  • Nov 19, 2024 10:35 IST

    Today News Live: સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછાળી 28000 પાર, નિફ્ટી 200 પોઇન્ટ વધ્યો

    શેરબજાર મંગળવાર વધીને ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા છે. સેન્સેક્સ 77339 પાછલા બંધ સામે આજે મંગળવાર 77548 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં તેજીથી સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો અને 28000 લેવલ ઉપર જતો રહ્યો હતો. એનએસઇ નિફ્ટી 23532 પાછલા બંધ સામે આજે 23672 ખુલ્યો હતો. બ્લુ ચીપ શેરમાં તેજીથી નિફ્ટી 220 પોઇન્ટ વધ્યો અને 23675 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 600 પોઇન્ટ અને બીએસઇ સ્મોલકેપ 800 પોઇન્ટ વધ્યો છે.

  • Nov 19, 2024 10:34 IST

    Today News Live: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ

    દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં લોકો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. AQIR દિલ્હી NCRમાં ગંભીર શ્રેણીમાં રહે છે. દિલ્હીમાં પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે MCD ઓફિસમાં સવારે 8.30 થી સાંજના 5.00 વાગ્યા સુધી કામ થશે. જ્યારે દિલ્હી સરકારની ઓફિસો સવારે 10.00 થી સાંજે 6.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

  • Nov 19, 2024 10:34 IST

    Today News Live: PM મોદી G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યા

    વડાપ્રધાન મોદી નાઈજીરીયાની બે દિવસીય મુલાકાત બાદ રવિવારે રિયો ડી જાનેરો પહોંચ્યા હતા અને G-20 સમિટની બાજુમાં યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, ઈટાલી, ઈન્ડોનેશિયા, નોર્વે અને પોર્ટુગલ સહિતના અનેક રાષ્ટ્રીય નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. રિયોમાં G-20 સમિટમાં વડાપ્રધાન મોદીએ બ્રાઝિલની 'ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ' પહેલને સમર્થન વ્યક્ત કર્યું હતું. આટલું જ નહીં પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પણ મુલાકાત કરી હતી. તેણે કહ્યું કે બિડેનને મળવાનો હંમેશા આનંદ છે. જો કે બંને નેતાઓ વચ્ચે શું થયું તે હજુ જાણવા મળ્યું નથી. આ સિવાય પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની તેમની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