/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/CM-champai-soren.jpg)
સીએમ ચંપાઈ સોરેન (ફોટો - એક્સપ્રેસ)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 March 2024 LIVE: આજના તાજા સમાચાર, 2 માર્ચ 2024, શનિવારના દિવસે દેશ, દુનિયા અને ગુજરાત સહિતની મુખ્ય ઘટનાઓની વાત કરીએ તો આજે ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીના બીજો દિવસે પણ સેલિબ્રિટીથી ભરેલો રહ્યો. ગુજરાતમાં આજે વાતાવરણમાં પલટો દેખાયો. રાજ્યના ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આ બાજુ ભાજપના બે સાંસદ ગૌતમ ગંભીર બાદ હવે હજારીબાગના સાંસદ અને પૂર્વ નાણાં રાજ્ય મંત્રી જયંત સિન્હા રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી છે.
ગુજરાતમાં વરસાદ, બેંગલુરુ બ્લાસ્ટમાં તપાસ
ગુજરાતમાં આજે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી જે સાચી ઠરી અને રાજ્યના ઘણા ખરા વિસ્તારમાં વરસાદી માહોલ રહ્યો. બેંગલુરુ બ્લાસ્ટની તપાસમાં ખુલાસા થયા. ગુજરાતના મુખ્યમંત્રી અયોધ્યા રામલલાના શરણે ગયા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/breaking-News.jpg)
આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં વાંચો
મનીષ સિસોદિયા અને સંજય સિંહને કોર્ટમાંથી મોટો ફટકો, જ્યુડિશિયલ કસ્ટડી 7 માર્ચ સુધી વધારી
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને નેતાઓની જ્યુડિશિયલ કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. બંને નેતાઓ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં છે. અગાઉના દિવસે, AAP નેતાઓ સંજય સિંહ અને મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
- Mar 02, 2024 23:20 IST
ઝારખંડમાં સ્પેનિશ મહિલા પર સામુહિક બળાત્કાર કેસ : CM સોરેને શું કહ્યું?
રાંચી: સ્પેનિશ મહિલા પર કથિત સામૂહિક બળાત્કાર મામલે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને કહ્યું કે, "એક કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને દોષિતોને સજા કરવા સૂચના આપવામાં આવી છે..."
સીટ વિતરણ અંગે સીએમ ચંપાઈ સોરેને કહ્યું, "અમારું સીટ વિતરણ 3-4 દિવસમાં જલ્દી પૂર્ણ થઈ જશે..."
#WATCH रांची: स्पेनिश महिला से कथित सामूहिक दुष्कर्म मामले पर झारखंड के मुख्यमंत्री चम्पाई सोरेन ने कहा, "एक-दो लोगों को गिरफ्तार किया गया है और निर्देश दिए गए हैं कि दोषियों को सजा दी जाए..."
सीट बंटवारे पर CM चम्पाई सोरेन ने कहा, "हमारा सीट बंटवारा जल्द ही 3-4 दिनों के भीतर… pic.twitter.com/8uwD3c77kY— ANI_HindiNews (@AHindinews) March 2, 2024
- Mar 02, 2024 17:46 IST
ગૌતમ ગંભીર બાદ જયંત સિન્હાએ રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી
આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવા માટે મથામણમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સતત બેઠકો થઈ રહી છે. માનવામાં આવે છે કે, આ વખતે ભાજપ ઘણા જૂના સાંસદોની ટિકિટ કાપવા જઈ રહી છે. ત્યારે ઉમેદવારોની ઘોષણા પહેલા, અત્યાર સુધીમાં બે વર્તમાન સાંસદોએ તેમની રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી છે. આજે સવારે ગૌતમ ગંભીરે રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે આ યાદીમાં હજારીબાગના સાંસદ અને પૂર્વ નાણાં રાજ્ય મંત્રી જયંત સિન્હાનું નામ પણ જોડાઈ ગયું છે.
- Mar 02, 2024 16:23 IST
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદ
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
- Mar 02, 2024 15:03 IST
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ તૈનાત કરશે 10,000થી વધુ નમો યોદ્ધા
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ 10000થી વધારે નમો યોદ્ધા તૈનાત કરશે આ યોદ્ધાનું કામ કેન્દ્રીય કલ્યાણ યોજનાના લાભાર્થિઓને પ્રશંસાપત્ર એકત્ર કરવાથી લઇને આમ આદમી પાર્ટી ગઠબંધન પર હુમલો કરનાર લેખ લખવાનો છે.
