/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Champai-Soren-Babulal-Marandi-.jpg)
ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઇ સોરેન અને બાબુલાલ મરાંડી (Photos: X)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 19 October 2024, આજના તાજા સમાચાર: ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીના રાજ્ય પ્રમુખ બાબુલાલ મરાંડી ધનવારથી, લોબિન હેમ્બ્રોમ બોરિયોથી, સીતા સોરેન જામતાડાથી, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન સરાયકેલાથી, ગીતા બાલમુચુ ચાઈબાસાથી, ગીતા કોડા જગનાથપુરથી અને મીરા મુંડા પોટકાથી ચૂંટણી લડશે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી : જેએમએમ અને કોંગ્રેસ 81માંથી 70 બેઠકો પર ચૂંટણી લડશે
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે (19 ઓક્ટોબર) જાહેરાત કરી હતી કે કોંગ્રેસ અને સત્તારૂઢ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને શાસક ઝારખંડ મુક્તિ મોરચા 81 વિધાનસભા ક્ષેત્રોમાંથી 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. આ ઉપરાંત બાકીની બેઠકો પર આરજેડી, સીપીઆઇ(એમ) અને તેમના સાથી પક્ષો ચૂંટણી લડશે. જોકે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે નક્કી થયું નથી.
ચૂંટણી પંચની સૂચના પર ઝારખંડ સરકારે કાર્યકારી DGP અનુરાગ ગુપ્તાને હટાવ્યા
ઝારખંડ વિધાનસભા ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચની સૂચના પર રાજ્ય સરકારે કાર્યકારી DGP અનુરાગ ગુપ્તાને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે અને તેમના સ્થાને IPS અજય સિંહને પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ પહેલા પણ ઝારખંડના ડીજીપી રહી ચૂક્યા છે. IPS અજય સિંહ ઝારખંડ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર પદ પર રહ્યા હતા.
દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટ UK19માં બોમ્બની ધમકી, ફ્રેન્કફર્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી લંડન જઈ રહેલા 'વિસ્તારા' પ્લેનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તેને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે તપાસ દરમિયાન પ્લેનમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જે બાદ પ્લેનને લંડન રવાના કરવામાં આવ્યું છે. એરલાઇનના પ્રવક્તાએ શનિવારે વહેલી સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું અને ફરજિયાત તપાસ કરવામાં આવી હતી.
પ્રવક્તાએ કહ્યું, “18 ઓક્ટોબરે દિલ્હીથી લંડન જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટ નંબર 'UK19'ને સોશિયલ મીડિયા પર સુરક્ષા માટે ખતરો મળ્યો હતો. પ્રોટોકોલને અનુસરીને, તમામ સંબંધિત અધિકારીઓને આ વિશે તરત જ જાણ કરવામાં આવી હતી અને પાઇલટ્સે સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને ફ્રેન્કફર્ટ તરફ વાળ્યું હતું.
'અકાસા એર' ફ્લાઇટમાં બોમ્બની ધમકી
દરમિયાન, અકાસા એરએ જણાવ્યું હતું કે તેની ફ્લાઈટ નંબર 'QP 1366', જે શુક્રવારે બેંગલુરુથી મુંબઈ માટે રવાના થઈ હતી, તેને ટેક-ઓફના થોડા સમય પહેલા સુરક્ષા ચેતવણી મળી હતી. મુંબઈ એરપોર્ટ પર વિમાનની તપાસ કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી. સુરક્ષા તપાસ બાદ વિમાનને ઉડાન માટે એનઓસી આપવામાં આવ્યું હતું.
અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. બપોર પછી શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ધુમા, ઇસ્કોન, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
- Oct 19, 2024 23:36 IST
today News live : રોમાંચક મેચમાં ભારત- એ નો પાકિસ્તાન-એ સામે 7 રને વિજય
ટી 20 ઇમર્જિંગ એશિયા કપ 2024માં તિલક વર્માની કપ્તાની હેઠળ ભારત-એ એ જીત સાથે શરુઆત કરી છે. ભારત-એ એ પાકિસ્તાન-એ સામે 7 રને વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 8 વિકેટે 183 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.