- Mar 02, 2024 14:20 IST
મનીષ સિસોદિયા અને સંજય સિંહને કોર્ટમાંથી મોટો ફટકો, જ્યુડિશિયલ કસ્ટડી 7 માર્ચ સુધી વધારી
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બંને નેતાઓની જ્યુડિશિયલ કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. બંને નેતાઓ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં છે. અગાઉના દિવસે, AAP નેતાઓ સંજય સિંહ અને મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
- Mar 02, 2024 13:18 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળને વિકાસ પરિયોજનાઓની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળને વિકાસ પરિયોજનાઓની ભેટ આપી હતી. બીજી તરફ વડાપ્રધાને નાદિયાના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તો બીજી તરફ તેમણે મમતા સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા.
- Mar 02, 2024 13:03 IST
ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યામાં રામલલાના દર્શને પહોંચ્યું
ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ આજે શનિવારે સવારે અયોધ્યા પહોંચ્યું છે. ગુજરાતનું મંત્રીમંડળ અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા પહોચ્યું છે.અયોધ્યામાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનું જોરદાર સ્વાગત કર્યું હતું.
- Mar 02, 2024 11:32 IST
છત્તીસગઢમાં માઓવાદીઓએ ભાજપના એક નેતાની તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે રાત્રે માઓવાદીઓએ ભાજપના એક નેતાની હત્યા કરી નાખી. આ વર્ષે બીજેપી નેતાની આ પહેલી અને ગયા વર્ષ બાદ આઠમી હત્યા છે. મૃતક ત્રિપાઠી કટલા જનપત પંચાયતના સભ્ય હતા અને બીજાપુર હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતા હતા.
- Mar 02, 2024 10:30 IST
ગૌતમ ગંભીરે રાજકીય દુનિયાને કહ્યું અલવિદા
ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે રાજકીય દુનિયાને અલવિદા કહ્યું છે તેણે ટ્વિટર પર ભાજપનો આભાર માનીને ટ્વીટ કરી જાણકારી આપી હતી.
I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind!
— Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024
- Mar 02, 2024 10:17 IST
અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી 2022ની ઘટનાનો ઉલ્લેખ કર્યો, EC વિશે શું કહ્યું હતું
લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ તેમની પાર્ટીને હરાવવા માટે રણનીતિ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે, ચૂંટણીની તૈયારીઓનું આકલન કરવા માટે ચૂંટણી પંચ (EC)ની એક ટીમ લખનૌ પહોંચી હતી. મીડિયાકર્મીઓએ અખિલેશ યાદવને ચૂંટણી પંચ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા કહ્યું. જેના જવાબમાં સપા વડાએ આ ટિપ્પણી કરી હતી.
- Mar 02, 2024 09:36 IST
અમદાવાદમાં કારની અડફેટે આધેડનું મોત
અમદાવાદના ન્યુ નારોલ વિસ્તારમાં કાર ચાલકે કાર ઉપરથી કાબૂ ગુમાવતા આધેડને અડફેટે લીધા હતા. જેના પગલે તેમનું મોત નીપજ્યું હતું.
- Mar 02, 2024 09:24 IST
ચૂંટણી લડવા અંગે ક્રિકેટર યુવરાજ સિંહે આપ્યું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહ ચૂંટણી લડી શકે તેવી ચર્ચાનો અંત આવ્યો છે. યુવરાજ સિંહે આ વાતને અફવા ગણાવીને કારી કાઢી છે.
- Mar 02, 2024 08:31 IST
બસપા ચીફ માયાવતીએ એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો
લોકસભા ચૂંટણીઃ લોકસભા ચૂંટણી પહેલા એક મોટો ખુલાસો થયો છે. ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે 2019માં એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવનો બસપા પ્રમુખ માયાવતીએ વિરોધ કર્યો હતો. બહુજન સમાજ પાર્ટીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિને પોતાના પ્રસ્તાવમાં એક સાથે ચૂંટણી કરાવવાના વિચારનો વિરોધ કર્યો છે.
- Mar 02, 2024 08:14 IST
દિલ્હી એનસીઆરમાં સવાર સવારમાં હળવો વરસાદ
આજના હવામાનની વાત કરીએ તો દિલ્હી અને એનસીઆરમાં હળવો વરસાદ પડી રહ્યો છે. સામાન્ય વરસાદના કારણે લોકોને ફરીથી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.
- Mar 02, 2024 08:08 IST
જામનગરમાં અંબાણી પરિવારના લગ્ન પ્રસંગનો બીજો દિવસ
આજે શનિવારે જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીનો બીજો દિવસ છે.
- Mar 02, 2024 08:06 IST
આજે શનિવાર તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Saturday-horoscope-1.jpg)
આજે શનિવાર 2 માર્ચ 2024નો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. વેપાર ધંધા, વિદ્યાર્થીઓના અભ્યાસ સહિતના ક્ષેત્રોમાં લાભ કે નુકસાન થશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિ ભવિષ્ય


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us