- Oct 19, 2024 20:49 IST
today News live : ગુજરાત રાજ્યમાં તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે.
- Oct 19, 2024 19:47 IST
today News live : ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીના રાજ્ય પ્રમુખ બાબુલાલ મરાંડી ધનવારથી, લોબિન હેમ્બ્રોમ બોરિયોથી, સીતા સોરેન જામતાડાથી, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન સરાયકેલાથી, ગીતા બાલમુચુ ચાઈબાસાથી, ગીતા કોડા જગનાથપુરથી અને મીરા મુંડા પોટકાથી ચૂંટણી લડશે.
- Oct 19, 2024 18:40 IST
today News live : ઝારખંડ : ચૂંટણી પંચની સૂચના પર રાજ્ય સરકારે કાર્યકારી DGP અનુરાગ ગુપ્તાને હટાવ્યા
ઝારખંડ વિધાનસભા ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચની સૂચના પર રાજ્ય સરકારે કાર્યકારી DGP અનુરાગ ગુપ્તાને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે અને તેમના સ્થાને IPS અજય સિંહને પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ પહેલા પણ ઝારખંડના ડીજીપી રહી ચૂક્યા છે. IPS અજય સિંહ ઝારખંડ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર પદ પર રહ્યા હતા.
- Oct 19, 2024 18:16 IST
today News live : ઝારખંડ વિધાનસભા ચૂંટણી : જેએમએમ અને કોંગ્રેસ 81માંથી 70 બેઠકો પર ચૂંટણી લડશે
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે (19 ઓક્ટોબર) જાહેરાત કરી હતી કે કોંગ્રેસ અને સત્તારૂઢ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને શાસક ઝારખંડ મુક્તિ મોરચા 81 વિધાનસભા ક્ષેત્રોમાંથી 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. આ ઉપરાંત બાકીની બેઠકો પર આરજેડી, સીપીઆઇ(એમ) અને તેમના સાથી પક્ષો ચૂંટણી લડશે. જોકે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે નક્કી થયું નથી.
- Oct 19, 2024 16:55 IST
today News live : ભારત 462 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો પડકાર
ભારત વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં આવી છે. ભારત બીજા દાવમાં 99.3 ઓવરમાં 462 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો પડકાર મળ્યો છે. ચોથા દિવસે સરફરાઝ ખાન અને ઋષભ પંતે લડાયક બેટિંગ કરી હતી. સરફરાઝ ખાને 195 બોલમાં 18 ફોર 3 સિક્સર સાથે 150 રન બનાવ્યા હતા. જ્યારે પંતે 105 બોલમાં 9 ફોર 5 સિક્સર સાથે 99 રન બનાવ્યા હતા.
- Oct 19, 2024 15:31 IST
today News live : અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરુ થયો છે. બપોરે પછી શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, ધુમા, ઇસ્કોન, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
- Oct 19, 2024 13:03 IST
today News live : હિઝબુલ્લાહનું ડ્રોન નેતન્યાહુના ઘરની ખૂબ નજીક પડ્યું
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પાસે લેબનીઝ ડ્રોન પડી ગયું છે. આ હુમલો હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ ખુદ ઈઝરાયેલી સેનાએ કરી છે. મોટી વાત એ છે કે આ વખતે ઈઝરાયેલની એર ડિફેન્સમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ ઘૂસી ગયા હતા જેના કારણે ડ્રોન આટલું નજીક આવ્યું અને પડી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા સમયે નેતન્યાહૂ તેમના નિવાસસ્થાને હાજર ન હતા.
- Oct 19, 2024 09:55 IST
today News live : ગુજરાતમાં 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યાના 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના સોનગઢ અને નવસારીના વાંસદામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- Oct 19, 2024 09:54 IST
today News live : દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટ UK19માં બોમ્બની ધમકી
દિલ્હીથી લંડન જઈ રહેલા 'વિસ્તારા' પ્લેનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તેને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે તપાસ દરમિયાન પ્લેનમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જે બાદ પ્લેનને લંડન રવાના કરવામાં આવ્યું છે. એરલાઇનના પ્રવક્તાએ શનિવારે વહેલી સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું અને ફરજિયાત તપાસ કરવામાં આવી હતી.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us